ગુ.સા.સ.ની બેઠકનો અહેવાલ-જુલાઈ ૨૦૧૭

ગુ.સા.સ.ની બેઠકનો અહેવાલ-જુલાઈ ૨૦૧૭. – અહેવાલ  નવિનભાઈ બેન્કર અને દેવિકાબેન ધ્રુવ.

******************************************

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૬મી બેઠક, શનિવાર ને ૨૨મી જુલાઈ ૨૦૧૭ ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં  યોજાઈ ગઈ.  બેઠકનું સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીનભાઈ વ્યાસે સંભાળ્યું હતું.
ભાવનાબેન દેસાઈએ સરસ્વતીના શ્લોકથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન સાથે કેટલીક જરૂરી સૂચનાઓ,અગત્યની જાહેરાતો અને  આગામી બેઠકો અંગેની માહિતી આપી હતી. તે પછી શ્રી નિતીનભાઈએ એક પછી એક વક્તાઓને આમંત્ર્યા.
શરુઆત  શ્રી સુરેશભાઈ બક્ષીના મુકતકો અને સુંદર શેરોથી થઈ.
તેં તજી મારી તમન્ના એનો આ અંજામ છે,
બાકી મારા હોઠે તો હજુ તારુ નામ છે,
ઠુકરાવી મને જો થઈ શકે તુ કદી સુખી,
વિધિના વિધાન બદલવા જેવું કામ છે.
·  મારા મકાન સામે ઉંચા મકાન આવી ગયા.
લોકો મારા હિસ્સા નો સુરજ પણ ચાવી ગયા.
સાંભળવાની સૌને મઝા આવી.

તે પછી શ્રી ચીમનભાઈ પટેલે તેમની બે વિરોધાભાસી ભાવની રચનાઓ સંભળાવી. “તમારા થયા પછી” અને “તમારા ગયા પછી.”.એકમાં હાસ્ય અને બીજામાં આંસુ. જુઓ એક ઝલક.
સીવાઈ ગયું છે મોં મારું, તમારા થયા પછી,
ઝુકાવ્યું છે મસ્તક તો મારું, તમારા થયા પછી!
હળવી રીતે તેમની લાક્ષણિક ઢબે રજૂ થયેલી બંને કૃતિઓને  શ્રોતાઓએ વાહ વાહ આપી.
ત્યારબાદ દેવિકાબેન ધ્રુવે પોતાની બે રચનાઓ રજૂ કરી. સામાન્ય રીતે તેઓ કવિતાના જુદાજુદા પ્રકારની મૂળભૂત માહિતી આપતા હોય છે પણ આ વખતે એક ગીત અને એક ગઝલ સંભળાવી.
“રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત કેવું હરતું ને ફરતું,
આ કાચી માટીનું સજેલું આપૂતળું ક્યારે કાયાને બદલતું “ દ્વારા અનંતના નર્તનની વાત કરી તો જીંદગી વિશેની એક ગઝલ“મૌન રહી એ કેટલું આપ્યાં કરે,ને ગહન ભાષા બધી માપ્યાં કરે” રજૂ કરી.
તે પછી ધીરુભાઈ શાહે ગુજરાતના મહાન કવિ નર્મદ વિશે વાત કરી,”જય જય ગરવી ગુજરાત” કાવ્ય વાંચ્યું.
ડો ઈન્દુબેન શાહે પ્રતિલિપિ પર યોજાયેલ કાવ્ય સ્પર્ધામાં પ્રથમ ૧૦માં સ્થાન પામેલ કવિતા ‘પાંચ તત્વ“ વિષય પરની રજૂ કરી. તેમાંની પ્રથમ  બે પંક્તિઓ આ રહી
પાંચ તત્વમાંનું  એક,સિત્તેર ભાગ કાયાનો ભાર
તન મનનો આધાર,પાણી તત્વ એક અણમોલ.

શ્રી ફતેહઅલીભાઈએ ઈદ-મિલન ના તાજેતરમાં થયેલા કાર્યક્રમ અંગેની થોડી વાત કરી તેમાં પોતે દિગ્દર્શન કરેલ, એક વિશ્વબંધુત્ત્વની ભાવના દર્શાવતીનાટિકાની રસપ્રદ વાત પણ કરી. ત્યારપછી એક નવા સભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ શેઠે વોટ્સેપ પર વાંચેલી અને ગમેલી થોડી અનામી હાસ્ય પંક્તિઓ સંભળાવીકે “હે ભગવાન, એકવાર કળિયુગમાં આવી તો જો ? ગોકુળમાં ગાયો ખુબ ચરાવી, હવે રસ્તાની ગાયો હટાવી તો જો ?” ભાવનાબેન દેસાઈએ એક જાણીતી કાશ્મીરી કવયિત્રીનો પરિચય આપી તેના કાવ્યનો  કવિ શ્રી વિવેક ટેલરે કરેલ સુંદર ભાવાનુવાદ ભાવવાહી રીતે રજૂ કર્યો. તથા  પોતે સ્વરબધ્ધ કરેલ દેવિકાબેન ધ્રુવની એક રચના “દીપ જલે જો ભીતર સાજન…” ગાઈ સંભળાવી.

દિપકભાઈ ભટ્ટે એક નવી વાત કરતા જણાવ્યું કે, જૂની ઐતિહાસિક નવલકથાના સારાંશ અંગે પણ આપણી બેઠકમાં કોઈ પ્રયોગ કરે તો એવા સાહિત્યની જાણકારી મળે. આ એક આવકારદાયક સૂચનની નોંધ લેવાઈ. તેમણે એક હિન્દી/ઉર્દૂ કવિતાના ભાવાનુવાદને પોતાની રીતે પ્રસ્તૂત કર્યો કે, “ કોઇકની જ્યારે બારાત ઉઠે છે, કોઈકની ત્યારે મૈયત ઉઠે છે” ફરકના પોકારનો આ ભાવ સૌને આનંદ આપી ગયો.
નુરૂદ્દેનભાઈ દરેડિયાએ આ વખતે એક સરસ મઝાની લઘુ કથા કહી સંભળાવી.”મન અને આત્મા”ના વિષય પરની એ કથા ઘણી હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયી હતી. મહત્વની વાત તો એ હતી કે, આખી યે રજૂઆત નુરૂદ્દીનભાઈએ મોંઢે,ભાવવાહી રીતે છતાં ટૂંકાણમાં સરસ રીતે રજૂ કરી.  તે પછી  શ્રીસતીશભાઈ એક કવિતા સંભળાવી અને  નિતીનભાઈ વ્યાસે કમ્પ્યુટર પરથી, પ્રોજેક્ટરની મદદથી,પડદા ઉપર અશોક ચક્રધરની એક ખૂબ જ સુંદર કવિતા સંભળાવી..
गलीयों से गले मिलती गलीयां है।
गलीओमें महेंकती हुई पूरी एक दूनिया है।
શહેરની  ગરીબ ગલીઓની દૂનિયા, ચહેક,મહેક, ગરીબ બાળકની રોજી માટેની તડપ અભિવ્યક્ત કરતી આ રચના અદભૂત હતી.

સભાના સમાપન પૂર્વે સંસ્થાનાના પ્રમુખે ઑગષ્ટ માસમાં થનારા ડોક્યુમેન્ટરી પ્લાનની શક્યતા અંગે થોડી વાત કરી અને સપ્ટે. માસમાં યોજાયેલ બેઠકમાં,યુકે.થી આવનાર વાર્તાકાર શ્રીમતી નયનાબેન પટેલ અંગે પણ જાહેરાત કરી.અંતમાં શ્રી અશોક પટેલે આભારવિધિ કરી.ત્યારબાદ સમૂહ તસ્વીર લેવામાં આવી અને ચહા-નાસ્તાને ન્યાય આપી સૌ વિખેરાયા.
“સમર વેકેશન”ને કારણે હાજરી  ઓછી હોવા છતાં પણ એકંદરે આ બેઠક દર વખતની જેમ જ રસપ્રદ રહી અને  હવે પછીના આયોજનોમાં અપેક્ષિત નવા વિચારોની આપલે  પણ થઈ .

 

 

Devika Dhruva.

 

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.