જે ધીમી ધારે પડે છે, એ ઉગાડે છે (૨) પ્રવીણા કડકિઆ

સરસ્વતિ  બાળમંદિર

મંદાને શાળાએ જવાનું ખૂબ ગમે. વર્ગમાં આપેલું  બધું ઘરકામ પુરું કરીને વર્ગની  શિક્ષિકા બહેનને બતાવે તે બધુ કામ બહુ હોંશથી કરે.

હવે શાળામાં લોકો બાળકોને ખૂબ સુંદર તૈયાર કરીને મોકલે. મંદાની મા, લીલીબા કામમાંથી નવરા પડે તો આવું ધ્યાન રાખે ને ?  તાજેતરમાં પતિ અકસ્માતમાં ગુમાવ્યા હતા. ઘણી વાર ફરિયાદ આવતી. બને તેટલો પ્રયત્ન લીલીબા કરતાં , તેમની બાંધી મુઠી લાખની હતી. તેમને પૈસાવાળાઓના બાળકો જેવું અપાવવાનું પોષાય તેમ ન હતું.  જેને કારણે મંદાને કોઈ બહેનપણી બનાવતું નહી. પતિ ગયાની કળમાંથી કોઈ પણ સ્ત્રીને નિકળતાં વર્ષો લાગે. આ ઘા જેણે ઝીલ્યો હોય તે જાણે. એ દુઃખની કલ્પના પણ કંપાવનારી હોય છે.

જો કે તેને દુઃખ કહી ચોવીસ કલાક રડવું યા નિરાશ થવું એ જરા અતિશયોક્તિ ભર્યું લાગશે. આ જગતે જન્મ ધારણ કર્યો પછી હરએક માનવી એ દિશામાં ડગ માંડી રહ્યો છે. એ જીવનનું સનાતન સત્ય છે. કોઈ વહેલા કે કોઈ મોડા, દરેક જણે એ અંતિમ સ્થળે પહોંચવાનું છે. તેમાં શોક શો ? એ થોડા વખત પછી સમજાય છે. જ્યારે આભ ટૂટે ત્યારે તે ભાન રહેતું નથી. એક તો લગ્ન પછી બારેક વર્ષે બાળક થયું અને તે ચાર વર્ષનું થાય તે પહેલાં પતિનું અકસ્માતમાં વિદાય થવું.

લીલીબા નરમ ન હતા, એટલે આ ઘા જીરવી ગયા. દીકરીને જોઈ આંતરડી ઠારતાં.  તેને માટે નયનોમાંથી અમી ઝરે.

આજે રડતી રડતી મંદા શાળાએથી આવી.  લીલીબાએ પુછ્યું .’શું થયું બેટા’?

‘બા મને કહે છે તારો યુનિફોર્મ ઈસ્ત્રીવાળો નથી. આમ ચિંથરેહાલ શાળામાં ન જવાય . તારા ચંપલ પણ ટૂટેલા છે. બા, હું કાલથી શાળાએ નહી જાંઉ.’

લીલીબાએ મનોમન નક્કી કર્યું. ‘આમ જો મારા જેવાની દીકરીનું શાળાવાળા આવી રીતે અપમાન કરે,  તો ગરીબના બાળકોનું શું ? શાળામાંસ્વચ્છ વસ્ત્રો જોઇએ તેને ઇસ્ત્રી કરેલ હોય કે ના હોય તેનાથી ભણવામાં શું ફેર પડે ?

પોતાની દીકરીને શાળામાંથી ઉઠાવી લીધી. તેમના સ્વમાનને ઘા પડ્યો હતો. એકલે હાથે બાળકીને મોટી કરતા હતાં. લાખો, તો મકાનનો સ્લેબ નાખતાં પડ્યો અને રામશરણ થયો. માલિક ખૂબ ખંધો હતો. માંડ દસ હજાર રૂપિયા આપ્યા. લીલીબાએ વ્યાજે મૂકી દીધા. જેથી બેઠી આવક થઈ અને મૂડી સચવાઈ. મંદા બાપુને યાદ કરે, લીલીબા શું જવાબ આપે ? ક્યાંથી લાવે મંદાના બાપુ?

તેમનું ઘર સરખું હતું. ત્રણ કમરા અને પાછળ મોટી જગ્યા ખાલી હતી. માથે છાપરું નખાવી દીધું. સરકારમાં જઈને શાળ ચલાવવાની પરવાનગી લીધી. એ તો પેલા શેઠિયાના દિલમાં રામ વસ્યા હતાં તેણે લીલીબાને મદદ કરી. છાપરું બનાવવાના પૈસા આપ્યા. નાની શાળા માટે દસેક ચોકી અને પાથરણા પણ આપ્યા. જાણે લીલીબા પર ઉપકાર ન કરતો હોય. લીલીબાને સંતોષ થયો, શરૂઆતમાં જોઈતી બધી વસ્તુઓની સગવડ થઈ ગઈ.

એક પાટિયુ લઈ આવ્યા. પોતે બી.એ. સુધી ભણેલા હતાં. છોકરા આકર્ષવા જે દાખલ થાય તેને પાટી, પેન, પેન્સિલ અને બે નોટબુક મફત આપે. ફી ખૂબ મામુલી રાખી હતી. આજના જમાનામાં ૫૦ રુ, મહિને બહુ ન કહેવાય. છતાં લોકોને વિશ્વાસ બેઠો નહી. માત્ર ૪ બાળકો દાખલ થયા.

એકથી પાંચ ધોરણ સુધીની પરવાનગી મળી હતી. લીલીબા સવારના પહોરમાં પરસાળ વાળીને સાફ કરે. કામના ખૂબ ચોક્કસ. સુંદર અને સુઘડ વર્ગ બનાવ્યો. મંદાને ચિત્રકામ સારું આવડતું હતું. તેણે ચાર પાંચ સારા ચિત્રો બનાવ્યા. સાદા પણ ખૂબ આકર્ષક. ભીંતે લગાવ્યા. નામ ખૂબ સુંદર રાખ્યું. ” સરસ્વતિ  બાળમંદિર”. એક ગોખલામાં વીણા વગાડતી સરસ્વતિની મૂર્તિ મૂકી. રોજ મંદા બગિચામાંથી ફૂલ લાવીને ત્યાં મૂકતી. અગરબત્તી જલાવતી જેને કારણે સુંદર પવિત્ર સ્થળ જેવું લાગતું.

એકડે એકથી સો સુધી લખીને ભીંત પર ચિત્ર લગાવ્યું. ક ,કમળનો ક અને એ, ફોર એપલ અંગ્રેજીમાં લખી બીજું ચિત્ર બનાવ્યું. આમ વર્ગ ખૂબ આકર્ષક લાગતો. લીલીબાએ,’ સાદગીમાં સોહામણા ‘ ઉક્તિ સાબિત કરી. સવારના દસ વાગે બાળકો આવે. પહેલા ધોરણમાં ચાર બાળકો હતાં તેમના હસ્તાક્ષર પર લીલીબા ખૂબ ભાર મૂકે. જે ભણાવે તે સહુને આવડવું જોઈએ. બાળકોને ખૂબ મઝા આવતી. આમ ચાર બાળકોથી શરૂ કરેલી શાળામાં બે મહિનાને અંતે ૧૦ બાળકો થયા.

મોટી શાળા વાળાની સામે પડવું એ ખવાના ખેલ નહોતા. આજુઅબાજુવાળને તેઓ કહેતા ‘કે ભણતર હું ઉત્તમ આપીશ અને ફી કિફાયતી રાખીશ એટલે મારા જેવા ટાંચી આવકોવાળા માબાપો ને ખોટા ખર્ચા નહીં’.

  આજુબાજુવાળા પાડોશીઓ લીલીબાની હિમત જોઈને નવાઈ પામ્યા. તેમના બાળકો મોટા હતાં. તેમને થયું આપણે પણ સારા કામમાં સાથ આપીએ.   વારાફરતી બધા બાળકો માટે રિસેસમાં નાસ્તો લાવતા. બાળકોને તો મઝા પડી ગઈ. લીલીબાના પ્રેમાળ સ્વભાવનું આ પરિણામ હતું. તેમની આંખમાં પ્રેમના આંસુ વહી રહ્યા.

મહેનત કરવી પડી. ચારેય બાળકો વર્ષે ને અંતે સુંદર પરિણામ લાવ્યા. પેલી શાળાના ટીચરો જે પહેલા હસતા હતા તેઓને આ પરિણામથી ઈર્ષા થઈ.  છ બાળકો જે નવા આવ્યા હતાં તેમને લીલીબાએ મહેનત કરવાની સલાહ આપી. પોતાને ત્યાં જ્યારે જરૂર પડે ત્યારે તેમના વાલીઓને આવવાની છૂટ હતી. રજામાં બાળકોને નિત નવું વાંચવાની સલાહ આપી, નવા સત્ર દરમ્યાન જેણે વધારે વાંચ્યું હશે  તેને ઈનામ આપવાનું નક્કી કર્યું. વાંચવાની ટેવ બાળકમાં બાળપણથી હોવી જોઈએ, એમ તેઓ માનતા.

પાડોશમાં નવી પરણીને આવેલી સુમનને લીલીબા ખુબ ગમી ગયા.  સુમનનો પતિ સારું કમાતો હતો. ઘરમાં નોકર હતો એટલે બપોરે તે સાવ નવરી હોય. મધ્યમ કદના ગામમાં દૂર નોકરી કરવા ન જવાય. તેણે ખૂબ નમ્રતા પૂર્વક પહેલાં પતિની અને પછી સાસુમાની પરવાનગી લીધી.

‘બા, હું ઘરનું કામ આટોપીને જઈશ. મારો સમય બાળકો સાથે સારી રીતે જશે. આપણા ઘરમાં બપોરે ખાસ કામ હોતું નથી. ‘

સુમનની સાસુ લીલીબાની સખી હતી. સુમને સામે ચાલીને કહ્યું તેનો એને આનંદ હતો. હરખભેર રજા આપી. રજાઓ પૂરી થવાની હતી. નવું સત્ર ચાલુ થવાનું હતું. લીલીબાની બહેનપણી શકુન્તલા, થોડૅ દૂરની શાળામાં પ્રિન્સીપાલ હતી. તેની મદદથી અભ્યાસ ક્રમ અને બાળકોને લગતા કાર્યક્રમો વિષે જાણ્યું. ઉનાળાની રજામાં મંદાને સાથે લઈને લીલીબા જતાં. મંદા પણ બધું સાંભળતી, જેથી માને મદદ કરી શકાય. આમ શાળા ચલાવવાનું વ્યવસ્થિત પણે શીખી લીધું.સ્વચ્છ અને સુઘડ વાતાવરણ અને ભણાવાની વાતો ઉપર મુકાતા જોરને લીધે. “સરસ્વતિ બાળમંદિર”નું નામ થવા માંડ્યું.

ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે
જે ધીમી ધારે પડે છે ઉગાડે છે.
પંકજ મકવાણા

મોટી શાળામાં દેખાવ મોટા હતા પણ સાચુ ભણતર તો સરસ્સુવતી બાળ મંદિરમા અપાતુ હતું.

સુમન ચાર દિવસ પહેલાં આવી. ‘લીલીબા એક વાત કહું’.

‘હા, બોલ બેટા’.

‘લીલીબા મારે તમારી શાળામાં તમને મદદ કરવી છે.’ નોકરી શબ્દ જાણી જોઈને ન બોલી.’

અરે, એ તો ખૂબ સુંદર વાત છે.’ બેટા  બહુ પગાર નહી આપી શકું’.

સુમન નીચે જોઈને બોલી,’હું કોઈ પગાર નહી લંઉ’.

‘બેટા, પગાર તો બહુ આપવો મને પોષાય તેમ નથી પણ જે બની શકશે તે હું તને આપીશ’.

‘સારું લીલીબા’.

આમ સુમનનો સાથ મળ્યો જાણી લીલીબા ખૂબ ખુશ થયા. બસ હવે આડે એક દિવસ હતો. નાનો ઘંટ વગાડીને બધાને એકત્ર કર્યા. પંદર છોકરાઓ નવા પહેલા ધોરણમાં દાખલ થયા હતાં.   બીજા ધોરણમાં ગયા વર્ષના દસ બાળકો હતાં.  પહેલે દિવસે અડધો દિવસ હતો. બધાને એક સાથે બેસાડી રજામાં શું કર્યું તે વિગત જાણી લીલીબા ખુશ થયા. ગયા વર્ષના બાળકો ઉત્સાહ સાથે પોતાની વાતો કરી રહ્યા હતા. સુમન બધાની સાથે પ્રેમથી બોલતી અને તેમને કાંઇ જોઈતું હોય તો આપતી.

આજે પહેલો દિવસ હતો. લીલીબા સહુને ચોખ્ખાઈનો પાઠ ભણાવી રહ્યા. વર્ગનું કામકાજ કાલથી શરૂ થશે. આજે આપણે સારા નગરિક બનવા શું કરવું તે નક્કી કરીએ. જે બાળક હાથ ઉંચો કરે તેને બોલવાનો મોકો મળતો. બાળકો તો ખુશ હતા. આટલા પ્રેમથી કોણ ભણાવે? સાથે સારા નાગરિક બનવાની ભાવના કેળવે. લીલીબા જાણતા, ‘જો આજનું બાળક સાચું શિક્ષણ પામશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે’. બાળકોની સાથે પોતાની દીકરી પણ નજર નીચે કેળવાઈ રહી હતી તેનો સંતોષ હતો. પહેલે દિવસે સહુને બે નોટ અને બે પેન્સિલ આપ્યા. તેઓ જાણતા હતાં, ‘આ વસ્તુ મોંઘી નથી, બાળકને મન તેનું મહત્વ છે’.

જે બાળકોએ રજામાં સહુથી વધારે પુસ્તક વાંચ્યા હતાં તેમને દફત્તર આપ્યા. બીજાઓને બિસ્કિટના પેકેટ.

નવું વર્ષ ચાલુ થઈ ગયું. બાળકોએ વર્ગમાં શિસ્તનું પાલન કરવાનું અને વર્ગ સ્વચ્છ રાખવાનો. ગંદકી લીલીબાને પસંદ ન હતી. બાળકોએ પણ કપડાં સ્વચ્છ પહેરવાના. કોઈ સાધારણ બાળક ફરિયાદ કરે કે ઘરમાં સાબુ નથી તો તેઓ તેને આપતા. આ વર્ષે આજુબાજુ વાળા પાડોશીઓએ મહિનામાં એક વાર બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા નહાવનો સાબુ, દાંત સાફ કરવાનું બ્રશ, ટુથ પેસ્ટ, કાંસકો અને કપડા ધોવા માટે સાબુ આપવાનું નક્કી કર્યું. આમ તેમને લીલીબાને  સહાય કરવાનો સંતોષ પ્રાપ્ત થતો. અભ્યાસક્રમ બરાબર વ્યવસ્થિત શિખવવાનું નક્કી કર્યું હતું. બધા બાળકોની તરક્કી એક સરખી થતી. આ વર્ષે બે ધોરણ હતા એટલે કામનો બોજો વધી ગયો હતો.

વાર તહેવારે ઉજાણી કરાવતા. દરેક જણ પોતાને ત્યાંથી તેમની માતા જે અપે તે લાવતા. લીલીબા મિઠાઈ તેમજ ફરસાણનો બંદોબસ્ત કરતાં. સુમન પણ તેને માટે છૂટથી વસ્તુઓ લાવતી. તેને ખૂબ આનંદ મળતો. સુમનનો પતિ અને સાસુમા  તેને ખુશ જોઇ રાજી થતા.

જો કોઈ વાર લીલીબાની તબિયત નરમ રહેતી ત્યારે સુમન બન્ને વર્ગ સંભાળતી. બાળકો પણ સુમન બહેનનું કહેવું માનતા. આમ સફળતા પૂર્વક ‘સરસ્વતિ  બાળમંદિર’  સુંદર કામગીરી બજાવી રહ્યું હતું.    સમયને તો પાંખો હોય છે. બીજું વર્ષ પણ પુરું થવા આવ્યું. બાળકો ખૂબ સુંદર રીતે ભણી રહ્યા હતાં.  હવે નવો પ્રશ્ન ઉભો થયો. ‘ત્રીજુ ધોરણ’. બીજા ધોરણમાં ભણતા મનોજની મમ્મી ને થયું ,લાવને ‘હું કાંઇ મદદ કરું.’ તેણે લીલીબાને વાત કરી લીલીબાએ તેને પહેલું ધોરણ સોંપ્યું. શિખવાડવાની પધ્ધતિ ખૂબ ચિવટ પૂર્વક બતાવી. ચોથા ધોરણ માટે એક નવા સર રાખ્યા. જેમને શાળાનો અનુભવ હતો. હવે લીલીબાને પગાર આપવો પોષાતો હતો.

આ  વર્ષે રજાઓમાં પાછી પેલી સખીને મળવા ગયા. સરસ રીતે તેને સમજાવી કે ,’દર વર્ષે મારી શાળામાંથી ૪ થું ધોરણ પાસ થાય તેમને તેની શાળામાં દાખલો આપવો. મારા બાળકો સાધારણ કુટુંબના છે , તેઓ ડોનેશન આપી શકે એમ નથી.  શકુન્તલાને સમજાવી વાત ગળે ઉતારી. તેણે જ્યારે હા પાડી ત્યારે લીલીબાનેનો હરખ સમાયો નહી.

આમ સાંકડે માંકડે ચાર વર્ગ સુધીની શાળા તૈયાર થઈ. બાળકો ખૂબ સુંદર શિક્ષણ પામવા લાગ્યા. લીલીબા માનતા કે જો પાયાનું શિક્ષણ અને આદત સારા હશે તો એ બાળક્નું ભવિષ્ય ઉજળું થશે.

તેમની હદ હતી ૬૦ બાળકોની . દરેક વર્ગમાં ૧૫થી વધારે નહી. હવે તો બીજા બે રુમ બાંધ્યા, બાળકોને રમવા માટે નાની જગ્યા હતી. ચિત્રકળાનો વર્ગ ખાસ રાખ્યો. પોતાની દીકરી મંદાને તેનો શોખ હતો. શકુન્તલા બહેન આવનાર બાળકની સભ્યતા જોઈને ખુશ થતા. ભણવામાં પણ તેઓ ખૂબ હોંશિયાર હતા,

આ બધો યશ લીલીબાની ધીરજ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાનું પરિણામ હતું.

 

This entry was posted in જે ધીમી ધારે પડે છે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s