આવ રે કાગડા કઢી પીવા ! રાજેશ પટેલ

પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં એ સમયે ગૃહપતિ તરીકે શ્રી, વીરચંદભાઈ ફૂલચંદભાઈ શાહ સેવા આપતા હતા, સૌરાષ્ટ્રના ગામેગામના 250 થી 275 જેટલા જૈન બાળકો દર વર્ષે અહી રહીને ભણતા હતા, પાલીતાણા જૈનોનું મુખ્ય યાત્રાધામ હોવાથી સંસ્થાને સારી એવી સહાય મળતી અને આર્થિક સ્થિતિ ઘણી સારી હતી, શું બન્યું એ કોઈ જાણતું નથી, પણ એ સમયે ભોજનશાળાનાં મેનુ માં રસોયા મહારાજ ને સુચના મળી હોય કે પછી એ સમયે પણ મોદી જેવી કોઈ સરકાર આવી હોય અને તુવેરદાળના ભાવ વધી ગયા હોય શું ખબર ?

જમવામાં એકાંતરે દાળની જગ્યા કઢીએ લેવા માંડી શરૂઆતમાં કોઈને વાંધો નહોતો પણ ધીમે ધીમે બધા કઢીથી એવા કંટાળ્યા કે વાત કઢીનો બહિષ્કાર કરવા સુધી આવી વિદ્યાર્થીઓ નો ગુસ્સો જોઇને ગૃહપતિએ રસોયાને થોડા વેરીએશન લાવવા કહ્યું તો કઢી- ખાટી, તીખી, ગળી, અને હળદરવાળી પીળી એમ ટેસ્ટ બદલવામાં આવ્યા પણ કઢી ચાલુ જ રહી
અને વિદ્યાર્થીઓ કંટાળ્યા, સંસ્થાના જીએસ એ દરેક ક્લાસના કેપ્ટનોની એક મીટીંગ બોલાવી ગૃહપતિ અને મેનેજરને ખબર ન પડે એમ એક એક્શન પ્લાન બનાવી લેવામાં આવ્યો, અને કઢી-કારણ તરીકે શંકાની સોય ગૃહપતિ શ્રી, વીરચંદભાઈ તરફ તાકવામાં આવી અને વિરોધની એક લાંબા ગાળાની યોજના બનાવવામાં આવી બીજે દિવસે જમવામાં પાછી કઢી જ હતી, ત્યારે લાયબ્રેરીની પાછળના ભાગમાં એક કાગડો મરી ગયેલો પડ્યો હતો. એ એક વિદ્યાર્થી બહુ હોશિયારી પૂર્વક લઇ આવ્યો ભોજનશાળામાં કઢીનું મોટુ તપેલું જ્યાં પડ્યું હતું એમાં રસોયાને ખબર ન પડે એમ છીબુ ઊંચું કરીને નાખી આવ્યો…….
અને જમવાનો બેલ વાગ્યો ત્યારે બધાએ હો હા મચાવી દીધી કઢી માં કાગડો, કઢીમાં કાગડો હાય હાય !! અમુકે મજાકમાં કહ્યું બાલાશ્રમની કઢી બહુ પ્રખ્યાત થઇ ગઈ હવે તો કાગડા પણ કઢી પીવા આવે છે !! હહાહાહાહાહા
હાય ! હાય ! નારા બુલંદ સ્વરે ચાલુ થયા !! ઓફિસ સુધી પહોચેલા કર્કશ નારા સાંભળીને ગૃહપતિ સાહેબનું આગમન થયું, આ વીરચંદદાદાની ધાક બહુ હતી, એટલે થોડા સમય માટે સૌ ચુપ થઇ ગયા, પણ સાહેબ ચિંતામાં આવી ગયા માળું કઢીમાં કાગડો પડ્યો ક્યાંથી પાકું મકાન અને હાઇટેક રસોડું છે બહુ બહુ તો કબુતરે બહાર માળા બાંધ્યાં છે !!
પણ આ કાગડો ? તુરંત વિચારમાં સરી પડેલા ગૃહપતિને ધ્યાનમાં આવ્યું કે આ કોઈ વિદ્યાર્થીનું જ કરતુત છે !!
ત્યારે તો તેમણે તાત્કાલિક રસોઈમાં દાળ બનાવરાવીને વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત કરી દીધો !! રાત્રે તેમના માટે સંસ્થાએ ફાળવેલા ઘરમાં અમુક પાળી રાખેલા ચમચા જેવા વિદ્યાર્થીઓને બોલાવી પૂછપરછ કરી ત્યારે ખબર પડી !!
અને બીજે દિવસે સવારે કસરત પછી અમુક મોટા સ્ટાનડર્ડ ના વિદ્યાર્થીઓની રિમાન્ડ લેવા માં આવી કાગડો લઈને કઢીમાં પધરાવનાર વિદ્યાર્થીને બહુ માર પડ્યો…..
આખી હોસ્ટેલના મોટાભાગના વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા, ડરી ગયા !! બપોરે ચુપ ચાપ જમીને સૌ સ્કુલે રવાના થયા, બાલાશ્રમને અડીને જ ચત્રભુજ મોતીલાલ ગાંધી વિદ્યાલય આવ્યું છે ત્યાં બધા વિદ્યાઅભ્યાસ કરતા રિસેશમાં પીડિત અને હોશિયાર વિદ્યાર્થીઓએ મળીને નવો પ્લાન બનાવ્યો અને રાતે અમલમાં મુકવાની તૈયારી કરી અને એકદમ સસ્પેન્સ ગેમ થઇ જવી જોઈએ એની પૂરી કાળજી રાખી !!
એ રાત્રે સુતા પહેલા પ્રાર્થના હોલમાં બધા મળ્યા બધામાં ઘેરી હતાશા અને અજંપો હતો તો અમુક તો બદલો લેવા મક્કમ બની ગયા હતા અને સૌ પોતપોતાની ડોરમેટ્રીમાં સુવા ગયા !! જેમ જેમ રાત આગળ વધતી ગઈ વિદ્યાર્થીઓ નો એક વર્ગ વધુ સજાગ બની ગયો પૂરી તૈયારી માં પડી ગયો અને રાતનો 12.30 જેવો સમય થયો દસેક વિદ્યાર્થીઓ એ પોતાના ચહેરા પર કાળી શાહી લગાવી માથે જુના ખેસ બાંધ્યા વિચિત્ર કપડા પહેર્યા અને ઓળખાય નહિ એની પૂરી કાળજી રાખીને ગૃહપતિના ઘર તરફ બીલીપગે કુચ કરી ગયા !!
વીરચંદદાદાની એ સમયે ઉમર હશે 75 આસપાસ શુદ્ધ અને સાત્વિક આજીવન ભોજન લેનારા દાદાની બુદ્ધિ પણ એટલી જ સાત્વિક તેમણે પોતાનું જીવન બાલાશ્રમ માટે સમર્પિત કરી દીધું હતું તેમનું યોગદાન અમૂલ્ય છે એવા સાધુ ચરિત શ્રી, વીરચંદદાદા બહાર ખાટલો ઢાળીને સુતા હતા !!
અમુક વિદ્યાર્થી મેદાનમાં આવેલા લીમડાના ઝાડ પાછળ જઈને છુપાયા તો અમુકે બાંધેલા કુવાની પેઢલી પાછળ બેસીને પોજીશન લીધી એ સમયે કુવામાં 18 થી 20 ફૂટ જેટલું પાણી ભરેલું રહેતું !! મૂળ પ્લાન પ્રમાણે ખડતલ અને મજબુત વિદ્યાર્થીઓએ વીરચંદદાદા નો ખાટલો ધીમે થી ઉપાડ્યો અને કુવા તરફ આગળ વધ્યા પૂરું બેલન્સ રાખતા અને તાલમેલ જાળવતા કુવાની નજીક પહોચ્યા અને વીરચંદદાદા જાગી ગયા !! કોણ છો ?? એ’યય્યય્ય્ય ઉભા રયો !!
કુવો જોઇને બધું પામી ગયેલા દાદા તાડૂક્યા અને વિદ્યાર્થીઓ માં નાસભાગ મચી ગઈ ખાટલો નીચે મુકીને બધા નવ, દો, ગ્યારહ, ભણી ગયા અને પાછળ વીરચંદદાદા દોડ્યા પણ આ સ્થિતિમાં શું કરવું એનું પણ પ્લાનિંગ હતું જેવા વિદ્યાર્થીઓ બાથરૂમ તરફ ભાગ્યા કે એક વિદ્યાર્થીએ હોસ્ટેલના મુખ્ય પાવર હાઉસના ફ્યુજ કાઢીને લઈને ભાગી ગયો અંધારામાં વીરચંદદાદા ને કાંઈ દેખાયું નહી એ વિદ્યાર્થીઓને પકડવાની કોશિશ કરે પણ એમ કાઈ હાથમાં અવાય !!
એમની બુમાબુમ સાંભળીને વોચમેન લાલાભાઈ જાગી ગયા એ કઈ સમજે એ પહેલા બધા મોઢા ધોઈ કપડા બદલાવીને ડોરમેટ્રી માં આવીને સુઈ ગયા !!
એ રાત્રે વોચમેન લાલાભાઈ અને વીરચંદદાદાનું આખી રાત તપાસ અભિયાન ચાલ્યું પણ એ લબર મુછીયા જવાનોએ પીઢ અને અનુભવી દાદાને શિકસ્ત આપી કોઈ પકડાયું નહિ બીજે દિવસે સવારની પ્રાર્થના પછી દાદાએ શંકાના આધારે અમુક વિદ્યાર્થીઓને માર માર્યો કડક ઠપકો આપ્યો, અમુકને સસ્પેન્ડ કર્યા અને પોતાની ધાક કાયમ રહે એવા પ્રયત્નો કર્યા !!
જનરેશન ગેપ હોય કે સંસ્કારોનું અત્તીક્રમણ કે પછી વધુ પડતી શિસ્તનો દુરાગ્રહ કે પછી ધર્માન્ધતા !!
એ સમયે ગૃહપતિ ને મોઢા મોઢ કહેવાની કોઈની હિંમત નહોતી, વાંધો ‘કઢી’ સામે હતો પણ નાદાનીમાં સંસ્થાના ઋષિપુરુષ કહી શકાય એવા વીરચંદદાદા વિદ્યાર્થીઓના રોષનો ભોગ બન્યા !!
‘કઢી અને કાગડો’ થી શરુ થયેલું આંદોલન હિંસક રૂપ લે એ પહેલા વેર- વિખેર થયું !! એમ કહો કે દબાવી દેવામાં આવ્યું એની આડઅસરમાં વીરચંદદાદાનું નામ વિદ્યાર્થીઓએ ‘વીરચંદકાગડો’ પાડી દીધું !! મજાક મજાકમાં સાહેબ સાંભળી ન જાય એ રીતે ઘણા બોલતા આવ’રે કાગડા કઢી પીવા !!
બાલાશ્રમની આ ઘટના જયારે ગુરુકુળના વિદ્યાર્થીઓ ને ખબર પડી ત્યારે તેમણે બાલાશ્રમના વિદ્યાર્થીઓ ને ‘કઢીયા’ કહી ચીડાવવાનું શરુ કર્યું, બદલામાં બાલાશ્રમના વિદ્યાર્થીઓ ગુરુકુળના વિદ્યાર્થીઓનું નામ ખીચડીયા પાડી દીધું, બંને સંસ્થાના વિદ્યાર્થીઓને પોતાની માતૃસંસ્થા થી એટલો બધો પ્રેમ કે બીજી સંસ્થાને સાવ ખરાબ જ ગણવામાં આવતી અને વિદ્યાર્થીઓને પોતાથી ઉતરતા ગણવામાં આવતા !!
બને સંસ્થાના વિદ્યાર્થીઓને દર-રવિવારે શત્રુંજયની યાત્રા ફરજીયાત કરવાની રહેતી ડુંગર ઉપર એક વિદ્યાર્થી બધાની હાજરી પૂરે ગેર-હાજર વિદ્યાર્થીને બપોરનું જમવાનું નહિ એવી શિક્ષા થતી !! કઢીયા અને ખીચડીયા બને યાત્રા કરતા રસ્તામાં ભેગા થાય અને એક બીજાને ચીડવે અને નિર્દોષ મજાક મસ્તી સાથે સહિષ્ણુતા પૂર્વક આનંદ કરે, આ બાળપણની મસ્તી હતી – રાજેશ પટેલ 23-10-2015

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.