વિચારોના ઉપવનમાં  (ચિંતન ચોરો )

ઉપનિષદમાં આનંદને બ્રહ્મ કહ્યો છે, આનંદજ સાચું જ્ઞાન છે, આનંદથીજ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અને આ આનંદમાં સમાઇજાય છે, મહર્ષિ અરવિંદ કહેતા કે જે આનંદમાં બધા સહભાગી ન હોય, તે અપૂર્ણ છે.આનંદ વ્યક્ત થાવા થનગને જ! પછી તે અભિનય, લેખન, વાચા કે કાર્ય ગમે તે
સ્વરૂપે પ્રગટ થાયજ ! આનંદ વ્યક્ત થાય ત્યારે વાતાવરણ સ્ફૂર્તિવંત બને, આનંદ બીજાને આપો, બીજા પાસે મૂકો ત્યારે બેવડાય છે, આપણને વ્યક્ત થતાં નથી આવડતું તેથી ઘણું ગુમાવીએ છીંએ. બિજાઓને ખૂશી આપવાની તક, અવસર, વખત માણસે સ્વીકારી લેવી જોઈએ. સબંધ નોકરી વ્યહારૂ કામોમાં તમારા કાર્યો અને તેનાથી થતો આનંદ તમારી મોટી મૂડી છે. કામ સાથે આનંદ ભળે ત્યારે પરિવાર એવું તાવરણ સર્જાય છે, અને વાતાવરણમાં સમજ, બૂદ્ધિ મહેનત સાથે આપણા પનાની ભાવના સહજતાથી જાગે છે. તેમાં સરળતા અને સફળતા વૃદ્ધિવંત થાય છે-આનંદ પ્રગટે છે, આવો આનંદ જીવનના પ્રત્યેક બનાવોમાંથી  જેઓ શોધીશકે છે તેઓ જીવનને સાચા અર્થમાં માણી શકે છે. આનંદિત રહો અને સ્મિત વેરતા રહો એ વાત સ્વિકારનાર કદી દુખી થતો નથી.
* આનંદ તો ધોધ જેવો છે, માત્ર છબછબીયાં કરી તૃપ્ત થઈ-તે રોકાઈ ન જાય એતો નદી રૂપે, ઝરણા રૂપે, સતત ગર્જન કરીને ખળખળ વહેતો રહે; કોઈના વગર કૈ અટકતું નથી સૃષ્ટિના આ નિયમને-સનાતન સત્યને સ્વિકારીએં-તમારી હાજરી કે ગેર હાજરી કોઈને ખટકવી ન જોઈએં, તમારી છબી, તમારો વ્યવહાર અને નિષ્ઠાથી ઘડાયેલી પ્રમાણિકતા સાથેની પ્રતિભા એ તમારા શ્રમની મૂડી છે, જીવન જીવવાના સાચા આનંદ માર્ગનું ભાથું છે.
* પૈસાથી સમૃદ્ધિ મળશે, પરંતૂ દરેક વાત પૈસાથી જોડાઈ હોવા છતાંયે પૈસો દિલની દિલાવરીને ખરીદી નથી શકતો, કે મિત્રતા પ્રેમના નિખાલસ સબંધો કે લોહીના સબંધો ને પૈસાના જોરે ટકાવી કે ખરીદી શકાતો નથી,પૈસો મળે પરંતુ તેની સાથે સમાધાન ત્યારેજ મળે જ્યારે તમે તમારી ફરજ સહજ રીતે અદા કરવાનો સ્વૈચ્છિક પ્રયાસ કરો.
* તમે યાદ રાખજો તમારા નાના-મોટા, સાચા-ખોટા, દંભી-સાચા નિ:સ્વાર્થી કે ફાયદા ઊઠાવવાના બધાજ કાર્યોની નોંધ લેવાય છે, કુદરત તેનું કાર્ય કરે છે, સુર્ય ઉગે છે, ફુલ ખીલે છે તો કચરો-કાદવ-ગંદકી પણ નાશ પામે છે, ચદ્રની શિતલતા પણ સવારના સૂર્યોદયની અસ્ત થતાં પહેલાં નોંધ લે છે. તેથી જે કૈ કરો તે તમે દીલ દઈને સાચી પ્રમાણિકતા સાથે કરશો તો તેના ઠાં પળ તમને તમારી પેઢીને મળશે, પ્રતિબિંબ રૂપે તમારા કાર્યો, વર્તન,વહેવારની આયનાની છબીની જેમ રિફ્લેક્ટ થઈ વળતી છાપ ફેંકે છે, તમે જેવા છો તેવા જ બિજાના હૈયામાં જઈને વસો છો. અર્થાત વ્યવહાર શુદ્ધિ, સરળતા અને પ્રમાણિકતા, નિખાલસતા સાથેની વર્તણુક તમને ઘણું આપી શકે છે, તમારે માત્ર સમજ કેળવવાની છે.* કાર્ય તૃપ્તિની હાશ ક્યારે મળે? જ્યારે તમને તમારા કામ પ્રત્યે ’લગાવ’-મમતા,લાગણી જાગે, ઉત્સાહ સ્વયં લાગણી બની પ્રેરક બને ત્યારે જેણે કાર્ય કરવુંજ છે તેને વિપરીત સંજોગોમાં પણ નવો માર્ગ સૂઝે છે, અગવડતામાં રહીને પણ સયંભૂ વૈકલ્પિક-પર્યાયી વસ્તુ મળી જાય છે, મૂળ વાત ’દાનત’ની છે, ઈચ્છાની જાગૃતિ સમયને આપ મેળે  ફાળવી લે છે, તમારી કામ કરવાની વૃત્તિ હશે તો કૈ જ ચેન નહીં પડે-કામ કેવી રીતે સમયસર પૂર્ણ થાય તે માટેની ધગશ તમને તેજીલા બનાવશે અને કાર્ય સારી રીતે પાર પડશે ત્યારે ’હાશ’ અનુભવાશે, જગતની તમામ શોધો આવા પરાક્રમી પુરુષાર્થને આભારી છે.

જીતેન્દ્ર પાઢ /સિએટલ। અમેરિકા /jitendrapadh @gmail .com /whats aape
+91 982049 6574/

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s