વૃધ્ધત્વનો સ્વીકાર (૧૪) કેદારસિંહજી મે. જાડેજા

આપણા શાસ્ત્રો કહેછે આ જીવ લખ ચોરાસીના ફેરા માંથી પસાર થાય છે, તેને અનેક યોનિમાં જન્મ પામ્યા પછી મૃત્યુ બાદ પુનઃ જન્મ કર્મોના ફળ સ્વરૂપ પ્રાપ્ત થાય છે અનેક જન્મો ધારણ કરતાં કરતાં જ્યારે ઈશ્વરની અનન્ય કૃપા થાય છે ત્યારે તે સંસારમાં માનવ જન્મ પ્રાપ્ત કરે છે. આ માનવ કુળમાં દેવતાઓ પણ જન્મ લેવા આતુર હોય છે, ખુદ ઈશ્વર પણ અહીં માતાની કુખે અવતાર ધારણ કરે છે, આ મહા મૂલ્યવાન જીવન અનેક લીલાઓ કરીને સમય પૂરો થતા મરણ મોક્ષરૂપી માનવ ખોળિયું ત્યજે છે આ સૃષ્ટિનો સનાતન ક્રમ છે.

           આવા કિંમતી અવતારનું સામાન્ય માનવી મહત્વ ભૂલી જાય છે અને જીવનને વેડફી નાખે છે, જન્મ,બાળપણ,યુવાની,પ્રૌઢાવસ્થા અને ઘડપણ-વૃદ્ધાવસ્થા નિશ્ચિત રૂપે દરેક જીવને મળે છે, પણ સમજદાર,જ્ઞાની, સંત કે ઋષિ આ મહત્વ જન્મથી યાદ રાખે છે અને તેથી માનવ જીવનની એક એક પળ, એક એક અવસ્થાનો સદ્દઊપયોગ કરીને આ ભવસાગરને પાર કરી દે છે. ભવિષ્યનો લાંબો વિચાર કરીને જીવન ઘડતર કરી જીવન ઉજાળે છે, બચપણ અને જુવાની ભણતર-નોકરી કે અન્ય સાંસારિક કાર્યોમાં વીતી જાય છે, યુવાનીના ઘમંડમાં માણસ આ વાત જાણતો હોવા છતાં તેના પ્રત્યે બેદરકાઅરિ બતાવે છે અને સમય આવ્યે જોઈ લેશું એવો ભાવ જાગૃત કરી વર્તમાનની મજા માણે છે, અને પોતાની દરેક મહત્વાકાંક્ષાઓ પુરી કરવા સતત રજળપાટ-ગદ્ધામજૂરિ કરે છે.

       જીવનના ચાર તબ્બકાઓ નો છેલ્લો તબક્કો વૃદ્ધાવસ્થા છે, ત્યારે માનવી સફાળો જાગી જાય છે, શરીર પોતાનું કર્મ બજાવે છે એમાં માનવી કયારેય સમજૂતી કરી ન શકે તેવી ઈશ્વરે માયા ઘડેલી હોય છે, તેથી માનવી ઘરડો બની જાય છે. ઘણીવાર આ ઉમર અને અવસ્થા ઘણી કઠિન હોય છે, ઉગ્રતા મતભેદો, બોલચાલ, કંકાસ વચ્ચેનો સમય ગાળો અને તેમાંથી ઉભી થતી અથડામણો બનતી રહે છે, માન મર્યાદા લોપાય છે, બે પેઢી વચ્ચે અહં પોતાનો મત ભેદ બતાવે છે, સમજૂતીનો અવકાશ દેખાતો નથી, ઘડપણ અવશેતો મારા બાળકો મને સહારો આપશે તે આશા ઠગારી બને છે, આમાં કદાચ ક્યારેક આપણા પોતાના પ્લાનિંગ- વિચારો કે અન્ય સંજોગો આડે આવતા હોય છે જેથી આપણે અન્ય લોકો કે આપણાં જ કુટુંબ- બાળકોને બાધા રુપ બનતા હોઇએં છીંએ, અને તેના પરિણામ રૂપે ક્યારેક આવો મહા મુલો માનવ અવતાર વૃદ્ધાશ્રમમાં ફેંકાઇને વેડફાઈ જાય છે, આવા સંજોગોને ટાળવા માટે દરેક વયસ્ક વ્યક્તિએ વૃદ્ધત્વ સમયે પોતાના સ્વભાવ, રહેણી કરણી, અને જરૂરતોને સીમિત કરીને જીવન જીવવું જોઇએં, પુત્ર-પુત્રી કે પુત્રવધૂને અનુરૂપ બનીને રહેવાથી તેઓને કોઈ અડચણ આવતી નથી અને તમારી ઉપેક્ષા કરતા નથી.

           જે વૃદ્ધને પોતાનું પેન્શન આવતું હોય કે કોઇ પણ પ્રકારની પોતાનીજ આવક હોય, પોતાના નામ પર યોગ્ય પ્રમાણમાં મિલકત હોય તેઓને ખાસ વાંધો આવતો નથી, પણ જેમને કોઈ આવક ન હોય અને ફક્ત સંતાનો પર નિર્ભર રહેવું પડતું હોય તેઓને કપરા સંજોગોનો સામનો કરવો પડતો હોય છે, ક્યારેક કોઇ વૃદ્ધ વ્યક્તિ પાંસે મિલકત હોય અને તે સંતાનોના નામ પર કરી આપી હોય, તો પણ ક્યારેક કોઇ સંકટ વેઠવાનો વારો આવતો હોય છે, બધા સંતાનો આવા નથી હોતા, પણ આજના સંજોગોમાં નિર્વાહ કરવો અને ક્યારેક દેખા દેખીમાં કરવા પડતા ખોટા ખર્ચ કરવામાં ક્યારેક માતા-પિતા બોજા રૂપ લાગે છે, આવા સંજોગો ન ઉત્પન્ન થાય તે માટે બને ત્યાં સુધી ઈશ્વર ભજનમાં જીવન ગુજારવું,

         જરૂરિયાત ખૂબજ ઓછી રાખવી, ઘરના કાર્યમાં પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવાની કોશિશ ન કરવી, નાના બાળકો સાથે આનંદ માણીને તમારો સમય પસાર કરવો અને તેમના મા-બાપને બાળકો સાંચવવાની મથામણ માંથી થોડો આરામ આપવો, શરીરનું ખાસ ધ્યાન રાખવું, આડું અવળું ખાવાની ઇચ્છા થાય તો પણ સંયમ રાખવો જેથી બીમાર ન પડીને સંતાનો ને સેવા ન કરાવવી, અને એક ખાસ વાત, જો તમારી પાંસે તમારી જરુરીયાત પૂરતી મૂડી હોય તો આજીવન પાંસેજ રાખવી, અતિ પ્રેમમાં આવીને સંતાનોને આપી ન દેવી, ખબર નહીં ક્યારે કેવા સંજોગો આવે. બસ જો આટલું ધ્યાન રાખવામાં આવે તો વૃદ્ધાવસ્થાને આનંદથી માણવામાં કોઈજ બાધા નહીં આવે.

 કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ -કચ્છ

kedarsinhjim@gmail.com

WhatsApp- ૯૪૨૬૧૪૦૩૬૫

 

Advertisements
This entry was posted in વૃધ્ધત્વનો સ્વિકાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.