નિવૃત્ત થયા પછી.(૯).વિજય શાહ

 

જશવંતલાલ નિવૃત્ત તો થઈ ગયા..પણ પહેલો પ્રશ્ન એજ હતો કે સવારે ૮ વાગ્યે ચર્ચગેટની ટ્રૈન પકડીને સાડા નવે હાજર થવાનું થી માંડીને સાંજે બોરીવલી ની સાડાછની શટલ પકડીને મલાડ પાછુ આવવાનો પુરા ૧૧ કલાક ઘરમાં કાઢવાનાં હતાં. ટ્રૈનમાં બોરીવલી થી આવતી ભજન મંડળી સાથે સમય પસાર થઇ જતો હતો. અને ઓફીસ પછી પાછા વળતી વખતે તેજ ભજન મંડળી સાથે હોય…

હવે આ અગીયાર કલાક કશું કર્યા સિવાય કેમ પસાર કરવા તે જટીલ પ્રશ્ન તો હતોજ..પાંચ છ મહીના તો છાપુ,,ફોન ફેસબુક અને રામા ટામા કર્યા પછી ખરે ખર હવે કંટાળો આવતો હતો. સુશીલા પ્રેમાળ હતી પણ રસોડામાં અને ઘરમાં ૧૧ કલાક મને સહન નહોંતી કરી શકતી..ખાવાનું બન્યા પછી ટીકા કરવી સહેલ છે પણ જાતે બનાવો તો ખબર પડે વાળી ચેલેન્જ પુરી કરવા નહી નહીને ત્રણ વખત વઘાર બાળ્યો એક વખત બટાકા કાચા રાખ્યા અને તેન ટેકો કરવાને બદલે તેનું કામ વધારી આપ્યા પછી ત્યાંથીય દેશવટો મળ્યો. .તમે ટીવી સામે જ સારા રસોડામાં નહીં.

ઘરમાં હતી તેટલી ચોપડીયો વાંચી નાખી.પણ ગોઠતું નહીં.તેથી એક દિવસ તો ચર્ચગેટ ઓફીસે પણ આંટો માર્યો…અડધા પગારે પણ કામ કરીશ.કહીને કકલી આવ્યો..હવે ઉંમર થઇ ભગવાનનું નામ લો.કહીને લોભામણી મારી અડધા પગારની લાલચ પણ બૉસે ઠુકરાવી દીધી.

એક દિવસ તો સુશીલાએ કહ્યું રામલા ને છોડી દઈએ? હવે તમે આખોદિવસ ઘરે જ હો છો ને તોવાસણૉ અને કપડા તમે કરી નાખશો તો બચત પણ થશે અને તમને પણ આખો દહાડો ઘરે બેઠા બેઠ રહું છું એવું નહી થાય.અને જશવંતલાલ નું ફટક્યું “ હેં? મને રામલો કહ્યો?”

“ ના રે મારા ભરથાર મેં મને કામવાળી કહીં..ઘરનું કામ કરે તેથી કામવાળા કહેવાય સમજ્યા!…અમેરિકા માં મારા બનેવી તો બધુ જ કામ કરે…”

સુશીલાનો ગુગલી બૉલ વિકેટ લઈ ગયો.જશવંતલાલ વિચારતા તો થઇ ગયા અમેરિકામાં તો મશીનો બધું કામ કરે જ્યારે અહીંતો બધુ જાતે જ કરવાનું….વિવેક શક્તિ કામ કરવા માંડી.પ્રેમાળ ગભરુ અને સમજુ પત્ની ને કેમ હવે પતિ અકારો લાગે છે.મને ઘરમાં બેઠેલો જોઇને તેને કેમ એમ લાગે છે કે હું સમય બગાડું છું…

તેના મનનાં ઓરતા હવે પુરા થઈ ગયા છે ..પતિની હાજરી ની ઝંખના પતિની ગેરહાજરીમાં સતત રહેતી પણ હવે છ મહીના થયા.. જ્યાં ને ત્યાં તેના મન નો માણીગર હવે ઠેબે ચઢે છે.બહુ થયું ભાઇ! આટલા સતત સાથે રહો છો ને તો તમારી ખુબીઓ સાથે ખામીઓ પણ જણાય છે…પહેલા તમે આવું નહોંતા કરતા…પાણી માંગુ તો દુધ દેતા.. હવે તો માથામાં વાગે તેવી ના પાડો છો. આમેય તમે તો બજારમાં જ શોભો.કામ કરતા તો નથી પણ પુછી પુછીને મગજ કાણું કરી નાખો છો..ઓફીસનાં તમારા બૉસ કરતા પણ તમે તો બહું જ ભારે..બોલતી અને ક્યારેક ભારે કંટાળીને કહેતી.

જશવંતલાલ વિચારતા હતા સુશીલા શું મારી ઈર્ષા કરે છે? તેનાથી બે વર્ષે મોટો છું, વળી તે ઇચ્છે તે રીતે મારી જાતને કેવી રીતે ઢાળુ? મને ફરી ઉથલો માર્યો…ચાલીસ ચાલીસ વર્ષોથી એક ધારી રીતે તારા મને માન આપીને તે જીવી છે તો હવે નાં કેટલાંક વર્ષ તેની રીતે મને જીવાડવા ઇચ્છે તો તેમ જીવવામાં કંઇ નાના બાપનાં થોડા થઇ જશો?

એટલે? વાસણો કરવાનાં? શાક્ભાજી લેવા જવાનું? એ બધું કામ મને ના ફાવે હં? પુરુષ ઇગો મોટો ફેણ ફેલાવીને ઉભો થઇ ગયો.ધુંવા ફુંવા થઇને ઘરની બહાર નીકળી ગયા.બહાર ઠંડી હવામાં થોડીક વાર આંટા ફેરા કર્યા અને આડા મને ફરીથી ઉથલો સવળી બાજુ એ માર્યો જિંદગીનાં ચાલીસ વર્ષ સાથે રહ્યા..હવે ક્યારેક છાપુ વંચાઇ રહ્યા પછી કશું કામ ન હોય તે તેની બાજુમાં ઉભા રહીને ખરેટા કાઢીશ તો કંઇ ખાટુ મોળુ નહીં થાય.

ઘરે પાછા પહોંચ્યા પછી વાસણો તો એમને એમ પડ્યા હતા પણ સુષીલાનાં હાથમાં મોટી બેંડ ઐડ હતી.

“ આ શું થયું? સુશી?” જશવંત લાલે બને તેટલી નર્માશ્થી કહ્યું.”

“આ ગઈ કાલે ગોળ ભાંગતા દસ્તો છટક્યો અને હાથમાં લોહી નીકળ્યું હતુ.”

“ મને કહ્યું પણ નહીં”

“ શું કહું? રીટાયર થયા પછી તમે બદલાઇ જ ગયા છો.”

“ ના પણ પહેલા કરતા ગેરસમજો વધારે થાય છે.”

“ તમને થતી હશે.. હૂં તો જેવી છું તેવી જ છું..મને કંઇ તમારી પાસે કંઇ કામ નથી કરાવવું પણ ક્યારેક સાંજે માંદે આશા થઇ જાય ત્યારે કંઇક બોલાઇ જાય.. કરો તો ઠીક.. અને ના કરો તો મારે તો કરવાનું જ છેને?”

થોડાક મૌન પછી તે ફરી બોલી “ જુઓ જરા ખુલીને મારી સાથે પણ બોલો..પરિસ્થિતિ બદલાય છે આવકો બંધીયાર થતી જાય છે ત્યારે ખર્ચા ઘટાડવાનાં મારા પ્રયત્નોને કરકસરનાં સ્વરુપે જુઓ..કંજુસાઇ તરીકે નહીં.”

“ હવે તુ જરા આઘી જા હું વાસણો કરું છું “ જશવંતલાલે પાણી નો નળ મોટો કરતા સુશીલાને હળવે રહીને દુર કરી.

“ જો તને એમ લાગતું હશે હું કોમ્પ્યુટર ઉપર સમય બગાડું છું પણ આ જો નિવૃત્ત વયે નાણા કેમ બચાવવા સમજાવતા સેમિનાર માટે આપણા બેનાં નામ રજીસ્ટર કર્યા અને વીલ બનાવવાનાં કાયદાનો અભ્યાસ કર્યો.

“વીલ?” એ શા માટે?

“આપણે ત્યાં પણ અમેરિકાનાં ધારા ધોરણ મુજબ પરિવર્તનો આવે છે, તેથી અમેરિકન કાયદાઓ વાંચતો હતો..ત્યાં તો એવો કાયદો છે કે અકસ્માતમાં કે કોઇ કારણ સર પતિ પત્ની ખલાસ થઇ જાય તો બધી મિલ્કત તેમના વારસદારને ના મળે પણ કાયદાકીય રીતે તે મિલ્કત ત્યાંની સરકાર ને મળે.પછી વારસદારો એ દાવો કરવો પડે.

“ એ જબરું? સરકાર વારસદાર બને?”

“હા એટલે ત્યાં વીલ અથવા કાયદેસરનાં કાગળ દરેકે કરવા પડે.”

“ વીલમાં પતિ પત્ની પોતાની મિલ્કત લખે અને તે મિલકત તેમના મૃત્યુ પછી કોને કેવી રીતે અને કેટલી મળશે તે લેખિત કરે અને તેને રજીસ્ટર કરાવે.”

“આપણે તો અહીં સારુ વારસદારને તરત મળે.”

“છતા લેખિત રાખ્યુ હોય તો સારું.આપણે ત્યાં જે લેખિત હોય તેને કાચું વીલ કહે છે જે વકીલ પાસે જઇને કાયદાકીય ભાષામાં મઠારાય અને તે વીલ ઉપર સહીં સિક્કા કરીને પાકુ બનાવવું જોઇએ.”

સુશીલા વાત સાંભળતી હતી અને કંઇક બોલવા જતી હતી ત્યાં જશવંત લાલે તેને રોકીને કહ્યું_

“પહેલા જરા સાંભળ અમેરિકામાં વીલ ને બદલે લીવીગ ટ્રસ્ટ બનાવવાની પધ્ધતિ છે જેમાં સમય પ્રમાણે ફેરબદલી કરવી શક્ય છે અને તેને વારંવાર કોર્ટ્માં જઈને રજીસ્ટર કરાવવાનું હોતું નથી”

“હવે મુંબઇમાં આપણે શું કરવાનું તે નક્કી કરો એટલે કાગળ પતર કરી નાખીએ.”

“ગુગલ પરથી વીલનું ડમી હું ડાઉન લોડ કરી નાખું છું તે ભરી ને નોટરી કરાવી લઈએ એટલે કામ પત્યું.”

“તો કરો કંકુનાં…”સુશીલાબહેને મલકતા કાહ્યું…

ગુગલ ઉપર ડમી વીલ શોધતા એક સરસ વાક્ય હાથે ચઢી ગયું..

નિવૃત્ત તો ફક્ત કમાવામાં થી થવાનું. નિવૃત્તિમાં ગમતું જ કામ કરવાનું કોઇ પણ બંધન વીના…જુના મિત્રોને મળવાનું પત્ની સાથે નવેસરથી સંસાર માંડવાનો અને જે આવડતું હોય તે બધું સૌને શીખવાડવાનું…

સુશીલાને તે વાક્ય કહ્યું તો તે પણ ઝુમી ઉઠી…અને ગાવા લાગી.. આજ ફીર જીનેકી તમન્ના હૈ…જશવંતલાલ સુશીલાને જોઇ રહ્યા..પરણીને આવેલી તેવી જ સરળ અને ભોળી તેમની નાનકુડી બકુડી જાણે ૪૦ વર્ષ પછી પાછી મળી…

Advertisements
This entry was posted in નિવૃત્ત થયા પછી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.