વૃદ્ધાશ્રમ દેશની શોભા નથી. -જીતેન્દ્ર પાઢ

   અપનો સે ખુલતા  હૈ / ગેરોસે  ખુલતા હૈ

એહ  જન્નત કે દરવાજા /સિર્ફ  માતા કે  પેરોસે ખુલતા હૈ ( અજ્ઞાત )

               ભારતીય સંસ્કૃતિમાં માતૃ વંદના અવ્વલ નંબરે છે. “સંતાનોનું પાલન પોષણ કરનારી ,નિ શ્ચિત જ્ઞાનવાળી સહત્રી સ્તુતિવાળી અને ચારેબાજુ પ્રભાવ ફેલાવતી -પ્રસરાવતી સ્ત્રી ,તું ઐશ્ચર્યમયી છો  .એવી એક ઋચા અથર્વવેદમાં /7/47/1/ માં છે ,સ્ત્રીના મહત્વ અને માતૃત્વનો મહિમા ગાતી આવી અનેક પ્રાર્થનાઓ ,શ્લોકો વૈદિક સંસ્કૃતિમાં વિવિધરુપે નોંધાયેલા છે ,જે નારી સન્માન ,ગૌરવ અને પુજનિયતા દર્શાવે છે

તૈતરીયોપનિષદ શિક્ષાવલીમાં માતૃદેવો ભવઃ /પિતૃદેવોભવઃ ઉલ્લેખ સાથે માતા અને પિતાને દેવતા સમાન ગણી વંદન કરવા સમગ્ર માનવ જાતિને ઉપદેશ ઋષિમુનિઓએ આપેલો છે ,,,,માતૃ ,,માતા ,,માં ,મમ્મી , માતે અમ્મા ,આઈ ,જુદા જુદા નામે માતાને બોલાવવામાં આવે છે ,જગતમાં કોઈપણ દેશ હોય ,પ્રાંત હોય ,ખંડ હોય ,ટાપુ હોય કે કોઈપણ ખૂણે સીમા ,વાડા ભૂલી સરહદો વટાવીને જાવ છતાં દરેક જગ્યાએ તમને માતાનું વ્હાલ ,મમતા , વાત્સલ્ છલકાતું મળવાનું .અરે ! માનવજાતિ જ નહિ પશુ -પંખી ,પ્રાણીઓ મુંગા અબુધ જાનવરો બધામાં માતાની લાગણી એક સરખી   પ્રેમાળ અને નિઃસ્વાર્થી જોવા મળવાની ,,,,,,આ ઈશ્વરીય માતા પિતાના સંયુક્ત પ્રેમનો મહિમા શબ્દોથી માપી શકાય નહિ

સમગ્ર   જીવ સૃષ્ટિ નો આધાર નર અને માદા જાતિ ઉપર રહેલો છે અને તેઓના આત્મીય સંબંધો ,પ્રેમ , મિલન અને પ્રજનન માટે સ્વાભાવિક  ,કુદરતી વૃત્તિ નું નિર્માણ ઈશ્વરી શક્તિએ કરેલું છે। બંને માં માતા નો ઉંચ્ચો દરજ્જો ,જવાબદારી અને બચ્ચાઓ ને લાલન પોષણ કરી શીખવાડવાની  બાબતો સ્ત્રી સહજ મમતા ગણાવાય , માનવજાતિ માં બુદ્ધિ ,વિચાર અને શક્તિ મુકાયા હોવાથી તે વાણી ,વાચા અને વ્યવહાર સાથે માનવીય સંબંધો સાથે સંકળાય છે એ તેથી સંસ્કારો તેની અનિવાર્ય જરૂરત બને છે  .ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી ને માતૃત્વ મળે તે ઈશ્વરીય આશીર્વાદ માન્ય છે,માતાના કુખે માનવ દેહ થી અવતરવું તે મોટું અહોભાગ્ય ગણાય  .હિન્દૂ સંસ્કૃતિમાં 16 સંસ્કારો છે તેમાં બાર સંસ્કારોમાં ગર્ભધારણ ,પુસંવનન,સીમન્ત ,જાતકર્મ સંસ્કાર ,નામકરણ વગેરે ગૃહાસ્થશ્રમ સંસ્કારોમાં માતાને પ્રાધાન્યતા આપી છે કારણ કે બાળકમાં ઘડતર ,ચણતર અને વિકાસમાં માતા નો બહુમૂલ્ય ફાળો છે જે નોંધ પાત્ર છે  . માતામાં કુદરતી રીતે ભગવાને ક્ષમા ,સહાનુભતિ ,વાત્સલ્ય ,મમતા ,ત્યાગ ,આત્મીયતા ,પ્રેમ , સલામતી,સુરક્ષા ભાવ વગેરે ગુણો આપેલા છે  .સમજ ,બુદ્ધિ અને વ્યવહાર ચાતુર્ય માતામાં હોય છે। પિતામાં આ માના ઘણા ગુણો હોય છે અને આજીવિકા માટે તેને બહાર રહેવું પડતા માતાની જવાબ દારી વધે છે   અને તેથી માતા નું સ્થાન પ્રથમ અપાયું છે ,ભારતમાં 365  દિવસ માતા ની પિતાની પૂજા કરવાનું શાસ્ત્ર સૂચન છે અને તેઓના આશીર્વાદ લઈને તમામ કામો કરવાથી વિજય   સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે ,એમ ધર્મ શાસ્ત્રો વારંવાર કહે છે ,

ઈશ્વરથી બધે પહોંચ્યું નહિ તેથી તેને માતા ને જવાબદારી સોંપી અને માતા પિતાના ચરણોમાં સ્વર્ગ રહેલું છે એવી વાણી પુરાણોમાં પણ લખી છે  . પરંતુ વિદેશોમાં પરિસ્થિતિ ,સંજોગો અને સંસ્કૃતિ ના જુદા જુદા હોવાથી માતાને માન આપવા છતાં અને રીતે ઉજવાતા દિવસોમાં   વિશ્વ માતા દિવસ -મધર્સડે નું નિર્માણ થયું ,

વેસ્ટ વર્જિનિયા ગ્રાફ્ટન   પેન્સિલવેનિયા માં રહેતી એના જર્વિસેસ પોતાની માતા માંદગીના ઈચ્છાને સારવાર બાદ મરણ પામી ત્યારે તેને વિચાર એવો કે માતાનું મૂલ્ય દરેક માટે સરખું જ હોય તો “માતા “ને આખું જગત યાદ રાખે તેવો એક દિવસ ઉજવાય તો સારું અને અને મધર્સ ડે ઉજવવાની શરૂઆત   થઇ ,જો કે પ્રારંભમાં આ દિવસને “હોલમાર્ક -ડે ” ગણાવાયો અને તેને ધન્ધાદારી સમજીને તેનો વ્યાપક વિરોધ થયેલો ,,,1912 માં ચાલુ થયેલો આ દિવસ   પેન્સિવેનિયા રાજ્યમાં 1913માં પ્રથમવાર મધર્સ ડે ઉજવાયેલો ,1914માં તા ,9.મેં તત્કાલીન   વુડ્રો વિલસન્સ પ્રમુખે આ દિવસને કાયદેસર નેશનલ ડે જાહેર કર્યો અને સર્વ માતાઓને પારિવારિક મહત્વ મળે ,માતૃત્વની ઘરમાં કદર થાય ,સન્માન થાય ,ભેટ વસ્તુ આપીને,ફૂલોથી તેઓને વધાવી અભિવાદન થાય તેવો આશય આ ઉજવણી પાછળ હતો   .જો કે ,ધીમે ધીમે રોમ ,યુરોપ ,બ્રિટન ,,ઈરાન ,આફ્રિકન દેશો ,ચીન ,ગ્રીસ , જાપાન ,થાઈલેન્ડ ,યુ કે આયર્લેન્ડ અમેરિકા વગેરે દેશોમાં પણ તેને મહત્વ અપાયું , અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં વર્ષોથી માતૃ દિવસ ઉજવાતો હતો ,જુના ગ્રીકમાં દેવી પૂજા નો રિવાજ પહેલેથી ચાલતો આવ્યો હતો અમેરિકામાં પ્રથમ આંતર રાષ્ટ્રીય માતૃદિન મધર ડૅ   પ્રોકલેમેશન વાર્ડ હોવે દ્વારા મનાવાયો હતો કેથોલિક ખિસ્તીઓમાં વર્જિન મેરી ને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ જોડાયેલો છે મધર ડૅ ઉજવણી માં દિવસ માટેની થોડી અલગતા જોવા મળે છે ,મોટા ભાગે મેં મહિના માં શરૂના અઠવાડિયામાં તેને ઉજવાયછે ,

માતૃત્વમાં નારીની પૂર્ણતા છે શિક્ષા ,દીક્ષા ,સંસ્કાર આપીને ખુબ માવજતથી બાળકને લાડ લડવી ,પોતાના મૃદુ સ્પર્શ થકી તેને ઉછેરે છે ,તે બાળકની પાઠશાળા છે  . અંતઃકરણમાં અને અધર ઉપર રમતું પ્રભુનું બીજું નામ તે મા છે અને તેની પ્રાર્થના  ,દુવામાં અદભુત શક્તિ છે , શાયર રાજકુમાર મળી નો શેર યાદ આવે છે –

   મંઝિલે દૂર ઔર સફર બહુત હૈ /છોટી સી જિંદગી મેં ફિકર બહુત હૈ /

માર ડાલતી એ હ દુનિયા કબકી   હમેં /લેકિન માં કી દુવાઓંમેં અસર બહુત હૈ //

            “મા” શબ્દ વિષે અને તેના વ્યવહારમાંથી સર્જાતા અર્થો તેમજ અર્થપૂર્અભિવ્યક્તિઓ જુદા જુદા સ્વરૂપે સાહિત્યના પ્રકારોમાં , ગીત,સંગીત, નૃત્ય બધેજ દેશ વિદેશમાં “મા”નું મહત્વ સવિષેશ છે. ઈશ્વરે પણ ધરતી ઉપર અવતરવા માટે “મા”ની કૂખે જ અવતરવું પડે છે.શ્રી ક્રિષ્ના ,શ્રીરામ ,પવનપુત્ર હનુમાન વગેરે અનેક નામો છે  માતા તરીકેનો આનંદ અને જવાબદારી, ફરજો બજાવે છે. ઘર,પરિવાર,અને આધુનિક માતા ઓફીસ પણ સંભાળે છે. વ્યસ્ત રહેતી “મા”-માતા માટે થોડાક સમય સંતાનોએ માતા માટે ફાળવવો જોઈએં. આપણે રોઝ-ડે, ટીચર્સ-ડે, ફાધર્સ-ડે વગેરે ઉજવીએ છીએ, તેમ મધર્સ-ડે અસ્તિત્વમાં આવ્યો અને તેની જરૂર છે, અમે તો કહીશું કે મધર્સ-ડેની રાહ ન જોવાય, માતા પિતાને તો રોજ સન્માન કરવાનું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, આપણે તે ભૂલી પશ્ચિમી વાયરે ’મધર્સ-ફાથરસ-ડે ના રવાડે ચડ્યા છીંએ.

તમામ જવાબદારીમાં ઘેરાએલી માતાને પોતાની જાત તરફ ધ્યાન આપવા કે શોખ પૂરો કરવા સમય ખૂટતો હોય છે, સંતાન માટેજ બધો ત્યાગ! અને તેથીજ આપણી ફરજ બને છે. માતાનું સન્માન કરવું જોઈએ. નાની મોટી કેટલીક ગંભીર બાબતો પૂર્ણ કરી શિક્ષણ આપી સાચી નિઃસ્વાર્થ સેવા કરી સતત બોજ હોવા છતાં મૌન દાખવીને માતા સહનશીલતાની દેવી બની કાર્યરત હોય ત્યારે આપણે તેનો આભાર વ્યક્ત કરી પ્રસન્નતા આપતા નથી બાળકોએ માતાના ઉપકારોને ભૂલ્યા વગર મધર્સ-ડે ના દિવસેતો સરસ ગિફ્ટ આપી તેને બ્યુટીપાર્લરમાં લઈ જઈ સરસ તૈયાર કરી તેની સાથે બહાર જમવા જવાનો,ફરવાનો, નાની પાર્ટી ઊભી કરી કૈક આપી ખુશાલી મનાવવી જોઈએં. શુભેચ્છાઓ, ગિફ્ટ આપી, સરપ્રાઈજ આપવી જોઈએં, દરેક માતાઓનો એ હક્ક છે. જેને પોતાના બાળકો નથી તેઓ પણ દત્તક બાળક લઈને માતૃ ઝંખનાને પોષે છે માતા સન્નારી બની વૃદ્ધ બનવાની પળે પણ બાળક તો બાળકજ રહે છે. ’માતા વિના સુનો સંસાર’ એ વાત સાચી છે, પરંતુ આજે તો વૃદ્ધાશ્રમમાં માતાને ધકેલી દેવાય છે. નવા જમાના સાથે તાલ મેળવવા ઇચ્છતાં છતાં ’એડ્જેસ્ટ’થવામાં નિષ્ફળ જતા ’મા’બાપ વૃદ્ધો ઘડપણને પ્રેમ-સંભાળ અને લાગણી થી સાંચવવાનું કામ બાળકો-સંતાનોનું છે.

મધર્સ-ડેનું મહત્વ સમજવું જોઈએ, જન્મવાની સાથે જ પહેલો શબ્દ શિશુના મુખે ’મા’ હોય છે, મધુર માયાળુ અને કર્ણપ્રિય શબ્દ. માતાને ગૂરૂઓએ સર્વ શ્રેષ્ઠ ગુરુ માની સન્માની છે, કારણ પ્રેમ, કરૂણા સહાનુભૂતિ અને ક્ષમા શિલતાનું ઝરણું એટલે માતા. માતા-પિતાને જેઓ રક્ષણ આપતા નથી તેઓ કૃપા વરસાવતા વિશુદ્ધ આત્માના આશીર્વાદ ગુમાવે છે. એવો મત સદ્વિચાર પરિવારના સંસ્થાપક વયસ્ક હરિભાઈ પંચાલનો છે, અને ફેડરિલ હેસ્ટન ચિંતકે એથી જ માનવતા અને સંસ્કૃતિ નું મહા વિદ્યાલય માતાના ચરણોમાં છે. એમ કહું તો હઝરત મહમ્મદ પયંગરે તો ’તારું સ્વર્ગ તારી માતાના ચરણો નીચે છે’ એવી ઉપમા આપી છે. સતત નિષ્ફળતા ઓ બાદ અબ્રાહમ લિંકન વિજયી બની પ્રમુખ બન્યો ત્યારે કહેલું કે ’હું જે કંઈ છું અને જે કંઈ થઈ શકુ છું, તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે.’   ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાના આશીર્વાદ થી   રાજકીય પ્રતિભા અને કાર્યમાં ભારત અને વિદેશમાં સન્માન પામ્યા હોવાનું જાહેર માં કબૂલે છે ,

શાસ્ત્રોમાં  પાંચ  મહત્વના પૂજનીય ગણાવેલા

નામો માં જે જ થી ચાલુ થાય છે ;-તેમાં જનની ,જનક ,જન્મભૂમિ ,જ્હાન્વી અને જનાર્દન માં પ્રથમ જનની છે ,ગુજરાતીમાં માતા ની ઉત્તમ કવિતા છે “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ” છે ,  જો કોઈ પણ શક્તિ કે દેવતા ખુદ આ સૃષ્ટિ ના આકાશનો કાગળ બનાવી ,સમુદારની શાહી બનાવે ,વૃક્ષોની ડાળીઑ માંથી કલમ બનાવી   લખવાનું વિચારે તો પણ માતા પિતાના ઋણ મુકત થવાય નહિ , આવી મહાન માતાનું પૂજન કરીને તેની લાગણી ને ઠેસ ન પહોંચે તે જોવાનું કામ સંતાનોનું છે. આજના વિભક્ત કુટુંબોની પ્રણાલિકા અપનાવતા મા-બાપનું સ્થાન આદર,ઇજ્જત બધું ભુલાતું જાય છે, અવહેલના, અનાદર થાય છે, સંતાન માટે સેવેલી આશા, સ્વપ્ન, કોડ અરમાન સાથે કરેલી માતા-પિતાની માવજત ભૂલાઈ વૃદ્ધ અવસ્થા વેળાએ વ્રુદ્ધાશ્રમમાં માતા-પિતાને મૂકી દેવાય છે, કે પરદેશ માં વસી માં-બાપને ડોલરીયા વરસાદથી સ્નાન કરાવી જરુરિયાતો પુરી પાડી હોવાનો ગર્વ લે છે. આ ક્ષણોએ માતા-પિતાની કકળતી આંતરડી, તેમ છતાએ સંતાનો પ્રત્યેનું વહાલતો વહાલ વરસાવે છે, તેથી મા-બાપની કદર કરો, ભારતીય સંસ્કૃતિને વૃદ્ધાશ્રમો શોભા દેતા નથી, માતા પિતાનો આદર જે સઁસ્કૃતિ જાળવી ન શકે તેનું મૂલ્ય કંઇજ નથી. તમારી સમૃદ્ધિ અને સંપત્તિ ,જાહોજલાલીની કિંમત શૂન્ય છે ,તારે તે માતા અને તમને ડૂબશે તે અહં મ ,,,,,,ક્યારેક ખુદ ના નહીતો બીજા વૃદ્ધોની મુલાકાતે જજો ,માતાના આંસુ તને તિયાં સેવા માટે બોલાવશે ,તેઓની વ્યથામાં તમારી કથા દેખાશે ,

————————— જીતેન્દ્ર પાઢ /સિએટલ /વોશિંગટન  /અમેરિકા /27/4/17/

 

Advertisements
This entry was posted in નિવૃત્ત થયા પછી, પ્રેરક લેખ. Bookmark the permalink.

One Response to વૃદ્ધાશ્રમ દેશની શોભા નથી. -જીતેન્દ્ર પાઢ

 1. Jitendra Padh કહે છે:

  turt j post muki mane aapela aadar badal ati khushi sathe aabhar apna jeva
  sehal mitro j mane stt lakhva pre chhe ,mare vishyo shodhi teni pachhal
  farvu padtu nathi potsahan ,huf manvine jivant rakhnara tonik manu
  chhu ,,,jjitendra padh .siaetal /usa

  On Thu, Apr 27, 2017 at 3:45 PM, સહિયારું સર્જન – ગદ્ય wrote:

  > [image: Boxbe] This message is eligible
  > for Automatic Cleanup! (comment-reply@wordpress.com) Add cleanup rule
  >
  > | More info
  >
  >
  > vijayshah posted: ” ન અપનો સે ખુલતા હૈ /ન ગેરોસે ખુલતા હૈ એહ જન્નત કે
  > દરવાજા /સિર્ફ માતા કે પેરોસે ખુલતા હૈ। ( અજ્ઞાત ) ભારતીય
  > સંસ્કૃતિમાં માતૃ વંદના અવ્વલ નંબરે છે. “સંતાનોનું પાલન પોષણ કરનારી ,નિ
  > શ્ચિત જ્ઞાનવાળી સહત્રી સ્તુતિવાળી અને ચારેબાજુ પ્રભ”
  >

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.