નિવૃત્ત થયા પછી ( ૮) જીતેન્દ્ર પાઢ

માતૃભાષા .જતન અને લેખન  …નિવૃત્તિ ની પ્રવૃત્તિ
—————————————————–
લખતો રહીશ ને મળતો રહીશ
જીવનમાં સૌ ને ગમતો રહીશ
શી ,તાકાત છે ,,મોતની દોસ્તો ?
મર્યો ! તો એ અક્ષરદેહે જીવતો રહીશ
(સ્વ રચિત )
આજ જીવનના નવાપરોઢમાં હૃદયની વાત વહેતી કરી પ્રસન્નતા પામવી છે
એક શાયરે સરસ વાત કરી છે :- “મોતની તાકાત  શી મારી શકે ?
જિંદગી  તારો સહારો જોઈએ /જેટલું ઊંચે જવું હો માનવે  એટલા ઉન્નત
વિચારો જોઈએ  ……,ઉમાશંકર  જોશી ની એક કવિતાની પંક્તિ  છે “માણ્યું
તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું    આ સ્મરણની  ભેટ આપણને મળી છે ,
જે મોંઘેરું લ્હાણું  અને તે માત્ર માનવી ને જ મળ્યું છે ,કેવી અદ્દભુત
ઈશ્વરીય ભેટ ?
વહેતાસમયની સાથે ઓચિંતું મોત અનિચ્છાએ ,વણનોતરેલું  જીવનના
દરવાજે ટકોરા   મારશે અને તેને હસતા  મ્હોંએ વધાવવાનું છે ,અંત વેળાએ
ઈશ્વરનો પાડ માની આભારવશતા સાથે દરેકે  ઋણ મુક્ત  થવાનું છે ,આ સૃષ્ટિ
ચક્ર સનાતન ચાલે છેને  ચાલતું રહેવાનું  ! તમારી ગેર હાજરી જગતને વર્તાય
તેવું એકાદું યાદગાર કામ   કરીને જીવન સાર્થક કર્યાનો અહેસાસ મૂકી જવાય
તેમ કરવાનું છે
,, જીવન જો મારુ પોતાનું ના હોય ,ઈશ્વર ની  ભેટ હોય ,ત્યાં મારુ મમત્વ
શું કામનું ? જીવન માટે પરમકૃપાળુ નો સતત આભાર માનવો રહ્યો,,કેમ ?ખરું
ને?  આમ થાય તો ,આનંદ થશે ,   શુભેચ્છા ની  વર્ષાં અને   ઇષ્ટદેવની  ,
કૃપાથી મેં 14 નવે ,2016 ના રોજ 74 વરસ પૂરાં કરી ,અમૃતવર્ષ 75 માં
પ્રવેશ  કરેલો છે ,  મારા  હિતચિંતક ,વડીલો ,મિત્રો શુભેચ્છાઓ અને
આશીર્વાદ વર્ષાં નો પ્રતાપ
ગણું છું , મારી શાળા અને કોલેજ દરમ્યાન   વચનં લેખન શોખ વિસ્તરતા
મેંઅગાઉથી  મરતા સુધી લેખન  વાંચન  પ્રવૃત્તિ અને માતૃ ભાષા સંવર્ધન
માટેસંકલ્પ કરેલો , મારા  પ્રાધ્યા પાકો શ્રી  કે કા શાસ્ત્રી ,નગીનદાસ
પારેખ,હરિવલ્લભ ભાયાણી , અનંતરાય રાવલ ,કવિ ઉમાશંકર જોશી  વગેરે મોટી
ઉંમરનાહતા અને સાહિત્યિક  ક્ષેત્રે  નામ વંત   હતા , મારા આ બધા પ્રેરણા
સ્ત્રોત  બન્યા  .આ એવી પ્રવૃતિઓ માંની   એક છે કે તમે નિવૃત હોવા
છતાંપ્રવૃત  રહી તમારું  યોગદાન આપી શકો ,હા ,ભારતમાં હતો ત્યારે  સમાજ
સેવાની પ્રવૃત્તિ  ખરી ,,,અહીં આવ્યા બાદ શ્રી સુરેશ  જાની ,  જુગલકિશોર
કાકા,પૂર્વી મલકાણ ,સ્વ,  પ્રવીણ  પટેલ “શશી ” ,વિજય શાહ , ,દેવિકા ધ્રુવ
,પ્રવીણ બેન કડકિયા,સ્વ, આતા દાદા અશોક દાસ ,  ડો  .કનક  રાવલ ,સ્વ,
કિશોર રાવલ ,સ્વ,આદિલ મન્સૂરી  ,  મધુરાય , શાયરા બિસ્મિલ મન્સૂરી વગેરે
અનેક ના સંપર્કમાં જોડાયો   આ યાદી ખુબ લાંબી બને તેમ છે તેઓની સાથે
વાતો ,સમજ અને મને પ્રેરણા   મળતા મારા સંકલ્પને વૃદ્ધિ મળી ,,,,
જેઓને સાહિત્ય સાથે  નાતો છે તેઓ ને ખબર હશે કે  કે,કા,શાસ્ત્રી102
વર્ષ સુધી બધી રીતે  કામ કાજમાં  નિતમિત હતા , 115 વર્ષની ઉંમરે
લ્યુડોવિકોએ પોતાનો તે સમયનો  ઇતિહાસ   લખેલો ,પ્લેટો  80 વર્ષે લખતા
લાગતામરણ પામેલો ,આ તો થોડા ઉદાહરણો છે વિકલાંગો ના વિકર્મોથી ક્યાં
આપણેઅજાણ  છીએ , મુદ્દો એ છે કે કામ કરનાર અને સંકલ્પ  સિદ્ધ કરનારા  ઓને
ઉમરનડતી નથી  .ઉમરગામે તેહોય પણ પોતાના નિયમિત કામ સાથે જાગ્રત  રહી
કાર્યરત
થઇ સંતોષ પામે તે ઉચ્ચ સ્થાન અને  પ્રતિષ્ઠા   આપ મેળે પામે છે
,પ્રવૃત્તિ ને મન ગમતી બનવો ,ગમતીલી પ્રવૃત્તિ તો બધા કરે પણ દ્રઢતા
સાથે તમારી ઉમર ને ધ્યાન માં રાખી ,શરીરનો ખ્યાલ કરી  સમજ પૂર્વક ની
તમારીકામગીરી  તાઝગી  સાથે સ્વસ્થતા આપશે  . લોન્ગ ફેલો નું એક વાક્ય છે
-આનંદ,મિતાચાર અને આરામ ,એકદમ ડોક્ટરને મકાનમાં દાખલ થતા અટકાવે છે , /
હું તેમાં ઉમેરીશ કે  નિવૃત્તિ કે   ઘડપણ ,વયસ્ક વયે તમે  પસંદગી
પૂર્વકકોઈપણ પ્રવૃત્તિ નિખાલસતા , ઉમંગ સાથે ચાલુ રાખે તેને  ઈશ્વર સાચવે
છેઅને મૃત્યુ વાળાએ  પ્રસન્નતા તેનો સાથીરહે છે , કહે છે ને “ઉમ્મીદો પે
જીતા હૈ  જમાના ” યાદ રાખો
”   અપના  જમાના  આપ બનતે હે , અહલ -એ  દિલ /હમ  વો નહિ કી જિનકોજમાના
બના ગયા //    તમારે જ તમારા કામ સાથે જગત ને કઈ આપવાનું છે ,
યાદોના ઉપવનમાં શિયાળાની ઠંડી ,ખીલતી વસંત કે ઝરતા પાનની ખરતી પાનખર
કે  વર્ષામાં જયારે કલ્પનાની આંગળીએ જગતની સફર કરવા મુસાફર બની  ચાલ્યો
ત્યારે ચારે દિશાએ હિંમતની હૂંફ આપી ,ખુદ માર્ગે આવીને કહ્યું
દોસ્તગભરાતો નહીં  અમે તારી  સાથે  રજકણ  બનીએ આગળ રહીશું  મંઝિલ નું
લક્ષ્યડગવા ના દેતો ,  ધૈર્યનિષ્ઠ પુરુષાર્થીઓને ખુદ ઈશ્વર સાથ આપે ,કારણ
કેજ્યાં વિશ્વાસ છે ,ત્યાં સુધી શ્વાસ છે ,,હતાશ થયા તો બસ મર્યા
,,,,જીવનનું પ્રાક્ટ્ય તો  ઉપકારના ઉદય સાથે આનંદથી સત્કાર સાથે થાય
છે,ત્યારે નાનામાં નાના માણસને હું કઈ રીતે વિસરી શકું ?જેઓ મારી
સાથેસંપર્કમાં જોડાઈને મને પોતાના થી બનતી તમામ મહોબત સોંપીછે ને
,વ્હાલપનીએ સદા ગુંજતી રાખેલી વાંસળીને હું કેમ ,ભૂલું ?જે કંઈ અઘટિત
બન્યું તે તો મારા નિજી સ્વભાવગત અહંકાર અને  મારી અપેક્ષાઓના લીધે મળેલી
ભેટ છે,તેમાં મારા પ્રત્યે પ્રેમ ,સહાનુભૂતિ -લાગણી દર્શાવનારાનો શો વાંક
? હું
તો આશાવાદી જીવડો છું ,તેથી મને નકારાત્મક નિરાશાવાદી કે બીજાના વાંકકાઢી
,ટીકા ,નિંદા  કરવી ગમતી નથી ,ના ફાવ્યુ  મૌન અને ઈશ પ્રાર્થના તેમારો
નિયમ ,,,,,,, આવજો ,,ફરી કોક વાર ,,,,,લખતો રહીશ અને  સંકલ્પમયી  હંમેશા
રહીશ
,” હે ઈશ્વર ક્ષીણતા તું ઘડપણ અને શ્રમિત કરતા વ્યવહારની સમજ એ
,ગુઢાર્થ  વાળા  આ સારી દેહ મંદિરોં દિવ્ય પ્રેમ અર્પણ કર ‘ અને
મનેનવરાશની પાલો માં માં સરસ્વતીના સાન્નિધ્ય સાથે  કલમ કાગળ ,કલ્પના
અનેમારા સાહિત્યિક  મિત્રો નો સહેવાસ આપ  જેથીં હું   માતૃ ભાષાનું ઋણ
અદાકરી શકું ,,,,
આ લેખ લખી રહ્યો હતો ત્યારે માએ વાંચવામાં એક કિસ્સો આવ્યો ,, અતિ  જુના
અને જાણીતા અખબાર   મુંબઈ  સમાચારના એક  સંવાદદાતાએ  તાજેતરમાં વયોવૃદ્ધ
લક્ષ્મીબેન દેઢિયા  જેઓ 110 વર્ષની ઉંમરે પહોંચનાર છે ,તેઓની સારી તબિયત
અને હિલચાલ માટે  પત્રકારે પૂછેલા જવાબમાં કહેલું કે આ બધાનું રાજ  તમારે
શરીરને બહુ લાડ કરવા નહીં ,ઓછું ખાવું અને મહેનત કરવી અર્થાત કામ કરનારને
ઉમર નો કોઈ  બાધ નથી  . બીજા એક વૃદ્ધ મહિલા જે 1898 માં જન્મેલા અને 117
વર્ષે મૃત્યુ પામેલા તે  મિસાઓ  ઓકાસા એ પોતાના દીર્ઘ  કાલીન જિંદગીનું
રાજ બતાવતા કહેલું હું 8 થી 10 કલાકની ઊંઘ લેતી અને મન  પસંદ  ભોજન લેતી,
મન પસંદ કામ કરતી ,,,,,,આ બધા ઉદાહરણો  મને  સતત કામ કરતા રહેવાના , મારા
છેલ્લા શ્વાસ સુધી લેખન કરવાના  વ્રત ને  આશાવાદી વાતાવરણ આપી ને મને
જાગ્રત કરે છે ,પ્રવૃત્તિ એટલે જ  તાજગી , ચૈતન્યનો  થનગનાટ…… બહુ જ
ઓછા જીવોને લેખન માટે સરસ્વતીના આશીર્વાદ મળેલા હોય છે  ,,લેખન,કલમ અને
કલ્પનો સથવારો   મારી  અંતિમ યાત્રા ના સાચા રાહબર છે ,,,,
,,જીતેન્દ્ર પાઢ /સિએટલ /વોશિંગ્ટન /અમેરિકા /23

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.