વૃદ્ધાવસ્થાનો સ્વીકાર (૧૨) રિદ્ધિ પંડયા

અસ્તિત્વ  ની ઉજવણી નો અવસર

વૃદ્ધો માટે ખૂબ સરસ પંક્તિ લખાઈ છે….

वो जो चेहरे पर सिलवटे तमाम रखते है
अनुभवों से ज़िन्दगी को सरेआम रखते है
न जरूरत है उन्हें आइनों की
अब दुसरों की आँखों में अपने
अक्स की पहचान रखते है

ઘડપણ આવે પછી ઘણા કહે છે, ‘बहुत गई, थोडी रही’.  પણ આ ‘थोडी रही’ અેમાં ‘
बहुत कुछ करने की गुंजाइश है ‘ એ જોઈ શકીએ તો અસ્તિત્વનો તહેવાર ઉજવવાનું
મન થાય!

જીવનની તડકી-છાંયડીનો અનુભવ કીધા પછી એક પડાવ માં માણસ થોડી વાર ઊભો રહી
હિસાબ માંડે છે. જવાબદારીઓ પૂરી પાડયાનો સંતોષ અને એ નિભાવતા ની સાથે
જાતે ભોઞવાઈ જવાનો વસવસો ચહેરા પર ઉપસી આવેલ કરચલીઓ માં, વાળની સફેદીમાં,
હાડકા ના કળતર માં છલકાય છે. આ સમયે જે આપેલ છે એનો આનંદ અને આ આપવામાં
જે ઞુમાવયું છે એ કયારેય પાછું નહીં આવે તેમજ યુવાની ને સફર માં પાછળ
છોડી દેવાનો અવસાદ ની લાગણીઓ પીછો કરે છે.

અહીં Jules Renard ની વાત જરુરી  છે કે ‘It`s not how old you are, it`s
how you are old.’

અહીં સુધી પહોંચ્યા પછી દરેક પાસે 2 વિકલ્પ છે. 1.  પરિસ્થિતિ ની
સ્વીકૃતિ પછી પાછલા અનુભવ ના આધારે પાકી કેરીની જેમ મીઠા થવાનો 2. નહીં
સારા અનુભવોની કેદ માં આજ અને આવનારી આવતીકાલ ને હોમી દેવાનો.

જેઓ પહેલો વિકલ્પ પસંદ કરે છે એ જીવન ના પકવ ફળની મિઠાશ એટલે કે પકવ સમજ
સમયસર સમાજ ને કૃતજ્ઞતા સાથે આપે છે અને ખુશી અનુભવે છે. જીવનના વૃક્ષ પર
ઘડપણનું પંખી આવીને બેસે છે, આ વખતે જેમની સમજ હકારાત્મક હોય છે એમની ઙાળ
પર બેઠેલ પંખી ને મીઠું -મધુરું ગીત ગાવા માટે જડી આવે છે.

ઇંગલિશ માં કહેવાયું છે – ‘  Every cloud has silver lining’.   દરેક ના
જીવન માં આ ઝળહળવાનો સમય આવે છે. જવાબદારી નિભાવતા જે  સપના કોરાણે મૂકી
દીધેલા એમને જીવંત કરવાની તક ઘડપણ માં ઝડપી લઈએ તો? બીબાંઢાળ જિંદગી ને
બાય કહી કયારેય ન કરયું હોય એ કરવાની અનુકૂળતા ઘડપણ માં જ મળે છે. જાત
તરફ પાછા ફરવાનો અવસર મળે છે.

આ માટે  પરિસ્થિતિનો સ્વીકાર કરવો જરુરી છે એ વિના અસ્તિત્વ  ની ઉજવણી નો
અવસર ન આવે.

Book ” Tuesdays with Morrie”  ના લેખક Mitch Albom  માં મોરી એક પાદરી
છે , જેના અસાધ્ય રોગ ને કારણે એમના સ્નાયુઓ નબળા પડતા જાય છે અને
રોજબરોજ ના કામ માટે પણ સહાયક ની જરુર પડે છે. આ વખતે મોરી આ પરિસ્થિતિને
સ્વીકારી લે છે ને કહે છે આ મારા જીવનનું સત્ય છે.    આ પરિસ્થિતિમાં પણ
મોરી પોતાની પત્ની સાથે સંગીત ના તાલે નાચવાનું સપનું જુએ છે અને પુરુ પણ
કરે છે.

પોતાની ટાલ ની મજાક ઉડાવતા ગાંઘીજી કહેતા કે વાળ ન હોવાને લીધે સમય અને
પૈસા ની બચત થાય છે.
રામકૃષ્ણ પરમહંસજી પોતાની કેન્સર જેવી અસાધ્ય બિમારી માં પણ ભઞવાન નો પાડ
માનતા કે  ‘મારી કેટલી કાળજી રાખે છે? રોજ ખીર ખાઈ શકું એવી પરિસ્થિતિમાં
રાખે છે.’

વૃદ્ધો પોતાના વાળ ની સફેદી નહીં પણ આવડત સૂઝ અને ડહાપણ ને વેચે છે.

આ માટે થોડા ઉદાહરણ આપીશ. બોમન ઈરાની પિતાની બેકરી ની દુકાન સંભાળતા હતા
અને પાછલી ઉંમર માં અભિનેતા થયા.

જે.કે રાવલિંગ એક શિક્ષક હતા,  સમય જતા હેરી પોટર ની કિતાબ લખી અને
ઝળહળતી સફળતા મેળવી.

Ray Kroc આખી જિંદગી દરેક કામ માં અસફળ થયા , અંતે મેકડોનાલ્ડ ના ધંધા
માં સફળતા મળી.

આ બધા જ લોકોએ કંઇક નિર્માણ કરયું, ભૂતકાળ ના કેદી ન થયા.

ઘડપણ જીરવવું, ભૂતકાળની ભવ્ય સિદ્ધિઓને બાજુ પર રાખી એના વડે મેળવેલ
અનુભવ નો ઉપયોગ કેમ કરવો એ રામાયણ ના માધ્યમ થી જાંબુવંત જી એ શીખવાડયું.
પોતાની અમાપ તાકાત જાણવા છતા નવી પેઢી ને તક મળે એટલે દરિયો લાંઘવાનું
કામ હનુમાન જી પાસે કરાવવાની વાત રજૂ કરી, આવતી પેઢી ના કોચ બનવાનું પસંદ
કરયું. આમ નવી પેઢી ને દિશા અને યશ મળે એ કામ કરયું.

રાજા દશરથજી એ પણ અરિસામાં દેખાયેલ સફેદ વાળ ને જોઈ રાજકાજ ભગવાન રામ ને
સોંપવાનું નકકી કરયું.પોતે ભકિત કરવાનો મારગ લેવા મનને તૈયાર કરયું.
સમયસર અટકવું અને છટકવું એ સમજવાની વાત છે. આ આવડત આપણને સૌ માં માનીતા
બનાવે છે અને બિનજરુરી વળગણ થી દૂર કરે છે.

વૃક્ષ જયારે ઘરડું થાય તો સમાજ પાસેથી લીધેલું ગુણાકાર માં પાછું આપવા
સજજ થાય અને આપીને હળવુંફૂલ બને જેથી કરીને આગળની સફર બેફિકરાઇથી, કંઇ પણ
ખોવાના ડર વગર આનંદ લેતા કાપી શકાય.

ઘડપણ આપણ ને ઘડિયાળ ના ટકોરાને અવગણીને  નચિંત બનીને જીવવાની તક આપે છે.
બાળક બની ને જીવનને નવેસર થી જીવવાની તક ઘડપણ આપે છે. તો આ અવસર ઝડપી
લેવાય ખરો! શું કહો છો? કરીએ કંકુના?

અંતમાં George Bernard Shaw ની લાઈન કહીશ….

You don’t stop laughing when you grow old, you grow old when you stop laughing.

નમન……

રિદ્ધિ પંડયા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s