જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો -કિરીટ ભક્તા ( મુખ્ય લેખક)

મુદ્દાઓ

 

પાત્રો

 

ફાતીમા ( હીરોઇન)

કરણ (હીરો)

અસલમ શાહ (ફાતિમાનો મામો)

રઝીયા ( ફતિમા ની અમ્મી)

રફીક બીલાલ (ફાતિમાનં અબ્બા)

રેખા (કરણ ની મમ્મી)

જનક શાસ્ત્રી ( કાશ્મીરી પંડીત અને કરણ નાં પિતા)

ડો કૌલ (સ્કુલ પ્રોન્સીપાલ)

મુંજાવર (પીરની દરગાહ નો ફકીર)

બલબીર ( કરણ નો શીખ મિત્ર)

. ૮માં ધોરણમાં ભણતો અનુજ કાશ્મીર દર્શને નીકળ્યો છે તેના જોડીદારો આશિત અને મહાદેવને કાશ્મીર કોઇ પણ બંધન વિના જોવું હતું. એટલે અંકલેશ્વર થી દિલ્હી એક્ષ્પ્રેસમાં વેકેશન પડતાની સાથે નીકળી ગયા.દિલ્હીથી મુસ્કાન્પુર પાસે જેલમ નદીનું સૌદર્ય માણવા બસ પકડી. બસ બરોબર સાંજે સાત વાગે લોહારવાડી પાસે બગડી.

૨.લોહારવાડી ૨૦૦ માણસોનું પાકીસ્તાનની સરહદ પાસેનું ગામ. જેલમનદી નાં તટે એક પુલ એક બાજુ લોહાર વાડી અને બીજી બાજુ હશનગંજ ગામની વસ્તી હિંદુ મુસ્લીમ અને શીખોની. આમ ભરતનાં સામાન્ય ગામો જેવું જ ગામ અભણ અને દરીદ્રોમાં સંપ ખુબ જ.. ભુખ્યા ભલે ઉઠે પણ ભુખ્યા ના સુવે તેવો ગામનો વણ લખ્યો નિયમ..સાંજે નાના શિવમંદીર અને મસ્જીદમાં અને ગુરુદ્વારામાં કંઇક રંધાય અને ગામનાં સૌ ગરીબ ગુરબા પેટ ભરીને જમતા..

બસ શિવમંદીર પાસે ઉભી રહેલી એટલે પ્રસાદમાં જનક અને રેખા પડીયામાં શીરો અને બટાટા વડા લઇને આવ્યા હતા.અનુજ આશિત અને મહાદેવને તે સાંજનો જમવાનો પ્રશ્ન પતી ગયો. મંદીરમાં ત્રણ પથારી થઈ અને હવે બસ સવારેજ આગળ જશે તેવું જણાવાયું એટલે નાનકડી બેગો ગોઠવાઇ અને મંદીરની બહાર જેલમ નદીનો ખખડધજ પૂલ જોવા ત્રણે નીકળ્યા.

પુલ ઉપર તો સરહદની ચોકી હતી તેની બીજી બાજુએ પણ લોહાર્પુર જેવું જ નાનકડા ગામનાં દીવા દેખાતા હતા. પુલથી થોડે દુર દર્ગાહ હતી .લીલી ચાદર ઓઢાડેલા કબરમાં ભગવો પણ ફરકતો જોઇ અનુજને આશ્ચર્ય થયું અને બે હાથ જોડી દરગાહમાં માથુ ઓઢીને ત્રણે જણા દાખલ થયા.ભીત ઉપર ફાતિમા અને કરણ નાં ફોટા હતા તેથી વિસ્મય જનક નજરે તેઓ દાખલ થયા. અને મુંજાવરે તેમને પ્રેમથી આવકાર્યા અને પહેલુ ઉદબોધન હતું આ પ્રેમ અને ધિક્કારનું મંદિર છે.

૪. રફીક અને જ્નક શાસ્ત્રી એક જ ફળીયામાં રહેતા હતા.હાલની લાઈન ઓફ કંટ્રોલ ઉપર આ ગામ પડતું હતું બ્રીટીશરોનાં સમયમાં આ અખિલ હિંદુસ્તાન હતુ..ગાંધીજી ની ચળવળોથી અણજાણ આ લોહાર વાડીમાં નિવૃત્ત ડૉ કૉલ અને તેમની પત્ની ડાયેના સન્માન જનક દંપતિ હતા તેઓ તેમના ખર્ચે લોહારવાડીનાં બાળકોને પ્રાથમિક અક્ષરજ્ઞાન પિરસતા અને નાની મોટી આરોગ્ય રાહતો પણ આપતા.

૫. રફીક નું સાસરું એટલે હશનગંજ..ત્યાં જવા માટે પેલો પુલ પાર કરવાનો .ફળીયામાં સરખી ઉંમરનાં ફાતિમા કરણ અને બલબીર સાથે કૉલ સાહેબને ત્યાં ભણતા અને માનવતા અને ધર્મના પાઠો ભણતા જેમાં ધર્મની સારી બાબતો ઉપર અને તેના દુષણો ઉપર ચર્ચા કરતા અને ચર્ચાનાં અંતે માનવતા તે પહેલો ધર્મ છે વાળી વાતો ને પ્રાધાન્ય મળતું

૬. યુવાની જેમ જેમ આવતી ગઈ તેમ ફાતિમાને ઘર સ્કુલમાં થી ઉઠાડી રફીકે મદ્રેસામાં મુકી જ્યારે બલબીર અને કરણ નજીકનાં શહેરમાં ભણવા ગયા…તે દિવસે પહેલી વાર કરણ ને ફાતિમાએ કૃષ્ણ સ્વરુપે કલ્પી રાધા ભાવે ખુબ જ મલકાઇ. અને કરણ ને કહીં પણ દીધું કે સજન આમ મને મુકીને તું ના જા.

૭. જનક શાસ્ત્રી અને રેખા શાસ્ત્રી કશ્મીરી પંડીત..કરણને બ્રાહ્મણત્વનાં પાઠ ભણાવેલા પણ કદી કોઇ ધરમને નાનો કે મોટૉ ન માનવાનાં સદભાવો કે સરખામણી કરવાનું નહોંતું શીખવાડેલુ. પણ ફાતીમા કરણ પ્રણય બંધને બંધાશે તેવું કોઇ માનતા નહોંતા

જનક અને રફીક પણ બચપણ નાં ભેરૂઓ પણ મોટી ઉંમરે સંતાનો નાં આવા સંબંધો ની કલ્પના કરેલી નહીં.. અને ગામનાં છોકરા છોકરી તો ભાઇ બહેન કહેવાય..તેનું સમય આવે રક્ષણ કરાય પણ …પ્રેમ તો ક્યાં માને જાત કે પાત…પગમાં ઘુંઘરુ અને રુદીયે પ્રીતની વાત છાની થોડી રહે છે?

રફીકને કાને અસલમે વાત નાખી…ધર્મે બાંગ પોકારી..જનક પણ કૌલ સાહેબને લઇને ચોરે આવ્યો. બંને પ્રેમી પંખીડાઓને તેડું થયુ અને ઠપકો અપાયો.ગાંધીજી ભારત અને પાકીસ્તાનનાં ભાગલા અંગે દુઃખી હતા. લાઇન ઓફ કંટ્રોલ તેમના ગામને બે ભાગમાં વહેંચતુ હતુ. પ્રેમી પંખીડા દુઃખી હતા

૧૦.અસલમ ખુબ જ ખફા હતો તેની ભાણી કાફીર થવા જઇ રહી હતી. રફીક્નાં કાનમાં ખુબ જ ઝેર ભરાયુ. હમીદા પોતાની દીકરીને બચાવવા હશન બાગ જવા તૈયાર થઈ પણ ફાતિમા જવા તૈયાર નહોંતી…કરણે હમીદાને બચાવવા જુઠાણું ચલાવ્યુ..અમારા તો લગ્ન થઈ ગયાછે તેના પેટમાં શાસ્ત્રી પરિવારનો વંશ છે

૧૧ રફીક ખુબ જ ગુસ્સે થયો અસલમની સહાયથી હશન ગંજ તરફ રવાના થયો ત્યારે જુવાનજોધ ફાતિમા નકારાત્મક વાતોનો બુંગીયો ભાંગી રહી હતી પણ હવે મરું કે મારું થયેલ રફીક્ને અસલમે ૧૨ ઇંચનું ચપ્પુ થમાવી દીધુ..ફાતિમાને બ્રિજ ની વચ્ચોવચ બાપે હુલાવી દીધું અને હસન ગંજ તરફ દોટ મુકી..ઘાયલ ફાતિમાને બચાવવા ડૉ કોલે આભ અને પાતાળ એક કર્યા. કરણ ધર્માંધ કારણે રહેંસાયેલી ફાતિમા….એજ અસલમનું ચપ્પુ પોતાના પેટ્માં ઝીંકી દિધુ અને ફાતિમાનાં મૃત શરીર સાથેજ જળ સમાધી લીધી. જેલમનાં ભુરા પાણી ને રાતા થયા

૧૨ મુંજાવરે કથા પુરી કરી ત્યારે વહેલી સવાર પડી ગઈ હતી બસ મુઝફર પુર જવા તૈયાર થઈ ગઈ હતી..અનુજ આશિત અને મહાદેવ ભગ્ન હૈયે જેલમને જોતા રહ્યા

આપને આ સર્જનમાં રસ હોય તો મને ત્વરિત જાણ કરો (Vijay@storymirror.com)  ( અંતિમ તારીખ ૧૮ એપ્રીલ ૨૦૧૭.

લઘુત્તમ શબ્દ ૧૫૦૦

કથાનાં પ્રવાહને અનુલક્ષી ને વાર્તા મઠારવાનો મુખ્ય લેખક્ને અધિકાર

સ્વિકૃત સર્વ માન્ય નિયમો. ઉપરોક્ત સુચવેલા પાત્રો સિવાય જરુર પડે તો પાત્ર લાવી શકાય પણ તે બીજા પ્રકરણ સુધી ના લંબાવાય.

વાર્તા યોગ્ય બની હશે તો સ્ટોરી મીરર તેની ઇ બુક બનાવશે અને લેખક તરીકે રોય્લ્ટીમાં પણ ભાગ મળશે

આભાર

 

 

Advertisements
This entry was posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ. Bookmark the permalink.

One Response to જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો -કિરીટ ભક્તા ( મુખ્ય લેખક)

  1. sapana53 કહે છે:

    ક્યુ પ્રકરણ લખવાનું હોય છે?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.