દાંપત્યજીવનની મહેંક -રોહિત કાપડીયા

  દાંપત્યજીવનની મહેક

                                                     ———————————-

      પલંગમાં સૂતાં સૂતાં જસવંતલાલ વિચારી રહ્યાં હતાં કે હાશ! આખરે આજે નિવૃત થયો. બાવીસ વર્ષે ચાલુ કરેલી નોકરી આજે પાંસઠ વર્ષે છોડી. તેંતાલીસ વર્ષથી એકધારી મહેનત કરી. ઈમાનદારીથી જીવ્યો હોવા છતાં ય આર્થિક સ્થિતિ સદ્ધર છે. પણ આ વર્ષો યંત્રની જેમ જીવન જીવ્યો. રોજ સવારે અનિચ્છાએ છ વાગ્યે ઉઠીને નવ વાગ્યે કામે જતાં રહેવાનું ને સાંજે આંઠ વાગ્યે પાછાં આવવાનું. હવે કાલથી તો મારી મરજી હશે ત્યાં સુધી સૂઈ રહીશ. શાંતિથી નાસ્તો કરીશ. છાપું વાંચીશ. લાડલી પૌત્રી ચાર્મી સાથે ખૂબ રમીશ.મને ગમતું વાયોલિનવાદન ફરી ચાલુ કરી દઈશ. મારો વાંચનનો શોખ પૂરો કરીશ. મિત્રોને કહીશ કે બોલો,હવે નવી શી પ્રવૃતિ કરવી છે ? શાંતિથી ટીવી જોઇશ.નાટક અને સિનેમા જોવાં જઈશ. હાલ સ્વાસ્થ્ય સારું છે તો એ સ્વસ્થતાને ટકાવવા નિયમિત યોગ અને કસરત કરીશ. જિંદગીના હવે પછીનાં વર્ષોને જીવંતતાથી ભરી દઈશ. એમનાં વિચારોની વણથંભી વણઝાર એમની પત્ની સુશીલાના બોલાવવાથી અટકી.

        રૂમમાં આવતાં જ સુશીલાએ કહ્યું ” સાંભળો છો, કાલથી તમે નિવૃત થવાનાં છો. હવે કાલથી તમારે તમારી મુજબ જિંદગી જીવવાની છે. આટલા વર્ષો બહુ મહેનત કરી, હવે પૂરતો આરામ કરવાનો છે. તમારે તમારાં અધૂરા સ્વપ્નાંઓ પૂરા કરવાના છે. લાવો, માથામાં તેલ ઘસી દઉં એટલે શાંતિથી ઊંઘ આવી જાય. “અને આટલું કહી દિલથી તેલમાલિશ કરી એમને  સૂવાડતા ચાદર સરખી કરીને કહ્યું “લ્યો, હવે શાંતિથી સૂઈ જાવ. કાલે સવારે છ વાગ્યે નહીં ઉઠાડું. તમ તમારે મન પડે ત્યાં સુધી સૂતાં રહેજો.” અને સુશીલા સૂઈ ગઈ, પણ જસવંતલાલની ઊંઘ ઉડી ગઈ.

        જસવંતલાલ વિચારવા લાગ્યાં કે કેટલી પ્રેમાળ પત્ની મળી છે. પરણીને આવ્યાં પછી મમ્મી-પપ્પાની દિલથી સેવા કરી. લગ્નનાં તેર વર્ષ બાદ દીપકનો જન્મ થયો. એને પણ એટલા જ લાડકોડથી ઉછેર્યો. મારું પણ હંમેશા એટલું જ ધ્યાન રાખ્યું. દીપકના લગ્ન પછી પૂજા વહુ ઘરમાં આવી તો એની પણ એટલી જ કાળજી રાખી. દીકરો-વહુ બંને નોકરી કરતાં હતાં એટલે એ બંનેના ટીફીનથી માંડીને દરેક ચીજનું એ ધ્યાન રાખતી. વહુ આવ્યાં પછી એનું કામ ઘટવાને બદલે વધી ગયું હતું. આટલું ઓછું હોય તેમ ચાર્મીની જવાબદારી પણ એણે હોંશે હોંશે ઉપાડી લીધી હતી. સવારનાં પાંચ વાગ્યાથી રાતનાં દસ સુધી એ સતત કામ કરે છે ને તોયે સદા હસતી જ રહે છે. રવિવાર,તહેવાર અને માંદગીમાં મને તો રજા મળે છે પણ એને તો ક્યારે ય રજા નથી મળતી. ક્યારે ય આરામ નથી મળતો. ઉલટાનું જ્યારે અમને રજા હોય ત્યારે તો એને વધુ કામ પહોંચે છે. તો શું એને  ક્યારે ય નિવૃતિ નહીં ? એને પણ પોતાનાં અરમાન હશે, સ્વપ્નાઓ હશે. તો શું મારી ફરજ એ અરમાનોને સ્વપ્નાઓ પૂરા કરવાની નથી ? ને પછી મનમાં કંઈક નક્કી કરીને એ સૂઈ ગયાં.

         બીજા દિવસે સવારે પાંચ પહેલાં ઉઠીને,નાહી ધોઈને તૈયાર થઈ ગયાં. ચા બનાવી સુશીલાના પલંગ પાસે આવીને તેનાં માથામાં પ્રેમથી હાથ ફેરવતા તેને  ઉઠાડીને કહ્યું ” સુશી,લે આ ચા પી લે.તેં ગઈકાલે મને કહ્યું હતું ને કે હવે મારે મારી મરજીથી જીવવાનું છે તો મારી મરજી છે કે આજથી હું તને તારાં દરેક કાર્યમાં મદદ કરીશ.આપણે બંને સાથે પ્રવૃત રહીને પણ નિવૃતિનો આનંદ માણીશું. આપણે સાથે સાથે આપણાં સ્વપ્નાઓ પૂરા કરીશું. એય, પહેલી વાર ચા બનાવી છે. ચાખીને કહે કેવી બની છે?”

                          સુશીલાની આંખમાંથી ટપકતા આંસુઓ ચા માં ભળતા ગયાં ને ચા મીઠી બનતી ગઈ. દાંપત્યજીવનની સુવાસથી ઘર મહેંકી ઉઠ્યું.

                                                                                                                         રોહિત કાપડિયા
.
Advertisements
ચિત્ર | This entry was posted in પ્રેરક લેખ. Bookmark the permalink.

3 Responses to દાંપત્યજીવનની મહેંક -રોહિત કાપડીયા

  1. Rajul Kaushik કહે છે:

    Like new concept of enjoying retirement.

    Like

  2. deejay35(USA) કહે છે:

    દરેક નિવૃત વક્તીએ નવા કોન્સેપ્ટનો અમલ કરવા જેવો છે.

    Like

  3. પિંગબેક: નિવૃત્ત થયા પછી | સહિયારું સર્જન – ગદ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s