વૃધ્ધત્વ નો સ્વીકાર (૭) -સ્વાતિ શાહ

વૃધ્ધત્વ નો સ્વીકાર અને આનંદ મય જીવન :-

ત્રીસ પાંત્રીસ વર્ષ નાં હોઈએ ત્યારે હજી પોતાની જીન્દગી માં રચ્યાં પચ્યાં રહેતાં હોઈએ , અને એ સમયે સાથે રહેતાં વડીલ નો ટેકો ( સપોર્ટ)  સારો રહેતો હોય છે  .

જીવન નાં ચાલીસ વર્ષ થાય ત્યાં એકાએક  લાગવાં માંડે કે આપણાં વડીલ ની ઉંમર પણ વધવા લાગી છે . પછી જ્યારે વડીલ ની તબિયત નરમ ગરમ રહેવા લાગે ત્યારે એકાએક પોતાની વધતી ઉંમર નો ખ્યાલ આવવા લાગે છે..

હમણાં એક વખત સરખી ઉંમર નાં મિત્રો બધાં બેઠાં હતાં ત્યારે વધતી ઉંમર સાથે શરુ થતી શારીરિક અને માનસિક તકલીફ ની ચર્ચા થઇ. એક મિત્ર કહે ,” હમણાં થી ભૂલી બહુ જવાય છે તો બીજી કહે દાદર ચઢતાં હવે થાક લાગે છે !!! ”

“યાર, આ ઘડપણ ની શરૂઆત થઇ ને!” અવાજ માં એક ભય હતો.

ઘણાં લોકો કહે કે ,”ઘડપણ ની બીક લાગે છે .” ત્યારે મને સહજ થાય કે પ્રભુની ઈચ્છા માં હશે એટલું તો જીવવાં નું જ છે, આયુષ્ય ની રેખા જેટલી હશે તેટલી. તેની કોઈ ને ખબર નથી તો પછી જીવન એવું કેમ ન ગુજારવું કે જે ભારરૂપ ના લાગે !

અત્યારનાં જમાના માં જીવનશૈલી પણ સુધારવી જરૂરી લાગે. જેમજેમ આધુનિક ઉપકરણ નો ઉપયોગ વધતો ચાલ્યો છે તેનાં ફાયદા સાથે ગેરફાયદા પણ ઘણા હોય છે જે ચાલીસ વર્ષ ની ઉંમરે નથી દેખાતાં પણ સાઈંઠ વર્ષે તો જરૂરથી દેખાશે.

ખાવાપીવા ની ટેવ પણ બદલાતી જાય છે. ચટાકેદાર અને અનિયમિત  ખાવાનું અત્યારે ઘણું સારું લાગે પણ વધતી ઉંમરે તેનાં થી થયેલું નુકશાન દેખાડવા લાગે છે  .

જીવનશૈલી અને ખાવાપીવા ની ટેવ તો પોતાના હાથમાં છે માટે સમજ પૂર્વક તે બદલી શકાશે, પરંતુ બદલાતા જતાં સ્વભાવનું શું ? તેવો  વિચાર આવે ! વડીલો નાં કાર્ય કે વાતચીત ની રીતની જો છણાવટ કરીએ તો એવું લાગે કે આ બદલાવ  પણ ઉંમર ના પરિવર્તન સાથે સહજ છે  .ઘણાં લોકો એવાં જોયા કે જે આ પરિવર્તન નો સ્વીકાર નથી કરતાં , તેઓ ને તો એમજ લાગતું હોય છે કે તેમનાં સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો જ નથી . સાથે સાથે એવાં લોકો પણ જોવા મળે છે કે જેઓ પરિવર્તન થાય નહિ એનાં માટે ખુબ સજાગ રહેતા હોય છે  .

આ વિષય ઉપર કેટલાંક વડીલ સાથે ચર્ચા કરતાં જણાયું કે જે વડીલ પોતાની જાત સાથે વાત કરતાં રહે છે, જમાના પ્રમાણે બદલાતી પરિસ્થિતી નો સ્વીકાર સહજતાથી કરી લેછે અને મન થી યુવાન રહેવા પ્રયત્ન કરતાં હોય છે તેઓ ને આવેલું ઘડપણ ભારરૂપ નથી લાગતું  .

ઘણા માણસો જોયાં કે જેઓ વૃધ્ધાવસ્થા માં પ્રવેશ્યા પછી પણ મન થી યુવાન અને પ્રફુલ્લિત જીવન જીવતાં હોય છે અને સાથે સાથે પોતાનાં શારીરિક પરિવર્તન નો પણ સહેલાઇ થી સ્વીકાર કરી લેતાં હોય છે . આ મુજબ કરવા માટે હંમેશા મને થાય કે પોતાના થી નાની ઉંમર નાં મિત્રો હોવા પણ જરૂરી છે  .

જીવનમાં એવાં કેટલાક શોખ કેળવવા જોઈએ કે જેના થકી કયારે પણ જો કોઈ એકલતા કે પંગુતા આવે તો તેનો સ્વીકાર આનંદ પૂર્વક કરી શકાય . જેમકે સારું વાંચન, ગમતું સંગીત સંભાળવું , જાત સાથે ચિંતન મનન કરવું  …. ઉંમર વશાત કોઈ ઇન્દ્રિય અટકે તો પરવશતા નો અનુભવ ના થાય. આંખ અટકે તો સાંભળી તો શકાય છે, કાન અટકે તો વાંચી તો શકાય અને બંને અટકે તો પોતાની જાત સાથે રહી ચિંતન મનન તો કરી શકીએ. યુવાન મિત્રો સાથે વાતો કરી વિચાર ની આપલે કરી આનંદ લઇ શકાય છે અને જમાના સાથે સમન્વય સાધી ને જીવન નો આનંદ લેવાય  .

આમ જો આવેલ પરિસ્થિતિ સહેલાઇ થી સ્વીકારી તો એનો ભાર શાને લાગે! બધાં કહે વૃધ્ધત્વ અને બાળપણ સરખાં, તો જે બાળપણ ભુલાઈ ગયું છે તેને ફરી યાદ કરીને ફરિયાદ વગર આનંદ પૂર્વક કેમ ના જીવવું !

જો આમ આ બધી બાબત પર યુવાન વયે  જ વિચારતાં થઇ એ તો વધતી ઉંમર અને આવતાં ઘડપણ નો ડર કોઈ દિવસ નહિ લાગે, ઉપરથી ખુબ સજ્જતા પૂર્વક તેનો સ્વીકાર કરી શકીશું.

ઘડપણનો સ્વીકાર હસતા મોં એ કરવો અને સાથે સાથે એ કેવી રીતે કરી શકીશું તેનું પણ પ્લાનીંગ કરવું જરૂરી છે. શારીરિક ક્ષમતા સાથે આર્થિક સ્થિરતા એટલીજ મહત્વની છે. આપણા શોખ પૂરા કરવા આર્થિક સધ્ધરતા એટલીજ જરૂરી છે. જીવનની કમાયેલી મૂડી બે પ્રકારની હોયછે. એકતો પોતાના સંતાન અને બીજી આર્થિક મૂડી. ઘડપણમાં આ બંને મૂડી સાચવવી જરૂરી છે. સંતાન ગુમાવવાથી વૃધ્ધાવસ્થામાં જરુરી પ્રેમની આપલે થઇ નથી શકતી. પ્રેમ વહેંચે વધે તેટલો વધે. પણ કમાયેલો પૈસો ઘડપણમાં જરૂરી છે, બાળકો પ્રત્યે જેટલી અપેક્ષા ઓછી રાખીએ એટલા સુખી વધારે. અપેક્ષા ઈ દુઃખનું મૂળ છે. જીવનના છેલ્લા તબક્કામાં સુખે રહીએ તો પ્રભુમય થવામાં સરળતા.

કુટુંબમાં વડલો થઇ સૌને છાયા આપવામાં આનંદ. બાળકો સાથે જનરેશન ગેપ તો રહેવાનો પણ યુવાનીમાં સમજ શક્તિ હોય તેનાં કરતાં ઉંમર વધે અને અનુભવે સમજ શક્તિ પણ વધે અને તે વૃધ્ધ થઈએ ત્યારે ઘણી કામમાં આવે. ઘણાં લોકોને બોલવાની ટેવ હોય,”આ સફેદ વાળ એમ ને એમ નથી થયાં. અમે અનુભવે કહીએ છીએ.”

યુવાન બાળકો સાથે મિત્રતા કેળવી પોતાને થયેલા અનુભવનો ઉપયોગ કરી યોગ્ય રીતે માર્ગદર્શન આપવું જરૂરી છે અને તે પોઝીટીવ એપ્રોચ રાખી કરીએ તો પરિણામ પોઝીટીવ આવે.

આમ જો ઘડપણને અભિશાપ ના ગણતા આનંદભેર સ્વીકારી માણવું જરુરી છે અને તે કારણે પ્રભુમય થવાના માર્ગમાં સરળતા રહે છે.

swatimshah@gmail.com

 

 

Advertisements
This entry was posted in વૃધ્ધત્વનો સ્વિકાર. Bookmark the permalink.

One Response to વૃધ્ધત્વ નો સ્વીકાર (૭) -સ્વાતિ શાહ

  1. Mita Mehta કહે છે:

    Very nice, love your old age, good inspring .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.