વૃધ્ધત્વનો સ્વિકાર (૪) વિજય શાહ

બુધ્ધનાં શબ્દોમાં

“Aging is not lost youth but a new stage of opportunity and strength.”

હું નિવૃત્ત થઇશ ત્યારે કમસે કમ એક પ્રવૃત્તિ એવી શોધી લઇશ કે જેના થકી હું મને મળેલો સમય મને ગમતા કામમાં કાઢી શકીશ તેવું હું જ્યારે પુસ્તક “ નિવૃત્તિની પ્રવૃત્તિ”નું સંકલન કરી રહ્યો હતો.ત્યારે ૨૦૦૯ માં લખ્યું હતું. આજે જ્યારે નિવૃત્તિની નજદીક આવી રહ્યો છું ત્યારે મારી પ્રિય પ્રવૃત્તિ લેખન મને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો સરસ આનંદ આપી રહ્યો છે.ફાઇનાન્સીયલ પ્લાનર હતો તેથી તે સમયે જે લોકોને જે સમજાવતો હતો તે મેં આ રીતે અમલમાં મુક્યું. છેલ્લા સાત આઠ વર્ષમાં ઘણું લખ્યુ અને હેતૂલક્ષી પુસ્તકોમાં તે સંગ્રહાયુ અને લોકોએ માણ્યું પણ ખરું.

ડૉ.રુથ ગેરેટ્નાં પુસ્તક “ઘડપણ નાં ઉંબરે અજવાળુંમાં “ સ્વ જહોન પોલનાં કથને વધતી ઉંમર એટલે કે વયવૃધ્ધિ તો જીવનની સાર્થકતાની નિશાની હોવી જોઇએ..જીવનભર  આપણે જે શિખ્યા જે અનુભવ્યુ જે સાધના કરી એની ફલશ્રુતિ  અને જીવનભરની ફલસિધ્ધિનો નિચોડ વયવૃધ્ધિની સાથે આવવો જોઇએ.,જીવનની ગતિ એક સરસ મઝાની સંગીત સાધના જેવી હોવી જોઇએ અને જીવનની  આનંદિત સફર છેલ્લી ક્ષણો સુધી અકબંધ સચવાવી જોઇએ.”

આ સત્ય આ કાવ્ય પણ દોહરાવે છે

વૃધ્ધત્વ વૃધ્ધની નજરે

રહું હું યુવાન મનથી, ભલે વૃધ્ધ થાઉં શરીરે,

એવું વર દેજે ઇશ, બુઢાપાનો ભાર ના લાગે લગીરે.

કુટુમ્બકબીલો, બાળગોપાળ, લીલી વાડી નિરખું નજરે,

દુનિયાના વહેવારો સહુ નિભાવું હું હોંશે-હોંશે.

દોડી દોડી થાક્યો હું બેફામ, વિસામાની પળો ભાગે અતિ દૂર,

ઝાંઝવાના જળ જેવી તૃશ્ણા હઠીલી, ના ભાગે લગીરે.

મનના ભાવો વિચિત્ર ભાસે, જરા વ્યાધિ પડ્યા પછવાડે,

અંગો ઉપાંગો બળી ગયા સર્વે, ના કહેલુ મને વળી ભયંકર ભાસે.

શૈશવના સંસ્મરણો વાગોળી વાગોળી, ઉડું હું આકાશે,

શું વીતાવ્યું એ બાળપણ, કેવા નિર્દોશ સખા સહુ સંગાથે.

વડલા ને વીંટળાઇ વડવાઇઓ, તેમ માયા, ભ્રમ ભયંકર ભાસે,

અદ્વિતિય તમસ મહીં ભાસે એક ઉજાસતણું કિરણ નભાકાશે. – બંસીભાઇ એમ. પટેલ

http://rutmandal.info/guj/2006/07/vrudhdhatv/

 

આમ જુઓ તો દરેક જિંદગીનાં પગથીયે ઘટેલી ઘટનાને કઈ રીતે જોનાર જુએ છે તેની ઉપર એ ઘટના દુઃખ દાયક છે કે સુખદાયક સમજાતી હોય છે.આ બે દ્રષ્ટિકોણ ઉપરાંત વાસ્તવીકતાનો દ્રષ્ટિકોણ તે ઉંમરે જીવતા વૃધ્ધોનો પણ હોય છે જે આ કાવ્યમાં બંસી ભાઇએ બહુ સરસ રીતે ઉપસાવ્યુ છે.તેમનો દ્રષ્ટિકોણ આમ તો હકારાત્મક જ છે પણ વેધકતા જ્યારે તેમના અનુભવો મુકે છે ત્યારે આવે છે. જેમ કે

વડલા ને વીંટળાઇ વડવાઇઓ, તેમ માયા, ભ્રમ ભયંકર ભાસે,

અદ્વિતિય તમસ મહીં ભાસે એક ઉજાસતણું કિરણ નભાકાશે.

ગીતાગાયક શ્રીકૃષ્ણનું ગાન આમ જો સમજીએ તો એક વાત નિશ્ચિંત છે અને તે આપણી આખી જિંદગી આપણે જે કંઇ વાવ્યું, તેની લણણી કરી તે બધામાં અહંભાવ આવ્યો એટલે દુઃખ પણ આવ્યું. જ્યારે તે કરવા બદ્લ પ્રભુએ તક આપી કે મને નિમિત્ત બનાવ્યો વાળી વાત આવે તોઅક્લ્પ્ય સુખનાં ઢગલા આવે છે. દુઃખ આવે છે તો કસોટી સોનાની થાય.. મારો વહાલો મને તાવી મારી અશુચિઓ સાફ કરે છે અને સુખ આવ્યું તો મારો વહાલો મરા પર મહેરબાન છે તેવી વાતોથી ભગવાન ને ગમતું અને આપણું નમતુ સ્વરુપ આપણે બનીયે છે.

મારા બાપુજી કહેતા જ્યારે દાંત પડવા માંડે,સ્મૃતિ ભ્રંશ થવા માંડે અને ઉંબરા ડુંગરા થાય ત્યારે મળેલા ઉપાધી વિહીન સમયમાં નજર હંમેશા સીધી રાખો.. ઉપર પણ નહીં અને નીચે પણ નહીં. કારણ કે આજ સમય છે જ્યારે “આજ” માં જીવવાનું છે.બંને “કાલ” નકામી છે ગઈ “કાલ” જતી રહી છે. અને આવતી કાલ તો હજી આવી નથી તેની ચિંતા છોડી દીધી એટલે નિઃસ્પૃહ થવાની વેળા આવી ગઈ. આ વિચાર ને સાક્ષરો વૃધ્ધત્વનો સ્વિકાર કહે છે.

પણ આળુ મન જેના વશમાં નથી તે સદાય દુર્યોધન ની જેમ જ્યાં સ્થળ છે ત્યાં જળ જોવાનું જ. તેથી કુટુંબ કબીલામાં પક્ષપાતી નહીં બનવાનું અને બની શકે તો થોડું ઘસાવાનું એવી નીતિ રાખો તો માંહ્યલો રાજી થાય..પેલા લોક્ગીતોમાં ગાયુ છે ને તેમ રામ રાખે તેમ રહીયે વાળી વાત દરેક વર્તનોમાં જ્યારે પ્રમુખ બને ત્યારે સૌને ગમતા થઇને રહેવાય.

આપણે જન્મતા ની સાથે બાળપણમાં મા હતી જે કહેતી આમ કર અને આમ ના કર..શાળામાં શિક્ષક એ કામ કરતા હતા.મોટા થયા ત્યારે કારકિર્દીની દોડ્માં સાથી મિત્રો હતા..પરંતુ ૬૦ વર્ષે હવે જ્યારે કોઇ કહેનાર નથી ત્યારે આપણી પાસે સૌથી મોટી એક સિધ્ધિ હોવી જોઇએ અને તે આપણા મન ને નાથવાની કળા. મન એ દોસ્ત પણ છે અને દુશ્મન પણ છે.એ નોકર હોવા છતા શેતઃ હોવાનું ઘમંડ રાખે છે તેથી જ તેના મરક્ટપણા ને ટાળવા અંદરનાં અવાજ્ને સાંભળવાની ટેવ પાડો તે જરૂરી થઇ પડે છે અને જે સમયે તમે આટલા બધા વર્ષોનાં અનુભવ સમા તમારા એ જ્ઞાન ( અંદરનાં અવાજ ને સાંભળવામાં નિષ્ણાત થઇ જશો) એટલે પહેલું જ્ઞાન એ લાધશે કે મનુષ્ય ભવનો આ એક નવો તબક્કો છે જેમાં તમારી પાસેનાં જ્ઞાન નું ભાથુ તમાર સંતાનો અને પૌત્ર પૌત્રી લેતા હોય છે.પણ આ તબક્કે નાના બાળક જેવી કુતુહલતા રાખજો પણ કેલક્યુલેટર અને કોમ્પ્યુટર રમતા ગુગલનાં જમાનામાં જ્ઞાન નું અભિમાન ના રાખતા કારણ કે એક્વીસમી સદીને વિજ્ઞાને વીસમી સદીને પાછળ પાડી દીધી છે. અને તેથી મારા દાદા જે કહેતા તે વાક્ય નો હું તો ભરપૂર ઉપયોગ કરું છું તે વાક્ય એટલે “ભાઇ અમારા જમાનામાં તો…કહી વાતની શરુઆત કરે કે જેથી નથી આવડતુ તે ના દેખાય અને પૌત્ર એમ કહીને નવી તક્નીકો શીખવે કે “દાદા આતો બહુ સહેલું છે.”

મૂળ વાત ઉપર આવું તમે તમારી ઉંમરે કરવાનું કરો માટે પહેલા સ્વિકાર કરો કે હું વૃધ્ધ થયો છું આ વૃધ્ધત્વ એટલે વૃધ્ધી પામ્યાની સમજણ છે..અને તેથી તમે ઘરેડમાં નથી જીવતા પણ જમાના પ્રમાણે જીવો છો.હવે ઉંમર થઈ મારે જાણવાની શું જરૂર? તે વાત ખોટી. ઉંમરની શરમે સંતાનો એક વખત કામ કરી આપશે પણ શીખવાની તૈયારી બતાવશો તો હોંશે હોંશે એ જેટલુ જાણતો હશે તે બધુ શીખવશે.

છેલ્લે આ ઉંમરે ધર્મ ધ્યાન તરફ વળી અંતરાત્માનું આધ્યાત્મિક જ્ઞાન જરુર લેજો કારણ કે હવે તમે જેટલું જીવ્યા છો તેટલું જીવવાનાં નથી. વાળી વાત સમજવી જરુરી છે તપ જપ અને નિયમો શરીરને શુધ્ધ રાખે છે.

અસ્તુ

વિજય શાહ
 

 

Advertisements
This entry was posted in વૃધ્ધત્વનો સ્વિકાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.