વ્રુધ્ધત્વ સ્વિકાર (૨) રશ્મિ જાગિરદાર

વૃદ્ધત્વ –ઘડપણ, આ છે તો એક શબ્દ જ. બીજા અનેક શબ્દો હોય છે પણ ખરા અને વારંવાર લખાતા-વાંચતા રહે છે. પણ આ એક શબ્દ -એનો જાણે ભાર લાગેછે. ક્યાંક અને ક્યારેક તો આ શબ્દ વાંચતી વખતે પણ જાણે ડર લાગે છે  હકીકતમાં ખુદ આપણે જ આ શબ્દને જાણ્યે અજાણ્યે ભારે ને ભારે બનાવતાં જઈએ છે. સૈકાઓથી ચાલતી આવેલી વાત છે. કે બાળક જન્મે અને જન્મે તે પળથી જ મોટું થતું જાય છે, વધતું જાય છે. પછી એ બાળક મનુષ્ય બાળ હોય કે, પ્રાણી બાળ કે પછી, વનસ્પતિ બાળ પણ કેમ ન હોય. જન્મીને વૃદ્ધિ પામવી એ જ જીવનક્રમ છે .એ ક્રમ પણ અચલ અને અફર છે. આટલું બધું જણાતા હોવા છતાં, આપણે એવું કંઈ વિચારતાં રહીએ છીએ કે, આ વૃદ્ધત્વને આપણે માણી નહિ શકીએ. માણવાની વાત તો બહુ દૂરની છે પહેલાં એનો સ્વીકાર તો કરીએ!

આપણે કોઈ લાંબા પ્રવાસે નીકળીએ ત્યારે ડેસ્ટીની  – અંતિમ સ્થળ સુધી પહોંચવા માટે, આપણે ઠેર ઠેર રોકાણ કરતાં કરતાં આગળ વધીએ છીએ. એવું જ સુગમ અને સરળ પણ પડે. આપણા પુરા જીવનના પણ કેટલાક પડાવ આવતાં હોય છે. એમાં જન્મ એ જીવનનો પહેલો પડાવ છે. દેખીતી રીતે જ પહેલાં પડાવ પછી બીજો પડાવ આવે જ. આ બીજા પડાવને આપણે  બાળપણ કહીએ છીએ. જીવનની અદ્ભુત પળો, આપણે આ બીજા પડાવમાં, માણતાં હોઈએ છીએ. ત્યાર પછીનો પડાવ એટલે કિશોરાવસ્થાને આંબવાની તૈયારી. આગલા તબક્કાઓમાં શારીરિક મર્યાદાઓ અને માનસિક મર્યાદાઓને લીધે ન માણી  હોય તે બધી મઝા, બાળક આ જવાબદારી વગરના પડાવ પર ભોગવી શકે છે. અને પછીનો પડાવ એટલે યુવાવસ્થા. પુરતી સમજ, પુરતી આવડત, પુરતું જ્ઞાન અને પુરતું ભણતર પામીને અહીં, આ પડાવ પર આપણે  સજ્જ હોઈએ છીએ. થોડું અનુભવનું ભાતું પણ પ્રાપ્ત હોવાથી આ પડાવ પણ સૌને ગમતો હોય છે.આ પડાવ બીજા પડાવોની સરખામણીએ ઘણો લાંબો હોય છે.અને એટલે આ પડાવ દરમ્યાન ઘણું શીખીએ છીએ, ઘણું મેળવીએ છીએ, કેટલુક ગુમાવીએ છીએ અને પૂરે પૂરું માણીએ પણ છીએ. આપણને સૌને ગમતી યુવાની વિષે, કેટલા બધા કવિઓએ સુંદર ગીતો લખ્યા છે. અગણિત ગીતો કમ્પોસ કરીને મધુર કંઠ વ્દારા ગવાયાં પણ છે.   એમાંથી કેટલાંક યાદગાર ગીતો આ રહ્યાં.

જોબનીયું આજે આવ્યું ને કાલે જશે…. જવાની જાયે  જાયે, જાયે   તો ફિર ના આયે…

આપણે યુવાનીના જોશમાં, રમમાણ થઈને ના કરવાનું કરીએ, કે પછી કરવા જેવું ના કરીએ તે માટેની જાગૃતિ આ ગીત આપણને શીખવાડે છે. અને એવી ચીમકી પણ આપે છે કે, કાલે આ પડાવ પણ છોડવાનો છે, એ ભૂલવાનું નથી મારા વીરા …!

અરે બાપરે.. આ પડાવ છોડીએ એટલે …એટલે…એટલે.. ના બાબા ના ડરવું નથી. આ હવે ના પડાવને પ્રૌઢાવસ્થા કહીએ  હા..શ હજી ઘડપણ નથી આવ્યું! આ અવસ્થાની પોતાની આગવી એક પ્રાપ્તિ હોય છે. વિશેષ દેણગી હોય છે. તમે પોતે ઘણી રીતે સમૃદ્ધ થયા હો છો. જીવનની ભાગદોડ ઘટી હોય છે. જવાબદારી વહેચાઈ જવાથી રાહત રહે છે, આ અવસ્થાને પણ આપણે પુરેપુરી માણીએ છીએ. મોટેભાગે ત્રીજી પેઢીના આગમનથી આપણે ખુશખુશાલ અને સુખમાં ડૂબેલા હોઈએ છીએ. હજી ઘરમાં આપણું જ રાજ ચાલતું હોય છે. એની ખુમારીથી તરબતર જીવન આપણે ભોગવીએ છીએ.

પણ..પણ હવે  આપણી રાતોની ઊંઘ ઉડવા લાગે છે. એ ઊંઘ ઉડવા માટેનાં કારણો પણ અનેક અને વિવિધ હોય છે. ઘૂંટણ  દ્દુખતા હોય, ફ્રોઝન સોલ્ડર સતાવતો હોય, ધબકારા વધી જતા હોય, એવી કંઈ ને કંઈ શારીરિક તકલીફ હોય. આ ઉપરાંત સાસરે રહેતી દીકરીની યાદ આવી જાય, પરદેશ રહેતો દીકરો આવતો ન હોય, કે ફોન ન કરતો હોય. ત્રીજી પેઢીનાં ટાબરિયાંઓની તબિયત બગડી હોય. આમ જીવ એક પણ ઊંઘ ઉડાડનારી વાતો અનેક હોય! અને એમાં તો જેટલાં ગુમડાંઓ વધુ એટલો દુઃખાવો પણ વધારે. એ ન્યાયે બાળકોની પલટન જેમ મોટી તેમ ચિતા વધુ. એમાંય જો પાછું દીકરાના પૈસાથી જીવવાનું હોય તો તો મર્યા. હા જેને પેન્શન આવતું હોય તે ઊંચા માથે જીવી શકે. એનો પણ એક કેફ હોય છે હં … અને કેમ ન હોય? નીચેનું એકજ વાક્ય આપણને ઘણું ઘણું સમજાવી દે છે.

“ઇફ ધેર ઇઝ પેન્શન, ધેર ઇઝ નો ટેન્શન, એન્ડ એવરી બડી પેઝ એટેન્શન!!!

(આ શબ્દો, મારા ભાઈ નિવૃત્ત થયા, ત્યારે આપેલી પાર્ટીમાં કહેલા, જે જીવનભર ભૂલાયા નથી. )

કેટલું મસ્ત નહિ?   પણ લો છેવટે આપણો ડરાવણો પડાવ આવી પહોંચ્યો. ઘડપણસ્તો. વૃદ્ધત્વ કહીએ લો ને, પણ ઝાઝો ફેર નહિ પડે, એ તો જે છે તે છે જ. હવે આ પડાવ જ્યારે આવીને પડ્યો જ હોય તો શું કરવાનું? એનો સહજ સ્વીકાર એ શાણપણ છે. નહિ સ્વીકારીને હાયવોય કર્યા કરીએ કે, હું તો કેટલો મોટો સાહેબ હતો હવે જો, ઉતર્યા અમલ કોડીના. કે પછી હું કેટલું સરસ ગાતી  પહેલાં! હવે જોને બોલવાનાય ફાંફા. સા… આવું જીવન!

આ ઘડપણ કોણે મોકલ્યા રે…

પણ ના એવું નથી કહેવું આપણે, આપણે  તો કહીશું–” મારી પાસે અનુભવનો ખડકલો છે, શિખામણોનો ઢગલો છે. જીવન સરસ રીતે જીવ્યાનો સંતોષ છે. મારા બધાં બાળકો માટે અનહદ પ્રેમનો પટારો  છે. બીજા માટે જીવવાનો સમય છે, દેશ માટે કઈ કરી છુટવાની અખંડ અને તીવ્ર ભાવના છે. અને ખાસ તો આ બધું કરવા  માટે, મારી પાસે સમય છે, સમજ છે.”

વૃદ્ધત્વ નો સ્વીકાર કરીશું તો જ સમાજે, દેશે અને દુનિયાએ આપણા  માટે જે કર્યું, તે કંઇક અંશે વળવાનો રૂડો અવસર મળશે.આધુનિક યુગમાં ડોકટરો, દવાઓ, યોગ આયુર્વેદ જેવા પ્રસાધનો આપણને છેક સુધી દોડતા રહેવાની, સાબદા રહેવાની સુંદર તકો પૂરી પડે છે. તો વૃદ્ધત્વ થી ડરવાનું શાને? તેનો સહર્ષ સ્વીકાર કરીએ અને જીવનના આ અનેરા પડાવને પણ મનભરીને માણીએ.તમે સ્વીકાર કરો કે ના કરો એ તો અતિથિની જેમ આવી જ જવાનું. જેમ તમે કોઈ કામ મોઢું ચઢાવીને કરો કે હસતાં હસતાં કરો. જો કામ કરવાનું જ છે તો ખુશીથી કેમ નહિ? તે જ રીતે આવી પડેલા વૃદ્ધત્વને, દુઃખ તળે દબાઈને ભોગાવો, કે પછી હસતાં રમતાં જીવનનો આ અંતિમ પડાવ પણ સુખેથી માણી લો. તો કેવું સારું લાગે? આવી પાડેલી વસ્તુનો અસ્વીકાર તો થાય જ ક્યાંથી? પણ એમ  આવી પડેલા ઘડપણને દિલથી સ્વીકારી, મોજમસ્તીમાં રહીએ તો લાગશે કે, જેટલું ધાર્યું હતું એટલું ડરામણું તો ધડપણ નથી જ.

તો હેવ એ હેપી વૃદ્ધત્વ …ઘડપણ મુબારક મિત્રો,

અસ્તુ,

રશ્મિ જાગીરદાર.

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to વ્રુધ્ધત્વ સ્વિકાર (૨) રશ્મિ જાગિરદાર

  1. wellwisherwomenclub કહે છે:

    ખૂબ જ સુંદર આલેખન બેના

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.