પ્રવૃત્તિમાં આનંદિત રહી વૃધ્ધત્વને હસ્તે મોંએ સ્વીકારો -ધીરજ ચૌહાણ

Dhirajbhai Chauhan-

સૃષ્ટિમાં અને જીવનમાં 4 અંકનું  અતિ મહત્વ  છે ,યર્જુવેદ , ઋગ્વેદ સામવેદ ,અથર્વવેદ ; ચાર દિશા ઉત્તર ,દક્ષિણ ,પૂર્વં ,પશ્ચિમ ‘ ચાર ખૂણા -ઈશાન ,અગ્નિ ,નૈઋત્ય અને વાયવ્ય ; ચતુર્ભુજ  દેવ દેવીઓ ,ચાર યાત્રા  ધામ ,સ્વસ્તિક સાથિયાની ચાર બાજુ ;   શુકનવંતા ચાર અક્ષર  શુભલાભ ;પ્રાણીઓના પગ ચાર આ તો સામાન્ય યાદી છે ,જીવનમાં પણ બાળપણ ,યુવાવસ્થા , પ્રૌઢાવસ્થા અને  વૃદ્ધાવસ્થાનો ક્રમ ભગવાને  બનાવ્યો  છે

જીવન છોડવું પડશે એ ભય થી માણસ કંપી ઉઠે છે ,શરીરના અંગો સાથ  ન આપે અને છતાં બીજાના ટેકે આશરે  તેને  ટકવું છે  જીવ છે તિયાં સુધી ભય છે  અને તેને જે પડકારી શકે તે જીવનને સાચા અર્થમાં   માણી જાણે છે ,આદ્ય કવિ નરસિંહ મહેતા પણ પોતાના કાવ્યમાં  પૂછે  છે ,,” આ ઘડપણ કેને  મોક્લ્યું ?” સંસ્કૃત સુભાષિત માં એક  શ્લોક છે –અંગ  ગલિતમ પલિતં મુંડમ દશન વિહીન જાતમ તુંડમ / વૃદ્ધો યાતિ ગ્રહિત્વા  દડમ  તદપિ ન  મું ચ્ય ત્યાં શા પીંડમ  // અર્થાત  ઘડપણ આવતા માણસના અંગો શિથિલ બનેછે ,માથાના વાળનો રંગ બદલાય છે ,દાંત પડી જાય છે અને લાકડીના ટેકે બીજાના   સહારા વિના  ક્યાંય જવાતું નથી ,દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ છે  છતાં તેની જીવવાની  જીજીવિષા નો મોહ છૂટતો નથી , તેની તૃષ્ણા    નિત નવા મનસૂબા કરે છે ,,,, આવી હાલત આવે તે પહેલા તેની સામે પડકારવા   આપણે આગોતરી તૈયારી કરવી પડે અને એ જરુરી પણ છે ,,,, સાવ ઉપાયો પણ તમને મક્કમ બનવવામાં  મદદરૂપ થશે

વૃદ્ધત્વ ભગાડો અનુભવના આનંદથી  આયુષ્યને   છલકાતું રાખો , મોટાભાગે માની લેવામાં આવે છે કે ૬૦ વરસ ની ઉમર થઈ જાય તો તે વ્યક્તિ વૃદ્ધ ની શ્રેણીમાં આવી જાય છે, , નોકરી માંથી સરકાર નિવૃત્ત કરી  દે છે, પોતાનો વ્યવસાય હોય તો કુટુંબીજનો આરામ કરવાનું કહેતા હોય છે ને માન જાળવી એક ખુરશીમાં બેસી જવાનું કહેવાય છે.

પણ સાચી હકીકત એ છે કે આ ઉમરમાં કામકાજ બાદ  આવેલો અવકાશ નો ખાલીપો તેને મુંઝવે છે ,નિવૃત્તિ મળ્યા પછી બધી ચિંતાઓ, ઉચાટ, ઉપાધી, તાલાવેલી માનસિક ઉપાધિથી મુક્ત થઈ પોતાની મન પસંદગીનું કામ કરવું. જેમ કે હરવું-ફરવું. ટી  વી જોવું રમત ગમત, છાપું વાંચવું કે સોશ્યલ કાર્ય કરવું. અસલી જીંદગી તો ૬૦-૭૦ વરસની ઉમરથી  જ શરૂ થાય છે. જ્યારે દરેક જવાબદારી થી મુક્ત થઈ મુક્ત જીવન જીવવાનો નિજાનઁદિ  લહાવો મળે છે. દીકરી-દીકરો સલાહ માંગે કે ક્યાંય તકલીફ માં હોય તો રસ્તો બતાવી દેવો. પણ વડીલપણું  દાખવી  કટકટ  ન કરવી  . પરંતુ આજ કાલ વૈજ્ઞાનિક યુગ નાની ઉમરમાં તેઓને ઘણું શીખવી દે છે.તેઓ પોતાના ભવિષ્યની જાતે  જ કાળજી રાખવામાં સક્ષમ હોય  જ એમ  માની ન લેવાય . પત્ની હોય તો તેનું મન રાખવું જરૂરી છે. કેમ કે આ  સમય પતિ/પત્ની ને એક બીજાના સાથની જરૂર હોય છે. અગર પતિ ન હોય તો પત્ની પોતાના દીકરા વહુ ઉપર નિર્ભર થઈ જાય છે. પતિ એકલા હોય તો તેમને એટલી ફિકર હોતી નથી, એટલે   જ આ ઉમર એક રૂમમાં, કે ખુરશીમાં કે એક ખૂણામાં  નિરાશ થઇ બેસવાની નથી, આ ઉમર થી નવજીવન શરૂ થાય છે, મુક્ત જીવન શરૂ થાય છે. સીનિયર થવા નો અર્થ એ નથી કે સીરીયસ બની જવું. સ્વભાવ પરિપક્વ થાય ઉમર ના લીધે, પરંતુ જીવનનો આનંદ લૂંટવા માટે આ જ તો સમય છે, ફરક માત્ર વિચાર, આજુ-બાજુ નું વાતાવરણ, સોસાયટી અને પડોશીઓનો હોય છે.

ખરેખર તો ૬૦ ની ઉમર પહેલાં   તો તન ને મન બને યુવાન હોય છે, તેમાં થનગનાટ હોય છે, પરંતુ ત્યાર પછી શરીર થાકતું જાય છે. શરીર એક મશીન છે તેને બરોબર તેલ પાણી મળે તો ફરીથી દોડતું થઈ જાય છે તેથીજ તન-મન ને સદા યુવાન સમજવું આપણાં પોતા ઉપર છે, તે માટે હંમેશાં સારા વિચાર, સેવા ભાવ,અન્ય ને મદદ, લોકો ની ભલાઈ અને સૌથી વિશેષ બીજાની ઈર્ષા છોડી તન-મન ને યુવાન રાખી શકીએ છીંએ.

ઘણાં લોકો સમજે છે કે ઉમર મોટી થાય એટલે સંસાર ત્યાગ કરવાનો ને સાદું જીવન જીવવું  તેને લીધે માણસમાં આત્મ-વિશ્વાસ ની કમી અને મન શિથિલ થઈ જાય છે, પરંતુ , જ્યાં સુધી જીવીએ છીએ   ત્યાં સુધી જીવનમાં ઉત્સાહ હોવો જરૂરી છે.

હવે તો દનિયાની ફિકર મૂકી આનંદ મય જીવન જીવવાનો   ખાસ્સો સમય છે. હા ક્યારેક વીતેલા જીવન નો સંઘર્ષ, ભૂલો યાદ આવે ત્યારે પશ્ચાતાપ થાય પરંતુ સમય વીતી ગયા પછી, એ દિવસો જતા રહ્યા પછી તેને યાદ કરી અત્યારનો સમય વ્યથિત ન કરવો. તમારો અનુભવ સમાજને, લોકોને ઉપયોગી થાય એવી રીતે સમયનો સદુપયોગ કરવાનો સમય છે. આ  ઉમરમાં નવજીવન મળે છે તેથી મન હૃદય ને આનંદ મય , પુલકિત રાખો.આપણા પોતા માટે અને અન્ય માટે જીવો. બેફિકર થઈને પોતાની લાઈફસ્ટાઈલથી જીવન જીવો. જીવન રસ મય લાગશે

. મોટી ઉમરની ઘણી વ્યક્તિઓ આજ કાલના જુવાનિયાઓને જીવનની દોડમાં પાછળ મુકી  દે છે. તો બસ ઉમરની જરા પણ ચિંતા ન કરી ઉત્સાહની સાથે જીવનના દિવસો પસાર કરો અને એક એક પળ ખુશીમાં વિતાવો. અધિક ઉમરની વ્યક્તિઓએ નક્કી કરી લેવું જોઇએ કે તેઓ પોતાની આત્મનિર્ભરતા ન મૂકી દે. જ્યાં સુધી થાય ત્યાં સુધી પોતાના પગ પર ઉભા રહેવાની ભરપૂર ચેષ્ટા કરે. આર્થિક આત્મનિર્ભરતા આમાં પરમ શ્રેષ્ઠછે.

જો આપ એકલા/એકલી છો તો પોતાની ઉંમરનો/ઉંમરની જીવન સાથી ગોતી જીવનની મજા લેવામાં ચૂકશો નહીં, આજ કાલ દીકરો/દીકરા પણ માતાની જાન આવે તો વધાવે છે અને નવા પપ્પા સ્વીકારે છે અને પપ્પાની જાનમાં જઈ નવી માતાને લઈ આવે છે, વર્તમાન જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે એને  આવકારવામાં  મજા છે, પોતાની લાઈફસ્ટાઈલ બનાવી રાખો, જે થવાનું છે તે તો થઈને  જ રહેશે, તો પછી તેના ઊપર વિચાર કરી પોતાને  દુઃખી શા માટે બનાવવું. પ્રત્યેક રાજ્યમાં જયેષ્ઠનાગરીકોની સંસ્થા સ્થાપિત થઈ ગયેલ છે, સરકાર પણ  મોટી ઉમર વાળી વ્યક્તિઓની ઘણી મદદ કરવાની  કોશિશ છે, વૃદ્ધ શબ્દને પોતાના મનના શબ્દકોષથી  રદ્દ  કરો , જીવન ખુશ હાલ થઈ જશે, ઉમર વાળી વ્યક્તિ પોતાને યુવાન માની જીવન જીવે. ૬૦-૭૦ વરસની ઉમરની વ્યક્તિ મનથી તો યુવાનજ હોય છે.

યાદ રાખો તમારા  ચહેરાની ચામડીની કરચલીઓ  અનેક અનુભવોથી    ખમતલ બનેલી હશે  ,તમારા હાથના કંપનમાં વાત્સલ્યની  છુપી ગુંજ હશે ,હાલતી ડોક અને લથડતી કાયા , ડગુમગુ થતા પગ ,કરમાયેલો ચહેરો  હૂંફ ,પૂજય ભાવ ઈચ્છતો હશે  પણ આજના જમાનામાં  તે અતિશયોક્તિ  ગણાય તેવી હાલત છે  તેથી આવી  હાલત થાય તે પહેલા જ  ,,,,જે કઈ કરવાનું છે તે  આજ , હમણાં અને અત્યારે જ કરવાનું છે –   આવતી   કાલઃ તમારા હાથમાં નથી। કારણ  તમારી પાસે  તે વખતે સમય ,શક્તિ  નહિ હોય અને કાયા પણ સાથ નહિ આપે  . તેથી જાગો અને વૃદ્ધત્વને  હસતા મોંએ   સ્વીકારવા  કટિબદ્ધ બનો ,હા ,તમને યાદ હશે જગતની મોટા  ભાગની શોધો ઘડપણમાં થઇ છે ,સર્વોત્તમ લેખન કાર્ય સર્જકોએ ઘડપણમાં કરેલું છે ,,,નિવૃત્તિમાં પ્રવૃત્તિ ,,એ  મંત્ર અપનાવો ,,,,,,,,,,વૃદ્ધત્વ ભગાડો ,,,,,,,,

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.