“પ્રતિજ્ઞા” પતંગીયુ- ૭ રશ્મિ જાગીરદાર

patangiyu

 

અંકિતને કાપો તો પણ લોહી ના નીકળે તેવી હાલતમાં મુકનાર બીજું કોઈ નહિ સુમી જ નીકળી, એ વાત જ અંકિતને માટે અણધારી અને અકલ્પનીય હતી. તેને સુમી પર ભયંકર ગુસ્સો આવતો હતો. તેને થયું આ સા… મારો પીછો જ નથી છોડતી.દર વખતે કબાબમાં હડ્ડી બનીને નડ્યા કરે છે, એનો મારે ફેંસલો પડવો પડશે.તેને ગુસ્સો તો દર્શના પર પણ ખુબ આવ્યો. આ દર્શનાડીને બેનપણીઓ બનાવવા શિવાય કંઈ કામજ નહોતું, કે શું? જેને પકડીએ તે બેનપણી! પણ આ બધા ગુસ્સાને પડતો મુકીને કહે,” ઓહ વાહ, તમે ત્રણે સખીઓ છો? તો તો સરસ થયું, મારી વ્હાલી પત્નીની સખીની જ મેં હેલ્પ કરી છે.. સુમી તું ધારે છે તેવું કંઈ જ નથી. હું તો હેલ્પીંગ નેચરનો માણસ છું, તેમાંય સ્ત્રી-સન્માન તો મારા લોહીમાં વણાયેલું છે. આઈ રીસ્પેક્ટ લેડીસ એન્ડ ઓલ્વેઝ વોન્ટ તો હેલ્પ ધેમ. ચાલ હવે તું આવી ગઈ છે તો હું રજા લઉં , ટેઈક કેર.” અને બીજું કોઈ કંઈ બોલે તે પહેલાં જ બારણું ખોલીને બહાર નીકળી ગયો.

નીકળ્યો તો ખરો, પણ અંકિત જાણતો હતો એક બાજુ કુવો ને બીજી બાજુ છે તો ખાઈ જ છે. આ બે બલાઓમાંથી તો માંડ છટક્યો છું પણ હવે પેલી ત્રીજી કાયમની બલા ઘેર બેઠી છે, તેની સાથે કેમના માથા ફોડીશ? તેણે ડરતાં ડરતાં ડોરબેલ માર્યો. પણ મનમાં થયું ક્યાંક થોભીને મારે આ બાયડીના બાવન સવાલના જવાબ તૈયાર કરવા જેવા હતા.એક સેકંડ તો તેને થયું બારણું ખોલે તે પહેલાં ભાગીને ક્યાંક બેસી જાઉં અને થોડી તૈયારી કરું. અંધારું તો થઇ જ ગયું હતું. તે ઝડપથી પાછો ફર્યો. અને દર્શનાનાં બોમ્બાર્ડિંગ થી બચવા પાર્કના દરવાજે મુકેલા એક બાંકડે બેસી ગયો.મન વિચારમાં ડૂબી ગયું. શું પૂછશે આ દર્શના ?   શું જવાબ આપીશ? ચાલ આજે હું એક પ્રતિજ્ઞા જ લઇ લઉં કે હવેથી મારે આવાં લફરાંમાં પડવું જ નથી. આપણી પાસે દર્શના તો છે જ ને? એનાથી જ ચલાલવું છે હવે તો બસ. પછી કોઈ ઝંઝટ તો નહિ.

આંખો બંધ કરીને અંકિત બેઠો હતો. તે થોડા ડરથી અને થોડા પસ્તાવાથી સાવ નર્વસ થઈને જાણે હારી ગયો હોય તેમ બેસી રહ્યો. તે એ પણ જાણતો હતો જેમ વધુ મોડું તેમ સવાલ વધુ થવાના, પણ જવાબ રૂપે કઈ સુઝે તો ને? તેને લાગ્યું બાજુમાં કોઈ આવીને બેઠું છે. આટલા મોડા કોઈ મારા જેવો અભાગીયો ભાયડો જ હોય, અને ધારો કે કોઈ સુંદરી કે ઇવન ખુદ પરી હોય તોય શું ફેર પડે છે? આપણે તો પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા – નો લફરાં! કોણ છે તે જાણવાની તાલાવેલીની પરવા કર્યા વગર અંકિત બેસી જ રહ્યો.

ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, ઇસ દુનિયાસે નહિ ડરેંગે હમ દોનો….. બાજુમાં બેઠેલા એ જણ નો મોબાઈલ રણકી ઉઠ્યો. અનાયાસ જ અંકિતે એની સામે જોયું . એક રૂપાળો જણાતો છોકરો ફોન લઈને થોડે દુર જઈને વાત કરવા લાગ્યો. વાત કરીને એ પાછો અંકિતની બાજુમાં જ બેઠો.અને કહ્યું,”હાઈ, ગુડ ઇવનિંગ સર. ” ” યા યા ગુડ ઇવનિંગ.” ” સર મેં જીવન દર્શન ફ્લેટ મેં અભી રહને આયા હું. નયા હું . આપ ભી આસપાસ મેં રહેતે હોંગે.” ” હા ઠીક સમઝા, મેં આપકે બાજુવાલે ફ્લેટ મેં હું.” સર આપને ખાના ખાયા? ” અંકિતને યાદ આવ્યું પોતે ખરેખર ભૂખ્યો છે. કહે,” નહિ.” ” આપ ચલીયે યહાં નઝ્દીક્મેં ચલકે કુછ ખા લેતે હે.” અંકિત એ રૂપાળા છોકરાને ના ન પાડી શક્યો. આમ પણ હજુ દર્શનના સવાલોની તોપ સામે ઝઝૂમવાની તાકાત ક્યાં હતી?બંને જણા ઉઠીને ચાલવા લાગ્યાં…

અંકિત હજી અપસેટ હતો એટલે છોકરાની સાથે ખાસ કઈ વિચાર્યા વગર ચાલતો હતો.પાર્કની બીજી બાજુ એક રેસ્ટોરેન્ટમાં છોકરો લઇ ગયો. “સર મેરે ખયાલ સે યહાં અચ્છા ખાના મિલતા હોગા, આપ તો યહાં આતે રહેતે હોંગે” “નહિ, મેં પાર્ક કે ઇસ સાઈડમેં કભી નહિ આતા, લગતા હે એ નયા હી શુરુ હુઆ હોગા.” બંને મેનુ જોવા લાગ્યા, વાનગીઓનું લીસ્ટ અને કિચનમાં થી આવતી સુગંધે અંકિતની ભૂખને તીવ્ર બનાવી. બંને એ પોતપોતાને ભાવતી ડીશીસ મંગાવી અને મંડી પડ્યા જમવા. અડધું ખાધા પછી બંને વાતો કરવા લાગ્યા. ” આપ અકેલે રહેતે હો?” ” હા, સર જોબકી તલાશમેં આયા હું.અકેલા હી હું.” “ઓર આપ?” ” તુમ્હારી શાદી નહિ હુઈ અભી?” ” નહિ સર, આપ ભી ફેમીલીકે સાથ તો નહિ હોંગે વરના મેરે સાથ યું બહાર ક્યું ખાતે?” ” ક્યાં નામ હે તુમ્હારા ? ” બીલ આપવા માટે છોકરો પૈસા કાઢવા ગયો ત્યારે અંકિત કહે ,” રહેનો દો અભી તુમ્હારી મૂંછે ભી નહિ ફૂટી, મેં બડા હુ.” બીલ ચૂકવીને અંકિત ફરીથી પાર્કની પેલી તરફ જવા લાગ્યો. તે ત્યાં પહોંચીને ફરી બેંચ પર બેસી ગયો. ” સર મેં અબ નીકલુંગા, આપ બેઠીયે .” “હાં ક્યાં નામ બતાયા તુમને” ” સની મેરા નામ હે સર ક્યાં કલ ભી આપ યહાં હોંગે ? ” ” હા કલ છે બજે આના બાતેં કરેંગે.”બંને ને જાણે એકબીજા માં રસ જાગ્યો હોય તેમ બીજે દિવસે મલવાનું નક્કી કર્યું. અંકિત હજી દર્શના તરફના પ્રશ્ન રૂપી મારા માટે તૈયાર નહોતો. વિચાર કરતો થોડી વાર બેઠો પછી ધીમે પગલે ઘર વળ્યો.

ઘરે જઈને ડોરબેલ માર્યો. થોડીવાર માં દરવાજો ખુલ્યો.–કેમ આટલું બધું મોડું?– એવા સવાલની અપેક્ષા હતી પણ દર્શના ડોર ખોલીને તરત પાછી બેડ રૂમમાં જઈને સુઈ ગઈ. અંકિતને   થોડી રાહત થઇ, તે શુઝ કાઢીને અંદર ગયો. “અંકિત, સોરી પણ આજે બપોરથી મને તાવ છે સખત માથું દુખે છે એટલે મારાથી રસોઈ નથી બની,પ્લીઝ, તું આજે દુધ-સીરીયલ ખાઈ લઈશ? ” “હા, તું ચિંતા ના કર, મારે ઓફિસમાં મીટીંગ હતી તેમાં થોડો નાસ્તો કર્યો છે.” દર્શનાએ બગાસું ખાધું અને કહ્યું “ગુડ નાઈટ ડીયર.” ” શુભ રાત્રી.” કહીને અંકિતે નિરાંતનો સ્વાસ લીધો. પરિક્ષાની તડામાર તૈયારી કરી હોય ને પરિક્ષા બંધ રહી હોય તેવું થયું.થાક અને ચિંતાને લીધે પથારીમાં પડતા જ તે ઊંઘી ગયો.

બીજા દિવસે રાબેતા મુજબ પાર્કમાં વોક માટે જવા વિચાર્યું, પણ પછી થયું, આ મોર્નિંગ વોકમાં જ બધી માનુનીઓના દોડતા, અડધા ખુલ્લા શરીર જોઇને હું લલચાઈ જાઉં છું. પણ મેં તો હવે લફરા ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એટલે હવે આજથી સાંજે જ ચાલવા જઈશ અને કલાક સની સાથે વાતો કરીશ એ સારું પડશે. દર્શના એ પણ કહ્યું, “તું વોક માટે જઈ આવ ત્યાં સુધી હું નહી ધોઈ લઉં.” ” ના ડીયર, મેં આજથી નક્કી કર્યું છે કે, સવારે હું તને કામ માં મદદ કરીશ અને વોક માટે સાંજે છો વાગે જઈશ.” બંને એ સાથે બેસીને વાતો કરી છાપાની ચર્ચા કરી અને રસોઈ પણ સાથે જ બનાવી દર્શના જાણે ખુશ હતી અંકિત પણ વિચારતો હતો મારી પત્નીમાં શું ખામી છે તે હું બીજે ફાંફા મારું છું.

” અંકિત મારી મમ્મીની તબિયત પણ સારી નથી મને પણ હવે થોડું સારું છે હું અઠવાડિયું જઈ આવું?” ” હા ચોક્કસ જઈ આવ.” ” કનુકાકા ગાડી લઈને જવાના છે, બારેક વાગે નીકળશે તો હું એમની સાથે જઈશ, પ્લીઝ તું તારું અને ખાસ તો ખાવાનું ધ્યાન રાખજે.” ” ચિંતા ના કર હું મેનેજ કરી લઈશ, તું નીકળજે મારી પાસે ચાવી છે જ.” તેણે પત્નીને ભેટીને વિદાય આપી. સાંજે ઓફિસથી સીધો અંકિત પાર્કમાં ગયો હજી છો નહોતા વાગ્યા પણ તેણે જોયું કે સની દુરથી તેની તરફ આવતો હતો. ” ગુડ ઇવનિંગ ” ” હા સની જોબકા કુછ હુઆ?””નહિ સર, અભી કહાં ? ” ” આપકા નામ નહિ બતાયા આપને.” અંકિત” “ઓક, સર આજ ચલીએ મેરે ઘરકા વ્યંજન ચખ કે દેખો.” અંકિત અને સની   જીવનદર્શન ફ્લેટમાં બીજા મળે સનીના ઘરે પહોચ્યા. ગયા એટલે એક સ્ત્રી પાણીના ગ્લાસ લઈને આવી, તેનું મો ઘૂંઘટમાં હતું પણ અંકિતની નજર તેના ઘૂંઘટ નીચેના ભાગે જઈ ચઢી.અને લો નેક વાળી કાંચળીમાંથી ઉભરતા યૌવન પર ચોંટી ગઈ. તેણે પાણી લઈને પીધું પણ પતંગીયા જેવું ઉડતું મન કઈ બીજું જ પીવા લાગ્યું. થોડીવાર પછી સનીએ કહ્યું ,”રાણી,ખાના લગાઓ.” અંકિત એ સાંભળીને હરખાઇ ઉઠ્યો -હાશ, ફરીથી એ કમનીય કાયા મારી આંખોમાં ઉતારીશ.-   વિચારીને ઉત્સાહથી પુછવા લાગ્યો,” કોણ છે આ રાણી? તુમ ગુજરાતી સમજાતે હો ના?” ” હા , અને આ રાણી તો ગુજરાતી જ છે મેં રસોઈ અને બીજા કામ માટે રાખી છે.” રાણી પણ મહેમાનની સરભરામાં દિલોજાનથી પરોવાઈ ગઈ. વારે વારે આ ચટણી સરસ છે.થોડી લો સાહેબ.” કહેતી જાય ને અંકિત તેના અન્ગોપાંગના ડોલનને માણતો જાય. એને એજ સમજાતું નહોતું કે, ભૂખ વધે છે કે ઘટે છે. એકવાર તો પીરસતી રાણીનો હાથ પકડીને કહ્યું બસ બસ હવે વધારે નહિ.” પણ ચહેરો તો ઢાંકેલો હતો તેના ભાવ જોવા મુશ્કેલ હતાં. પણ જે જોઈ શકતું હતું તે અદ્ભુત ઉમંગ પ્રદાન કરતુ હતું. હવે આ દર્શન વિના જીવવું અંકિત માટે સંભવ નહોતું. તેણે સનીને કહી દીધું,” સની તુમ જોબકી ચિંતા મત કરો મેં અપની કમ્પનીમે બાત કરુંગા, ઓર ભી પહેચાન હે. કલસે મેં યહાં આ જાઉંગા હમ ઓન લાઈન એપ્લીકેશન ડાલતે રહેંગે.”

બીજા દિવસે તે ઓફિસથી વહેલો નીકળીને દાળવડા લઈને સનીના ઘરે પહોંચી ગયો.ડોરબેલ વગાડ્યો તો રાણી એ જ દરવાજો ખોલ્યો. તરસતી આંખો ઠરી, ” સની દેખો મેં નાસ્તા લાયા હું. રાણી ઇસકો પ્લેટ મેં લે કે આઓ.” રાણીને પેકેટ આપતી વખતે હાથનો સ્પર્શ માણી લીધો. એટલામાં સની બાથરૂમ માંથી બહાર આવ્યો. ” અરે વાહ અંકિત ભૈયા, બડી અચ્છી સ્મેલ હે મઝા આયેગા.” વાતોમાં અંકિતે જાણી લીધું કે સની સાંજે કેટલા વાગે આવે છે અને રસોઈ માટે રાણી કેટલા વાગે આવે છે. તેણે સનીને કહ્યું, ” સની, મેરી વાઈફ આઠ દીનકે લિયે માયકે ગઈ હે . તો હમ સાથમે હી ખાના ખાયેંગે કભી મેં ખુછ લેકે આઉંગા કભી રાણીકે હાથકા ખાયેંગે.

“આવું ત્રણ દિવસ ચાલ્યું. ચોથા દિવસે ઓફિસમાં અંકિતને થોડું મોડું થયું. ખાસું અંધારું થઇ ગયું હતું તે સનીના ઘરે ગયો તો સની હજી આવ્યો નહોતો. રાણી રસોઈ બનાવતી હતી, વચ્ચે વચ્ચે “પાણી આપું? ચા પીવી છે ?” એમ કંઈ ને કંઈ પુછવા આવતી. રોજ તો સનીની હાજરી માં સંકોચ થતો આજે અંકિત મન ભરીને નીરખતો રહ્યો. કૈક માંગીને આંગળીઓને સ્પર્શતો રહ્યો. રસોઈ થઇ ગઈ પણ સની હજી આવ્યો નહિ. એટલે રાણી કહે,” હું નીકળું સાહેબ, સની ભાઈ તો ના આવ્યા.”અંકિતને ધ્રાસકો પડ્યો. કહે ,” ના રાણી બેસ થોડી વાર આપણે વાતો કરીએ.” રાણીને સામે બેસાડીને અંકિત વાતો કરતો રહ્યો. થોડીવાર પછી સનીનો ફોન આવ્યો તેણે કહ્યું,” આપ ખાના ખા લીજીએ બાદમે આપ ઓર રાણી ચાલે જાઓ. આજ મેં એક રીલેટીવકે   યહાં રુકને વાલા હું.”

અંકિતના મન સાપો સળવળવા માંડ્યા, પણ -નો લફરાં -ની પ્રતિજ્ઞાનું શું? રાણીએ જમવાનું પીરસ્યું.પણ તેને ખાવામાં રસ નહોતો. તેણે રાણીને કહ્યું, “તું પણ મારી સાથે બેસીને જમ.” ” હા સાહેબ પણ મારો ઘૂમટો નહિ ખોલું. બાકી તમે જેમ કો તેમ.” અને એમજ થયું સળંગ પછીના ત્રણ દિવસ સની ઘેર આવે તે પહેલાં રાણી પાસેની ની ચાવી દરવાજો ખોલતી. તરત જ અંકિત આવી પહોચતો. ….

આજે તો દર્શના આવી જવાની હતી. કોણ જાણે કેમ અંકિત આજે ઉત્સાહપૂર્વક ઓફિસથી સીધો ઘરે આવ્યો. પત્ની હજી આવી નહોતી તેને ફોન કર્યો.તો જાણવા મળ્યું કે આવતાં આઠ વાગશે. તે સનીના ઘરે પહોચ્યો તો રાણી રસોઈ પતાવીને નીકળતી હતી.તે જોઈ રહ્યો થોડી વાર સની સાથે વાતો કરીને તે ઘરે પહોચ્યો, બેલ માર્યો પણ બારણું ના ખુલ્યું એટલે પોતાની ચાવીથી ખોલીને અંદર આવ્યો.ડ્રોઈંગ રૂમની લાઈટ ચાલુ કરીને તે ચેઈંજ કરવા બેડ રૂમમાં ગયો.તો સામે રાણી ઉભેલી, તે ભાન ભૂલ્યો અને તેને જકડી લીધી. પણ પછી અંકિતને ભાન આવ્યું.- હમણા દર્શના આવશે- અને મેં તો લફરાં ના કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે કહ્યું,” રાણી તું અહીં કેવીરીતે? પ્લીઝ તું અત્યારે જા. રાણી ધીમા પગલે બારણા તરફ ગઈ અને લાઈટ કરી એ પ્રકાશમાં રાણીનું રૂપ જોતો રહેલો અંકિત તેને ફરી વ્હાલથી પકડીને ઘૂંઘટ ખોલે છે. અને ચીસ પાડી ઉઠે છે ,”દર્શના તું?” ” હા મારા પ્રાણ, તને પામવા હું કંઈ પણ કરી શકું, તું હવે મને ના છોડીશ.”

“હાહા હાહા, અંકિત,કેવું રહ્યું?” એમ બોલનાર બીજું કોઈ નહિ સની હતો તે જોઇને અંકિત આશ્ચર્યમાં ગરકાવ થઈને જોઈ રહ્યો.અને જેવી સનીએ પોતાના માથા પરની વિગ દુર કરી, અંકિતે ચોંકીને ચીસ પાડી. “સુમી તું?”

 

 

Advertisements
This entry was posted in પતંગીયુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.