હ્રદયનું હેત “પતંગીયુ” ૧૦ કીરિટ ભક્તા

patangiyu

દર વખતે ગુસ્સે થતી દર્શના ઉપર અજમાવેલી એક પણ ટ્રીક આજે કામ નથી કરવાની એવું જાણતા અંકિતે ઇશારો કરીને મારીયાને કહ્યું તુ જા. દર્શનાની આંખમાં થી અંગારા વરસી રહ્યા હતા..અને સાથે સાથે આ અંકિત સાથે ગુજારેલા વર્ષો દરમ્યાન પોતે કેટલી બેવકુફ હતી નું જ્ઞાન તેને રંજાડતું હતું.

મારીયા કહે “પણ કેમ? આ તમારા પત્ની હશે તો તેઓ પણ આપણી સાથે લંચ લેશેને?”

અંકિતનાં તો મોં માં જાણે શબ્દો આવતા આવતા રહી ગયા ત્યાં દર્શના બોલી “ હા. હું અંકિતની વાઇફ છું અને તે મને ચીટ કરવા મથતો હોય તો આજે તેના પર માછલા હું ધોઇશ. તમને સાક્ષી બનવું ગમશે?” કહીને અંકિતને ધબેડવાની ચેષ્ટા કરી એટલે મારીયા કહે..” એને ધબેડવામાં મદદ કરું?”અને રણચંડી ની જેમ અંકિત સામે જોતા બોલી..”યુ લાયર.. યુ વેર ચીટીંગ મી ટુ?” છણકો કરીને મારીયા નીકળી ગઈ અને તેનો વાઇન પણ લેતી ગઈ.

સમયની ક્ષણો સરકી રહી. દર્શના ની આંખો ભરાઇ ગઈ..દાઝ તો ખુબ ચઢી હતી પણ મન નો માનેલો હતો તેથી બોલી..” અંકિત..આ એક્વીસમી સદી છે. લફરા હું પણ કરી શકું છું પણ તારાથી તે નહી જીરવાય..પત્ની ને સીતા જેમ રાખવી હોય ને તો રામ જેવા નિયમનો પણ શીખવા પડશે..કૃષ્ણ ની જેમ લીલા કર્યા કરશો તો સીતા પણ રામ ત્યાગ કરી શકે છે…બાળક તો તું મને આપી શકે તેમ નથી પણ હું તો તારી આ રીતે બાળક લાવી શકું છું સમજ્યો?

અંકિતના પગ નીચે થી ધરતી સરકી ગઈ…

“દર્શુ તું શું બોલેછે તેનું તને કંઇ ભાન છે?”

જા હવે તું તારી રીતે છુટ્ટો અને હું પણ મારી રીતે છુટ્ટી સમજ્યો?

અંકિતનાં મોઢા ઉપર શંકાનાં સાપોલીયા ફરતા જોઇને દર્શનાને રમુજ થતી હતી.

અંકિતને સુમિનાં વાક્યો યાદ આવ્યા તે કહેતી હતી સુધરી જા..દર્શના જેવી જીવન સાથી નાં વિશ્વાસ સાથે આમ વારંવાર ના ખેલ..એ બગડશે તો તને ભોં ભારે પડી જશે..કહેવત છે ને

જેની ચા બગડી તેની સવાર બગડી.. જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો

જેનું અથાણુ બગડ્યુ તેનું વરસ બગડ્યુ જેની બૈરી બગડી તેનો ભવ બગડ્યો

દર્શના આગળ બોલી તું તો કાચો ખેલાડી છે તેથી પકડાઇ જતો હતો…પણ જ્યારે મારા જેવી વિફરે ત્યારે ખબર પણ નહીં પડે અને પારકી માટીને આખી જિંદગી ઉછેરવામાં તને બાપનાંબાપ બોલાઇ જશે..સમજ્યો?

ધમકીનાં દોર ની અસર સારી થતી હતી. દર્શનાને એક બાજુ થતું હતું કે આ કડકાઇ જરૂરી છે પણ તેને ગમતું ન હતું પણ ડોક્ટરની જેમ ભારે ડોઝ આપ્યા સિવાય આ સુધરે તેમ પણ ક્યાં હતો?

અચાનક અંકિત દર્શનાને પગે પડી ગયો..”દર્શુ!..મને માફ કર.”

સટ્ટાક દઈને તેના ગાલ પર લાફો રશીદ કરતા દર્શના બોલી “ કાયર! પગની નીચે રેલો આવ્યો ત્યારે પાણીમાં બેઠો?”

“દર્શુ…એ બધી બે પાંચ મીનીટની મજાક છે..સાચુ માન મને તારા સિવાય કોઇ જ નથી ગમતુ…” એની કાકલુદી ચરમ સીમા પર પહોંચે અને દર્શના પીગળે તેવી કોઇ જ શક્યતા નહોંતી.દેખાતી.

એને પોતાની નબળાઇ ઉપર ગુસ્સો આવતો હતો..દસ વર્ષનાં લગ્ન જીવનમાં દર્શનાએ બધું જ આપ્યુ હતું..એક સંતાન સિવાય..અને પરિક્ષણોએ સાબિત કર્યુ હતું વાંક તો અંકિતનો જ હતો..દર્શના તો તેને સહતી હતી. એ ધારત તો ઘણું કરી શકતી હતી.. પણ તેણે કદી કશું જ કર્યુ નહોંતું…પણ આજે એ વિફરી છે.. ખરેખર કંઇક એવું કરશે ર્તો?

એને પોતાની જાત ઉપર ઘૄણા થઈ રહી હતી..બે હાથે માથુ પકડીને તે બેસી રહ્યો. આ સાલું કેવું ક્યારેક કંઈ ગુમાવવાનું આવે ત્યારેજ તેની કિંમત સમજાય? દર્શુ અને તે બીજાનું સંતાન ધારણ કરશે?

બીજે દિવસે ઓફિસમાં માર્કેટીંગ પી આર ઓ જુલીયા બૉઝ આવવાની હતી. સુમી ને તે દીઠ્ઠીય ગમતી નહોંતી પણ બૉસ હોય તેને મો ઉપર થોડું કહેવાય? દિલ્હીની હાઇ સોસાયટી માં સિંગલ વુમન તરીકે તે કુખ્યાત તો હતી..પણ માર્કેટીંગનાં કામો માટે ફ્રંટ અને કોઇ પણ છોછ વગર જીવતી- બૉસનું સ્પેર ટાયર કહેવાતી જુલીયાએ જ્યારે ઓફીસમાં દાખલ થઇ ત્યારે પટાવાળથી માંડીને બધા સ્ટાફની સલામી ઝીલતી બૉસની કેબીનમાં ગઇ ત્યારે સુમીએ મોં બગાડ્યુ તે અંકિત જોઇ ગયો.સૌ માનથી જોતા જુલીયાની નસે નસથી વાકેફ સુમી તેને સુધરેલી સોસાયટીની વારાંગનાની જેમ જોતી.

સાંજે તેનાં માનમાં પાર્લાની પૂનમ રેસ્ટોરામાં આખો સ્ટાફ જમવા ગયો ત્યારે ટેબલ ઉપર સુમી અંકિત અને જુલીયા બૉસ સાથે ટેબલ ઉપર બેઠા.દિલ્હી વાળા બૉસ ને તો ફોન આવ્યો અને તે ટેબલ ઉપર્થી દુર થયા ત્યારે સુમી, જુલીયા અને અંકિત બેઠા હતા અને વાત નો દોર શરુ થયો… કી ક્લબ નાં દુષણ થી કંટાળીને તેણે મી બૉઝથી સેપરેશન કરેલું.પણ પછી થી એનીમલ સ્પીરીટ અને સ્ત્રી ઇચ્છા ઉપર વાત લાવતા તે બોલી જેમ પુરુષોને પત્ની સિવાય અન્ય સ્ત્રીમાં જે આકર્ષણ થાય તે શું સ્ત્રીઓને ના થાય? જનીન અંગ સિવાય બધું જ શરીર અને મન આમ તો સરખું જ હોય છે પણ સમાજે પુરુષ માટે જુદા અને સ્ત્રી માટે જુદા નિયમો બનાવીને ભાગલા પાડી દીધા છે. અમેરિકામાં આવું નથી. દરેક સંબંધોમાં એક મેકની મરજી પુછાતી હોય છે..અને તે ભંગ થાય તો તેની સજા પણ એક સરખી જ હોય છે.

સુમીએ અર્થ પૂર્ણ નજરે અંકિત સામે જોયું અને જુલીયા સુમી સામે જોઇને હસી..અંકિત નીચું જોઇને ખાતો રહ્યો ત્યારે જુલીયા વધુ આક્રમકતા થી બોલી ફુલે ફુલે ફરતો માણસ પતંગીયુ કહેવાય પણ એવા પતંગીયાથી બોટાતા પુષ્પને કોઇ ચરિત્ર હીન નથી માનતું કેમ અંકિત બરોબરને? હવે અંકિતને લાગ્યું કે હવે બોલવું જ પડશે..” હા મેમ મેં પણ સાંભળ્યું હતું કે અરબોમાં તો આવા પુરુષોની જનનેન્દ્રિય કઢાવી નાખતા હોય છે.”

 

“આપણા મુંબઈમાં આ નિયમ દાખલ કરે તો કદાચ અડધુ મુંબઈ …”કહીને સુમીએ વાત ને છોડી દીધી.

જુલીયા કહે “આઇ ડોંટ લાઇક ઇટ”

“વોટ?”

“આઈ ડોંટ લાઇક કે દાંપત્યજીવનનાં નામે મન મારી ને કોઇ જિંદગી જીવ્યા જ કરે અને અનિચ્છાએ પણ બાકીની જિંદગીમાં ઘૂંટાયા કરે”

અંકિત કહે “તેથી તો હવે સંસ્કાર રહ્યા નથી. છૂટા છેડાનું પ્રમાણ વધી રહ્યું છે.”

જુલીયા કહે અમેરિકામાં એક સ્પેનીશ તેની જાણીતી હોટેલમાં તેની જાડી પાડી પત્ની ને લઇને હેપી વેલેન્ટાઇન ફંક્શન માટે આવ્યો ત્યારે ટેબલ ક્લાર્કે એટલું જ પુછ્યું તમારો ફેવરાઈટ રૂમ જ આપુને? અને પછી તો પેલી પત્ની તેને ધીબેડવા જ માંડી..’સાચુ બોલ કેટલીને લઈને અહીં આવતો હતો?”

બધા હસતા હતા

બૉસ ફોન પતાવીને આવી ગયા હતા અને આ ચર્ચા અધુરી રહી પણ સુમિથી ના રહેવાયુ અને તે ધીમે રહીને અંકિત સામે જોઇને બોલી “સો ચુહા મારકે બીલ્લી હજ કો ચલી.”

બૉસ આ કોમેંટ સાંભળી ન સાંભળી કરતા બોલ્યા..” જુઓ મારા એક સગાતો કહેતા ના કહે ઉસે છુના નહીં અને તેમને તોડતા જુલીઆ બોલી અને હા કહે તેને છુતા પહેલા ઘરમાં કોઇ લગામ નથી ને તે જોવું…”બધા હસતા હતા..એક સુમિ સિવાય…

બૉસે ઓર્ડર કરેલી થાળીનાં સમયે અમેરિકાથી આવેલ બે એક્ષીક્યુટીવ ની ઓળખાણ કરાવી સમીર ભગત અને ચિંતન પરીખ. અને સાથે સાથે કહ્યું કે ચિંતન પરીખ અંકિત સાથે એકાઉંટ્સમાં અને સમીર ભગત એક્ષ્પોર્ટ માં બંદર ગાંવ જશે. તે બંને દિલ્લી ઓફીસમાં રીપોર્ટ કરવાના છે.

જુલીઆ પ્રાઉડ થી બોલી “દીલ્લીમાં તો બંનેનો ભાઇ જબરો રુઆબ હતો કોમ્પ્યુટરની જેમ ચપળતાથી કામ કરે છે”

સમીરને જોતા જ સુમી સહેજ ચકીત થઈ એને લાગ્યું કે જેની શોધ હતી તેના મનમાં તે આ છે બધા સ્ટાફને મળતા અને હેંડ શેક કરતા સુમિ પાસે સમીર આવ્યો ત્યારે સુમી સહેજ ખચકાઇ અને એ ખચકાટ જોઇને સમીરે બે હાથ જોડ્યા…સુમીને એમ કે હસ્ત્ધૂનન થશે..પણતેના મલકતા હોઠને જોઇ તેની અંદર આછી ઘંટડીઓ રણકી.

પાછળ આવતા ચિંતને તો હસ્તધુનનજ કર્યુ..સુમી તો હાથ ઝાલીને વિચારમાં પડી ગઈ..”અલ્યા સમીર અમેરિકા જઇને તું તો બહુ બદલાઇ ગયોને?”

“હા સૂમી કેમ છે તું? લગન કર્યા કે નહીં?”

“ના રે ના કોઇક ગમતો મળશે તો વિચારીશ. તારું કેવું છે?”

ચિંતન કહે “બસ તારા જેવી કોઇક મળે તેની રાહ જોઉં છુ.”.અને ખુલ્લા મને હસતા તેણે આંખ મિચકારી..અંકિતે તે જોયું ન જોયું કર્યુ

ઓળખાણ પત્યા પછી પાર્ટી ચાલતી રહી પણ કોણ જાણે કેમ અંકિતને અસુખ હતુ તેથી જમીને ચાલતી પકડી. મનમાં વિચારતો હતો કે આ બરફીવાલા સ્કુલનુ નેટ વર્કીંગ કેટલું મોટું છે….નવો બૉસ અમેરિકાથી આવ્યો તે પણ બરફીવાલા સ્કુલનોજ..

પાછળથી જુલીયાએ ધબ્બો મારીને કહ્યું “અરે અંકિત કેમ આટલો જલ્દી જાય છે ? પાર્ટી તો હજી શરુ થઈ છે.”.

જુલીયાની પાછળ પાછળ સુમિ પણ આવી. સુમિને જોઇને અંકિતનું મોં વધારે પડી ગયું એ જોઇને જુલિયા બોલી ..યાર તમે લોકો જતા રહેશો તો બૉસ ને સાચવશે કોણ?

જુલીયાને કહી દેવા શબ્દોતો મોં માં આવ્યા પણ અંકિત તે ગળી ગયો..”સાહેબોની ટોળી માં ટાંગ નહીં નાખવાની નહીંતર ભારે પડી જાય.. “

સુમિએ જુલીયાને પુછ્યુ “આ ચિંતન હજી સાચે જ …કુંવારો છે?”

“કેમ શંકા છે?”

“ના પણ ૩૫ પુરા થયા અને રહી ગયો તેનું કંઇક કારણ હશેને?સુમીનો પ્રશ્ન અંકિતે પુછ્યો ત્યારે સુમિ સહેજ લજાઇ.

જુલીઆ ખડખડાટ હસી અને બોલી સુમિ દરેક સ્ત્રી પછી પરણેલી હોય કે કુંવારી આ ઉંમરે કાયમ ત્રણ દ્વીધામાં રહેતી હોય છે

જે પાત્ર સાથે હું છું તે મને વફાદાર તો હશેને?

એના હૈયામાં ખરેખર હું છું કે કોઇ “વો” એના જીવનમાં છે?

શું તે એની અપેક્ષા પ્રમાણે મને જીવાડવા મથે છે કે હું મારી રીતે તેના ઉપર અધિકાર થોપું છું?

તેની ત્રણ દ્વિધાનો જવાબ એક જ છે અને તે જવાબ મારા એક્ષ ને મેં આપ્યો હતો.

પ્રેમનો અર્થ હ્રદય સાથે સંકળાયેલો છે એટલે યાતો કીસીકે હો જાવ યા કીસીકો અપના બના લો.. મન મર્કટ આ બધા અધવચ્ચેનાં ખોખલા રસ્તા કાઢે છે.

પણ પછી શું કહ્યું એક્ષે?

એને મને તો રાખવી હતી પણ તેની બીજી શરતો સાથે અને મેં કહી દીધું કે હું તો જલદ તેજાબ છું..તારાથી મને નહીં સચવાય…છ મહીનાની સમજ્થી છુટા પડ્યા તે આજે સાત વર્ષ થઈ ગયા પછી પણ છુટા જ છીએ.

અંકિત બોલી ઉઠ્યો “ વાઉ! શું સરસ કહાણી છે.”

સુમિ કહે “તારે વિશે જે વાતો સાંભળી હતી તેના કરતા તો સાવ જુદી જ વાત છે.”

જો સુમિ મારો અનુભવ કહે છે શ્લિલ અને અશ્લિલની ઘટનાઓએ આપણા મગજને સ્ટીરીઓ ટાઇપ કર્યા છે..ખરેખર હ્રદયનું હેત જે સંબંધોમાં નથી હોતું ત્યાં સ્પર્શ અને ઉન્માદ માત્ર પ્રાણી જન્ય સંપર્કો છે..સિંહણ કદી વિધવા બનેલી જોઇ છે?

જુલીઆ ની વાત બંને ને પોત પોતાની રીતે ઝણ ઝણાવી ગઈ.

 

 

 

 

 

 

Advertisements
This entry was posted in પતંગીયુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.