‘અવળચંડો’ પતંગિયુ ૮ પ્રવીણા કડકિઆ

patangiyu

 

સુમી ને જોઈને ચોંકેલો અંકિત હવે બરાબર સંકજામાં ફસાયો હતો. તેને પગે પડ્યો અને માફી માગી કાન પકડ્યા. સુમી હસતે દિલે તેને માફ કર્યો. દર્શનાને કંઈ કહેવાનું વચન આપ્યું. સુમીને આમ કરવામાં છૂપો આનંદ આવતો હતો. એવું હતું કે તેણે પ્રેમ કર્યો હતો.

એન્જીનિયરિંગ ભણતા કોલેજમાં તેને સાહિલ સાથે પ્રેમ થઈ ગયો હતો. સાહિલ પણ તેને ચાહતો હતો. અમેરિકા આગળ ભણવા ગયો અને ત્યાં સુઝી સાથે પરણી ગયો. સુમીએ જ્યારે સમાચાર જાણ્યા ત્યારે ખૂબ રોઈ. પણ હવે કશું ચાલવાનું હતું. તેણે બસ જીવનનો ધ્યેય,’ નોકરીમાં પ્રગતિબનાવી દીધો.  ત્યાં તેને અંકિતનો ભેટો થયો. તેની સહેલી દર્શનાનો પતિ અને આઈ.આઈ. ટી.માં સાથે ભણતો પ્લેબોય અંકિત.

સુમી જ્યારે નોકરી પર જતી ત્યારે લગભગ એક કલાક તૈયાર થવામાં ગાળતી. રોજ નવા વેષ કાઢે. તે કમપ્યુટરની નિષ્ણાત હતી. ભલભલા આદમીઓને ભૂ પાતી. જ્યારે તે આઈ, આઈ. ટીમાંથી કમપ્યુટર એન્જીનિયરની પદવી લઈને બહાર નિકળી ત્યારે ક્લાસમાં પ્રથમ આવી હતી.  તેના ભાગ્યમાં  સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરવાનું લખાયું હતું. હવે આવી સુમી દિમાગ સાતમા આસમાન પર રાખે તો નવાઈ લાગે. અધુરામાં પુરું તેને ભગવાને રૂપ આપવામાં કોઈ કમી રાખી હતી. પોતાના ક્ષેત્રમાં ખૂબ નામ કમાવાની તમન્ના તેણે સેવી હતી.

એરી મૈં તો પ્રેમ દિવાની મેરો દરદ જાને કોય‘.

પૈસો અને નામના બન્ને પાછળ આદુ ખાઈને પડી હતી. આજુબાજુપુરૂષનામના પતંગિયા મંડરાતા હોય તેમને તુચ્છ સમજતી. તેની અદાના અનેક ચાહકો હતા. સાચાહીરા તેને  હાથતાળી આપી હતી. જેને કારણે ૩૦ વર્ષ વટાવી ચૂકી છતાં પરણી હતી.

મમ્મી, આજે જમવાના ડબ્બામાં શું મૂક્યું છે‘?

બેટા ,બટાટાવડા અને પુલાવ‘.

જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે મમ્મીને, મા કહીને બોલાવતી. “મા, આને ખાવાનું કહેવાય. બધું ખાવાનું ચરબી યુક્ત છે‘.

પણ તું મહેનત કેટલી કરે છે‘.

મા, તારે મને મદનિયુ બનાવવી છે.’

કેમ એવું બોલે છે‘,

મા, મને તાજા કાકડી, ટામેટા, ગાજર અને મૂળાનું કચુંબર, થોડા બદામ પિસ્તા અને બે ફળ આપ‘.

બેટા સાંજ પડે તું ભૂખી ડાંસ થઈ જઈશ‘.

મા, હું બેઠા બેઠા કામ કરું છું.

અરે પણ કેટલા પુરુષો તારી સાથે છે‘.

તો શું થઈ ગયું. અમે અમારી ખુરસીથી કોફી મશિન સુધી ચાલવાની કસરત કરીએ છીએ.’

જેવું મમ્મી પુરૂષો શબ્દ બોલી એટલે પાછો, સાહિલ મન પર આવીને છવાઈ ગયો. અંકિતે ઘણા પ્રયત્નો કર્યા હતાં પણ સુમી તેની રગેરગ જાણતી હતી.

દર્શના શાળાની બચપનની સખી અને અંકિત કોલેજ કાળનો મિત્ર. અંકિત ભ્રમરવૃત્તિ માટે પંકાયેલો હતો. દર્શના તેને પરણી ત્યારે ફેરા ફરતાં પણ તેણે સુમીને આંખ મારી હતી.  સુમી આવી વાત કોને કહેવા જાય ?

આજે તેની ગાડી ઠીક કરાવવા આપી હતી, તેથી અંકિત લેવા આવવાનો હતો. અંકિત બાજુની ગલીમાં રહેતો. તેની સાથે આઈ. આઈ. ટી.માંથી પાસ થયો હતો.  તે ધુણી ધખાવીને બેઠો હતો કે સુમી તેના પર પસંદગીનો કળશ ઉંડેલશે. સુમી તેને કોણીએ ગોળ ચોંટાડતી. સુમી તેની આબરૂના કાંકરા કરતી તેમ તે વધારે છંછેડાતો.સુમીને કોઈ એવો પુરૂષ જોઈતો હતો જે તેનો દિવાનો હોય. એક હતો,’સાહિલજેણે તેને છેહ દીધો હતો.

આજે સુમીને લેવા આવ્યો ત્યારે અંકિત રોજ કરતાં વધુ સુંદર કપડાં અનેઆફ્ટર શેવ લોશનલગાડીને આવ્યો હતો. સુમી તેનો ઈરાદો જાણી ગઈ હતી. આજે તેણે મનોમન પતંગિયાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. અત્યાર સુધીમા અંકિતે ત્રણેક છોકરીઓને ફસાવી હતી. સુમીના જાણવા પ્રમાણે છેલ્લી તેની બહેનપણી હતી આન્યા. જેણે ખાનગી હોસ્પિટલમાં જઈ પેટના બચ્ચાનો નિકાલ કર્યો હતો. ભૂતકાળના પ્રસંગો આજે સુમીને હેરાન કરી રહ્યા હતા.

સુમી અને અંકિત એક કંપનીમાં કામ કરતા. સુમી, અંકિતને બરાબર ઓળખતી હતી તેથી ખપ પૂરતું બોલતી. તેને થયું,’મારે શું? શામાટે એના સ્વભાવ અને કારસ્તાન વિષે હું દર્શનાને કહું છું‘?

એક સમય હતો. અંકિત સુમીને મેળવવા ઘેલો બન્યો હતો. જ્યારે તેને લાગ્યું કે અંહી દાળ નહી ગળે. ત્યારે તેની બહેનપણી દર્શના પર ડોળો ઠેરવ્યો. દર્શના સુંદર, ચપળ અને હોશિયાર હતી. મધ્યમ વર્ગની હોવાને કારણે પોતાની જાતને ભાગ્યશા્ળી માનવા લાગી. અંકિત જેવો પૈસાદરનો નબીરો તેના પર જાન છીડકે છે, વિચાર પણ તેને વહાલો લાગતો. છએક મહિના પછી અંકિતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, તે માનવા કબૂલ થઈ. અંતે બન્ને પરણી ગયા. અંકિત સ્ત્રીઓની નબળાઈનો અભ્યાસી હતો. દર્શનાને લાડ લડાવી પોતાની કરી લીધી. જેથી તેના મનમાં કદી શંકા આવે. જ્યારે શંકા આવતી ત્યારે તેનું સમાધાન પણ વિચારી રાખતો.

આજની તારિખમાં પણ અંકિત સખણો રહેતો નહી. દર્શનાને પરણીને તે વધારે વકર્યો હતો. દર્શના તેને બાળક આપવા સક્ષમ હતી. પૈસાવાળાનો નબીરો છૂટાછેડા આપે તો માતા અને પિતાની આબરૂ જાય એટલે પતંગિયાની માફક ફુલે ફુલે જઈ રસ ચૂસવાનો પ્રયત્ન જારી રાખતો. એવું હતું કે દર્શના તેને ગમતી હતી યા ચાહતો હતો. તે માત્ર આદતથી મજબૂર હતો. તેને રંગબેરંગી ફુલો પર બેસી મંડરાવાનું ગમતું હતું.

એક દર્શના હતી ,જે અંકિત રંગે હાથે પકડાય તો પણ માનવા તૈયાર હતીતે દર્શનાને પટાવી લેતો. ગમે તેટલી દર્શના ધુંધવાઈ હોય કે ગુસ્સે હોય અંકિત તેને પ્રેમ કરી યા શબ્દોની જાળ બિછાવી પોતાની નિર્દોષતા પૂરવાર કરી  છૂટી જતો. કદી તેને પોતાનું અંતર ડંખતું નહી. જો કદાચ દર્શના શક પણ કરી તો વહાલ વરસાવી મનાવી લેતો. એની જાળમાં ફસાઈ દર્શના અંકિતને નિર્દોષ માનતી. શંકાના બીજને પાણી તથા ખાતર આપતી.

મેટ્રિક પછી, દર્શના અને સુમી ઝેવિયર્સમાં સાથે હતાં. ઈન્ટર સાયન્સ પછી સુમી આઈ. આઈ. ટીમાં ગઈ ત્યાં તેને  અંકિત સાથે ઓળખાણ થઈ હતી. આમ સુમી બન્નેની દોસ્ત હતી. સુમી દર્શનાની આંખે લગાડેલા ચશ્મા ઉતારવા માગતી હતી. દર્શના જેને અંકિત માત્ર પોતાનો છે એવું દિલથી લાગતું. જો કદાચ તે માની લે કે અંકિત બૂરી આદત વાળો છે, તો નુક્શાન તેને હતું. બધી સાહ્યબી છિનવાઈ જાય. તેના માતા અને પિતા સાધારણ હતાં. હજુ બે નાના ભાઈ અને બહેન પરણવાના બાકી હતા. આમ અંકિતને  રંગરેલિયા મનાવવાની સ્વતંત્રતા મળી રહેતી.

હમણાંથી તો અંકિતની ભ્રમરવૃત્તિએ માઝા મૂકી હતી. હવે નોકરી પર યા પાર્ટીઓમાં છોકરીઓને કનડતો નહી. એક વાર ઈરોઝમાં સિનેમા જોવા ગયો હતો દર્શનાનેલેડીઝ મિટિંગમાં જવાનું હતું. કોઈ કોલગર્લ બાજુમાં એકલી બેઠી હતી. અંકિતને એકલાને જોઈ ચાળા કર્યા. મનમાં ખચકાયો પણ તેની આદત, નવા પુષ્પોનો રસ ચાખવાની તેને મોંઘી પડી. હવે તેણે જે નવી પ્રવૃત્તિ આદરી હતી તે તેના ખિસાને મોંઘી પડતી ગઈ. તો બધી ધંધાદારી સ્ત્રીઓ. દિવસે સ્ન્નારી દેખાય અને રાત પડે ,કામી પુરૂષોના ખિસા કાતરે. તેમને બીજી કોઈ આવડત હોય નહી. ઘરમાં વગર બાપના બે બાળકો પણ હોઈ શકે. ખર્ચા કાઢવાનો સહેલો કિમિયો તેમણે અપનાવ્યો હોય.

અંકિત વખતે ફસાયો.  સાપે છછુંદર ગળ્યા જેવી તેની હાલત થઈ હતી. અત્યાર સુધી તો સુમી તેને પકડતી હતી. હવે, ધંધાદારી કોલ ગર્લે તેની પાસેથી પૈસા પડાવવામાં બાકી રાખ્યું. અંકિત સહાય અથવા સલાહ કોની લેવા જાય?  ઘરે આવતા ઘણી વાર મોડું થતું. દર્શનાને ગલ્લાં તલ્લાં કરી સમજાવતો. અંકિત બરાબર ફસાયો હતો.

તેની ઉંઘ પણ ઉડી ગઈ હતી. શનિવારે યા રવીવારે દર્શના સાથે બહાર જવાનો મુડ તેનો ઉડી ગયો. સદા હસમુખો અંકિત એકદમ ગંભિર થઈ ગયો.

અરે નોકરી પર પણ તેના મિત્રો કહેતાં,’ અંકિત તબિયત તો સારી છે ને‘?

અંકિત ચીડાઈને બોલતો,’ મને શું થવાનું છે‘.

પણ આમ ગુસ્સે શું થાય છે. કાંઈ તકલિફ હોય તો કહે‘.

મને શાની તકલિફ છે. તેના અવાજનો રણકો બદલાઈ ગયો હતો.’

હમેશા મજાક મશ્કરી કરવાવાળો આટલો બધો ગંભિર. સુમીને લાગ્યું દાળમાં કંઈક કાળું છે. આજે કંપનીના મેનેજર્સની મિટિંગ હતી. અંકિત અને સુમી બન્ને મેનેજરની પદવી ધરાવતા હતાં. કંપનીનો પ્રેસિડન્ટ, વાઈસ પ્રેસિડન્ટ, હ્યુમન રિસોર્સિસની મેનેજર, ફાઈનાન્સ વાળા અને એકાઉન્ટના હોદ્દેદારો આમ છથી સાત જણા હતા.  વાત ખૂબ ગંભિર ચાલતી હતી. અંકિત વિચારોમાં ખોવાયેલો હતો. જ્યારે તેનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે તે વિચારોમાંથી બહાર નિકળ્યો. તેને જાણ પણ હતી કે કયા વિષય ઉપર તેનો અભિપ્રાય પૂછવામાં આવ્યો છે.

ખેર, મિટિંગ તો જેમ તેમ પૂરી થઈ. ડિનર ખાઈને બધા છૂટા પડ્યા. સુમી અને અંકિતની ગાડી બાજુ બાજુમાં હતી. બન્ને સાથે ચાલતા ગાડી તરફ જઈ રહ્યા.

શું હાલમાં બધું બરાબર ચાલે છે ને‘? સુમીએ વાત કઢાવવા પ્રશ્ન પૂછ્યો.

હા, કેમ ,એવું પૂછવું પડ્યું‘.

મિટિંગમાં તું ક્યાં ખોવાઈ ગયો હતો‘.

તને શું ફરક પડે છે‘.

અંકિત, તને કોઈ મુસિબત હોય તો મને કહે. તું ભલે ગમે તેવો હોય મારી સહેલી દર્શનાનો પતિ છે‘.

ઓહ, આજે તને થયું કે, ‘હું દર્શનાનો પતિ છું‘.

મજાક છોડ. તારી બૂરી આદત મને ગમતી નથી બાકી તું દિલનો સારો છે એની પણ મને ખબર છે. જ્યારે દર્શનાને દુઃખ લાગે એવા કાર્ય કરે ત્યારે મને તારા પર તિરસ્કાર આવે છે. આવી સુંદર પત્ની તને મળી છે, ઇશ્વરનો ઉપકાર માન‘.

કેમ એને હું નથી મળ્યો? બાદશાહી ભોગવે છે‘.

તારા હિસાબે બાદશાહી એટલે ઘરમાં નોકર, ચાકર, રસોઈઓ અને ડ્રાઈવર છે. ખરું નેતું પૈસાનો પૂજારી તને એના સિવાય બીજું શું દેખાય.’

સુમી મારું દિમાગ ઠેકાણે નથી, મને છંછેડીશ નહી‘.

એટલે તો કહું છું તું કોઈ મુસિબતમા ફસાયો હોય તો કહે હું તને મદદ કરીશ.’

તું અને મને મદદ કરવાની‘?

હા, મેં તારા ઘણા  ભાંડા ફોડ્યા છે. તેનું કારણ મારો દર્શના પ્રત્યેનો પ્રેમ હતો. આજે પણ તને સહાય કરવા હાથ લંબાવ્યો તેનું કારણ પણ દર્શના છે. તને મોઢે કશું કહેતી નથી, તારી મનાવી માની જાય છે, પણ એનું અંતર હું વાંચી શકું છું. ‘

અંકિતને થયું શું કહું આને. તેની મુસિબતમાંથી ભગવાન તેને પાર ઉતારી શકશે.સારું થયું પેલી કોલગર્લને કશી માહિતી સાચી આપી હતી. એક વાર એને શંકા પણ ગઈ હતી કે સુમી તેને રિગલમાંથી ફિલ્મ જોઈને બહાર આવતા જોયો હતો.

એટલે આજે સુમી તેની તરફ મૈત્રીનો પાસો ફેંકી વાત કઢાવવા માગતી હતી. સુમીએ અંકિતને કોઈકની સાથે  રિગલમાંથી બહાર નિકળતાં જોયો અને ચોંકી ગઈ. તેની આંખો કાતિલ હતી. અદા અને અંદાઝ પરથી તેને ખ્યાલ આવી ગયો કે છોકરી ,’કોલગર્લછે. અંકિત આટલે સુધી જશે તેના માનવામાં આવ્યું. ખૂબ સાવધાની રાખવી પડશે. તેની નજર સમક્ષ દર્શના ઉપસી આવી.

કેટલી ભોળી, કેટલો વિશ્વાસ છે તેને પોતાના પ્યાર પર અને પતિ પર !

અંકિતે મનોમન નિશ્ચય કર્યો . હવે સુમી મને નહી છોડે. જો હું દર્શનાને આનાથી વધુ દગો આપીશ તો ગુનેગાર બનીશ. નાસ્તિક અંકિત આજે ભગવાન પાસે ઘુંટણિયે પડી દયાની યાચના કરી રહ્યો !

કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો છતાં પણ વાંકીને વાંકી . તેમ અંકિતે દયા સાથે સુમીને કોઈડામઆપવાનો કિમિયો વિચારી રહ્યો. સુમિ શેર હતી તો સવાશેર હતો. દર વખતે રંગે હાથ પકડાતો પણ હાર માને તોઅવળચંડો અંકિતશાનો? પતંગિયાને જુદા જુદા ફૂલ વગર ચેન પડે !       

 

Advertisements
This entry was posted in પતંગીયુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.