અટકચાળુ-પતંગીયુ (૩) –વિજય શાહ

patangiyu

ઘરે પહોંચતા દર્શનાને ગુસ્સો તો સાતમે માળે હતો.અંકિતને મારી મારીને છોતરા કાઢી નાખું પણ મુઈ હું.. એનું ધ્યાન નારાખું એટલેજ તો મુનીવર ચળેને? દસ વર્ષ થયા પણ આ ઘરમાં નાના જીવનાં પગલા ના થયા તેનો જો મને આટલો બધો ગમ હોય તો એ બાપડા તો કોઇને કહે પણ નહીં અને મુંગા મુંગા સહન કર્યા કરે…અંકિત અંકિત કહીને એને રડવાનું મન થતુ હતું પણ બસમાં કંઇ રડાય ઓછુ?

અતાડુ મન પાછુ ઉથલો મારીને વિફર્યુ.. સંતાન થવું કે ના થવું એ મારા એકલીનાં વશમાં થોડું છે? એની જેમ હું તો ક્યાંય બહાર ડાફોળીયા મારવા નથી જતી..આ પ્રસંગને તો કડકાઇથી જ લેવો પડે…વળી ઝેરનાં કંઇ પારખા ઓછા હોય? બલા તો હંમેશા લોભામણી હોય. લક્ષ્મણે જેમ સુર્પણખાનાં નાક અને કાન કાપી લીધા હતા તેમ આ સુમી બલાને હડધુત કરવાની જરૂર હતી…તેના શ્વાસ ફુલતા હતા..બસમાં બેઠેલો સામેનો પેસેંજર તેને જોતો હતો. દર્શનાને રડવુ હતું ત્યાં તેનું હ્રદય બોલ્યું-“ તેની કસોટી કરવા તો સુમીને તેં કહ્યું હતુંને? પહેલો અવિશ્વાસ તેં કર્યો અને અવિશ્વાસ જ વિશ્વાસઘાત કરવા પ્રેરે…

હા તે મારી ભુલ કહી દર્શનએ હીબકા ભરવા માંડ્યા.. સામે ની સીટ ઉપર બેઠેલા પેસેંજરે કહ્યું “બેન! રડો નહીં હિંમત રાખો સૌ સારા વાના થશે.”આશાવાદનું બ્રહ્મવાક્ય બોલાયું.

થોડીક ક્ષણો તણાવમાં અને રડવામાં ગઈ. પેલા પેસેંજરને “થેંક્યુ” કહી તેના સ્ટૅંડ ઉપર તે ઉતરી ગઈ..તેનું મન હવે હૈયાની વાત સાંભળવા તૈયાર હતું આવી પરિસ્થિતિ તેના દાંપત્ય જીવનમાં ક્યારેય ઉભી થઇ નહોંતી કે કોઇને ત્યાં સાંભળી પણ નહોંતી. બસસ્ટેંડથી તેમના ફ્લેટ દુર તો હતા.ભારે હૈયે તેણે તેના ફ્લેટ તરફ ચાલવા માંડ્યું.

મન હ્રદય્ની સાથે વિવાદમાં નહોંતુ પણ સ્વિકારમાં હતું..દર્શના શાંતિ થી વિચારીને હવે પગલા ભરજે..”હવે ગુસ્સો કરીશ નહીં”.હ્રદય ઠાવકાઇ થી કહેતું હતું.

“ના કરું તો શું કરું? આતો ડોસી મરી જાય અને જમ ઘર ભાળી જાય તેવું થવાનું ને? દર્શના વિચારોમાં અટવાતી ઘરે પહોંચી ત્યારે અંકિત તેની રાહ જ જોતો હતો. દર્શનાનું વિફરે તો ભલ ભલાને ફેંકી દે તેવો તેનો જાત અનુભવ હતો. અને આજે તો તેની ઉપર સીધોજ આક્ષેપ હતો. દર્શનાનો રડમસ ચહેરો જોઇને તેને અચરજ થઇ.

ઘરમાં દાખલ થઇ બારણું બંધ કર્યુ તે અંકિત માટે બીજુ આશ્ચર્ય હતું. તેણે ધારેલું કે આવતાની સાથે અંકિતીયા…તને મારે હવે સીધો કરવો જ રહ્યો…પણ તેવું કશું ના થયું યુધ્ધની ક્ષણે બે બાજુ હોંકારા કે પડકારા ના થયા અને જાણે કશું જ ના થયાની ભ્રામક આભા ઉભી થઇ. દર્શના બાથરૂમમાં જઈ ફુવારા નીચે જઇને બાકીનું જેટલું રડવું હતું તે પુરુ કરી એ નિર્ણય પર આવી કે ચંડકૌશિક નાગને પ્રભુ મહાવીરે કહેલી વાત અમલમાં મુકવી યોગ્ય લાગી.. કાટો મત લેકીન ફુત્કારો ભયભીત રાખવા માટે પણ ફુંફાડા તો મારવાનાં જ…

નહાઇને બહાર આવેલી દર્શના તેના વાળ સુકવવા લાગી ત્યારે અંકિતથી ના રહેવાયું તેણે પુછ્યું “શું થયુ?”

“થાય શું? તારું અડપલું જોઇને આવી છું. મારું ચાલે ને તો અત્યારે ને અત્યારે તને કુટી નાખું..શું એના શરીરમાં છે જે મારી પાસેથી તમને નથી મળ્યુ? અને અધીરા થઇને એ સુર્પણખાની ચાલમાં તમે આવી ગયા.. અરે આવાનાં નાક અને કાન કાપવાને બદલે… ચામડાનાં લોચા પકડવા હાલ્યા’તા.. ધીક્કાર છે તમને…કહી તેને મારવા હાથ લંબાવ્યો..ઠાલો ઠાલો જ ફુંફાડા જેવો.

“દર્શના પણ એને ત્યાં થયું શું? તે તો કહે?”.

“ આપણો રુપિયો ખોટો હોય ત્યાં કેવું બાઝવાનું અને કેવી લઢાઇ થાય?”

“એટલે?”

હવે દર્શના ફરી ગુસ્સે થઈ “ પાછા પુછે છે એટલે? પરાક્રમ કર્યુછે તો એની સજા પણ મળશેને?”

અંકિત ભયગ્રસ્ત થતો દેખાયો.. તેને ગળા સુધી ખાતરી હતી કે દર્શના પહોંચી વળશે. પણ તેમ થતુ ના જણાયું. “ સજા? શેની સજા?”

“ગુનો કર્યો..સેલ્ફી પાડીને પૂરાવો પણ આપ્યો અને હવે પુછો છો સજા?શેની સજા?”

“ છોકરીની મરજી વિના દૈહિક છેડ છાડની સજા..પાંચ વરસની જેલ અથવા અઢી લાખ રુપિયાનો દંડની છે. જજ ચાહે તો તે વધારી પણ શકે.” દર્શનાએ બને તેટલી ગંભિરતાથી કહ્યું.

અંકિતનાં ચહેરા ઉપર ભય વર્તાર્તો હતો “સુમિએ તને ફોન અને સેલ્ફી ના આપી?”

દર્શનાએ નાટક ને આગળ ચલાવતા કહ્યું “ઘણી બધી ગાળો આપ્યા પછી આ ધમકી પણ આપી.અને હા મને કહે જો તો ખરી આ તારા વરનાં લખ્ખણ મને ક્યાં વળગ્યો છે.. કમર પકડીને બેલેન્સ કરવા કહ્યું હતુંને? તેને બદલે …જોતો ખરી..કેવી ખોરી દાનત છે? સહેજ આંગળી આપીતો પહોંચો પકડ્યો” આવા ચરિત્રહીન ને તો જેલ ભેગા જ કરવા રહ્યા…”

અંકિત તો ખરેખર ધ્રુજતો હતો..તેને પોલિસ કસ્ટડી અને તેમાં તેના ઉપર થનારા ભવિષ્ય્ની સજાનાં ઓળા ઉતરતા તે જોઇ રહ્યો…મન મરકટને સહેજ છુટૂં મુક્યું તો આવી પડેલી ચરિત્રહીન થવાની સજા સાંભળીને તે ડરી ગયો.

અંકિત તેના રૂમ માં જઇને નાની બેગ તૈયાર કરીને મુંબઈ છોડવા તૈયાર થયો ત્યારે દર્શનાને અંદરથી બહું હસવુ આવતુ હતુ…પછી થયું ચાલ હવે જરૂર હતી તેટલી સજા દેવાઇ ગઈ છે એટલે તેની બેગ પકડતા છેલ્લો ફુંફાડો માર્યો. હવે રણ છોડીને ભાગે છે શાનો? મારું શું થશે? હું તને ક્યાંય ભાગવા દેવાની નથી સમજ્યો?

“ પણ? સુમિ ફરિયાદ કરશે અને પોલિસ આવે તે પહેલા મારે જતું રહેવુ પડશેને?”

“હા પણ જરા વિચાર તો કર પોતાની જાંઘ કોઇ ખુલ્લી કરે? અને એ ફોન પરનાં સંવાદો તો તેને દોષિત જાહેર કરે છે..બરોબરને?

”અંકિતનું ભયભીત મગજ આ બાજુ તો વિચારતું જ નહોંતુ તે બાજુ બતાવીને સહેજ રાહતની ઠંડક અનુભવે તે વખતે ફોન વાગ્યો. નીચેથી ઓફીસમાં થી સંદેશો હતો.પોલિસ તમને શોધે છે..તેઓ ઉપર આવી રહ્યા છે.

અંકિત બેગ લઇને નાસવા જતો હતો ત્યાં દર્શનાએ કહ્યું “ તું ચિંતા ના કર હું બેઠી છું ને?

“ઍટલે?”

“પોલિસ તને લઈ જઈ નહીં શકે.”

“પણ સુમિ ફરિયાદ કરે તો તો લઈ જઈ શકેને?”

અંકિતનું માથુ ભમતું હતું ..તે મનમાં ભયભીત હતો તેથી દર્શનાનું કહ્યું માનવું કે ભાગી જવું તે બે વાતોમાંથી એક વાત ઉપર નિર્ણય લઈ શકતો નહોંતો.એટલે દર્શનાએ કહ્યું “અંકિત હું સેલ્ફી અને ફોન ટેપ ડીલીટ કરીને આવી છું”

“શું?”

હા આ પોલિસ કોઇ બીજા કામે આવતો હશે સુમિ તો તને દાબમાં રાખવા ખાલી ધમકી આપતી હતી…મેં સવારે તને જે વાત કહી તેમાં તને સુધારવાનાં હેતૂ થી જ્ઞાન આપવાનો પ્રયત્ન હતો.

અંકિતનાં શ્વાસ હેઠા બેઠા ત્યાં પોલિસ બારણે આવી ઉભી હતી. તેઓને કોઇએ માહિતી આપી હતી અંકીત ડ્રગનું કામ કરે છે તેથી રેડ પડી હતી.

દર્શના કહે “જેને પણ તપાસ કરવી હોય તો સર્ચ વૉરંટ આપો અને તપાસ કરનારાની પહેલા હું તપાસ લઈશ તેમના ગજવામાં કે પગનાં મોજામાં દવા સંતાડેલી તો નથીને?”

“સર્ચ વૉરંટ તો નથી.”

“ તો પછી તે લાવો અને ન લાવી શકો તો જાણ્કારી આપનારી સુમિને કહી દેજો દર્શના કોઇનાં બાપથી ગભરાતી નથી હંકે…”

અંકિત તો જોઇ જ રહ્યો…

દર્શના હાથમાં પાણી લઇને આવી. બાઘાચકવા જેવા અંકિતને પાણી આપ્યુ અને કહ્યું સુમિનાં આ બધા ધંધા હું સારી રીતે જાણું છું. હવે તે અને હું રમત રમીયે છે. તમે તો એક વાત સમજી જ જાઓ કાંઠામાં જકડાયેલી નદીજ સમુદ્રે પહોંચે છે…

“જો દર્શના હું તો કાંઠા થી બંધાયેલો છું જ…પણ આ બે હાથે વાગતી તાળી છે જો હું બહાર ભટકાઇ ન જઉં તેમ તું ઈચ્છતી હોય તો તારે પણ મારું ધ્યાન રાખવાનું સમજી?”

“સ્વિકારી લોને કે તમે રંગે હાથ પકડાઈ ગયા છો અને હવે સાધુ સંત હોવાનો દેખાડો કરો છો.” દર્શનાએ પેલા તોફાની છોકરાને પકડી પાડ્યા પછી વાળતી હોય તેવા સત્તાવાહી અવાજે કહ્યું.

અંકિત કહે “ આ તો સહેજ અટક ચાળુ કર્યુ હતું. અને તેણે ઉશ્કેર્યો હતો માટે…” દર્શનાને અંકિત ઉપર ગુસ્સો આવવો જોઇએ પણ તોફાની છોકરાનાં તોફાનો જોઇને વ્યથિત મા ની જેમ વ્યથિત થતા બોલી. આ અટકચાળુ કોઇ પણ રીતે તમે સહજ કરવા મથો તો પણ તે સહજ નથી.એ વાત જેટલી જલ્દી સ્વિકારશો તે તમારા માટે સારુ છે.

અંકિત પુરુષ થયા એટલે તમે લોટો- જેટલી વાર માંજો તેટલી વાર ઉજળો તે પુરાણી માન્યતા છે નવા સમયમાં સ્ત્રી પુરતી સજ્જ છે તે માન્યતાને દાબવા માટે હં કે અને આ સુમિ સાથે પંગો લીધો છે. તેને બધા સ્ત્રીયા ચરિત્ર આવડે છે.અને તેમાં થી બચાવવા મારે તેટલા પંગા લેવા પડનારા છે …પણ એક વાત તમે સમજી જાવ..કાયદા પણ હવે સ્ત્રી તરફી છે.. એક વખત તે આક્ષેપ કરે પછી તેને પ્રુવ કરવા પહેલા જેવી કોઇ તકલીફો હવે નથી થતી. અંકિત સોફા પર જ્યાં બેઠો હતો તે તરફ ફરીને તે ખોંખારીને બોલી

“સુમિ સામે મારે જે જંગ કરવાની છે તેનું નબળામાં નબળુ પાસુ અંકિત તમે છો. તમને શાંતિથી સમજાવું છું કારણ કે હું અને સુમિ બંને એ સાથે લૉ કર્યુ છે અને યૌન શોષણનાં કાયદાઓ થી પુરા વાકેફ છીએ.”

“ પણ આમાં યૌન શોષણ ક્યાંથી આવ્યું?”

“અંકિત! પહેલા માની લો કે સ્ત્રી અને પુરુષ બધી જ બાબતે સરખા છે. અને માન અને અપમાનની બાબતે સરખા જાગૃત. આજે સમજાવું છું અને જો તમે ના માન્યા..તો તમને કોર્ટે લઇ જતા કે સમાજમાં ફજેત હું કરીશ તેવું કોઇ નહીં કરી શકે.” દર્શનાની આંખમાં થી નીતરતું અંગારા ભર્યુ ખુન જોઇને પહેલી વાર અંકિત સીરીયસ થયો.

“ભલે ભલે હવે પેટમાં બીલાડા બોલે છે હું બટકા પૌઆ બનાવું? લાડ કરતા અંકિત બોલ્યો.

“ હા જરૂર બનાવીએ પણ કાંદા પૌંઆ..જો તું કાંદા સમારે તો.”

દર્શના જાણતી હતી કે સુમિનો વળતો ઘા શું હશે…તેથી રસોડામાં પણ તેનું લેક્ચર ચાલુ હતું.

“ હવે તારા માટે બસ બંધ..સ્કુટરની જોગવાઇ થઇ જાય તેટલા સમય સુધી તું ટ્રેનમાં જજે અને ઑફીસમાં પણ કામ પુરતું જ કામ. આ પ્રસંગની ચર્ચા કે ઉલ્લેખ પણ કોઇની સાથે ના કરતો…અને લંચ વખતે હું ત્યાં લંચ લાવીશ અને સાથે લંચ કરશું.”

“ભલે પણ તને ફાવશે?”

“ ફવડાવવું પડશે જ. કારણ કે આ સમયે જ સુમિ હલ્લો કરે અને મારે તને હાલ તો એક મિનિટ માટે રેઢો નથી મુકવો.સમજ્યો”

“ અને હા..સુમિ કે સ્ટાફની કોઇ ળેડીઝ સાથે મળતાવડો થઇશ નહીં. કામ સાથે કામ..લો લાવો અને પડતું મુકો.. કોઇજ લપ્પ્ન છપ્પ્ન નહીં સમજ્યો?

અંકિત કહે “દર્શના તું મને નજર કેદ કરે છે કે મારી સ્વતંત્રતા છીનવે છે?”

દર્શના કહે “ તને જેલમાં મોકલવા મથતી સુમિથી બચાવવા મથુ છું સમજ્યો?

“ હા પણ હવે સેલ્ફી નથી કે નથી કોઇ ટેપ તો શા માટે આટલી બધી સાવચેતી?”

“હું સુમિને અને તને… બંનેને ઓળખુ છું માટે…”

“ અરે બાબા હું લેખીત આપું કે હવે થી કોઇ અટક ચાળું નહીં કરું બસ?

ગરમાગરમ કાંદા પૌઆમાં ઝીણી સેવ ઉમેરીને હાથમાં આપતા અંકિતને બહુ વહાલથી દર્શના જોઇ રહી..

.

 

 

Advertisements
This entry was posted in પતંગીયુ, બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.