સેલ્ફી -પતંગીયુ -(૨) વિજય શાહ

patangiyu

કૉફી પીને સુમી તો ગઈ પણ દર્શના તમતમાટ હતી.” મારું નાક કપાવ્યુને?”

“કેમ?”

“મને એમ કે તમે તો સુધરી ગયા પણ ના.વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ના ભુલે..”

“અરે પણ મેનકા પાસે તો ભલ ભલા મુનીવર ચળે.”

“એટલે?”

“ એ મને વાતો કરી કરીને ઉકસાવતી હતી.”

“એ તો તેની રમત હતી પણ તમારી બુધ્ધી ક્યાં ગઇ હતી? ઘાંસ ચરવા?”

“ હા. એટલેતો છટકામાં ફસાઇ ગયોને?”

“ કાલે ઉઠીને કોઇ વેશ્યા ઘર ખુલ્લુ રાખીને તમને તેડશે તો?”

“ હવે આતો પળ બે પળની મસ્તી હતી? ને તું તો ક્યાંની ક્યાં પહોંચી ગઈ.”

“ લાજો હવે લાજો જરા બે છોકરાનાં તમે બાપ છો અંકીત..તમને આ વલણ શોભા નથી આપતું”

“ જો તું બહુ માથે ના ચઢ. હવેથી ધ્યાન રાખીશ.”

કુકરની સીટી વાગે તેમ તે ધુંધવાતી બોલી “ હવે થી? એટલે આવું ક્યારનું ચાલે છે?”

“હવે કોયા કચ ના કરને…. કંઈ હું સામાન્ય ક્લાર્ક છું. કંઇ કોઇ સ્ટેટનો રાજ કુમાર નથી કે નથી કોઇ માલેતુજાર આસામી…મને તે વળી કોંણ ઘાંસ નાંખવાનું?”

“હવે કોઇ રહી ગયેલી સુમી જેવી પાછળ પડી જાય તો?”

“ એટલે તો કહયું કે હવે થી ધ્યાન રાખીશ.”

“ હવેથી તો ધ્યાન રાખશો જ પણ આગળનો હિસાબ આપો?”

“એટલે?”

“ આવું છાન ગપતીયું ક્યારથી ચાલે છે અને કોની કોની સાથે ચાલ્યુ હતું દરેક વાતનો માંડીને હિસાબ આપો સમજ્યા?”

“ અરે તને કહ્યુંને હું કંઈ રાજ કુમાર નથી કે નથી કોઇ મોટો આસામી કે મારી આગળ પાછળ કોઇ આંટા મારતું હોય…”

“ પણ તમે જ્યાં ત્યાં ડાફોળીયા તો મારો છોને?”

“ જો દર્શના હવે તો હદ થાય છે તારી શંકા કરવાની ટેવની…”

“ જુઓ પુરુષ ભટકતો ત્યારે થાય જ્યારે તે સંતાષાતો ના હોય.”

“ અરે ભાઇ કંઈ શારિરીક ભુખ એજ કારણ ના હોય…ક્યારેક જરુર કરતા વધુ શંકાઓ પણ ઘર ભાંગે….”

“ જો ભાઇ ફીલ્મની હીરોઇનો સુધી તમે માનસિક છીનાળુ કરો તે માફ. કારણ કે તમને હીરોઇન મળવાની નથી પણ આ બસમાં કોઇની સાથે છેડ છાડ કરો કે ઓફીસમાં કોઇક્ની સાથે પ્રણય રંગ ખેલો તે ના ચાલે સમજ્યા?”

“ હા સમજ્યો મારી મા.. હવે જરા ઘરમાં તો ઠરવા દો.”

“ ઠરવા દે તે બીજા. હું નહીં આજે તો ફેંસલો જ કરવાનો દિવસ છે.” પેલા પજરાનાં સિંહની સામે ચાબુકો ફટકારતા રિંગ લીડરની જેમ ઘુરકતા દર્શના બોલી.

“ શું ફેંસલો કરવો છે તારે?” અંકીત પણ ગાંજ્યો જાય તેવો નહોંતો, તે તૈયાર તો નહોંતો પણ જીવે આવી જઈને તે બાઝતો હતો.

“ એજ કે લગ્ન પહેલા અને લગ્ન પછી કેટલે ઠેંકાણે મોં માર્યા હતા?”

“ જો લગન પહેલાની કોઇ વાત તારે જાણવાનો અધિકાર નથી. તારો અધિકાર લગ્ન પછીનાં લફરા જાણ્વાનો છે.”

“ ઓ હો હો હો.. લગ્ન પહેલાથી તમે બગડેલા હત?”

“પણ તે તો સારો જીવન સાથી શોધવાનો પ્રયત્ન હતો..”

“ પણ સારો જીવન સાથી શોધાઇ ગયા પછી તો માનમાં રહીયેને?”

“ સારો જીવનસાથી જ્યાં સુધી સારો હતો ત્યાં સુધી હું સારો જ હતોને?”

“ તો પછી બગડ્યા કેમ?”

“ આ જ્યારથી જાસુસ મારી પાછળ છોડ્યો ત્યારથી..જ તો વળી” પેલો ચાબુક ખાતો સિંહ પણ જેમ સામે ડણકે તેમ અંકીતે ઘુરકીયું કર્યુ.

“એટલે આ તમારું પહેલું લફરુ છે?”

“ આ કોઇ લફરુ નથી પણ તમારા મનમાં વહેમ ઘુસી ગયો છે..બાકી એ સુમી કેવી રીતે ઓફીસ માં રહે છે એ જાણવું હોય ને તો તમારે ઓફીસમાં રહેવું પડે…”

“મને તો મારો વર અંકીત કેવી રીતે રહે છે તે જાણવામાં રસ છે દુનિયા શું કરે છે તે જાણીને મારે કોઇ કામ નથી..”

“ સારું, તે તને કેસેટ અને સેલ્ફી આપીને કેમ ના ગઈ?”

પહેલી વખત દર્શના શાંત પડી..હવે અંકીત રિંગ લીડર હતો અને ચાબુક પછાડતા બોલ્યો.. “ જાને લૈ આવ કેસેટ અને સેલ્ફી.. દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.ઑફીસનાં પ્રોજેક્ટ મારી પાસે કરાવવા આધાર તરીકે રાખ્યા છે..ચીટર અને બડી સ્માર્ટ લેડી છે અને એટલે તો ક્યાંય મંડાતી નથી…”

બીજે દિવસે દર્શના ટેપ અને સેલ્ફી લેવા ગઈ ત્યારે સુમીને તે ના ગમ્યું.પણ દર્શના તો વળગેલી જ રહી

તેથી ફોન પરની ટેપ ચાલુ કરીને આપી

કેમ અંકિત, સીધા બેસતા સંકોચ થાય છે?’ સુમીનાં અવાજમાં માદકતા હતી તે દર્શનાએ નોંધ્યુ

‘મને એમ કે તમને તકલીફ થશે એટલે આમ બેઠો.’અંકિતનાં અવાજમાં પુરુષ સહજ સૌજન્યતા હતી

. ‘મને કોઈ આમ બેસે તો તકલીફ થાય. જો કે કોઈ પુરૂષ સાથી બેસતા પહેલા અચકાય પણ હું જ તેમને સીધા બેસવા કહું એટલે પછી તેમનો સંકોચ દૂર થઇ જાય. તમે પણ વિના સંકોચે બેસો.’ સુમીનું આ સીધે સીધુ આમંત્રણ હતું દર્શના સમજી શકતી હતી

‘હું સ્ટાર્ટ કરૂં છું. બરાબર બેસજો,’ કહી સુમીએ સ્કૂટર ચાલુ કર્યું. તેમ થતા અંકિત સહેજ હલબલ્યો એટલે સુમી બોલી કે આમ દૂર બેસશો તો તમે બેલેન્સ ગુમાવશો. જરા નજીક આવીને બેસો એટલે ઠીક રહે.” સુમી આમંત્રણ પાકું કરતી હતી.

‘શા વિચારમાં ખોવાઈ ગયા?’સુમીનું ધાર્યુ થતુ નહોંતુ તેથી ફરીથી આમંત્રણ પાકુ કર્યુ.

‘ના ના, એમ જ. તમારી સાથે વાત કરૂં અને તમને ચલાવવામાં ખલેલ પડે એટલે બોલતો નથી.’અંકિત શરમાતો હતો-દર્શનાને તે ગમ્યુ…

‘અરે, મને તો કોઈ ખલેલ નહિ પડે. કેટલાય વર્ષોથી સ્કૂટર ચલાવું છું એટલે એકાગ્રતા જળવાઈ રહે છે.’

‘જો કે વાત શું કરવી એની પણ મને મૂંઝવણ હતી કારણ હજી આપણે ઓફિસના કામ સિવાયની અન્ય વાતો કરી શકીએ એટલા નજીક નથી આવ્યા એટલે પણ થોડો સંકોચ થતો હતો.’અંકિતનાં અવાજમાં ભારો ભાર સચ્ચાઇ હતી

‘પણ અત્યારે તો નજીક છીએને? હજી જરા નજીક આવી મને દબાઈને બેસો તો સંકોચ દૂર થશેને?’ફરીથી ઈજન આપ્યું દર્શનાએ તેં નોંધ્યુ

‘કેમ, સંકોચ થાય છે? મેં તમને તે દૂર કરવા નજીક આવવા કહ્યું અને તમે તો શરમાળ નીકળ્યા.’અંકીત તદ્દન નિર્દોષ હતો તેવું દર્શનાને લાગતુ હતું સુમી જરુર કરતા વધુ મહેરબાની બતાવતી દેખાતી હતી

‘શરમાવવાની વાત નથી પણ કોઈ વખત આપણે આમ સાથે બેસીને મુસાફરી કરી નથી એટલે સંકોચ તો થાયને?’અંકીત પુરા સન્માનથી વર્તતો હતો

‘તમને ખબર છે મારી સાથે આમ બેસવાનો લાભ મેં હજી સુધી કોઈ પુરૂષને આપ્યો નથી. મને ખબર છે કે પુરૂષમાત્ર એક પતંગિયું. લાભ મળે તો રસાસ્વાદ લેવાનો ચૂકે નહિ. ન કેવળ આપણી ઓફિસનો સ્ટાફ પણ મારા બિલ્ડિંગમાં રહેતા અન્ય પુરૂષોની લોલુપતા મારાથી અજાણ નથી. પણ કોઈની હિમ્મત નથી કે મારી નજદીક ફરકે તો જેને માટે ભલભલા ઝંખે છે તે સ્પર્શનો તો સવાલ જ આવતો નથી.’ આતો ખુલ્લુ આમંત્રણ જ હતું દર્શનાએ વિચાર્યુ

‘તો પછી આજે તમે મને કેમ લિફ્ટ આપી?’ હા આજ મારો સુધરેલો પતિ હતો દર્શનાને પહેલી વાર અંકીત સાથે લઢવાનો અફસોસ થયો.

‘કોણ જાણે કેમ મને લાગ્યું કે તમે સરળ સ્વભાવના છો. ઓફિસમાં અન્યો મારી નજદીક આવવાનો પ્રયત્ન કરે છે તેવો પ્રયત્ન તમે કોઈ દિવસ નથી કર્યો. અમે સ્ત્રી લોકો પારખી નજરવાળા એટલે મને વિશ્વાસ હતો કે તમને લિફ્ટ આપવામાં વાંધો નથી. વળી મેં દૂરથી જોયું કે તમે તમારી બસ પણ ગુમાવી એટલે બીજી બસ મળતા વાર થશે અને તમે ઘરે મોડા પહોંચશો તો ભાભી પણ કારણદર્શક નજર નાંખશે. મારે તો રસ્તા ભેગો રસ્તો છે એટલે તમને લાભ આપું તો તમે આ નજરથી બચી જશો અને મને પણ કંપની મળશે.’ આવી કંપની મેળવવાની ઝંખના લાંબા સમયથી હતી અને સુમી ઈચ્છે તો રોજ આપી પણ શકું, અંકિતે મનમાં વિચાર્યું. જો એમ થાય તો વખત આવ્યે તેની કમનીય કાયાના સ્પર્શની પણ તક મળી જાય. તેમ થાય તો તો वह, क्या बात है!

‘તમે કોઈ જવાબ ન આપ્યો. મારી કંપની પસંદ નથી?’ ઉભી રહે લુચ્ચી.. મારો ધણી ને હેઠો મેલુંતો ને? દર્શના મનો મન બબડી

‘અરે હોય કાંઈ? આ તો પ્રથમ વખત આમ મળ્યા એટલે. ભવિષ્યમાં કદાચ ફરી તક મળશે તો સંકોચ દૂર થશે અને તમારી કંપની પણ વધુ ગમશે.’અંકિત! આ ઠીક ના કહેવાય…દર્શના મનોમન બબડી

‘વાહ, એ વાત પર એક સેલ્ફી હો જાય. લો મારો મોબાઈલ અને તેમાં આપણી આ સફરની યાદગીરીરૂપે એક ફોટો પાડી લો. જરા નજીક આવો. એમ કરો ફોટો પાડતા બેલેન્સ ચૂકી જાઓ અને પડી ન જાઓ માટે તમારો ડાબો હાથ મારી કમર પર વીંટાળી દો.’ તો સાચી વાત આ છે..સુમી મારા વર પાછળ પડી છે

‘ફરી સંકોચ થયો?’ તે થાય જને .. મારો વર સજ્જન છે…

‘ના, પણ આમ જાહેરમાં આવી રીતે ફોટો પાડીએ તો કેવું લાગે?’ બરોબર છે મારા રાજ્જા! દર્શના ગૌરવાન્વીત થઇ

‘અરે ઓ જુનવાણી બંધુ, ફજેતી થશે તો મારી થશે. તમે કેમ ગભરાઓ છો? હું બિન્ધાસ્ત બની તમને કહું છું પછી તમને શેની ચિંતા? શરૂ થઇ જાઓ.’ જો પાછી ચાલુ થઈ સુમી..સાલી …

‘તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું કારણ તમારા જેવા સરળ માણસને ભાભી સિવાય અન્ય કોઈ સ્ત્રીને સ્પર્શ કરવાની તક નહિ મળી હોય અને મળી હશે તો તેમ કરવાની હિમ્મત નહિ થઇ હોય!’ હિંમત કરે તો શાનો? ટાંટીયો ના ભાંગી નાખું?દર્શના બરોબર બગડી હતી

‘બરાબર સેલ્ફી લેજો જેથી સ્કૂટર પણ પૂરેપૂરૂં દેખાય અને ખબર પડે કે આપણે સાથે સફર કરી રહ્યા છીએ.’સુમી એ ફરી સુચન આપ્યુ

‘વાહ, બહુ સુંદર ફોટો આવ્યો છે.’

દર્શના ઠરેલા અવાજે બોલી “ અલી મારા ધણીને તારામાં રસ કરતા તને મારા ધણીમાં વધારે રસ પડતો હોય તેમ લાગે છે..”

“ અલી તારો વર પહેલાતો મને સાવ સીધો સાદો અને સંત જેવો લાગ્યો એટલે ધાર્યુ પરિણામ લાવવા થોડો ઉકસાવ્યો..પણ સાધુ મહારાજ જ્યારે કમર પર વળગ્યા ત્યારે લાગ્યું કે બહુ જોખમી છે..પણ ત્યાં ઘર આવી ગયું ને મને સો માંથી સો માર્ક મળી ગયા.”

“એટલે?”

“સેલ્ફી જરા શાંતિથી જો.”

“ બરોબર કમર પકડીને બેઠો હતોને..?.”

“ હા પણ એના આંગળા મારી છાતીને અડતા હતાને?”

ક્યાં છે મને તો કશું દેખાતુ નથી એમ કહેતા કહેતા દર્શનાએ સેલ્ફી અને ટેપ બંને ડીલીટ કરી નાખ્યા.

“ અલી આ શું કર્યું?”

“ પુરુષને સાચવવા જે કરવું જોઇએ તે કર્યુ..અને ખબરદાર જો મારા ધણી ને ફરી થી લિફટ આપી તો?”

સુમિ તો બદલાયેલી દર્શનાનું રૂપ જોઇને આભી જ થઈ ગઈ.તેના મનમાં હતું કે ટેપ અને સેલ્ફી થી તે અંકિતને દાબમાં રાખશે ..પણ દર્શનાની અગમચેત થી તે વાત મનની મનમાં રહી ગઈ.

સુમી કહે “એ સેલ્ફી તો આખા ગામને કંઇ ઓછી બતાવવાની હતી?”

“તે સેલ્ફી મારા રોયાની હતીને? તેથી મેં કાઢી નાખી હવે ઘરે જઇને તે લુચ્ચા ચરિત્રહીન અને લંપટ પતિ મહાશયની વાત.”

ધમ ધમ કરતા દર્શના પગ પછાડતી ચાલી નીકળી

 

 

Advertisements
This entry was posted in પતંગીયુ, બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.