રમતઃ-સ્નેહા પટેલ

 Image may contain: 1 person, smiling

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ,
હોડ શું છે? હાર શું છે ? ઝૂઝવું શી ચીજ છે?
-રમેશ પારેખ.
ધ્રુતિ આજે આઇના સામે કંઇક વિશેષ સમય ગાળી રહી હતી. વાળ ‘સ્ટ્રેઈટ’ કરાવેલા હતાં પણ નાના નાના ટુક્ડાં વાળ પાંથી આગળથી ઉંચા રહી જતા હતાં. એના મગજમાં ક્યારની આ વાળને સરખા સેટ કરવાની વિમાસણ ભમતી હતી. કંઇક તો રસ્તો શોધવો જ પડે કે જેથી આ વાળ નીચા બેસી જાય અને બીજા વાળના જથ્થામાં ભળીને એકસરખા થઈ જાય જેથી ટ્રીટમેન્ટ કરાવેલા વાળ અસ્સલ કુદરતી સીધા વાળ જેવા જ લાગે. પાણી તો લગાવાય નહીં, એવું કરે તો વાળમાંથી આયર્નીંગ જતું રહે. છેલ્લે નાછૂટકે એના ભાઈ વીરના વાળનું ‘સ્ટાઈલીંગ જેલ’ લીધું અને ટુકડાં વાળ પર લગાવીને થોડાં ચપ્પટ કરીને નીચા બેસાડી દીધા. ખાસ્સો ફરક પડી ગયો હતો…હાશ ! ત્યાં જ બહારના રુમમાંથી એની બહેનપણી રુપાલીની બૂમ સંભળાઈ,
‘કેટલી વાર છે ધ્રુતિ, તું તો જાણે તારા લગન હોય એટલી વાર લગાડી રહી છે.’
‘અરે, આ આવી બાપા.બૂમાબૂમ બંધ કર. બાજુના રુમમાં દાદાજી સૂઇ ગયાં છે, જાગી જશે.’
જે બીજી જ પળે ધ્રુતિ હેન્ડબેગ ને કારની ચાવી સાથે ડ્રોઈંગરુમમાં દાખલ થઈ.
‘ઓહોને કંઈ, નવી હેરસ્ટાઈલ કરાવી છે ને ! હા ભાઈ હા, સાર્થકભાઈની ફૂટબોલ મેચ જોવા જવાનું છે ને, અને સાર્થકભાઈ એટલે તો..’ ને રુપાલીએ આગળની વાત ઇરાદાપૂર્વક અધૂરી છોડી દીધી.
‘ચાલને હવે ચાંપલી, હજુ તો એણે જ મને પ્રપોઝ કર્યું છે. મેં એની દરખાસ્તનો કોઇ જ જવાબ નથી આપ્યો તને ખબર છે. હું પહેલાં એને થોડો જાણવા માંગુ છું. લગભગ બે મહિનાથી હું એને ચકાસી રહી છું પણ ખબર નહીં કેમ, કોઇ નિર્ણય પર નથી પહોંચી શકતી. એક પળમાં એ મને બહુ જ ‘કેરીંગ’, લાગણીશીલ, સજ્જ્ન લાગે છે તો બીજી પળે સાવ નફ્ફટ કહી શકાય એટલી હદે બેફિકર. હું એને સમજી નથી શકતી. હું ધ્રુતિ મહેતા- સાયકોલોજીની માસ્ટર પણ અસલી જીવનમાં અસલી ને મહત્વપૂર્ણ કેસ સમજવામાં જ કાચી પડું છું.’
‘હોય ડીઅર હોય, એમ મન પર નહીં લેવાનું બધું. મારી વાત માન તો હા જ પાડી દે, મારી નજરે તોબહુ જ સ્માર્ટ, પૈસાદાર ને હેન્ડસમ છોકરો એટલે બેસ્ટ જીવનસાથી ને એ બધું તો સાર્થકમાં પહેલેથી જ છે.’
‘ના, આ બધી જે વાત કરી એમાંથી પૈસા અને હેન્ડસમ જેવી વાતો સાથે મારે કોઇ લેવાદેવા નથી. એ તો આજે છે ને કાલે નથી. રહી સ્માર્ટનેસની વાત તો એ બે રીતે વપરાય. સારી ને ખ્રરાબ. મારે એની એ સ્માર્ટનેસ ચકાસી લેવાય એટલે આખી વાતનો તાગ મળી ગયો જ સમજ ને.’
‘ઓફફોહ, તું ને તારી સાયકોલોજી, ચાલ હવે મોડું કરીશ તો મેચ ચાલુ થઈ જશે ને સાર્થકને બેસ્ટ વીશીસ નહીં આપી શકાય.’
ને થયું પણ એમ જ, એ લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા ને મેચ ચાલુ થઈ ગઈ હતી. ગોરો ચિટ્ટો ને છ ફૂટ ઉપરની હાઈટ ધરાવતો સાર્થક ફૂટબોલના યુનિફોર્મમાં દિલધડક હેન્ડસમ લાગતો હતો. ધ્રુતિને એનું દિલ એક પળ ધબકારો ચૂકી જતું લાગ્યું. એના લાંબા કસરતી પગ, જીમમાં જઈને સુદ્રઢ કરાયેલું બદન, ઉત્તેજનામાં ગોરામાંથી ગુલાબી થઈ ગયેલ વદન, જાણે ફીફાની મેચ રમતો હોય એવો જુસ્સો- ઝ્નૂન…હાય, આ છોકરાંને ના પાડવા માટે એ કારણો શોધી રહી છે, કેવી મૂર્ખી છે !’ ને ધ્રુતિ મનોમન પોતાની પર હસી પડી. રુપાલીની ચકોર નજરે એનું આ હાસ્ય પકડી લીધું ને શરારતભરી આંખે એને હળ્વી કોણી મારી લીધી. ચોરી પકડાઈ ગઈ હતી એથી ધ્રુતિ મનોમન શરમાઈ ગઈ. મેંદાનમાં ૨૨ ખેલાડીઓ દોડી રહ્યાં હતાં પણ ધ્રુતિની દુનિયા તો એક જ જણથી શરુ થઈને એક જ જણ પર ખતમ થઈ જતી હતી. અચાનક ધ્રુતિની એકટકીને આંચકો લાગ્યો. સમર્થે એના સાથી ખેલાડીના પગમાં બોલ લેવાના બહાને જોરથી ધકકો મારીને પાડી દીધો હતો. જોકે બધાંને આ રમતનો એક ભાગ જ લાગ્યો પણ ધ્રુતિને સચ્ચાઈની જાણ થઈ ગઈ. જો કે સામેની ટીમના ખેલાડીને બહુ વાગ્યુ નહતું. સમર્થની ટીમ ૨-૧ થી પાછળ હતી. એ લોકો સ્કોરને બરોબર કરવા મરણિયાં થઈ રહ્યાં હતાં અને સમર્થે ફરીથી સામેની ટીમના સ્ટાર ખેલાડીને એના મજબૂર પગથી ટક્કર મારી. સામેવાળો ખેલાડી બે ગડથોલિયું ખાઈ ગયો અને એના હાથનું હાડકું તૂટી ગયું. સમર્થના ચહેરાં પર લુચ્ચું સ્મિત રેલાઈ ગયું. જોક આ વખતે રેફરીએ રીપ્લે જોઇને સમર્થને પેન્લ્ટી કાર્ડ આપી જ દીધું. એ પછી પણ ગેમમાં વારંવાર સમર્થની લુચ્ચાઈ અને જડતા જોવા મળી ને ધ્રુતિનું દિલ તૂટી ગયું. અચાનક એણે રુપાલીનો હાથ પકડ્યો અને ઉભી થઈ ગઈ.
‘ચાલ રુપા.’
‘અરે કેમ ? શું થયું ? સાર્થકની ટીમ બરોબરી કરી રહી છે ને તું છે કે જવાની વાતો કરે છે.’
‘ઈટ્સ ઓવર .’
‘શું..?’
‘મતલબ કે જે પ્રેમ કહાની ચાલુ જ નહતી થઈ એનો અંત આવી ગયો.’
‘પણ કેમ ?’
‘એ રમત નથી, અંચઈનો ભંડાર છે. ક્રીડા સાથે પીડાનો પ્રાસ બેસાડીને જીતી જવાના પ્રયાસો છે. જીવનમાં માનવી હળવાશ અનુભવી શકે એ માટે એક સહજતાથી, ખેલદિલીથી રમતો રમવાની હોય. જે માનવી રમતમાં હાર કે જીત ને સહજતાથી લઈ શકતો નથી એ જીવનના અનેક સહન કરવા પડતાં ડીપ્રેશનોમાં પણ સહજ રહી શક્તો નથી,ઝનૂની થઈ જાય છે. તને ખબર છે, આપણે ત્યાં ‘રમત-ગમત’ એ શબ્દપ્ર્યોગ થાય છે. સાર્થકની રમતમાં ફકત ને ફકત રમત જ છે, ગમતનો સાવ જ લોપ થઈ ગયો છે, ગમતની જગ્યાએ હિંસા, સ્વાર્થીપણું, ઇર્ષા જેવા પાસાં જોડાઈ ગયાં છે, હું આ વ્યક્તિ સાથે કોઇ પણ હિસાબે આખું જીવન પસાર ના કરી શકું.’
ને રુપાલી વિચારમાં પડી ગઈ, સાર્થકની અંચઈ જોઇને એના મનમાં પણ ધ્રુતિના વિચારો જેવા જ પડઘાં પડેલાં એટલે એની વાત નકારી કાઢવાને કોઇ મજબૂત દલીલ એની પાસે પણ નહતી.
અનબીટેબલઃ રમત ગમત આપણા જીવનનો આઈનો છે.

સૌજન્ય ફુલછાબ-ફેસ બુક

 
Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.