સમય એક વિસ્મય !-ઓન લાઇન વાર્તા સ્પર્ધા

સમય – કલાક, મિનીટ, સેકંડ અને ક્ષણ….

દરેકના જ જીવનમાં આ સમયનું ઘણું મહત્વ છે. એક ક્ષણ જે પસાર થઈ જાય છે તે કદી પાછી નથી આવતી. તમે ઘણી વાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે જે-તે વ્યક્તિનો સમય સારો ચાલી રહ્યો છે એટલે એના જીવનમાં બધું સારૂ જ થાય છે, કે પછી જે-તે વ્યક્તિનો સમય ખરાબ ચાલે છે એટલે તેના જીવનમાં બધું ઊંધું થાય છે… સમય વ્યક્તિના જીવન પર પોતાનો સારો કે નરસો પ્રભાવ છોડી જ જાય છે.

દરેક વ્યક્તિ માટે આ સમય એક વિસ્મય છે. એટલે કે તેના ગર્ભમાં શું છે તે જાણી શકાતું જ નથી. ક્યારેક એ માણસને ટોચ પર લઈ જાય છે, તો ક્યારેક એ માણસને ટોચ પરથી ગબડાવી પણ દે છે. ક્યારેક એ લોકોને મેળવે છે તો ક્યારેક એ લોકોને છૂટા પણ પાડી દે છે.. સમય ક્યારે પલટાય જાય એ માત્ર ‘સમય’ જ બતાવે છે.

પરંતુ લોકોએ એ હંમેશા યાદ રાખવાનું જ રહે છે કે સમયની દરેક પળ વીતી જ જવાની છે, એ સારી હોય કે ખરાબ.

તો મિત્રો, સમયથી પ્રભાવિત થયેલા લોકો પર તમારે વાર્તાઓ લખવાની છે. એ કોઈ સત્યઘટનાથી પ્રેરિત હોઈ શકે છે, કે પછી કાલ્પનિક પણ.

આપની આંગળીઓને સજ્જ કરી કી બોર્ડ પર ફેરવવા માંડો અને કરી લો સમયને આપના શબ્દોમાં કેદ. એ શબ્દો વાર્તામાં ઢાળીને અમને મોકલી આપો.

આપે લખેલી વાર્તા માટે નીચેના નિયમો લાગુ પડશે.

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

1) સ્પર્ધા માટે મોકલેલી આપની રચના મૌલિક હોવી જોઈએ.

2) આપની રચના વર્ડફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ.

3) કોઈ પણ રચનાકાર આપેલ વિષય પર એકથી વધુ રચનાઓ મોકલી શકશે. ( વધુમાં વધુ 3 રચના )

4) રચનાઓમાં શબ્દમર્યાદા:  

લઘુત્તમ શબ્દ મર્યાદા : 800

મહત્તમ શબ્દમર્યાદા બાધ નથી.

અગત્યની તારીખો :

રચના મોકલવાની છેલ્લી તારીખ : ૩૧ જાન્યુઆરી

રચના  ફેબ્રુઆરી થી ૫ માર્ચ સુધી વાચકો સમક્ષ રહેશે.

વિજેતાઓની ઘોષણા ૭ માર્ચના રોજ પ્રતિલિપિની સાઈટ પર કરવામાં આવશે.

વિજેતા રચનાઓની પસંદગી વાચકોએ દર્શાવેલ રસ મુજબ- એન્ગેજમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવશે. આ સ્પર્ધામાં બધા જ ભાગ લઈ શકશે.

 

સન્માન રાશિ આ મુજબ રહેશે :

1. 1500/-  

2. 1000/-

3. 500 /- [ 5 વિજેતાઓ ]

( નોંધ – સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)

 

આપની રચનાઓ  gujarati@pratilipi.com પર “સમય એક વિસ્મય !”  ના વિષય સાથે મોકલવાની રહેશે.

સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460

Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.