ગુજરાતી ભાષાનું ભાવિ અમેરિકામાં- હરનિશ જાની.

gujarati-bhashanu-bhavu

સૌજન્યઃ ગુજરાત મિત્ર ૪ જન્યુઅરી ૨૦૧૭- ફીર ભી દિલ હૈ હિંદુસ્તાની

નવા વરસનો મારો વિષય છે- અમેરિકામાં ગુજરાતી ભાષાનું ભાવિ– મને કોઈ પૂછે તો કહું કે અમેરિકામાં ગુજરાતીનું ભાવિ અંધારમય છે. હું નિરાશાવાદી નથી. પણ આશાવાદી થવા જેવું કાંઈ દેખાતું પણ નથી. કોઈ પણ વસ્તુનું ભાવિ તેની ઉગતી પેઢી પર આધાર રાખે છે. અમેરિકામાં નવી પેઢીના ગુજરાતીઓ–ઉંમર વીસની નીચેના કેટલા યુવાનો ગુજરાતી બોલી શકતા હશે? તે ધારવું પણ અઘરું છે,

ગયા ઓકટોબરમા ગુજરાતી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનુ આઠમું દ્વિવર્ષીય સંમેલન થઈ ગયું, વ્યક્તિ દીઠ દોઢસો ડોલર ફી આપી આ ત્રણ દિવસના સંમેલનમાં ૩૫૦ સભ્યો હાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ રજીસ્ટ્રેશન પંદર દિવસ પહેલાં બંધ કરી દેવું પડ્યું હતું, કારણ કે જે હોટલમાં સંમેલન યોજાયું હતું તેમાં વધારે લોકોની બેઠક વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી , આ અ!વેશનની સફળતાનો જશ એકેડેમીના પ્રમુખ રામભાઈ ગઢવી અને તેમની કારોબારીના સભ્યોને જાય છે. જ્યારે આપણે કોઈ પણ સંસ્થાના પ્રમુખને વખાણીએ ત્યારે તેનો ખરો જશ પ્રમુખ પત્નીને મળવો જોઈએ અહીં ભાનુબેન ગઢવીને ભારતથી પધારેલ મહેમાનોની આગતા સ્વાગતા અને છ સમય સંમેલનના સભ્યો માટેના ડિનરની જ્વાબદારી હતી. જે તેમણે સફળતાપૂર્વક પાર પાડી હતી. ભારતથી મુખ્ય મહેમાન જ્ઞાનપીઠ પારિતોષીક સન્માનીત શ્રી રઘુવીર ચૌધરી અને પ્રખ્યાત હાસ્યલેખક શ્રી રતીલાલ બોરીસાગર હતા. જેમના વ્યાખ્યાનો સભ્યોએ વધાવ્યા હતા.

રાહુલ શુક્લ,જય વસાવડા,બળવંત જાની બાબુ સુથાર, મણીલાલ .હ. પટેલ.મધુસુદન કાપડિયા અને હાસ્યલેખક હરનિશ જાનીએ પણ સભ્યોનું મનોરંજન કર્યું હતું. ખરું મનોરંજન તો બે રાતે સુગમ સંગીતનો અમર ભટ્ટનો  અને ચારણી ડાયરાનો કાર્યક્રમ ચેતન ગઢવીએ અને ભારતીબેન વ્યાસે કરાવ્યું હતું. હાસ્ય અને જ્ઞાનથી ભરપુર સંમેલન શોભી રહ્યું હતું. નોર્થ અમેરિકાની આ અકેડેમી આખું વરસ સુગમ સંગીત અને ભારતથી પધારતા કવિઓ અને લેખકોના સાહિત્યીક કાર્યક્રમો યોજે છે.

તે ઉપરાંત સ્થાનિક ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા, “સર્જકો સાથે સાંજ” નામની બેઠકો પણ યોજે છે. ફરીથી આનો જશ પ્રમુખ રામ ગઢવીને જાય છે. આ અધિવેશનમાં ૩૫૦ સભ્યો સવારથી સાંજ સુધી હાજરી આપતા. આ વાતની નોંધ તો ભારતથી પધારેલ દરેક મહેમાનોએ લીધી હતી.એ અમેરિકન ગુજરાતીઓની ભાષા માટેની ભૂખ બતાવે છે, તેમ છતાં હું કહું છું કે ભાષાનું ભાવિ ઉજળું નથી કારણ કે ગયા સંમેલનમાં ૩૫૦ સભ્યોમાંથી ૫૦ વરસથી અંદરના કેટલા સભ્યો? જે લોકો હાજર હતા તે બધાં સાઠ વરસથી મોટી ઉંમરના હતા. તેમાંના અડધો અડધ સિત્તેરના તો ખરા જ. પચ્ચીસ વરસથી નીચે તો એકે નહીં, વિદ્યાર્થીઓ તો એકે નહીં, અમારા બાળકોને માટે રઘુવીર ચૌધરી કે રતીલાલ બોરીસાગર તો ફોરેનના “અકલ લોકો‘– લખકો પણ નહીં . જ્યારે ચાર્લ્સ ડિકન્સ અને એડગર એલન પો કે એમિલી ડિકન્સન ઘરના ગણાય. અમેરિકન સ્કુલોમાં ઈંગ્લિશ લિટરેચર ભણાવાય. બધાં ટીચર ઈંગ્લિશ બોલે. બીજા વિદ્યાર્થીઓ ઈંગ્લિશ બોલે. ત્યાં ગુજરાતી ક્યાંથી શીખે? જ્યારે અમે પચાસના દાયકામાં હાઈસ્કુલમાં હતા. ત્યારે કનૈયાલાલ મુન્શી કે ઝવેરચંદ મેઘાણી વાંચ્યા પછી ગૌરવ અનુભવાતું હતું. અમેરિકાના ગુજરાતી બાળકો ઘરમાં જ ગુજરાતી બોલવાની તક મળે. અને તે પણ “મમ્મી મને ભૂખ લાગી છે.” જેવું કામચલાઉ ગુજરાતી બોલાય. કાંઈ સાહિત્યીક વાત તો થાય નહીં. અને મા બાપો ગુજરાતીના ગૌરવ માટે બને તેટલું ગુજરાતી ઘેર શિખવાડે છે. પણ તેટલું પૂરતું નથી

હવે અમેરિકા ખૂબ મોટો દેશ છે. અને ગુજરાતી પ્રજા આખા દેશમાં વિસ્તરેલી છે. એટલે માત્ર ન્યૂ જર્સીની ગુજરાતી પ્રવૃત્તિ આખા દેશના ગુજરાતીઓની ભાષાની ભૂખ ભાંગી શકતી નથી. બીજા કાંઠે કેલિફોર્નિયામાં પ્રજ્ઞા દાદભાવાળા ,પી.કે.દાવડા અને જયશ્રી મરચંટ– શિકાગોમાં ડો.અશરફ અને મધુમતી મહેતા– હ્યસ્ટનમા વિજય શાહ અને મિત્રો,  સાહિત્ય સરીતા ચલાવે છે. તો ફ્લોરિડામાં ડો. દિનેશ શાહ અને મિત્રો સાહિત્ય સંમેલન અને કાવ્ય સંમેલનો યોજે  છે. તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. તેમ છતાં ભાવિની વાત આવે તો તે સૌની સ્થિતિ ન્યૂ જર્સી જેવી જ છે. ત્યાં પણ વીસ વરસની નીચે ગુજરાતી સાહિત્ય સમજનાર કોઈ ન મળે. કારણમાં આ અમેરિકન આંધીમાં ગુજરાતીનો દીવો સળગતો રાખવો અઘરો છે. મેં ન્યૂ યોર્કના ભારતીય વિદ્યાભવનના સાહિત્ય સંમેલનમાં હાજરી આપી હતી. ત્યાં ભારતની બીજી બધી ભાષાઓને કેવી રીતે જીવતી રાખવી એ સમશ્યા પર ચર્ચા થઈ હતી. અરે ! સિંધી ભાષી પ્રજાનો તો પ્રાણ પ્રશ્ન વતનનો છે. ભારતમાં તો સિંધીઓનું પોતાનું કહેવાય એવું રાજ્ય પણ નથી. તો બીજા દેશમાં તો ઠીક પણ ભારતમાં પણ સિંધી ભાષા ભૂંસાય રહી છે.  એટલે  ભાષાઓની પરદેશમાં વાત જ શું કરવી?

ગુજરાતી ભાષા ગુજરાતમાં ટકશે કે કેમ એ જ મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં  રોજે રોજ ખુલતી નવી  અંગ્રેજી સ્કુલો એનો જવાબ છે. અને તેના પર ચાલતી ચર્ચાઓ રોજ ગુજરાતના  પેપરોમાં છપાય છે. ગુજરાતમાં સાત કવિઓના સાત પુસ્તકો કે એક કવિના સાત પૂસ્તકોના વિમોચન વાર તહેવારે થયા કરે છે પણ તેમાના કેટલા વેચાતા હશે? એના માટે જુદો લેખ લખવો પડે.

અમેરિકામાં આવેલા જુદીભાષા બોલતા હિન્દીઓ અંદરો અંદર ઈંગ્લિશ બોલે છે. પંજાબીઓ હિન્દી કે પંજાબી બોલે છે. પરંતુ અમેરિકામાં દુનિયા આખીની પ્રજા વસે છે. હવે તેમાં યુરોપીયન પ્રજા સ્હેલાયથી ઈંગ્લિશ ભાષા બોલી અને અમેરિકનોમા ભળી જાય છે. મુશ્કેલી મેક્ષિકન કે બીજી લેટિન અમેરિકાન દેશોમાં બોલાતી સ્પેનિશભાષાની. તો તેમણે અમેરિકનોને દ્બિભાષી બનાવવા માંડ્યા છે. દરેક એરપોર્ટ પર ઈંગ્લીશ અને સ્પેનીશ ભાષામાંસાઈન બોર્ડ દેખાશે. અરે ! ગવર્મેંટની ઓફિસોમાં ફોર્મ પણ સ્પેનિશમાં પણ દેખાશે. હવે આ ટ્રંપ સાહેબને અને તેમના ટેકેદારોને ખૂંચે જ ને!Email- harnishjani5@gmail.com

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to ગુજરાતી ભાષાનું ભાવિ અમેરિકામાં- હરનિશ જાની.

  1. KETAN YAJNIK કહે છે:

    PAN GUJARAT ANE BHAARATMAA?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.