સુખિયા જીવ (૩) -પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

 

(ગતાંકથી આગળ)      

                   એ વાત પરથી ઘરમાં પોટા પાયે ઝઘડો થયો.એકાદ અઠવાડિયા પછી વિરજીભાઇની પુત્રવધુને પ્રેમિલાના ક્લિનીકમાં દાખલ કરી તો જયુએ ક્લિનીક પર પ્રેમિલાને ફોન કરી કહ્યુંમારા ઉસ્તાદના દિકરાવહુનો કેસ તારા ક્લિનીકમાં દાખલ કર્યો છે તો બરોબર સંભાળ લેજે..”                

જયુના કહેવાથી એમ વાત માને તો પ્રેમિલા શાની એતો કેસ પોતાના આસિસ્ટન્ટને સોંપી પોતે બહાર જ્તી રહી.આખરે વિરજીભાઇની દિકરા વહુને જનરલ હોસ્પિટલમાં ઇમર્જન્સી કેસ તરિકે દાખલ કરી પણ માલકની મહેરબાનીથી મા તો બચી ગઇ પણ સાત માનતા માન્યા બાદ અવતરેલો દિકરો ગુજરી ગયો.તે રાત્રે જયુ ને પ્રેમિલા વચ્ચે સખત ગરમા ગરમી થઇ. “તને લેડી ડૉક્ટર કોણ કહેશે? તું ડૉક્ટર નહીં ડાકણ છો ડાકણ જે પેલા નવજાતને ભરખી ગઇ..    

સાંભળી ને પ્રેમિલા મ્હોં બગાડી પગ પછાડતીને જોરથી બારણાં પછાડતી બહાર ચાલી ગઇ. વાતને બે અઠવાડિયા થયા હશે તો જયુના વર્કશોપમાં ટાયર રીથ્રેડીન્ગ પ્લાન્ટનું ઉદઘાટ્ન થવાનું હતું.કાર્ડ છપાઇને આવી ગયા ત્યારે વર્કશોપ મેનેજરે કહ્યુંભાઇ આપણે કેક ટાયરના આકારનું બનાવીએ તો?પેલી બેકરી કરતાં આપણે પ્રિન્સ હોટલમાં ઓર્ડર આપીએ તો ભલે બે રૂપિયા વધારે લેશે પણ બનાવશે અફલાતુન..” “ભલે તમને યોગ્ય લાગે તેમ કરો..” “આજે સાંજે સાત વાગે આપણા નવા પ્લાન્ટનું ઉદઘટન છે તો સમયસર આવી જજે ખાસ યાદ અપાવું છું..જયુએ બપોરે ક્લિનીકમાં ફોન કરી પ્રેમિલાને કહ્યુંહું નહીં આવી શકું આજે અમેરિકન ડૉક્ટરનું એક ગ્રુપ જનરલ હોસ્પિટલમાં આવવાનું છે એટલે મારે મિટીન્ગ અટેન્ડ કરવાની છેકહી ફોન પછાડયો.     ઉદ્ઘાટનની તૈયારી ચાલતી હતી એટલામાં મેનેજરની બુમાબુમ સંભળાઇ અરે જલ્દી જાવ કોઇ પ્રિન્સ હોટલમાંથી ઓર્ડર આપેલ કેક લઇ આવો…’ એટલે જયુએ કહ્યુંહું જાઉ છું.મારા સાથે કોઇને મોકલાવો જે કેકને સાંચવે.”                    

 જ્યુ પ્રિન્સ હોટલમાં પહોંચ્યો તો તેણે જોયું કે,કોલેજના જુના મિત્રો વચ્ચે બેસીને પ્રેમિલા વાઇન પી રહી હતી.જયુને બે ત્રણે મિત્રોએ બુમ પણ મારી. “ઓહો! જે.પી.કેમ છો..? આવીજા ભાભી પણ હાજર છે ચીઅર અપ મેન..        

જયુએ કેક સાથે આવેલ માણસને આપી ગાડીમાં રાહ જોવા કહી બધા બેઠા હતા ત્યાં ગયો.

તો છે તારૂં અમેરિકન ડેલીગેશન?”

જયુ મોઢું સંભાળ તું નથી ઓળખતો લોકો કોણ છે..?”

મને શિખામણ આપે છે..?બધા વચ્ચે મારી મશ્કરી કરે છે..?”કહી જયુએ પ્રેમિલાને બાવડેથી પક્ડી ઊભી કરી ને તમાચો મારી ત્યાંથી નીકળી ગયો.              

ઉદ્ઘાટન સમારંભ પુરો થયો.સૌને વળાવીને જયુ ઘેર આવ્યો ત્યારે લમણે હાથ દઇ કાકા બેઠા હતાં.સામે પડેલી ટીપોય પર એક એટેચી ખુલ્લી પડી હતી જેમાં રૂપિયાઓની થપ્પીઓ હતી તેના પર એક સ્ટેમ્પ પેપર પડયો હતો.

શું થયું કાકા..?”

પ્રેમિલા વહુ ચાલ્યા ગયા..

તો….?”

મુકી ગઇ છે પાંચ લાખ રૂપિયા રોકડા દવાખાનાની ગાડીની કિંમત અને છૂટાછેડાના કાગળિયા” “તો….?”

ખોટું થયું આપણે ક્યાં પૈસાની કે છૂટાછેડાની વાત કરી હતી?”

હું છૂટાછેડા લેવાનો હતો સારૂં થયું એણે સામેથી વાત કરી..કહી જયુએ છૂટાછેડાના કાગળ પર સહી કરી કાકાને આપતાં કહ્યું

બાકી રહી પૈસાની વાત તો તમારે રાખવા હોય તો બા બાપુજીના નામે ટ્રષ્ટ બનાવો ને તેમાંથી ગરિબોને મફત ઇલાજ થાય માટે મદદ કરજોકહી અટેચી કાકાને સોંપી.  

         બનાવ પછી જયુનું મન ક્યાં પણ લાગતું હતું તેમાં એક દિવસ કચ્છનો એક કણબી ગાડી બગડી જતાં જયુના વર્કશોપ પર રીપેરીન્ગ માટે લાવ્યો.સાથેના માણસ સાથે વાત કરતાં સાંભળીને જયુ તેની નજીક જઇને પુછયુંકચ્છમાં ક્યું ગામ ભાઇ..?”

બળદિયા,તમે પણ કચ્છી લાગો છોક્યાંના છો..? “માંડવીનો..આવો તમારી ગાડી રીપેર થાય ત્યાં સુધી ઓફિસમાં બેસીએ,અરે…નારાયણ જરા ત્રણ ચ્હા મંગાવજો..કહી જયુ તેમને ઓફિસમાં લઇ ગયો. “બેસો..”      

ચ્હા આવી અને પિવાઇ ગઇ ત્યાં સુધીમાં કાસમ આવીને કહી ગયો ગાડી થઇ ગઇ.

શું હતું કાસમ..?”

કાંઇ નહી ભાઇ, ઓઇલ ફિલ્ટરનો નટ ઢીલો પડી ગયો હતો ને ફેન બેલ્ટ બદલાવ્યો..

કેટલા થયા..? જરા રામ અવતારને મોકલ..

૭૫ થયા ભાઇ..રામ અવતારે આવીને કહ્યુંપંચોતર……!” “કેમ વધારે લાગે છે..?”આશ્ચર્યથી જયુએ પુછ્યુંઅરે..શું વાત કરો છો ભાઇ..?” “તો….?” “અરે શું વાત કરૂં કચ્છમાં લાઇટના ઠેકાણા નથી અને ઇન્જીન રીપેરિન્ગવાળા તો લોહી પી ગયા છે.ક્યાંક ક્યાંક તો શું લૂટ ચાલે છે તો તમે નજરો નજર જુઓ તો ખબર પડે.આજકાલના શિખાઉ છોકરડા એક વાઇસર બદલી આપે તો કહેશે આપો વીસ રૂપિયા..” “શું વાત કરો છો..?”

હા સાચું કહું છું,ક્યારેક કચ્છ આવો તો મળજો.બળદિયા બસ સ્ટેશન પર ખાલી કહેજો શિવજી વાલા ક્યાં રહે છે..?કોઇપણ મારૂં ઘર બતાવશે,ભલે જય સ્વામિનારાયણ..પૈસા આપતા શિવજીભાઇએ કહ્યુંજય સ્વામિનારાયણ..

         શિવજીભાઇની વાત સાંભળી જયુએ મનમાં ગાંઠ વાળી લીધી.એણે એક પ્લાન બનાવ્યો જે મુજબ અર્ધામાં રહેઠાણ અને અર્ધામાં વર્કશોપ થઇ શકે એવી ડિઝાઇન તૈયાર કરી એક નવી લેલેન્ડ ટ્રકન ચેસીસ લીધી અને વર્કશોપની સામે ઊભી રાખી દીધી ત્યારે પ્રાણભાઇ વર્કશોપના દરવાજા પાસે ખુરશી રાખી ચ્હા પી રહ્યા હતા,ગાડીની નવી ચેસીસ જોઇને જયુને પુછ્યું    

ચેસીસ…..?,ટ્રાન્સપોર્ટરનો બોડી બાંધવાનો ઓર્ડર છે?”

ના, આપણી ગાડી માટે  છે..

શું વર્કશોપ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરવો છે..?”

ઓફિસમાં આવો વાત કરીએ..કહી જયુ ઓફિસમાં ગયો.

હાબોલ…!”સામેની ખુરશીમાં બેસતાં પ્રાણભાઇ કહ્યું             

જયુએ ટેબલના ખાનામાંથી પોતે બનાવેલ પ્લાન પ્રાણભાઇને બતાવ્યો.                          

  “આવી ટ્રક બનાવીને તારે શું કરવું છે દિકરા..?”

ટ્ર્ક લઇ કચ્છ જવું છે..

કચ્છ…?”

હા કચ્છ..

પણ તો વર્કશોપ…..?”

તમે છો,રામ અવતાર છે,કાસમ છે સાથે મળીને….સંભાળજો..

વાલજીભાઇને વાત કરી છે..?”

ના,કાકાને ખબર નથી, ટ્રક તૈયાર થઇ જાય ત્યાં સુધી તમે જાણ પણ નહીં કરતા..

પણ…?” (ક્રમશ)

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s