અમદાવાદની કર્મ કાફેમાં કેલિફોર્નિયાની “બેઠક” મળી -સાત્વિક વાતાવરણમાં સાત્વિક ભોજન સાથે સાત્વિક વાતો થઇ.

 

 

15541280_10154826453449347_900076457738659776_n-2

કેલીફોર્નીયામાં ડૉ પ્રતાપભાઇ પંડ્યાએ શરૂ કરેલ પુસ્તક પરબે, પ્રજ્ઞા દાદભાવાલાના આયોજન, રાજેશ શાહ અને કલ્પના રઘુ સાથેના સંચાલન થકી ‘બેઠક’એ વિશ્વવ્યાપી સ્વરૂપ પકડ્યું છે.‘ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ’ના ૫ દિવસના અંતે રવિવાર તા. ૧૮ ડીસેમ્બર, ૨૦૧૬એ, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલી ‘કર્મ કાફે’માં પ્રજ્ઞા દાદભાવાલાએ ‘બેઠક’નું આયોજન કર્યું.

૨૫થી વધુ સંખ્યામાં દેશ-વિદેશના સાહિત્ય સર્જકોની હાજરી રહી. સૌએ પોતાની ઓળખવિધિ કરી. જેમા ખૂટતી કડીઓથી ‘બેઠક’ના પ્રજ્ઞા દાદભાવાલા અને કલ્પના રઘુએ સૌને સાંકળ્યા.બેઠકનો મુખ્ય હેતુ દરેકના પોતાનો સાહિત્યમાં યોગદાન વિષે જાણવાનો અને ભવિષ્યમાં નવી પેઢી ને ગુજરાતી સાહિત્યમાં રસ કરતા કરી કઈ રીતે આગળ લઇ આવવા તે વિષે વિચારકરવાનો હતો  યુ.એસ.માં લૉસ એન્જલસમાં કરેલી ‘બેઠક’ પછી અમદાવાદની આ ‘બેઠક’ સૌ માટે ફળદાયી રહી. ‘બેઠક’ સાથે સંકળાયેલા અને કેટલાંક નવા તથા પીઢ સર્જકો દ્વારા રસપ્રદ સાહિત્યબીજની આપલે કરવામાં આવી, મુખ્ય વસ્તુ અહી આવેલ દરેક વ્યક્તિને પોતા કરતા બીજાને વાંચન અને સર્જન કરાવી આગળ લાવવામાં હતો. આમ દરેક વ્યક્તિ એક નાની પાઠશાળા કહી શકાય. પ્રજ્ઞાબેને ‘બેઠક’ની પ્રવૃત્તિઓનો ચિતાર આપી સૌને મહા ગ્રંથ વિષે વાકેફ કર્યા અને ‘બેઠક’ના અન્ય સભ્યોને યાદ કર્યા. ડૉ પ્રતાપભાઇ પંડ્યા, ભાગ્યેશ ઝા, બળવંત જાની, રમેશ તન્ના, વિજય શાહ, પ્રવિણા કડકીયા, હેમા પટેલ, કીરણ ઠાકર, જયશ્રી મર્ચન્ટ, તરુલતા મહેતા, અનીલ ચાવડા, કૃષ્ણ દવે, વિગેરેના આશીર્વાદની નોંધ લેવાઇ હતી. સૌએ મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’ માટે શુભેચ્છા પાઠવી. રઘુ શાહે ફોટા પાડી સૌને સ્મરંણોમાં કંડાર્યા.

15590266_10154824123399347_3896013096006265996_n

કેલિફોર્નિયાની બેઠક”ના આયોજક  પ્રજ્ઞા દાદભાવાલા, સપના વિજાપુરા, કલ્પના રઘુ, રાજકોટથી નવી પેઢીને પ્રોત્સાહન આપતા લખતા કરતા  નિલમ દોશી, ગાંધીનગરથી ‘જન ફરિયાદ’ના તંત્રી
પ્રદિપ રાવલ, અમદાવાદથી જર્નાલીસ્ટ પ્રદિપ ત્રીવેદી, નારી શક્તિ અને સંવેદના જગાડનાર લતા હિરાણી, માઇક્રોફીકશનના જીગ્નેષ અધ્યારૂ, અર્ચિતા પંડ્યા, દિપક પંડ્યા, રશ્મી જાગીરદાર, વાયબ્રેશન મ્યુઝીક એકેડેમી ચલાવનાર મૌલિક, સ્વાતિ શાહ, પન્ના શાહ, પરિક્ષિત જોષી, રવિ વીરપુરીયા, ધવલ સોની, મંથન ભાવસાર, અનેક સીનીયર સેન્ટરો સાથે સંકળાયેલા ઇન્દ્રવદન સી.  શાહ, રઘુ શાહ, રાજેન્દ્ર શાહ, વિગેરેએ હાજરી આપી.

ચા-કોફી અને એપીટાઇઝરથી શરૂ થયેલ આ બેઠકના સભ્યો અંતે નવનીત ટ્રસ્ટ ની કાફેના મેનેજર સુનીલભાઈ હાથે  પિરસેલા ગુજરાતી સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપીને છૂટા પડ્યાં. આ બેઠક સૌ માટે યાદગાર અને જ્ઞાનસભર બની રહી.

અહેવાલ: કલ્પના રઘુ

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to અમદાવાદની કર્મ કાફેમાં કેલિફોર્નિયાની “બેઠક” મળી -સાત્વિક વાતાવરણમાં સાત્વિક ભોજન સાથે સાત્વિક વાતો થઇ.

  1. Rajul Kaushik કહે છે:

    અરે વાહ! આ તો અમદાવાદ અને અમેરિકાએ મળીને સોનામાં સુગંધ ભેળવી.
    પ્રજ્ઞાબેન અને કલ્પનાબેનને હાર્દિક અભિનંદન. રઘુભાઇ તો હંમેશા આવા પ્રસંગોને તસ્વીરોમાં મઢીને ચિરસ્મરણીય બનાવે જ છે. સરસ અને આનંદની વાત.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s