સુખિયા જીવ (૨) પ્રભુલાલ ટાટારિઆ

(ગતાંકથી આગળ)

         અનસુયાના અવસાનની ખબર પડી એટલે સૌથી પહેલાં મામા મામી અનસુયાના ઘેર આવ્યા અને બાળકનો હવાલો સંભાળ્યો.ફરી કાકા કાકી બહેનના મૃત્યુના સમાચાર જાણીને માંડવી આવ્યા.અંતિમક્રિયા બાદ જ્યારે મુંબઇ જતા હતા ત્યારે જખરાને મુંબઇ લઇ જવાની વાત કરી તો કરશને કહ્યું આનું મોઢું જોઇ તો જીવું છું ભલે રહ્યો મામાને ઘેર.જખરાના કાકા કાકી પાછા મુંબઇ ગયા.                  

કરશન તો પત્નિના વિયોગમાં આખો દિવસ બસ ગુમસુમ બેસીને બીડીઓ ફૂક્યા કરતો હતો.જેમાં બહેનના અવસાનના આઘાત ભળ્યો તેમાં તે તદન ભાંગી પડ્યો અને ખાટલો પક્ડી લીધો અને આખર સતત આવતી ઉધરસથી દિવસા દિવસ શરીર કંતાઇને હાડપિંજર થઇ ગયું. જખરો પાંચ વરસનો થયો ત્યાં સુધીમાં ઘરની મુડી ને કરશનનું શરીર બન્ને ખલાસ થઇ ગયા.મુંબઇથી જખરાના કાકા કાકી.બરફ્ની પાટ પર સાંચવેલા ભાઇના શબની ઉતરક્રિયા કરીને (કરશનના ઘરમાં ચોથો બનાવ હતો)જખરાને સાથે લઇ ગયા.       

સત્ર ખુલતાં સ્કૂલમાં નામ નોંધાવ્યું જયપ્રકાશ કરશન.જરાક સમજણો થયો ત્યારે કાકા સાથે સ્કૂલના હોમવર્ક માટે પેન,બોલપેન,કંપાસ બોક્ષ વગેરે લેવા બજારમાં ગયેલો.ઘેર આવતાં રસ્તામાં પડતા તેમના મિત્ર વીરજી લાલજીના કારખાનામાં તેમને મળવા ગયા.કાકા તેના મિત્ર સાથે વાતે ચડયા હતાં ત્યારે જયુ સુથારો કેમ કામ કરે છે જોતો હતો.ઘેર જવાનું થયું ત્યારે જયુએ વીરજીભાઇને પુછ્યુંહું અહીં કામ શીખવા આવું..? “દિકરા તું શિખવા આવીશ તો ભણશે કોણ..?” “લેશન કરીને રમવા જવાના બદલે અહીં આવું તો..?” “તો વાંધો નહીં..”      

બે દિવસ પછી જયુ કામે લાગી ગયો.શરૂઆતમાં તો લાવ ઉપાડમાં મદદ કરતો અને જ્યારે બાકીના સમયમાં લાકડું છોલવામાં મદદ કરતો અને પછી તો પોતાની રીતે લાકડું  છોલતા શીખી ગયો.આગળ જતાં ફર્નિચર બનાવવા લાગ્યો.સાંગાડા ઉપર ખાટલાના પાઇયા,ધોડિયા, ડાંડિયા,કઠોળા,ભમરડા ઉતારતા શિખ્યો.તેણે લાકડા પર ચડાવેલા રંગો પણ આકર્ષક હતા .                                                                                                                  

વિરજી લાલજી પોતે પણ એક એક્ષપર્ટ કારિગર હતો.માધુ મોચી પાસેથી બુટના સોલ લગાડયા પછી વધેલા ક્રેપશોલના ઝીણા ઝીણા કટકા કરી પેટ્રોલમાં પલાળી તેમાંથી બનેલ સોલ્યુશનથી લાકડા સાંધીને મજબુત ફર્નિચર  બનાવતો જે વીરા પેટટન્ટ તરિકે ઓળખતું જેની માંગી કિમત મળતી.વિરજી લાલજીના હાથ નીચે ટ્રેઇન થયેલ જયુ પણ એક સારો કારિગર થયો.દિવસ ગુજરતા ગયા અને તે મેટ્રીકમાં આવ્યો ત્યારે કાકાએ એક દિવસ પુછયુંમેટ્રીક પછી શું કરીશ દીકરા..?”

ઓટોમોબાઇલ ઇન્જીનીયર થઇશ પણ એજ્યુકેશનલ સાથે પ્રેક્ટિકલ પણ જરૂરી છે.તે માટે કોઇના વર્કશોપમાં કામ કરવું જોઇએ” “બસ..ને? તે માટે આપણે પ્રાણલાલને મળીએકાકાએ કહ્યું.કાકા અને જયુ પ્રાણભાઇને મળ્યા અને આખી વાત સમજાવી તો પ્રાણભાઇએ કહ્યુંભલે આવે અને પોતાનો વર્કશોપ સમજીને પોતાની રીતે કામ કરે..”                  

સમય પસાર થતો ગયો અહીં જયુ ગાડી અને સ્કૂટર રિપેરિન્ગ,મોટર રીવાડિન્ગ,વેલ્ડિન્ગ શિખ્યો.લેથ મશીન પર કામ કરતાં વિરજીભાઇના કારખાનામાં સાંગાડા પર કરેલ કામનો અનુભવ બહુ કામ લાગ્યો.જ્યારે જયુના હાથમાં ડિગ્રી આવી ત્યાં સુધી પ્રેકટિકલી પણ તૈયાર થઇ ગયો હતો.એક દિવસ વર્કશોપના ટેબલ પર વિચાર કરતા જયુને પ્રાણભાઇએ પુછયુંશું વિચારે છે દીકરા..?”   “આપણું વર્કશોપ ગલીના ખાંચામાં છે..” “ તો છે.તો શું કરીશું..?” “એક નવું વર્કશોપ ખોલીયે ગામના છેવાડે જ્યાં વધારે ટ્રક ઊભા રહેતા હોય..”                

જયુએ જેમ ધાર્યુ હતું તે પ્રમાણે જમીન લેવાઇ તેના પર તેના પ્લાન પ્રમાણે વર્કશોપનું બાંધકામ થયું નવા ઓજાર લેવાયા અને નવા અનુભવી કરિગરો નોકરી પર રાખ્યા અને વર્કશોપ તો ધમધોકાર ચાલવા લાગ્યું.પ્રાણભાઇની એક લાડકી દિકરી હતી પ્રેમિલા. અને જયું સાથે ભણતાં હતા.જયુ ઓટોમોબાઇલ ઇન્જીનીયર થયો જ્યારે પ્રેમિલા ડોકટર થઇ.પહેલાંથી જયુની પ્રાણભાઇના ઘરમાં આવ જા સારી હતી જેથી સમય સાથે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો એનો અણસાર પ્રાણભાઇને આવી જતાં એક દિવસ જયુના કાકા વાલજીભાઇ પાસે આવ્યા ને કહ્યુંજો તમે રજા આપો તો… … …!”

હું પ્રેમિલાને પુત્રવધુ તરિકે સ્વિકારવા તૈયાર છું..” “… …

!”પ્રાણભાઇ તો વાલજીભાઇને જોઇ રહ્યાહું કહેવાનો હતો પણ મારી વાત કાપી વાત તમે કરી તમારી મોટાઇ લેખાય..

આપણામાં દિકરીનો બાપ સામેથી બોલે નહીં એટલે મેં તમને બોલતા રોક્યા..”      

બન્ને મિત્રો ખુશી થઇ ગળે મળ્યા તારીખ પાકી થઇ તે પ્રમાણે વેવિશાળ થયા અને તરત લગ્ન લખાયા ને જયુ ને પ્રેમિલા ચાર ફેરા ફરી પરણી પણ ગયા.દોઢ મહિનો હનીમુનમાં લગભગ આખું ભારત ફર્યા ને પાછા આવ્યા ત્યાર બાદ ઘેરથી બે ગાડી નિકળતી એક જ્તી વર્કશોપ પર અને બીજી જતી ક્લિનીક પર.એક દિવસ જયુ વર્કશોપનો હિસાબ તપાસતો હતો ત્યારે તેને નવાઇ લાગી ક્યાં પણ પેટ્રોલ ખર્ચના એક પણ આંકડો દેખાયો નહી.તેણે વિશનજીભાઇ મ્હેતાજીને બોલાવ્યા અને પુછયુંવર્કશોપની ગાડીમાં વપરાતા પેટ્રોલના પૈસા ક્યાં ઉધાર્યા છે..?”

ભાઇ પેટ્રોલના પૈસા તો બન્ને ગાડીના ઘેરથી ચુકવાય છે એટલે ઘરખર્ચમાં આવે છે..

તમને નામાવટી કોણે બનાવ્યા..? મારી ગાડી વર્કશોપ ખાતે વપરાય છે અને પ્રેમિલાની ક્લિનીક ખાતે બન્ને ગાડીના બીલ અલગ તારવો મારી ગાડીના પૈસા વર્કશોપ ખાતે માંડો અને ક્લિનીકની ગાડીના બીલના પૈસા ક્લિનીકથી મંગાવી લેજો.”

સાંજે દવાખાનાથી પ્રેમિલાનો ફોન આવ્યો. “પેટ્રોલના પૈસા મોકલાવી આપ્યા છે અને ગાડી રિપેરીન્ગના પૈસા મંગાવી લેજો યાદ અપાવું છું..      

   હનીમુન પરથી આવ્યા બાદ આમતો જયુને પ્રેમિલાના સ્વભાવ અને વર્તન પરથી એટલું તો સમજાઇ ગયું હતું કે, પ્રેમ નહતો જુવાનીનો ક્ષણિક આવેગ હતો.ત્યાર બાદ ઘરમાં ચડભડ થવાની શરૂઆત થઇ હતી પણ તે દિવસની રાતના ઘરમાં પહેલી તીરાડ પડી જ્યારે જયુએ કહ્યુંક્લિનીકની આવકમાંથી તો તું ઘરમાં રાતી પાઇ પણ આપતી નથી ને વડચકા શેના ભરે છે..?” (ક્રમશ)

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.