પાંજરાનુ પંખી-વિમળાબેન હીરપરા

 

સતીશભાઇ ઘરની પાછળ પથરાયેલી વનરાઇમાં આંટા મારતા હતા.શિયાળાની સિઝન પુરી થવામાં હતી. ઠંડીની વિદાય ને ગરમીના આગમન વચ્ચેનો ગાળો હતો.પંખીઓના સ્થળાંતરની સિઝન.યાયાવર પંખીઓ દુરદુરના દેશમાંથી આવતા, વનરાજીમા વિસામો કરતા. બાજુમાં જ એક વહેતુ ઝરણુ ને મોટુ જળાશય. પંખીઓ માળા બાંધતા, બચ્ચાઓને ઉછેરતા, નાના એવા એ બચ્ચા પોતાની રીતે ઉડતા શીખે, ખોરાક શોધતા શીખેત્યા સુધી માબાપ એનુ જતન કરે. બસ પછી એની જવાબદારી પુરી. સીઝન પુરી થતા બધા જ સ્વતંત્ર .ફરીકોઇ અનજાનમુકામે ઉડી જતા.કેવી નિસ્પૃહતા! વિદાયસમારંભકે વિષાદ નહિ.સારસંભાળ કે શીખામણના પ્રવચન નહિ.ફરી મળવાના વાયદા નહિ.હર્ષ,શોક,વિરહ,મિલન,સુખ,દુઃખ બધા દ્રંદ્રથી પર એવા આપંખીઓ હજારો વર્ષોથી જીવ્યે જતા હતા.

સતીશભાઇને પશુપંખીોના અવલોકન ને જીવનમા રસ હતો.પરિવારના પ્રોત્સાહન ને સહકારથી ઘરની પાછળ જ પક્ષીઓ માટે નર્સરી ઉભી કરી હતી.ધરની પાછળ જ ખાલી મેદાન ને પછી ઘટાટોપ જંગલ હતુ.એ મેદાનમાં મોટા વૃક્ષો ઉછેરીને કુદરતી જંગલ સાથે ભેળવી દીધૂ હતુ. પંખીઓના ઉછેર, એની વિવિધતા, એના ખોરાક, એની સારવાર  વગેરે વિષયો પર જરુરી જાણકારી પણ મેળવી હતી.એટલે સિઝનમા પક્ષીઓને જરુર  પડે સંભાળ લઇ શકતા. આજે એના મનમાં કયારેય ન આવેલા વિચારો આવતા હતા.આટલા વર્ષોથી પંખીઓની નિસ્પૃહ જીંદગી જોયા પછી ય નહોતુ સમજાતુ કે શા માટે માનવી જ પોતાના સંતાનોને માળામા જકડી રાખવાની જીદ કરે છે.? એ સવાલ ઉઠતા એ ઉદાસ થઇ ગયા. ઘા ઘરે આવ્યો હતો!

હાથમા પકડેલા પત્ર વજનદાર લાગવા માંડ્યો.     હા, થોડીવાર પહેલા જ ટપાલમા દિકરી વ્યોમા નો પત્રહતો. જે આમ જ એની જાણ બહાર માળો છોડી આભમા  ઉડી ગઇ હતી.એની વહાલી દિકરી. કેટલો અજંપો સતીશભાઇએ વેઠ્યો હતો. ક્યાય ભાળ મળી નહોતી.ચાલો,સલામતીની ખાતરી તો થઇ. તો પણ મનમાં એ જ ખટકતુ હતુ કે પત્ર લખવો પડે એટલુ અંતર પડી ગયુ હતુ માબાપ સાથે?ખાસ તો એના જેવા પ્રેમાળ પિતા  સાથે?

એ ઘરમા આવ્યા. પત્ર સામે તાકી રહ્યા ખોલવાની હિંમત નહોતી ચાલતી. એમના પત્ની નિરુબેન પતિની મનોદશાથી અજાણ નહોતા. નજીક બેસીને સતીશભાઇની પીઠ પર સાંતવનસભર હાથ ફેરવ્યો. એની મુક હિંમતથી સતીશભાઇમાં પત્ર ખોલવાની હિંમત આવી. સંબોધન વાચતા જ નજર સામે વ્યોમાનું શૈશવ.તરવરી ઉઠ્યુ. નજર સામે દિવાલ પર લટકતી તસવીર પર પડી.

ત્રણમાસની  નાનકડી પરી જેવી વ્યોમા પારણામા સુતી હતી. ચમકીલી હિરાકણી જેવી આંખો. એ પપ્પાને જ જોઇ રહી હતીકે આસપાસની દુનિયાને! એ માસુમને તો આજેએ વિદાય લઇને દુર દુર જતા રહેશે એ પણ કયા ખબર હતી? એ તો વિરહ કે મિલન કે આંસુ બધાથી અલિપ્ત હતી એ સમયે. બસ, આ પંખીઓની જેમ જ.હા, સતીશભાઇની કંપનીએ અમેરીકાની એમની શાખામા બદલી  કરી હતી.  એટલે પોતાની મરજી ચાલે એમ નહોતી. નિરુ બેન તો વિદાય આપવા આવી શકે એમ પણ નહોતા. સુવાવડ તકલીફ વાળી હતી  સારુ હતુ કે બન્ને તરફના પરિવારનો સહારો હતો.સતીસભાઇએ છેલ્લી તસવીર લીધેલી    નીરુબેનની ગોદમા નાની ઢીંગલી સરખી વ્યોમા.અમેરીકાની એકલતાની પળોમા આતસવીર જોઇ જોઇને દિવસો પસાર કર્યા હતા.

બેએક વરસના વિયોગ પછીમાદોકરી એ આધરતી પર પગ મુક્યો. પરિવારનુ સુભગ મિલન થયુ. એક અધૂરુ વર્તુળ પુરુ થયુને દિવસા આનંદમા ને ઝડપથી સરવા લાગ્યા.

સતીશભાઇનો શૌખ જાણે  અજાણ્યે દિકરીમા ઉતરી આવ્યો.ત્યારેતો ઘર નાનુ હતુ. સતીશભાઇએ પાછલી પરસાળમા પાંજરા ગોઠવી પોપટ, બુલબુલ ેમા નાના પક્ષીઓ પાળ્‌યા હતા. ઘર એના કલરવથી ગુંજતુ.વ્યોમા પાંજરા સાફ કરતી,પક્ષીઓ માટે દાણાપાણી મુકતી ને એમની બોલીનુ અનુકરણ કરીને ઘરમા બધાને મનોરંન પુરુ પાડતી.       વ્યોમાનુ  બચપનનુ એક પરાક્રમ યાદ આ વતા એને આવી વિષાદની પળોમા ય હસવુ આવી ગયુ.એ ત્યારે છ વરસની હતી. એક વાર સતીશભાઇ નોકરી પરથી આવ્યા ને ઘરમા નિરવ શાંતિ.એ  પાછલી પરશાળમા આવ્યા તો બધા પાંજરા ખાલી  ને ખૂલ્લા. એણે વ્યોમાને બુમ પાડી. એહસતી હસતી આવી. ‘ આ શૂ વ્યોમા?શૂ થયુ પંખીઓને? પાંજરા ખાલી કેમ?’જે જવાબમળ્યો એ દંગ રહી ગયા.

‘ પપ્પા,મે આજે એમને આઝાદ કરી દીધા, તમે મને કાલે રુમમા   પુરી દેવાની શિક્ષા કરી હતી ને.  મને જરા ય નહોતુ ગમ્યુ. એટલે મને લાગ્યુ કે આપક્ષીઓને પણ પાંજરામાં શિક્ષા જેવુ જ લાગતુ હશે ને!સાચુ કહુ ,પપ્પા, એ બધા ખૂશખુશાલ  આકાશમા ઉડી ગયા. પણ તમે નારાજ ન થતા. એબધાએ ફરી મળવા આવવાનુ વચન આપ્યુ છે. આટલી નાની વયમાં વ્યોમાએ કેવો નિર્દોષ ને  ગહન વિષય સામે ધરી દીધો હતો?    એક પિતાનુ હ્દય ગર્વથી છલકાઇ  ન જાય તો જ નવાઇ

સતીશભાઇ વરસોથી અમેરીકામા વસવા છતા ય દેશના  સસ્‍ંકાર ને પરંપરાને  ભુલ્યા નહોતા. ઘરનુ વાતાવરણ  સંર્પુણ ભારતીય રીતિરિવાજો પ્રમાણે જીવાતુ હતુ. સતિશભાઇના ભાઇબહેનો ને પિતરાઇ બીજા સગાસબંધીઓનો બહોળો પરિવાર નજીક  નજીકમા રહેતા હતા ને બધા એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેતા.એટલે વ્યોમાને  કયારેય એકલુ લાગતુ નહિ. હરવા ફરવા માટે બહાર સાથ શોધવો પડતો નહિ. હાઇસ્કુલ પુરી કરી ત્યા સુધીએને બહારના વર્તુળમા કે બીજા સમાજ કે સંસ્કૃતિમા ભળવાની જરુર કે તક પણ નમળી.એ કોલેજમા આવી ને પોતાની કેરીયર નક્કી કરવાનો સમય આવી ગયો. પોતાની રસરુચિ પ્રમાણેએને પશુપાલન ને પશુપંખીઓમા રસ હતો. પણ વ્યવહારુ પિતાની નજરે એ ફાલતુ શોખ કહેવાય. એને વ્યવસાય તરીકે ગંભીરતાથી ન લેવાય. સારી રીતે જીવવા માટે વળતર ડોલરના રુપમા મળે એવુ જ શિક્ષણ લેવાય.’વળતર એટલે પૈસા કે મનનો સંતોષ?’વ્યોમાના મનમાં સવાલ ઉઠયો ને શમી ગયો. થોડા અસંતોષ સાથે પપ્પાનુ સુચન તો સ્વીકાર્યુ પણ મનમાં અફસોસ તો કાયમ રહી ગયો.

ઘરનુ સુરક્ષિત કવચ ને ચૌકન્ની નજર પહેરામાથી છૂટીને એ પ્રથમ વખત બહારની મુક્ત દુનિયામા આવી. અહિ જ એને આલ્બર્ટનો પરિચય થયો. એખેડુતનો દિકરો હતો ને ભણીને પાછો પોતાના ડેરીફાર્મ ને ખેતીમા જોડાઇ જવાનો હતો’.ભણેલો  ખેડુ’ એ માટે એ પુરી લગનથી  જરુરી જ્ઞાન એકઠુ કરતો હતો. એની સાથે વાતચીત કરવાની મજા આવતી ને વ્યોમાનો શોખ પણ પોષણ પામતો. એ આમ તો સહેલાઇથી ભોળવાઇ જાય એવી નાદાન કે લાગણીઘેલી તો નહોતી. પણ સમાન વિચારો ને એના સંયત વર્તન તરફ અહોભાવ ને છેવટે એ પ્રેમમા પડી ગઇ. નીતિનિયમોના એના વિચારો આ મુક્ત દેશ ને મુક્તાચારમા માનતા યુવાનો કરતા અલગ હતા. વ્યોમાનુ મનમા એના આટલા પરિચય પછી આવા મહેનતુ ને પ્રમાણિક યુવક જોડે જીવવાની ઝંખના જાગવા લાગી.  જોકે આશંકા તો હતી જ કે ભારતીય સંસ્કૃતિના મશાલચી એવા માબાપ  જેણે બીજાની સંસ્કૃતિ કે સમાજને ઉતરતી નજરે જ જોયા છે એ કદાપિ આલ્બર્ટ સાથેના એના સંબધને નહિ સ્વીકારે.   પણ પ્રેમને તો નાતજાતના સીમાડા નથી હોતા.છેવટે એકવાર એણે હિંમત કરી ને સામે આલ્બર્ટે પણ એ જ ઉત્કંઠાથી સ્વીકાર કર્યો.પછી તો એને લઇને પોતાના પરિવારને મળવા લઇગયો. એનો પરિવાર પણ મિલનસાર હતો. વ્યોમાને સારો આવકાર મળ્યો. આલ્બર્ટે એને પોતાનુ ડેરીફાર્મ ને ખેતરો બતાવ્યા. વ્યોમાને લાગ્યુ કે પોતાની મંઝિલ મળી ગઇ.

એજ અરસામા સતીશભાઇએ વતનમા ફરવા જવાનો  કાર્યક્રમ ગોઠવ્યો. મુળહેતુ જો સારુ પાત્ર મળે તોએક  કાંકરે બે પક્ષી.તો વ્યોમાના મનથી એક બોજરહીત મુક્તપ્રવાસ.  પણ દેશમા આવ્યા પછી બહાર પર્યટનમા જવાને બદલે રોજ અનજાન યુવકોની ઔપચારિક મુલાકાતો ને સાંજે  હા કે ના જવાબ આપવાના. એ  માબાપનો આશય સમજી ગઇ. એને સ્પષ્ટ કહી દીધૂ. ‘મને દેશના યુવકો તરફ વાંધો નથી પણ મારી અંહી લગ્ન કરવાની ઇચ્છા નથી.કાશ, એક વખત  પણ તમે તમારો અહિ આવવાનો આશય જણાવ્યો હોત તો આપણે આ ધક્કામાથી બચી જાત”

બધા એક નિરાશા સાથે પાછા આવ્યા. અહિ પણ સતીશભાઇએ એને પરણાવવાની ઝુંબેશ ચાલુ રાખી. અંતે વ્યોમાએ ધડાકો કર્યો. એસાથે જ ઘરમાં ધરતીકંપ થયોને સતીશભાઇને ત્યારેજ જાણ થઇ કે વ્યોમાએ એનો અભ્યાસક્રમ પણ બદલી નાખ્યો હતો. એને અનુરુપ જીવનસાથી પણ શોધી કાઢયો  હતો. સતીશભાઇને આઘાત લાગ્યો, જાણે સંસ્કૃતિની આખી ઇમારત એના પર પડીહોય.આર્દશોના મુળીયા  પાયામાંથી હચમચી ગયા.તો આઅમેરીકા એવો દેશ છે , ભાઇ,જ્યા શાંત ને ડાહ્યા લાગતા સંતાનો ય  બળવાખૌર બની જાય છે.     એમા ય નામ જાણ્યુ તો ઉછળી પડ્યા.  ‘ કોણ પેલો ઇટાલીયન?ભારતીય હોત તો . આ તો નહી જાત,ભાત, છે તમારામા એકેય જાતની સમાનતા?આ બધા તો બટકણા.જરાક વાંધો પડે એટલે તરત જ બટકી જાય, છટકી જાય. બધૂ મુકીને હાલતા થઇ જાય.અરે, એને એકે ય નિયમ ન નડે. એ તો ઠીક, આ પ્રજાને તો એકસાથે આગળપાછળના ને સમાંતરે બીજા સંસાર ચાલતા હોય.એની સાથે જીવતર કેમનુ પુરુ થાય?”એણે આક્રોશ સાથેઆખા સમાજને વગોવી નાખ્યો.’ બેટા, તારા પપ્પા સાચુ કહે છે.આવા લોકો જોડે અવતાર ન જાય,એને તો એના જેવા જ પાલવે,” મમ્મીએ ટાપશી પુરી.

‘ પપ્પા, મે ત્રણ વર્ષ એનુ નિરિક્ષણ કર્યુ છે. મને સંતોષકારક લાગ્યુ છે. એમ તોદેશમા કલાક  બેકલાકમા કોઇને મળીને આખી જીંદગીનો સોદો બાંધવા તમે સુચવો છો.એ પણ એટલુ જ જોખમી છે.ત્યા પણ માત્ર અહી આવવાના એક માત્ર આશયથી લગ્ન કરીને આવતા યુવક કે યુવતી દેશના સંસ્કારો ભુલી જતા હોય છે. વફાદારી નેનીતિનિયમો એ કોઇ એક દેશ કે સમાજની ધરોહર નથી.આપણા દેશની આર્દશલગ્ન જીવનની જે દુહાઇ આપો છો એમા મોટાભાગમા ઓકસિજન પર જીવતા હોય છે.કયારેક સામાજિક દબાણ તો કયારેક મજબુરી કામ કરતી હોય છે ‘ એણે પપ્પાને ચોટદાર જવાબ આપ્યો’.

વાદવિવાદ પછી ઘરમા અસહય શાંતિ છવાઇ ગઇ. સતીશભાઇએ દિકરીની વાત સાંભળવા કે સમજવાનો  કે સ્વીકારવાનો જ ઇન્કાર કરી દીધો. વ્યોમા આ શીતયુધ્ધ લડતા લડતા થાકી ગઇ. એક દિવસ ‘મહાભિનિષ્ક્રમણ’ કર્યુ ને માબાપને સખત આધાત લાગ્યો. અથાક શોધનુ કોઇ પરિણામ નઆવ્યુ ને છેવટે આજે આ પત્ર. એટલુ તો આશ્ર્વાસાન કે પત્ર લખીને સમાચાર આપવાનો વિવેક તો કર્યો. શૂ લખ્યુ હતુ દિકરીએ?  ‘ મમ્મી, પપ્પા, તમારી માફી માગુ. તમને આ પરિિસ્થતિમા મુકી ને મને પણ પારાવાર દુઃખ થયુ છે. આપત્ર દ્રારા એક વાત તમારા દયાન  પર લાવવા માગુ છે એ તમે અતિ પ્રેમમા ચુકી ગયા છો’ તમને એ કદાચ શરત પણ નહિ રહી હોય કે તમારો પ્રેમ શરતી હતો.હુ તમારા કહેવા પ્રમાણે જ જીવુ, મારી  મરજી નામરજીની તમને કોઇ પરવા નહિ. અરે, જાણવાની જરુર પણ નહિ.મારો અભ્યાસ, મારી કાર નેમારા જીવનસાથી  મારુ સ્વત્વદબાવી તમારી મરજી પ્રમાણે જીવુ તો તમારી ડાહી દિકરી ને તો તમે મને પ્રેમ કરો.પપ્પા, પાંજરાના પંખીને પુરીને આપણે ખોરાક, પાણી ને રક્ષણ પુરુ પાડીને આપણો પ્રેમ વ્યકત કરીએ છીએ.સામે એ પોતાની આઝાદીની કિંમત ચુકવે છે.શુ આપણે એને પુછીએ છીએ કે તને આ પાંજરાની કેદ સામે તારી રીતે સંધર્ષ કરિને આઝાદ રહેવુ ગમે છે?હુ માનુ છૂ કે થોડી તકલીફ વેઠીનેય એ ખુલ્લુ આકાશ માગશે.એ એનો જન્મ સિધ્ધ હક છે. તમે મને આંખો ને પાંખો આપી પણખુલ્લા આસમાનમા ઉડવાની તક ન આપો તો આ બધાનો શું અર્થ?અમને  અમારી નજરે દુનિયાને સમજવાની તક આપો.શા માટે આપણા સંકુચિત નિયમો છોડીને બીજા સમાજને  કે માણસને સમજવાનુ ટાળીએ છીએ?સુરક્ષા ને સલામતીનુ કવચ છોડીને ઉડાન કરવા જતા કદાચ ઘાયલ પણ થવાય. જીવનમા કોઇ બાંહેધરી હોતી નથી.આપણે માત્ર પ્રયત્ન જ કરવાનો હોય છે.શક્ય છેઅમે અમારી ગણતરીમા ખોટા પણ હોઇએ. પણ એનુ પરિણામ ભોગવવાની જવાબદારી પણ સ્વીકારીએ છીએ.ને જીતનો આંનદ પણ અમારો  હક હશે.’ સતીશભાઇએ પત્ર પુરો કર્યો. તો દિકરીએ છ વરસે જ આઝાદીનો અણસાર આપી દીધો હતો ે પોતાને એ સમજતા આટલા વરસો લાગ્યા!!!!!!

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to પાંજરાનુ પંખી-વિમળાબેન હીરપરા

 1. Hiran Desai કહે છે:

  Very nice. Thanks.

  Hiran Desai
  Sent from my iPad

  >

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.