ઋણાનુબંધ (૫) પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

stage

પ્રકરણ ૫ જીવન સાથી –પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”                  

             એક દિવસ બજારમાં લટાર મારવા નિકળેલા ઘનશ્યામ પરમારે અમુલખના ઘેર તરફ ગાડી વાળી અને ઘરમાં દાખલ થતા રસોઇમાં વ્યસ્ત યદુરામને પુછ્યું

‘મણિયાર ઘરમાં છે કે…?’

‘હા પોતાના રૂમમાં છે… ’શો-કેશની સાફ સુફીમાં વ્યસ્ત સાકરે કહ્યું

‘સારૂ ભાઇ યદુરામ સરસ ચ્હા પિવડાવ..’ કહી એ અમુલખ મણિયારના રૂમમાં દાખલ થયો.બે હાથના આંગળા ભીડીને તે પર માથું ટેકવી પગ લંબાવીને અમુલખ આંખો મીંચી ધ્યાન સમાધીમાં કશું વિચારતો હતો.એકાએક ધનશ્યામે પેપર વેઇટ નીચે મુકેલ કાગળ ઉપાડયું અને એ ગોળ પેપર વેઇટે એક ચક્કર મારી ટેબલની નીચે પડયું તેના અવાઝથી અમુલખે શું થયું એ જોવા આંખ ખોલી અને ત્યાં અમુલખના પગ પાસે પડેલું પેપર વેઇટ લેવા વાંકા વળેલા ઘનશ્યામના માથા પર હાથ રાખી કહ્યું

‘આયુષ્યમાન ભવઃ’  

             પછી બંને મિત્રો ગળે મળી હસ્યા.પોતાના હાથમાંનો કાગળ વાંચતા ઘનશ્યામે કહ્યું

‘આ તું શું લખે છે મણિયાર…?’

‘ફિલોસોફરોનું કહેવું છે કે,સાહિત્ય રસિકે પોતાના મનના વિચારો ક્યાંક નોંધવા જોઇએ કદાચ એમાંથી કોઇ સારો લેખ કે વાર્તાનો પ્રાદુર્ભાવ થાય એટલે મારા મનમાં ચાલતા વિચારોને બહાર લાવી કાગળ પર ઉતારવાની કોશિશ કરૂં છું’કહી અમુલખ હસ્યો ત્યાં સુધી સાકર બે કપ ચ્હા લઇ આવી.

‘વાહ….!! ચ્હા સરસ સરસ…હું વિચાર કરતો હતો કે, ચ્હા પીવી જોઇએ…’સાકરે લંબાવેલો કપ લેતા અમુલખે કહ્યું

‘મેં ઉપર આવતા યદુરામને ચ્હા બનાવવાનું કહેલું..’ચ્હા પીતા ઘનશ્યામે કહ્યું ચ્હા પિવાઇ ગઇ તો ઘનશ્યામે સિગારેટ સળગાવી પાકિટ અને લાઇટર અમુલખને આપત પુછ્યું

‘અત્યાર સુધી કેટલા પાના લખ્યા છે ચાલ લાવ જોઉં…’

‘વીસ છે…’એક ફોલ્ડર ઉપાડી પાના ગણતા અમુલખે કહ્યું

‘ને આ એકવીસમું…આ તારી આગળની લિન્ક માટે રાખ હું બાકીના વાંચવા લઇ જાઉં છું’પેલું ફોલ્ડર લેતા ઘનશ્યામે કહ્યું

‘પણ જો સાંચવજે તારી ઓફિસની ટેબલ પર મેં જોયું છે તેમ ગામ આખાનો કાગળોનો અંબાર અને ખડકલો હોય છે.જોજે એમાં આ ક્યાંક આડા આવડા મુકાઇ ન જાય..’કહી અમુલખ હસ્યો

‘ના એ હું ઘેર લઇ જઇશ..ધરપત રાખજે..’કહી પછી ઉમેર્યું ‘અરે હાં પછી તારા ગઝલ સંગ્રહનું શું નામ વિચાર્યું હતું…?’

‘એ મારે ક્યાં તારે વિચારવાનું છે..’કહી અમુલખ ઉડાઉ જવાબ આપ્યો

‘ભલે એ ઉં વિચારી લઇશ પણ તે માટે કેટલી ગઝલો તારવી રાખી છે..?’

‘એ મેં જોયું નથી..’કહી અમુલખ ફરી હસ્યો

‘તું એવો જ રહ્યો નહીં સુધરે…એક દિવસ મારે જાતે જ તારા બધા કાગળિયા ફંફોસવા પડશે’ઘનશ્યામે અમુલખના ખભે ધબ્બો મારતા કહ્યું

‘એમ કરતો તને હું રોકી શકું એમ નથી…’કહી અમુલખે સિગારેટ એશ-ટ્રેમાં નાખી

‘હાં રે પ્રકાશન કરી બે પૈસા તો મારે કમાવા છે તારે શું છે…? મુશાયરામાં વંચાઇ ગઇ એટલે ગંગા નાહ્યા…’મ્હોં બગાડતા ઘનશ્યામે કહ્યું

‘યા…યા..ધેટ્સ ઇટ…’હાથનો અંગોઠો ઉપર કરતા અમુલખ ફરી હસ્યો.

‘ભલે ચાલ હું જાઉં…’કહી અમુલખે આપેલ ફોલ્ડર બગલમાં ગાલી ઘનશ્યામ જવા લાગ્યો તો ખાલી વાસણ લેવા આવેલ સાકરે રૂમમાં દાખલ થઇ કહ્યું

‘તમે ક્યાં ચાલ્યા જમવાનું તૈયાર છે…’

‘હા ….ચાલ પહેલાં આપણે જમી લઇએ…’કહી અમુલખ ઊભો થયો

           બંને જમવાના ટેબલ પર ગોઠવાયા.સાકરે થાળી પિરસી અને યદુરામ ગરમા ગરમ

રોટલીઓ મુકી ગયો.વટાણા ફ્લાવરનું શાકનો કોળિયો ભરતા ઘનશ્યામે કહ્યું

‘આ યદુરામનું બનાવેલા શાકનો ટેસ્ટ જ અલગ છે ખરેખર યદુરામના હાથમાં જાદૂ છે’

‘હા એના હાથમાં જાદૂ જરૂર છે એ વાત સાચી…’એ સાંભળી રોટલી મુકતા યદુરામ હસ્યો

‘અરે..હશે છે શાને…સાચુ કહું છું ઘણી હોટલમાં હું જમ્યો છું પણ આવો શાકનો ટેસ્ટ ક્યાં પણ નથી ચાખ્યો…’

     આવી વાતો કરતા જમણ પુરૂં થયું તો વોશ બેસીન પાસેથી હાથ લુછતા આવીને અમુલખે કહ્યું

‘ચાલ પરમાર પાન ખાઇ આવીએ…’

‘બેસને જવાય છે…’

‘ભલે એમ તો એમ પણ ભગવાન ધનવંતરીએ કહ્યું છે કે…..’

‘જમ્યા પછી ૧૦૦૦ ડગલા ચાલવું જોઇએ…અમુલખની વાત કાપતા ઘનશ્યામે કહ્યું

             જરા વાર રહી બંને મિત્રો પાન ખાવા બહાર આવ્યા અને વાતો કરતા એક ઓળખીતા પાનવાળાના ગલ્લે આવ્યા.પનવાડીએ તેમના પાન બનાવીને આપ્યા.ઘનશ્યામે એક સિગારેટ સળગાવી સિગારેટનું પાકિટ અને લાઇટર અમુલખ સામે લંબાવ્યું.અમુલખ ક્યારેક સિગારેટ પીતો હતો પણ ઘનશ્યામે કરેલી ઓફરથી તેણે પણ એક સળગાવી પછી અમુલખે નક્કી કરેલી જગા સુધી બંને ચાલતા રહ્યા અને મુકરર સ્થળ આવી જતા પાછા વળ્યા.

‘ભલે ચાલહું જાઉં…’કહી ઘનશ્યામ પોતાની ગાડીમાં બેઠો અને અમુલખ ઘરમાં દાખલ થ્યો અને તે પોતાના રૂમમાં જવા સીડી પર પગ મૂકે ત્યાં ઘનશ્યામ ઘરમાં દાખલ થ્યો અને અમુલખ કંઇ સમજે તે પહેલા તે સડસડાટ સીડી ચઢવા લાગ્યો

‘શું થયું પરમાર….?’એ સવાલ અધ્ધર જ રહ્યો ત્યાં તો પેલું ફોલ્ડર લઇ ઘનશ્યામ સીડીઓ ઉતરતા કહ્યું

‘આ ભુલાઇ ગયું…’ફોલ્ડર બતાવી મલકીને ઘનશ્યામ ચાલ્યો ગયો.

           ઘેર આવી ઘનશ્યામે કપડા બદલ્યા પછી આરામ ખુરશીની બાજુમાં રાખેલ લાઇટ ચાલુ કરી ત્યાં મુકેલા રિડીન્ગ ગ્લાસીસ પહેરી અમુલખ પાસેથી લાવેલ ફોલ્ડરમાંથી પાના કાઢી દરેક પાનાના ખુણે નંબર લખતા વાંચવાની શરૂઆત કરી.અમુલખની લેખન શેલી તેને ગમી જે વાંચતા તે ખુશ થઇ ગયો.આખર છેલ્લા પાના પર આવી ને લાઇટ બંધ કરી આરામખુરશીમાંથી ઊભો થઇ થયો.

                               બધા પાના લઇને તે રાઇટીન્ગ ટેબલ પાસે આવ્યો અને ત્યાંની લાઇટ ચાલુ કરી પોતાનું કોમ્પ્યુટર ખોલ્યું અને અમુલખની હસ્તપ્રત કોમ્પ્યુટરમાં લખવાની શરૂઆત કરી અને સિગારેટ સળગાવવા સિગારેટ જોઇ તો બે જ હતી આ કેમ ચાલે…? કોમ્પ્યુટર બંધ કરી ઊભો થયો કપડા બદલ્યા અને દરવાજો લોક કરી ગાડીમાં બેસી પાનવાળાની દુકાને આવ્યો એક પાન ખાઇને બે બંધાવ્યા અને સિગારેટની પાકીટ લઇ એક સળગાવીને ગાડી તરફ વળ્યો અને ઘેર આવી એક સરસ ચ્હા બનાવીને મગ લઇ પોતાની રાઇટિન્ગ ટેબલ પર ચ્હાનો મગ,પાનનું પડિકું અને સિગારેટની પાકિટ મુકી ફરી કપડા બદલી નાઇટ સુટ પહેર્યો અને ટેબલ પાસે આવી લાઇટ ઓન કરી કોમ્પ્યુટર ખોલ્યું પણ આ લખાણનું શિર્ષક શું આપવું…?

       ઠંડી થતી ચ્હાનો મગ લઇ બાલ્કનીમાં આવ્યો.ત્યાં મુકેલી ઇઝીચેરમાં બેસી ને ચ્હા પીતા તેણે એક આછરતી નજર આજુબાજુ કરી ત્યાં તેની નજર નીચે રોડ પર જતા એક સિનીયર સીટીજન જોડલા પર પડી જે હળવા પગલા ભરતા જઇ રહ્યા હતા.ખુશ થઇ ઘનશ્યામે ચ્હા પુરી કરી એક સિગારેટ સળગાવીને રાઇટિન્ગ ટેબલ પાસે આવી લખાણનું શિર્ષક આપ્યું “જીવનસાથી” અને અમુલખ પાસેથી લાવેલ હસ્તપ્રતો કોમ્પ્યુટરમાં લખવાની શરૂઆત કરી.વચ્ચે પાન ખવાયું સિગારેટ્ના કશ ખેંચાયા અને આખર જ્યારે આકાશમાંથી સંધ્યાના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે દશ પાના કોમ્પ્યુટરમાં ચડી ચૂક્યા હતા.લખાણ સેવ કરીને કોમ્પ્યુટર બંધ કર્યું અને રસોડામાં આવી સ્વયંને પુછ્યું

‘બોલ ઘનશ્યામ તારે શું ખાવું છે….?’કહી ખુદ પર હસ્યો.

           જલદીથી ફ્રીઝમાંથી કેપ્સિકમ,ગાજર લીલ મરચા આદુ અને કોથમીર અને ફ્રોઝન વટાણાનું પેકેટ કાઢ્યા અને શીકામાં મુકેલ બટેટા અને કાંદા કાઢી બધુ બારીક સમારી ને ઉપમા બનાવ્યું અને દહીં વલોવી ને એક મગમાં છાશ રેડી સાથે એક ડબરામાં મુકેલ ખાખરા કાઢીને બધું ડાઇનિન્ગ ટેબલ પર મુકીને જમણ પુરૂ કર્યું. વધેલું ઉપમા એક બાઉલમાં કાઢી ફ્રીઝમાં મુકી રસોડા અને વાસણની સફાઇ કરી પોતાના રૂમમાં આવી બાકી રહેલું પાન ગલેફે દાબી એક સિગારેટ સળગાવી પાછો બાલ્કનીમાં આવીને ઇઝીચેરમાં બેસી પાન ચાવતા સિગારેટની મોજ માણી.સિગારેટ પુરી થિઇ ગઇ પાન ખવાઇ ગયું અને પવનની શિતળ લહેરખીમાં જોકે ચઢી ગયો.કલાક વાર પછી આંખ ખુલી તો ત્યાંથી ઉઠી પલંગમાં લંબાવ્યું.

     બે દિવસ પછી પાછો અમુલખને મળ્યો અને કહ્યું

‘મણિયાર મેં તારૂં લખાણ વાંચ્યું શરૂઆત અને રજુઆત સારી છે બસ આગળ ચલાવ’

‘તું જે પાના લઇ ગયો તે પછી મેં કશું લખ્યું નથી…’

‘તો લખતો થા આમ વચ્ચે ઊભો નહીં રહેતો…’સિગારેટ સળગાવતા ઘનશ્યામે કહ્યું

‘આગળ શું લખવું તે મેં વિચાર્યું નથી…’

‘આમ પાણીમાં ન બેસીજા યાર વિચાર અને લખ તારા માટે એ કંઇ મુશ્કેલ નથી તું તો શિઘ્ર કવિ છેને..?’

‘પરમાર કવિતા લખવીને લેખ લખવા એ અલગ વાત છે…દોન ધ્રુવ સમજ્યો..?’

‘જો મણિયાર ગલ્લા તલ્લા નહીં કર…’

         આ વાત ચાલતી હતી ત્યાં યદુરામ ચ્હા લઇ આવ્યો તો કપ લેતા કહ્યું

‘વાહ…વાહ આ સારૂં કર્યું..’

           ચ્હા પીને સિગારેટ સળગાવી લાઇટર અને પાકિટ અમુલખને આપતા કહ્યું

‘તો હવે તું આગળ લખીશ ને…?’

‘હા મારા ભાઇ હા લખીશ બસ…’સિગારેટ સળગાવી લાઇટરને પાકિટ ઘનશ્યામને આપતા ઉમેર્યું

‘પણ પ્રોમિસ કર કે, તું આમ ઘોડે ચઢી તકાજા કરવા નહીં આવે..’

‘ભલે વીસેક જેટલા કે તેથી વધુ પાના લખાઇ જાય ત્યારે તું કોલ કરજે હું આવીને લઇ જઇશ બસ રાજી…?

             આમ ગોઠવણ થયા મુજબ અમુલખ લખતો રહ્યો અને ઘનશ્યામ એ કોપ્યુટરાઇઝ કરતો રહ્યો.આખર ત્રણ મહિના પછી છેલ્લા પાના લખાયા અને એક નવલકથાનું રૂપ ધારણ કર્યું

પછી ઘનશ્યામે તે ટાઇપ સેટિન્ગ માટે પોતાના પ્રેસમાં આપ્યું

“આપણા શહેરના મુશાયરાઓની જાન ઉદ્‍ઘોસન અને સંચાલનની શાન એવા જાણિતા અને માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી અને ટૂંક સમયમાં પ્રકાશિત થનાર નવલકથા “જીવન સાથી” વાંચવામાં આપને રસ છે…? મર્યાદિત નકલમાંથી વહેલો એ પહેલો એ રૂએ આપની કોપી મેળવવા સંપર્ક કરો.. કલમના ક્લાકાર બુક ડીપો લેન્ડ લાઇન નંબર

xx xxx xxx xx”

               આવી જાહેરાત સ્થાનિક સમાચર પત્રના પહેલા પાને ચમકી અને ચાર દિવસ પછી

‘મરણ પથારીએ પડેલી પત્નિ જશોદાની જીવન માટેનો વલવલાટ જોઇ એને સાંત્વન આપતા તેણે કહ્યું જશોદા…બોલ રાધે શ્યામ…બોલ રાધે શ્યામ….જશોદા સંસારનો મોહ છોડ તારા આત્માની સદ્‍ગતિ કર…બોલ રાધે શ્યામ….’

           આ શબ્દો કોઇ નાટકની પટ કથાના નથી માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી અને ટૂંક સમયમાં પ્રકાશિત થનાર નવલકથા “જીવન સાથી”એ નવલકથા વાંચવામાં આપને રસ છે…? મર્યાદિત નકલમાંથી વહેલો એ પહેલો એ રૂએ આપની કોપી મેળવાવા સંપર્ક કરો.. કલમના ક્લાકાર બુક ડીપો લેન્ડ લાઇન નંબર xx xxx xxx xx”  

               આમ જીવન સાથી નવલકથામાંથી અવતરણો ટાંકી ઘનશ્યામે તેનો ધાર્યો હતો એવો ઉત્સુકતાનો માહોલ ઊભો કરી શક્યો અને કલમના કલાકાર બુક ડીપોની લેન્ડ લાઇનની ઘંટી વાગતી રહી અને બુકિન્ગ ચાલુ હતી.

         સૌથી પહેલા સિલ્વર સ્ટોઅન પ્લાઝાના હોલનું એડવાન્સ પેમેન્ટ આપી બુકિન્ગ પતાવ્યું અને પુસ્તકની ૧૦૦૦ નકલ છપાવવાનું નક્કી કરી તેણે પ્રિન્ટીન્ગનું કામ શરૂ કરાવ્યું.આમંત્રણ પત્રિકાઓ છપાઇ.

         વિમોચન વિધી માટે વસંત પંચમી નક્કી કરી.આ પુસ્તકની વિમોચન વિધી માટે જાણિતા સાક્ષરશ્રી મનોજ કોઠારીનો સંપર્ક કર્યો અને તેમણે કવિ કમલકાંતની લખેલ આ નવલકથા છે સાંભળી આનંદથી સ્વિકાર કરી લીધો.

આમંત્રણ પત્રિકા

શ્રી શારદાયૈ નમઃ

શ્રીમાન/શ્રીમતિ………………………………….

         કલમના કલાકાર બુક ડિપો દ્વારા પ્રકાશિત થનાર “આપણા શહેરના મુશાયરાઓની જાન ઉદ્‍ઘોષણ અને સંચાલનની શાન એવા જાણિતા અને માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી “જીવન સાથી”વિમોચન વિધી આપણા શહેરના જાણિતા સાક્ષર શ્રી મનોજભાઇ કોઠારીના વરદ હસ્તે થનાર છે આ મંગલમય સમયે આપને હાર્દિક આમંત્રણ આપતા ગર્વ અનુભવે છે તો નીચે જણાવેલ સ્થળે અને સમય આપ ઉપસ્થિત રહેશો એવી અભ્યર્થના

તારીખઃસાંજે૭મી ફેબ્રુઆરી ૨૦૧૧ સોમવાર (વસંત પંચમી)

સ્થળઃસિલ્વર સ્ટોન પ્લાઝાનું સભાગૃહ

સમયઃસાંજે ૦૭-૦૦ કલાકે

કાર્યકમઃ

સાંજે ૦૭-૧૫ કલાકે દીપ પ્રાગટ્ય

સાંજે ૦૭-૨૦ કલાકે સરસવ્તિ વંદના

સાંજે ૦૭-૩૦ કલાકે શ્રી મનોજભાઇ કોઠારીના વરદ હસ્તે “જીવનસાથી “નવલકથાની વિમોચન વિધી

સાંજે ૦૭-૪૦ કલાકે શ્રી અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતનું શ્રી મનોજ કોઠારીના વરદ હસ્તે          

                           સન્માન

સાંજે ૦૮-૦૦ કલાકે ઉપસંહાર

નોંધઃ કાર્યક્રમના અંતે અલ્પાહાર લેવા ભૂલતા નહીં

                        નિમંત્રકઃ

         કલમના કલાકાર બુક ડિપો

     -૦-    

          

 

  

Advertisements
This entry was posted in ઋણનુબંધ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.