શ્રી સિદ્ધિ વિનાયક બાપ્પા ને ખુલ્લો પત્ર -જીતેન્દ્ર પાઢ

 

ganpati-bappa

હે ,મંગલ મય  અને શુભ અવસરે બિરાજમાન સર્વ દેવતાઓના પણ માનીતા   દેવ ગણપતિ ,વંદન કરું

તમારા નામો ની વિવિધતા મને ખુબ ગમે છે ,,,ગમે  તે મંદિર માં  તમારું  અચૂક સ્થાન મોભાનું હોય છે  પ્રથમ  તમને  જ વંદન કરી બધા કામો અને મંદિરમાં દર્શન કરવા પડે તેવો તારો એકહથ્થુ   શાસ્ત્ર માન્ય પ્રભાવ છે ,  બધાની  જ માનતા પૂરી કરવાનો ઠેકો લઈને બેઠેલાં   તમને કોણ ન નમે ?

હે !  વિઘ્નનાશક આરંભના દેવતા  , સમ્રગ સમાજને તમે  ગણેશ ઉત્સવ માં સોળે કળાએ   ખીલવીને  જુદા જુદા કામોના  ધંધાને  પ્રોત્સાહિત  કરી  ધનવાન બનાવી બધાને ભક્તિ કરતાં  કરી  દીધાં છે , કેટલાંક ને  તારી  દીધાં  છે ,,, તો પેઢી દર પેઢી ધંધો  આપી દીધો છે ,,,છતાં માણસને સંતોષ  ક્યાં છે ?

મને તમારી એક વાત સમજમાં આવતી નથી  પહેલાં  કષ્ટ આપવાનું અને પછી તેનામાંથી મુકત થવા   તમારે  શરણે બોલવાનું /આ તો બે  ધારી  તલવાર  કહેવાય ? બીજું  અહીં ધરા  ઉપર સંતો ,મહાત્માઓ મોક્ષ માટે અને જળચર  પ્રાણીઓ ને ખોરાક  મળે માટે જળ સમાધિ લે ય છે ,પણ  તમારાં ભક્તો તમારી ભાવ પૂર્વક  ભક્તિ કરીને   પોત પોતાની શક્તિ ,પરંપરા મુજબ  ધામ ધૂમથી  વિસર્જન કરે અને પાછું પાણીમાં ડુબાડી દે છે ,અહી કોઈ પોતાના લાડકા કે પ્રિય પાત્રને કે ગમે  તે સંબધોના  નાતે જોડાયા હોય  તેવા સ્વજનના  જીવ નીકળી ગયા પછી શરીરને  સમુદ્રમાં પધરાવતા નથી / હા, કેટલાંક સાત  પેઢીના તારણહાર બનવા   પિતૃ મોક્ષ માટે પવિત્ર ગંગામાં  પધરાવે છે અને એ  જ નદીના પવિત્ર જળને દુષિત બનાવતા ખચકાતા નથી , પણ તેમાં ડૂબકી મારી જાત પવિત્ર કરે છે  ,હે પ્રભુ તમને પાણીમાં ડૂબી જવું ગમે છે ?

વરસમાં બે ગણેશોત્સવમાં ભક્તો  તમારી  પૂજા   અર્ચના  ,ભક્તિ ,  વ્રત કરે  છે , તમે  તો ભાવ ના ભૂખ્યા છો તો તમારી વિશાળકાય મૂર્તિઓની  શી જરૂર?  શું નાની મૂર્તિની પ્રતિષ્ઠા  ના થઇ શકે /દુષણો મુકત ભક્તિનો પરચો કેમ નથી આપતા ? શું તમને પણ આ ઠાઠ માઠ  ગમે છે ,  અમે તો   જાણવા છતાં ગણેશ મંડળોમાં  ગોરખ ધંધા કરીએ છીયે , કારણ કે તમે  બધું માફ કરી  દેશો  છે એવી   શ્રદ્ધા   અમને ભક્તિ કરતા  પરંપરામાં  મળી છે ,  હા ,તમે  અમારા  સપનામાં  આવીને  એમ  પણ   સમજવા નો પ્રયાસ કરો છો  કે   ”  હું તો મારા ભક્ત જનોને આર્થીક  મદદ અને સામાજિક સંગઠન માટે  બધું થવા  દઉં છું  પણ અંદર ખાને મારું હૃદય પણ કયારેક આ બાબતે  ના સમજાય તેવી અકરામણ  ભોગવે છે ,  કારણ કે કળીયુગમાં તહેવાર અને ઉત્સવનો  અર્થ અને હેતુ બદલાઈ ગયા છે ,અને જે વિરોધ કરે  તેને  નાસ્તિક ગણી ને આક્રમક રીતે  મારઝૂડ કરે ત્યારે મારો જીવ ખુબ મુઝાય છે  પણ ભક્ત આજે મારો અવાજ  કર્કશ   અને  ઘોઘાટ માં  કોને સંભાળવાની  ફુરસદ છે ? અને હું તો  ઉદાર વૃત્તિનો  જીવ છું તેથી મારા ભક્તોને  જે રીતે બે પૈસાં  મળે તેમાં  મારો પણ પ્રચાર થાય શ્રધ્ધા વધે ને ?’ મારા વ્હાલા  ભક્તોને ને હું કેવી રીતે નારાજ કરું ?  આ બધું મારે સપનામાં આવીને કહેવું પડે કારણ દેવતાઓ માં પણ રાજકારણ હતું જ ને ? તું ક્યાં નથી જાણતો ,,,, તું પણ ઉઠીને મારી ભક્તિ કરવાનો છે ને ?”

હે ,સંકટ  હરણ ,,તમારે રિદ્ધિ અને  સિદ્ધિ  બે પત્ની હતી ,વાંધો નહીં  ! પણ  અમે ઘરમાં પત્ની ,બાળકોની જવાબદારી ઉપાડીને ઓફિસમાં  દિલ મળીજાય અને ઉપ પત્ની રાખીએ તો અમારી  ચર્ચાઓ થાય કે  ઘણી વાર છુટા છેડાં  ની નોબત  આવી જાય ? બોલો અમે  જાયે તો  જાયે  કહાઁ  ?   એવી હાલતમાં છીએ    માર્ગ બતાવો !  હે ,ગજાનન મહારાજ  બધાને દુઃખ મુક્ત  બનવુ છે તમને દાન /દક્ષિણા /પ્રસાદની લાલચ આપીને બદલામાં આશીર્વાદમાં નફા સાથેની વસૂલી ઈચ્છે છે /હા,, તમે બધું  જાણો  છો ,  જેવી ભક્તિ એવો આશિર્વાદ  તમારો  ન્યાય છે ,હેં  ! વિઘ્નેસ્વરાય ગુજરાતના અનામત વિરોધી આંદોલન માટે સદબુદ્ધિ આપો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શક્તિવાન બનાવી સર્વત્ર વિજય વંત બનાવો,,  ભારતને , ભ્રષ્ટાચાર મૂકત   બનાવી   વિશ્વમાં મહા સત્તાવાન બનાવો ,દેશને   આંતકવાદના   ભરડામાંથી  છોડાવો  .અમારા પરિવારો ને  વાસ્તવિક રીતે  ભય મુકત કરી નિડર   શ્રદ્ધા વાન  બનાવો,  અમને સંતોષી બનાવજો તમને અનેક ભક્તોના કામ કરવાના હોવાથી અમે તમને વધુ ડીસ્ટબ  કરવા માંગતા નથી વોટ્સ એપ ના માધ્યમ થી ઘરે ઘર  તમે  પહોંચી  જાવ  છો  તો નવરાશ મળે કયાંથી ?હશે હું મન મનાવી લઈશ  પણ મારી સાચી ભક્તિની  નોંઘ  તો  લેજો, મારે યાચક ભિખારી બનવું નથી માત્ર ભક્ત બનવું  છે  ‘તો અમને બુદ્ધિ /શક્તિ જાગરુક કરવા કાર્યરત રહેવા  દેજો  તમારાં  તમામ સંતાનોને હું વ્હાલ /પ્રેમ કરી ભાઈ ચારો વધારું તે માટે પ્રયત્નવાન  બનાવજો , અહીં આજે   બધા દયા વિહીન , અપ્રામાણિક અને સ્વાર્થી પ્રપંચી   બની ગયાં  છે અને મોંઘવારીમાં પીસાયેલા છે ,,,જનતા નો તમે સાચો ઉદ્ધાર કરો ,નારી ને  બળાત્કારીઓની નાગચૂડ માંથી છોડવો ,આસુરી તત્વોનો નાશ કરવા  અવતાર લઈને આવો ….

હા  ,તમેતો   વિશ્વમાં  વિહરનારા   કદાચ  મળવા આવવાની ઈચ્છા થાય તો  તમારું સરનામું મારી પાસે  ક્યાંથી હોય ? પણ તમે તો અંતર્યામી છો  તેથી  વ્હોટ્સેપ ઉપર સંદેશો  મોકલજો  અને  અહીં  ટ્રાફિક બહુ જામ રહે છે  , હું જાતે જ તમારા સ્વાગત માટે  બધી ગોઠવણ  કરીશ  જેથી  અહીં  હેરાન ના થવાય ,અમને ડાયાબિટીસ  છે અને જમાનો બદલાયો છે  તો   ચાઈનીસ પીઝા  મેક્સિકન  મદ્રાસી , પંજાબી  વિવિધ વાનગી  લેવી પડશે ,, ચાલશે ને? તમારા  ભક્તને નિરાશ તો નહિ કરોને  ?  મારી  છેલ્લી ન્રમ વિનંતી  તમારા બધા મંદિરોના સોના ના   ચડાવા   અને  કાળા  બજારના  ધનનો  ઉપયોગ દાન માં થાય છે તે ધન હોસ્પિટલ , શિક્ષણ સંસ્થા કે   જરૂરત  મંદો માટે ,  આર્થિક  મદદ વપરાય  તેવી  ટ્રસ્ટીઓ ને  સદ  બુદ્ધિ આપો ને / માત્ર થોડા પ્રમાણ માં  ટેક્ષ બચાવવા માટે વાપરીને બીજી મોટી રકમોનું શું થાય છે તે રામ જાણે ?   . તમારો  દુઃખી   સમાજ સેવક   પ્રિય ભક્તના વંદન સ્વીકારવા સમય  કાઢજો

ગણપતિ બાપ્પાનો  ખુલાસા સાથેનો  લેખીત પ્રત્યુત્તર (લેખ )

વ્હાલા મારાં પરમ ભક્ત ,,,,,,
તને  દેવ લોકથી  ભરપેટ ઈમેલ આશીર્વાદ ,,,, શહેર મુંબઈ , મહારાષ્ટ્ર  વાયા ભારત
જાણું છું  તું પત્રનો જવાબ ના મોકલવાથી રિસાયો છે ,વાત સાચી છે ,રિસાવું તારો અધિકાર પણ છે ,હે ,ભક્ત  તારો 15 એપ્રિલે 2016માં મોકલેલો એ પત્ર મને દેવલોકમાં વાય ફાય  અને નેટ વર્કિંગ પ્રોબ્લેમથી  અતિ મોડો મળ્યો ,કારણ  આજે  દેવલોકમાં પૃથ્વીના લોકો ,પાતાળ લોકના જીવો  અને મત્સ્ય કન્યાઓ ,નાગલોક  વગેરે ચારેબાજુથી  હવે  આઈ ટી /મીડિયા અનહદ વધી જતાં અહીં દેવલોકમાં શાંતિ  હણાઈ ગઈ છે ,અને થોક બંધ ઈ પોસ્ટ અને મેસેજ  આવે અને  મારા જન્મ દિવસની ધમાલ ,,,,આ બધામાં ખુબ અટવાઈ જવાથી  તારો ઈ પત્રનો જવાબ  વેઇટિંગ લિસ્ટમાં  હતો ,,હવે મોકલું છું  અને
તે સ્વીકારજે , તારો ભક્તિ  ભાવ ઓછો થવા ના દેતો ,,,,,સંકટ સમયે  કામ લાગશે ,,,
મારા નામની વિવિધતા ભકત તને ગમી ,મને ખુશી થઇ  ,પરંતુ દરેક નામ  પાછળની કથા સમજીને પરાક્રમી બનવાનો તને વિચાર કેમ  ન આવ્યો ?તું કેવો ?  બુદ્ધિજીવી જીવ ! કે મતલબી  સોદાગર ? શું સમજુ ?ગણેશ ઉત્સવના તારા બળાપા જાણ્યા ,પરંતુ તેમાં શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા ,ભક્તિની પવિત્રતાને ધંધો બનાવનારા પણ તમે જ ને ? માણસને માટે બેધારી તલવાર હું વાપરૂં છું એ આક્ષેપ પાયા વિહોણો ,વાહિયાત છે  કારણકે  કષ્ટો તો પૂર્વં જન્મના કર્મના ફળ છે .અહીં પણ દેવતાઓને અસુરોનો ત્રાસ ,ઋષિમુનિઓને દૈત્યોનો ત્રાસ હતો જ ને ? હે ભકત ત્રાસ મુક્ત એક પણ જીવ નથી ,, હા ,પૃથ્વી લોકની  માનવ માનવ વચ્ચેના નાના કે મોટા સંઘર્ષો -લડાઈઓ ,વિગ્રહો,  તો તમારી બુદ્ધિ ,સમજ ,સહનશીલતા અને ત્યાગને વિસરી જતાં ,અહંમ ને પોષવા જતાં  દુશ્મનાવટ   વિખવાદ બની  ઉભી થાય છે ,,અને એ માનવજાતનો અંગત પ્રશ્ન ગણાય ,,,પશુઓ ,પ્રાણીઓ માનવ જાતની જેમ ઝગડતા નથી ,કે વાત વાતમાં વાંકુ  પાડતાં નથી ,,
જેની નિસ્વાર્થ સેવા કે ભક્તિ હોય તેને ફળ મળેજ છે પણ માનસિક અશાંતિથી ઘેરાઈને  દેખાદેખીથી ,ના છૂટકે મારે શરણે આવતો જીવ તો આસ્થા ઓછી  તાત્કાલિક  ને ઝડપી લાભ મેળવવાની વૃત્તિ વધુ નજરે પડે છે ,,, હું જાણું છું  પણ મારે આંગણે આવેલાં કોઈને હું વધુ વ્યથિત કરતો નથી  .
શાસ્ત્રો ,પુરાણોમાં ઋષિમુનિઓ તાપ કરતાં ,સિદ્ધિ મેળવતા છતાં ક્રોધી  હતાં ,તું તો ક્રોધી  છે અને તારી ભક્તિ ,વ્રત ,તપ  પણ સાચા નથી ? જ્યાં નિષ્ઠા  ખોટી હોય  ત્યાં ફળ કેવી રીતે મળે ?તું કેમ ભૂલે છે ,જયારે સાચી રીતે તું મારા શરણે આવ્યો ત્યારે તને  ગજા બહારનું તને મેં આપ્યું છે ને ?કેમ ભૂલી જાય છે ,દાન નો સાચો અર્થ તમે ભૂલી ગયા છો ,લાખોના કાલા બાઝાર ,લોકોની ફસામણી ની બદ દુવા ,વિધવાઓની મિલ્કત હડપ કરી ,બધે જ ફાયદાની દૃષ્ટિ  અને તે માટે થતાં નિર્દયી અનર્થો ,હત્યાઓ  આ બધાથી થયેલી કમાણી ની દોલતમાંથી થોડોક હિસ્સો કહેવાતા દાનમાં ખર્ચવાથી ધર્મ થતો નથી  તે હું જાણું છું ,અને તે પણ લખ્યું છે  . ભકત મારી ના મરજી છતાં પુજારીઓ તેને સ્વીકારે છે ,હું તો  ચૂપ છું ચલાવી લેવું પડે છે ,40વૉલ્ટનો બલ્બ 100વૉલ્ટનો પ્રકાશ આપી ના શકે , તેમ જેટલી શુદ્ધતા એટલું જ ફળ  મળે છે  . તેથી લાખોના દાન ,સોના આભૂષણોનો વરસાદ મને રિઝાવતો નથી  ,,,તેથી તારા ભાઈ ભાંડુ ની ઈર્ષ્યા ,અદેખાઈ કરી હૈયું બાળવાનું બંધ કર  ભક્ત હું તો ભાવનો ભુખ્યો  છું ,,,,તે  તારી વાત સાચી છે , પરંતુ  કળિયુગમાં સાચો ભાવ,શુદ્ધ ભક્તિ  ભેળસેળીયા જમાનામાં ક્યાંથી મળે ?તેં નાની મૂર્તિ પૂજનની વાત લખી ,,  મૂર્તિ મોટી કે નાની  એ ગૌણ પ્રસન્ન છે ,પણ દરેક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામી ને  ધર્મમય જીવંત બને છે ,પરંતુ તેના વિધિવિધાન મર્યાદાઓ પાળવી પડે ,તેથી ચલિત મૂર્તિઓ પૂજાય છે  અને તેના માટે ઉંચાઈની કોઈ મર્યાદા નથી ,,,હે ,પ્રિય ભક્ત  આ પરંપરા સાથે ખોટી વેદના ને વાચા આપી તું સાચા ધર્મથી કેમ ,ચલિત થાય છે ?નકારાત્મક નિરાશાવાદી થવા કરતા તું વધારે શ્રદ્ધેય બન  અને કર્મ કર  ….એ  શ્રી કૃષ્ણનો ઉપદેશ કેમ ભૂલી ગયો ?હા ,મૂર્તિ વિસર્જન ન થાય તો કાયમી નિત્ય પૂજા પાઠ માટે તારી પાસે ,તમારી પાસે સમય અને આર્થિક સગવડ છે  ખરી ? મીઠાઈની દુકાન બારે માસ ખુલ્લી હોય તો તમે રોજ મીઠાઈ  ખાવ છો  ખરા ? માટે  પ્રસંગ ,ઉત્સવ મર્યાદામાં સારા ગણાય ,બાકી તમે ધર્મસ્થાનો ક્યાં ઉભા નથી કર્યાં ?
કળિયુગમાં પર્વ ઉત્સવના હેતુ બદલાય છે ,તારી વેદના સાચી છે પણ એમ તો તમે પણ બદલાયા નથી ,પહેરવેશ  ,વિચાર ,વર્તન ,વ્યવહાર ,રાચરચીલું બધું જ બદલાયું ને ?નથી બદલાયો માત્ર જૂન વાણી વિચાર ,,,છતાં તું મારી ભક્તિ કરે છે ,,,તેથી હું ખુશ છું અને ભક્તિ તો પરંપરાગત રીતે જ થાય ને ,,,,સનાતન સત્ય બદલાયું નથી ,તેથી જાગ્રત  થઈ વિશાલ દૃષ્ટિ કેળવ ,યુગ પરિવર્તન સાથે તાલ મેળવી જીવ ,,,,તારી આસ્થા અખંડ રાખ ,, બીજાઓના કરતૂતો ,કર્મો  જોનારો તું કોણ ?તું પણ એ જ જમાતનો છે ને ?પરિવર્તન સંસારનો નિયમ છે ,સ્વીકાર , પ્રથમ વિચાર પરિવર્તન કર
દરેક અંશમાં ,જીવમાં મારો વાસ છે  તે શાસ્ત્રોકત વિધાન ભૂલી જઈ તું મારા જ અંશને કેમ ધિક્કારે છે ,,,,પ્રપંચ ,ખોટો દેખાડો અને ધંધાદારી ધર્મ ,સંસ્થાઓમાં  દાન પ્રવાહ સાથે ના ભંડારોમાં થતો અકલ્પ્ય વધારો  માનવ દાતાઓને પ્રતાપે છે ને ,,,,,પોતાના ઘરમાં સંતાનો ,પરિવારને  પાળી પોષી  વધુ ઉન્નત  બનાવવાની જવાબદારીને  બદલે તે પૈસા ધર્મ  દાનમાં ખર્ચીને  મારી પાસે સમૃદ્ધિ માંગનારા ભિક્ષુકોથી અધર્મ વિકસ્યો છે  .માનવતા  વાદી ધર્મ ભૂલાશે તેવું ભાગવતમાં હજારો વર્ષ પહેલાં કહેલું ,તે મને  ધ્યાનમાં છે, તને ખ્યાલમાં   હોય તેમ  લાગતું નથી ,ખરાબ  સમયમાં અણી વેળાયે  હું હાજર તો રહું  છું ને ,,પછી ભલે સ્વરૂપ જુદા જુદા હોય ,ભક્તને દુઃખી કરવા મને ગમતા નથી ,મારા માટે તમામ નાના મોટા  ભક્ત મારા બાલુડા  સમા  ગ ણું છું
હું મળવા  આવું ત્યારે મારા આગમનની તને મોબાઈલથી જાણ કરવાની તારી તાકીદ    મને વિચિત્ર લાગે છે ,હું  ક્યારે અને ક્યાં પ્રગટ થઈશ તે નિશ્ચિત હોતું નથી  .માત્ર ગણેશ ચતુર્થી -ગણેશ ઉત્સવ અને માઘ મહિને  ગણેશ ઉત્સવમાં હું નિયમિત હાજર હું છું ,દેવસ્થાનોમાં શ્રદ્ધાને બદલે વ્યાપાર વધી ગયો ,ભાવિકો લાલચ ,પ્રલોભનો આપી મને બાંધતા થઈ ગયા ,,,હું બાજુએ  ધકેલાઈ ગયો ત્યાં હું કેવી રીતે પ્રગટ થાઉં ?આશીર્વાદ કેવીરીતે આપું ?કદાચ આપવા પડે તો યે કેટલાં આપવા  એ મારા માટે દ્વિધા છે ,,
કોઈ પણ પ્રસંગની શરૂવાત  વ્રત ,તપ કે શુભ કાર્યમાં દેવો ,મનુષ્ય , નર નારી -,વિદ્યાર્થીઓ મને જ  આગળ ધરી મારા શિરે  બધુ જ ઠોકી ને  કરે  છે  તો તું જ :- કહે   મને પણ થાક લાગે ને ?ઘણીવાર આ  મતલબી ,માંગતલ ,ઢોંગી જગતથી ત્રાસી ગયો છું અને તેમાં કયારેક શુદ્ધ ભક્તની વહારે જવામાં વિલંબ પણ થાય છે ,,,,હા ,જી ખુબ વાતો કરવી છે પણ દેવલોકના રિપોર્ટર નારદે મને કોઈ કામ  સર ,,, યાદ કર્યો છે ,ભક્ત ,રિપોર્ટર -મિડીયાથી વાંકુ  પડાય ખરું ?તેથી હું અહીં જ અટકીશ ,,, તારા  પત્ર  માટે ખૂબ ખુબ ખુશી થઈ ,રિદ્ધિ ,સિદ્ધિને પણ પત્ર વંચાવેલો  યોગ્ય સમયે તારે ઘેર વગર બોલાવે તે અચાનક આવી જશે ,,મારા ઘણા બધા કામો તેઓ સાંભળે છે ,,,વળી પાછો  ઈ પત્ર લખજે ,,,,,તારી બળતરા ઠાલવતો રહે જે , મન શાંત થશે અને માનસિક શાંતિ આપવાનું  તો મારુ કામ છે ,ખરું ને ?,,,,,,,,,,લિ ,—તારા જ લાડકા બાપ્પાની મીઠી અમી દૃષ્ટિ સાથે ,,,,,,,આવ જે ,,,,,,,

જીતેન્દ્ર  પાઢ /મોરિસવિલે ટાઉન /નૉર્થ કેરોલિના /અમેરિકા /7/10/16/શુક્રવાર /બપોરે -2-00/Image result for photos of ganpati writer

 

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.