લગ્ન પછી મારો છોકરો બદલાઈ ગયો–નિધિ શાહ

Mostly people have to hear this after marriage …All we need in this relationship is accept, understand and move on…

**********

Image may contain: ocean, one or more people, text, outdoor, water and nature
મનની વાત

1 hr ·

એક છોકરાના નવા નવા લગ્ન થયા, લગ્ન માટે છોકરીની પસંદગી છોકરાના માતા પિતાએ કરી હતી. છોકરો શહેરનો હતો અને છોકરી એક ગામની હતી પરંતુ છોકરીના વિચાર ઊંચા હતા. છોકરો થોડાક નવા વિચારો વાળો હતો અને છોકરાના માતાપિતા થોડાક જુના વિચારોના હતા પણ સમય જતા છોકરી એના પતિના રંગમા રંગાઈ ગઈ. છોકરો બહુ જ ખુશ હતો એને તો જોઈએ એવી જ પત્ની મળી ગઈ હતી.બન્નેના વિચારો મળવા લાગ્યા અને એમના સપનાનો મહેલ બનવા લાગ્યો.
બીજી બાજુ દંપતીના વિચાર સાથે એમના માતા પિતાનો મતભેદ થવા લાગ્યો. હવે શરુ થઇ લગ્ન જીવનની મોટામાં મોટી કસોટી શરુ. માતા પિતાના જવાબો આવા લાગ્યા કે પહેલા તો મારો છોકરો આવું નહતો કરતો, મારા છોકરાને આ ભાવતુ જ નથી પણ હમણા કેમનુ ભાવે છે, મારો છોકરો મને નાનામા નાની વસ્તુ પૂછીને કરે પણ હવે બધુ નથી પૂછતો, મારા છોકરાને આ વસ્તુ વગર ચાલે જ નઈ પણ હવે તો એની સામે પણ જોતો નથી.
ધીમે ધીમે માતા પિતાએ પસંદ કરેલી વહુમા ભૂલો દેખાવાની ચાલુ થઇ જાય. એને ટોકવાનુ ચાલુ થઇ જાય. એ ટોકવાનુ, મેણા ટોણા મારવાના બધુ ભેગુ થઇને ઝગડાનુ સ્વરૂપ લઇ લે.મતભેદ જોતજોતામાં મનભેદમાં બદલાઈ જાય. ત્યારે જો પતિએ એની પત્નીનો સાથ આપ્યો એટલે તરત જ વાક્ય સાંભળવા મળે “મારો છોકરો મારો નથી રહ્યો લગ્ન પછી મારો છોકરો બદલાઈ ગયો”.

સાર:

લગ્નથી એક નવી વ્યક્તિનો કુટુંબમા સમાવેશ થાય છે જેના પોતાના વિચાર છે અને એની રહેણી કરણી પણ જુદી છે. છોકરો અને છોકરી બંને એકબીજાને સમજીને એમના જીવનમાં બદલાવ લાવે છે. પરંતુ મોટા ભાગના માતા પિતા આ બદલાવ માટે તૈયાર નથી હોતા. પોતાના જ છોકરા માટે અસુરક્ષાનો ભાવ જાગે છે અને સુખી કુટુંબમાં મનમોટાવ થાય છે.

કોઈ પણ નવા સબંધથી જીવનમાં બદલાવ આવે છે એને તમે અપનાવો તો ખુશી નહિ તો દુખી…………

-નિધિ શાહ

Cortsey : Facebook

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.