સબંધ બંધનથી નહિ પણ અહેસાસથી બને છે- નિધિ શાહ

13726735_1732693886995114_415719083127329372_n

એક કપલના નવા નવા અરેન્જ મેરેજ થયા હોય છે. ૧૦ જ દિવસમા જ તેમના લગ્ન નક્કી થઇ જાય છે. બંનેને એકબીજાનો ખાસ પરિચય નથી  હોતો. એકબીજા સાથે વાત કરવામાં પણ શરમ અનુભવે છે. આવું નવુ કપલ લગ્નના બીજા જ દિવસે હનીમૂન પર જવા નીકળે છે. ચાર દિવસના ટૂંકા હનીમૂનમા ૩ દિવસ મહાબળેશ્વરના પહાડ પર ફરતા ફરતા મિત્ર બને છે. હજુ તેઓ માત્ર મિત્ર જ છે.

કોઈ ને પ્રેમનો અહેસાસ થયો નથી.

પરંતુ ચોથા દિવસે રાતના સમયે મહાબળેશ્વરથી ગોવા જવા નીકળે છે ત્યારે રાત ૩ જેવા વાગે બસ બગડી જાય છે. રસ્તો એકદમ સુમસાન, ડ્રાઈવર એક કલાકથી પ્રયત્ન કરે છે પણ બસ સરખી નથી થતી. ત્યારે બધા પેસેન્જર નીચે ઉતરે છે, પેલુ કપલ પણ નીચે ઉતરે છે. પહાડી વિસ્તારમા બસ બગડી હોય છે. આજુબાજુ અંધારું, નીચે ખીણ અને ઘનઘોર જંગલ. માત્ર ૧૨ પેસેન્જર અને એક ડ્રાઈવર, કોઈ વાહન પર રસ્તા પર ના દેખાય. બધા બીકથી ગભરાયેલા. ડ્રાઈવર પણ કોઈ જવાબ ના આપે. આમ કરતા કરતા ૩ કલાક થઇ ગયા. એ કલાકોમાં પેલા નવ યુગલે જોરથી એકબીજાનો હાથ પકડીને રાખ્યો હતો. પેલો યુવક સતત યુવતીને સાંત્વના આપતો હતો. એવામાં સવાર પડી અને એક બસ આવી અને મદદ માટે ઉભી રહી અને બધા પેસેન્જર એ બસમાં બેસી ગયા.

બસમાં બેઠા પછી બન્ને પસાર થયેલા ૩ કલાક યાદ કરતા હતા ત્યારે લગ્ન પછી પહેલી વાર યુવકને અહેસાસ થયો કે હવે મારા જીવનમાં કોઈ છે જેની મારે આખી જીંદગી સંભાળ રાખવાની છે. આ યુવતી મારી જવાબદારી છે. આવી જ રીતે પહેલી વાર એ યુવતીને પણ અહેસાસ થાય છે કે હવે મારા માં-બાપની જેમ મારી કાળજી રાખીને, મારી સંભાળ રાખે એવો જીવનસાથી મારી પાસે છે.

એ ઘડી એ બંનેને પહેલી વાર એકબીજા માટે પ્રેમ નો અહેસાસ થાય છે. આ ઘડીથી બંને સાચા અર્થમા એકબીજાના પતિ પત્ની બન્યા.

સાર: જીવનમાં સંબંધ તો બંધાઈ જાય છે પરંતુ સંબંધની અહેમિયત સમજવા માટે અહેસાસની જરૂર છે. જીવનના જુદા જુદા અનુભવો એ અહેસાસ કરાવી દે છે.

Advertisements
This entry was posted in લઘુ કથા, microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.