ગુડ મોર્નીંગ!-વિજય શાહ

April tasvir bole Che- pratilipi

“બા આ સુરજમુખીનું ફુલ મારી સામે જ કેમ જુએ છે ને હસે છે?”

“બેટા તારા વાળ સોનેરી સુરજ જેવા છે ને તેથી!”

“પણ તેણે તો સુરજની સમે જોવાનું હોયને?”

“હા પણ તે સમજે છે સુરજ એક છે પણ સુરજ મુખી તો હજારોની સંખ્યામાં છે તેથી તેણે તેની દોસ્તીનાં દ્વાર તારે માટે ખુલ્લા રાખ્યા છે અને તને આમંત્રી રહી છે. અને કહે છે ગુડ મોર્નીંગ!”

“હા મારે પણ દોસ્તી કરવી છે પણ તે ક્યાં મને સાંભળે છે?”

“ પણ તારી સામે જુએ તો છે ને?”

“ તેવું તો હું પણ તેની સામે જોઉં છું..પણ આ મૈત્રી તેથી આગળ વધે તે માટે શું કરવુ જોઇએ?”

“ મૈત્રી વાચાળ ત્યારે બને જ્યારે આપણા મિત્ર માટે આપણે કંઇક કરીયે જેમ કે તેની સામે જોઇને હસીયે કે તેને ગમે તેવું કંઇક આપણે કરીયે.”

“ હસું તો હું રોજ છું પણ મને ખબર નથી કે બીજું શું કરું તો તેને ગમે?”

“જો શક્ય હોય તો સવારે તેની પાસે જઇને હસ.. તેને હેલો કહે”

“પછી તે હસશે? મને સામે હેલો હાઇ કરશે?”

“થોડો થંભી જા…હજી તેનાં કુંડામાં રોજ સવારે લોટો ભરીને પાણી નાખવાનું છે.”

“ બહુ સરસ બા મને તે ગમશે.”

અને ક્યારેક થોડું ખાતર પણ..”

“ પણ બા એ કહેને તે મારી સાથે વાતો કરશેને?”

“હા. કરશે પણ તેની વાતો જેમ તું નથી સાંભળી શકતો તેમ તે પણ તારી વાતો નથી સાંભળી શકતું”

“બા.. તો મને તેની ભાષા શીખવને?”

“એક દિવસ તે ભગવાન ને ત્યાં જશે.ત્યારે તું રડીશ ના.”

“ હેં બા..એટલે તે મરી જશે?”

ના ના તે જીવતુંતો હશે પણ તેનું રૂપ બદલાશે અને તને એકનાં અનેક બીયા આપશે..”

“ બા મને તે બદલાવ ના ગમે તો?”

“ તે બદલાવ નથી તે તો ભગવાન પાસે જઇને બનશે કાળા કાળા બીયા અનેક”

“પછી?”

“તે સઘળા બી વાવશું અને …પછી તારું સુરજ્મુખી બોલશે..”

“ખરેખર બા.. તે બોલશે?’

હા બોલશે અને ખીલવશે અનેક સુરજ્મુખીનાં છોડ.”

. પછી?”

પછી દરેક છોડ ઉપર હશે સુરજમુખીનાં ફુલો અનેક……

“ બા! પાછું પાણી પાવાનું ને?”

“હા બેટા અને ખાતર પણ આપવાનું”

“ તોય બા મને ના સમજાયું એ ક્યારે મારી સાથે બોલશે?”

“એક ફુલમાંથી અનેક ફુલ થાય અને તે સર્વ ફુલો ઉપર આવે ભમરા હજાર.”

પણ બા..મારે તો સુરજ્મુખીનાં બૉલ સાંબહળવા છે..”

“ પવન ની લહેરખીએ નાચતા ફુલો સાથે ભમરાઓનું ગુંજન

તે તો છે સુરજમુખીનું….હાઇ અને હેલો અને ગુડ મોર્નીંગ!

 

This entry was posted in અછદાસ કાવ્યો. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.