પ્રેસિડેંટ ઍવૉર્ડ.-વિજય શાહ

President's Award

 

આજે સવારથી નિરાલીનું મન અજંપ હતું. અજંપ થવાનું કારણ  હતુ તેનો હાફુસ કેરીનો ૩૦ ડૉલર ખર્ચીને આણેલો છોડ સતત વરસાદને લીધે કહોવાઇ ગયો હતો.. પાંદડા તો જાણે ક્યારનાંય ખરી ગયા હતા પણ છોડ લીલો છમ હતો તેથી નિરાલીની આશા પણ લીલી હતી .. પણ બહું પાણી ને કારણે સાવ મૂળીયા કહોવાઇ જશે તેવી કલ્પના નહોંતી

સવારે બૅક યાર્ડ્માં આ દ્રષ્ય જોઇને આવી અને રડૂં રડું થતી તેની આંખો લઇને બાથરૂમમાં ગઇ અને ફુવારો ચાલુ કરી ડુસકાં ભરવાના ચાલુ કર્યા..એને જાણે તેની જિંદગી છુટી પડી હોય તેમ લાગતું હતું.ઘરમાં જાણે બધા હતા પણ ફુવારાને લીધે ડુસકાં દબાયેલા હતા.

અમેરિકા આવતા પહેલાનો ભૂતકાળ તેને રહી રહીને યાદ આવતો હતો.કોણ જાણે કેમ નિરેનના એવા તો ગળાડુબ પ્રેમમાં પડી હતી કે તેને તેનું આખુ જીવન નિરેનમય કરી નાખ્યુ હતું..થાળી પીરસીને આપે .. નહાવા જાય તો હાથમાં ટુવાલ આપે, કપડાને ઇસ્ત્રી કરે અને બહાર નીકળે ત્યારે “એન” લખેલો હાથ રૂમાલ અને પર્સ સ્કુટરની ચાવી આપે અને વહાલથી પાછી કહે પણ ખરી ટીફીનમાં મોકલેલુ બધું જમજો હં કે…રોટલી ઘીથી લસલસતી તો હોય.. પણ કેળા પીસીને તેમાં ખાંડ અને ઘી ઠરેલું હોય..એ ઠરેલા ઘીને જોઇને અળવીતરો રોબીન બોલે પણ ખરો…ભાઇ આજે તો ભાભીનું વહાલ વધી ગયું છે..નિરેન બે વર્ષમાં તારી કાયાપલટ કરવાનો ભાભીએ નિયમ લીધો લાગે છે…સંભાળજે બહું ઘી ખાય તેને હાર્ટ એટેક પણ આવે. નિરેન હસતા હસતા કહે અરે ભાઇ આ નવું નવું નવ દિવસ જ.. પછી તો વર રાજાનો રાજા સુકાઇ જાય અને એકલો વર “નવરો” થઇને રહી જાય…મરાઠીમાં વરને “નવરો” કહે છે ખબર છેને?

અને ખરેખર એવું બન્યું બધાને પછી તો હાથમાંને હાથમાં બધું જોઇએ અને નિરેન નોકરી ધંધેથી આવે ત્યાં સુધીમાં નિરાલી થાકીને ઠુસ થઇ જાય..નણંદો અને દીયરો ઠેકાણે પડ્યાં ત્યાં સુધીમાં તો બે સંતાનો માની કાળજી પામવા આવી ગયા હતા…પહેલા દસ વર્ષ વીતી ગયા પછી એક્દમ છઠ્ઠી ઇંદ્રીય જાગૃત થઇ અને સમજાયું કે તે ખાલી આપવા નથી સર્જાઇ.. પામવા માટે પણ સર્જાઇ છે. અને એ છઠ્ઠી ઇંદ્રીય દુઃખનું કારણ બની.. હું અને નરેન લોહી પાણી એક કરીને બચાવીયે છે અને વારે તહેવારે લેનારા મોટી આશા સાથે લઈ જાય છે પણ આપવાનાં સમયે નાનું મન કે સંકુચીત વહેવારો થી દુભવી જાય છે.

નિરેન તો ઑલીયો માણસ છે તે તો એમ કહીને છુટી જાય છે “ ઘી ઢળ્યું તો ખીચડીમાં” પણ મારે ભાગે એ ખીચડીમાં ઘી ક્યારે ય ના આવે તે કેમ ચાલે?.. મારો વર સારુ કમાય ત્યારે બધા કહે હવે તમને શું જરૂર છે? સાસરી તો સાસરી..પણ પિયરીયું પણ એવું જ માંગણીયું…મારું તો જાય પણ મને ક્યાંયથી ના મળે? મારો વર સારુ કમાય ત્યારે બધા કહે હવે તમને શું જરૂર છે?

બસ આ વિચારે તેનું મન અમળાયા કર્યું.. મન વાસ્તવમાં પાછું આવ્યું જ્યારે નિરેન રસૉડામાં શાંતિ જોઇ બેગલ તૈયાર કરતા પુછી ગયો..તું ખાઇશ? સવાર ક્યાંય જતી રહી અને ભોજન વેળા થઇ. પણ જવાબ ના મળ્યો એટલે તેના પગમાં પાણી ઉતરવા માંડ્યું..અજંપ મન વધુને વધુ અજંપ થતું ગયું

લગ્ન જીવનનો બીજો દાયકો પુરો થયો ત્યારે વાટ પકડી અમેરિકાની..નિરેન સમજાવે પણ ખરો કે આ ઘરમાં તું સાકરની જેમ સમાઇ ગઈ ત્યારે વીઝા આવ્યા છે..બધી નાની નાની વાતો ભુલી જા અને આનંદ માણ દીકરા દીકરીઓ ભણશે અને બે પાંદડે થઈશુ.. વળી એની એજ ખાસ વાત.. આંબે આવશે મૉર ને લહેર કરશું  પૉર…

દીકરો ભણતાની સાથે પાંદડે પાંદડું ગણતો થઇ ગયો.. તમે જે કર્યું તે તમે ફરજ સમજીને કર્યું “હમણાં તો તમારા હાથ પગ ચાલે છે ને? તે નહીં ચાલે ત્યારે અમે કરીશું.. વાળો અગત્સ્યમુની નો વાયદો કરીને…જતો રહ્યો…દીકરી તેને સાસરે..સમયાંતરે ફોન કરતી અને ચિંતા કરતી પણ આળું મન જે છે તે તો કદી જોતું જ નથી. અને જે નથી તેને ઇચ્છયા કરે છે…

નિરેને કહ્યું નિરાલી થોડુંક બાગમાં આંટો મારી આવ..ફ્રેશ થા બપોરનાં એક વાગ્યો.. આજે તો તું બહાર જ નથી નીકળી. અને નિરાલીને પાછો આંબો જતા રહ્યાનું દુઃખ સાંભરી આવ્યું.

નિરેને પાણીનો ગ્લાસ આપતા કહ્યું “ હવે રડ ના.. આમેય ઉતાવળે આંબા પાકતા નથી..થોડો તડકો નીકળશે અને નવા પાંદડા ફરી થી ઉગશે ચિંતા ના કર… અને આજે તને શું થયું છે? સવારથી ચાર પાંચ વખત તને દેવદાસ જેવા દુઃખી સ્વરુપે જોઇને થાકી ગયો દોસ્ત…”

“મને આજે આંબો જતો રહ્યો તેની હતાશા આવી છે.. મને થાય છે કે આપણ ને આખી દુનિયા કેમ આવી રીતે કેમ અવગણે છે?”

નિરેન કહે “ આંબા ઉપરથી તું પાછી ભૂતકાળમાં સરી ગઈ.. જો અમેરિકા આવીને હું અમેરિકામાં હોવાનાં ફાયદાઓ જોઇને રાજી થઉં છું જ્યારે તું પેલી માછણ ની જેમ ટોપલામાં પાણી છાંટીને તે દુર્ગંધમાં જીવે છે. કહે છે ને આજમાં ગઈ કાલનાં દુઃખો ઉમેરો એટલે આજ પણ બગડે અને આવતી કાલ પણ.”

“ પણ શું કરું મને જ્યારે તે છેતરામણી યાદ આવે છે ત્યારે તીડોનાં ઢગલાની જેમ આ ઘાવો ઉભરે છે…”

“ આવું થાય ત્યારે અહીં હોવાનાં ફાયદા ગણ.. પેલા સમય અને તિથિ જોયા વિના ઉભરાતા અતિથિઓનો ઢગલો નથી તે વાત થી આનંદ અનુભવને…કોઇ સમય સાચવવાનો નહીં અને વીક એંડ ઉપર તો દસ વાગ્યા સુધી ઉંઘો તો પણ કોઇ ઝંઝટ જ નહીં.

“પણ આપણા માબાપ માટે આપણે કર્યુ તે તો હવે આપણા માટે કોઇ નહીં કરેને?”

“ઉપર હજાર હાથવાળો બેઠો છે. આપણે જે કર્યુ તે તો આપણું દેવુ હતું તે પુરુ થયુ તેનો આનંદ માણ..અને છોકરા ઉપર કરેલું રોકાણ જેમ શેરબજારમાં ખોટા શેરોનાં ભાવ ઘટી જાય ત્યારે જેમ લોસ ખાવો પડે તેમ ખાધો..તે ઘટનાને પકડીને બેસી થોડું રહેવાય છે? હવે નવેસરથી નવી ગીલ્લી નવો દાવ…ભગવાન બેઠો છે ને? અને દીકરાને તેના સંતાનોને પણ જોવાનાં હોયને?

“ચેસમાં જેમ એક દાવ હારી ગયા પછી બીજી વખતે સંભાળીને ચાલવાનું હોય તેમને?” નિરાલી નૉર્મલ થતી હોય તેમ લાગ્યુ”

“હા બસ તેમજ.. ભૂતકાળમાં રહેવાનું નહીં અને તેનો પદાર્થ પાઠ ભુલવો નહીં”

“એટલે?”

“એટલે હવે આપણું આપણું જાળવીને રહેવાનું..સંતાનો પાસે હાથ લાંબો કરવાનો નહીં.”

પણ આવી દલીલોથી નિરાલીને કદીય શાંતિ થતી નહીં..”અરર મારો આંબો..કરીને ફરીથી તે ઉદાસ થઇ.”

આ સંવેદનશીલ લોકોનો રોગ છે. અને તેથી જ તેઓ સંવેદનોને ઝીલે છે. સામાન્ય માળી હોત તો છોડ ક્યારનોય કાઢીને ફેંકી દીધો હોત.. પણ આ તો વાત્સલ્ય..આંબા ઉપર દીકરા જેવું વહાલ આવે.. કલ્પનાઓ કરી કરી દીકરાનાં દીકરા ખાશે અને રાજી થશે જેવા અનેક સપનાઓ ચકનાચુર થયાનો અને કાચની કરચો જમીન ઉપર પડતી અને તેના રણકારો સાંભળતી માનો વલવલાટ.

નીરેને ઇ મેલ ખોલ્યો ત્યારે તેમાં બહું જ મોટા સમાચાર હતા..વૉશિંગ્ટનથી .દીકરાનો ઇ મેલ હતો તેના દીકરા નીલને પ્રેસિડેંટ ઍવોર્ડ મળ્યો હતો.. એટલે રાજી થતા થતા નિરાલીને કહ્યું અરે જો તારા પૌત્રને પ્રેસિડેંટ ઍવૉર્ડ મળ્યો. ઑબામા બરાકની સહીં વાળો પત્ર….ઇ મેલમાં સ્કેન કરેલું સર્ટીફીકેટ જોયા પછી તો પુછવું જ શું? પૌત્ર સાથે ફોન ઉપર “ કોન્ગ્રેચ્યુલેશન..નીલ .. વી આર સો હેપી ફોર યુ…તને આ ઍવૉર્ડ કેવી રીતે મળ્યો અને કેટલું તારું સન્માન થયું  તે વાતોમાં વીલાયેલો આંબો અને તેનો અફસોસ ગાયબ.થઈ ગયો. રેડીયા ઉપર વાગતુ હતું

जिंदगी कैसी है पहेली हाए

कभी ये हसाए कभी ये रुलाए

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.