હેપ્પી ફાધર્સ-ડે-પ્રભુલાલ ટાટારીઆ ” ધુફારી”

happy father's day

પિતાંબર અને રતનનો નાનો ઘર સંસાર હતો.પિતાંબર એક પેઢીનું એકાઉન્ટ સંભાળતો હતો અને સાથે બે ત્રણ છુટક નામા કરી ઘર સંસારનું ગાડું ગબડાવે જતો હતો.રતન એક બાંધેલી દુકાન માટે પાપડ અને ખાંખરા બનાવતી હતી.ત્રણ દિકરા હતા દામો (દામોદર) ઘરના એક ઓરડામાં બનાવેલી ભઠ્ઠી પર શેકી આખી મગફળી વહેંચવાનું કામ કરતો હતો.બીજા નંબરનો સુંધો(સુંદરજી) ભણવાનું મુંકી સતસંગ આશ્રમમાં પડ્યો પાથર્યો રહેતો હતો અને એક દિવસ એક સાધુઓના સંઘ સાથે જતો રહ્યો.નાનો જાધુ(જાદવજી) ભણતો હતો.મેટ્રિક ભણી લીધા પછી નોકરી માટે વલખા માર્યા પણ ક્યાં મળતી ન હતી તેથી દામાની તોછડાઇ વધી ગઇ અને રોજની કચકચ ‘કામ કાજ કરવું નથી બસ મફતના રોટલા તોડવા છે આ મગફળી શેકતા પરસેવો પડે છે ત્યારે માંડ ચાર પૈસા મળે છે….’

એક દિવસ જાધુ ઘર છોડી જતો રહ્યો.કોઇ ઘાસના ખટારામાં,કોઇ કપાસના ખટારામાં,કોઇ ઘેટા બકરા ભરેલા ખટારામાં એમ કુંટાતો મુંબઇ પહોંચ્યો.ઘણી રજળપાટ પછી એના એક જુના મિત્ર જીવલાનું ઘર મળ્યું.જીવલો વહેલી સવારે છાપા પહોંચાડવાનું કામ કરતો અને બાકીનો સમય એક હોટલમાં ચ્હા બનાવવાનું કામ કરતો હતો તે જીવલાએ તેને કહ્યું

‘જો જાધુ તું અહીં મારી સાથે રહે તેનો વાંધો નથી.મનેજે પૈસા મળે છે તેમાંથી મારી માને મનીઓર્ડર કરી મોકલાવું છું અને જે બચે છે તેમાંથી એક વખત હું વડા પાઉં ખાઇને માંડ ગુજારો કરૂં છું તેથી તને હું ખવડાવી શકું એમ નથી….’

‘તેં મને માથું મુકવાની જગા આપી એ ઘણું છે બાકી હું મારૂં ફોડી લઇશ…’

દામાના ઘરવાળા બેના પાસે નોકરી નથી મળતી કહી રોજ રડયા વગર જાદવજીએ ધાન ન હોતું ખાધું મળી જશે દીકરા રડ નહીં કહી બેના તેને જમાડતી.દામાની કચકચથી વાજ આવીને બેનાએ પોતાના પાસેના થોડા રૂપિયા આપી સલાહ આપી કે, ‘દિકરા દોકડો ને છોકરો ફરતો સારો તું મુંબઇ જા…’ એ પૈસા તેણે જીવ જેમ સાંચવ્યા હતા તેમાંથી તે પણ એક વખત વડા પાઉં ખાઇ ગુજારો કરતો હતો.તેમના રહેણાંકની ચાલી બહાર એક ચ્હાની લારી ઊભી રહેતી હતી ત્યાં મુકેલા છાપામાંની જાહેરાતથી તેને એક જગાએ પટાવાળાની નોકરી મળી ગઇ તેવા સમાચાર જીવલાને આપી એ કામે લાગી ગયો.

પંદર દિવસ જેવો સમય નોકરીમાં રહ્યા પછી એક દિવસ તે ઇકોનોમિક ટાઇમ્સ વાંચતો હતો તે ત્યાંના એકાઉન્ટ્ના હેડ પ્રાણલાલ ભાઇ જોઇ ગયા તેમણે પુછ્યું

‘એલા જાદવજી તું અંગ્રેજી જાણે છે…?’

‘જી પ્રાણભાઇ હું મેટ્રિક ભણ્યો છું…પણ…’

‘પણ શું દીકરા…..?’

‘મારે આગળ ભણવું હતું પણ……’

‘બસ એટલી જ વાત ને તું એક્સટર્નલ કોર્સ કર ઘેર રહી ભણવાનું અને પરિક્ષા આપવાની..’

‘સાચે જ પ્રાણભાઇ એમ થઇ શકે…?’

‘હા એ થ્‍ઇ રહેશે હાલ તો ચાલ મારી સાથે…’કહી એક ખાલી ટેબલ પર બેસાડીને કહ્યું

‘એકાઉન્ટના વાઉચર અને ઇનવોઇસ…બધા ફાઇલ કરવાનું સંભાળજે’કહી કામ સોંપી દીધું

પહેલી તારીખે મળેલા પગારના પૈસા જોઇ તેની આંખમાં હરખના આંસુ આવી ગયા.ઘેર આવીને જીવલાને કહ્યું ‘આજે પાઉં ભાજી ખાવાનું રહેવા દે આજે આપણે ઇરાની હોટલમાં જમીશું’

બંને મિત્રો એ પહેલી વખત ધરાઇને ખાધું અને પછી દર રવિવારનો નિયમ થઇ ગયો. બે મહિના પસાર થઇ ગયા અને પ્રાણલાલની કરેલ વ્યવસ્થાથી જાદવજી દિવસે નોકરી કરતો અને ફાઝલ સમયમાં અભ્યાસ કરતો. પ્રાણલાલ તેના કામથી ખુશ હતા.એક દિવસ જાદવજી બે ત્રણ વખત પ્રાણલાલની ટેબલ પાસે આવ્યો ને જોયું કે,પ્રાણલાલ પાકા ચોપડા વારંવાર ફેરવીને જોતા હતા અને પછી પાછા મુકી દેતા હતા.ત્રીજી વખત જ્યારે આવ્યો ત્યારે તેનાથી ન રહેવાતા પ્રાણલાલને પુછ્યું

‘માફ કરજો પ્રાણભાઇ એક વાત પુછું…?’

‘હા બોલ દીકરા…’

‘ભાઇ તમે વારંવાર આ ચોપડા ખોલીને જુઓ છો ને પાછા મુકી દો છો હું કંઇ મદદ કરી શકું…?’

‘આ ગયા મહિનાના સરવૈયામાં ૩૬ રૂપિયાનો ફરક આવે છે એ મળતો નથી…’

‘આપને વાંધો ન હોય તો મને આપો હું જોઇ આપુ…’

‘તો લઇ જા આ ચોપડા…’ એમ કહી રોકડ,ખાતાવહી અને નોંધ તેને આપી.જાદવજી ત્રણેય ચોપડા લઇ પોતાની ટેબલ પર આવ્યો અને બારીકાઇથી જોવા લાગ્યો એકાદ કલાક પછી તે નોંધ અને ખાતાવહી લઇ પ્રાણલાલ પાસે આવ્યો અને કહ્યું

‘ભાઇ આ જુઓ ૧૩૫૧૫ રૂપિયાની બદલે ખતવણી ૧૩૫૫૧ રૂપિયા થઇ છે ૫૧માંથી ૧૫ જાય તો ૩૬નો ફરક આવે ને…?’

આ જોઇ પ્રાણલાલ ખુશ થઇ ગયા અને બીજા દિવસથી કાચી નોંધમાંથી પાકા ચોપડા લખવાનું કામ જાદવજીને મળી ગયું.જાદવજી પણ બહુ ચીવટથી એ કામ કરતો હતો.પગાર વધ્યો અને ચાલીમાં ખાલી થયેલ એક રૂમ મળી ગઇ પણ જાદવજી અને જીવલો સાથે જ જમતા હતા.ત્રણ વરસ પસાર થઇ ગયા. જાદવજી સીએ થઇ ગયો.સીએનું સર્ટિફિકેટ પ્રાણલાલ ને બતાવી જાદવજી રડી પડ્યો.

‘પ્રાણભાઇ તમારી મહેરબાનીથી હું સીએ થયો…’

‘રડ નહી દીકરા આ તારી ધગસનું પરિણામ છે આ પ્રાણલાલ તો નિમિત બન્યો…’ કહી જાદવજીના આંસુ લુછી સાંત્વન આપ્યું.

જાદવજીની ઓફિસની બાજુમાં એક બીજી ઓફિસમાં ટેલિફોન ઓપરેટરનું કામ કરતી સરલા અને જાદવજી ઓફિસે જતા મળી જતા અને આછા સ્મિત સાથે છુટા પડતા.એક દિવસ હિમત કરીને જાદવજીએ એને પુછ્યું

‘આપને વાંધો ન હોય તો એક અંગદ સવાલ પુછું…?’

‘હા…પુછો…’

‘આપના ઘરમાં કોણ કોણ છે…?’

‘કોઇ નથી હું મારી સહેલી સાથે રહું છું અને ટેલિફોન ઓપરેટરની નોકરી કરૂં છું…’

‘હું મારી કંપનીમાં આસિસટંટ એકાઉટંટ તરિકે નોકરી કરૂં છું અને એકલો જ રહું છું મારી સાથે લગ્ન કરશો..?’

આર્યસમાજ વિધીથી જાદવજી અને સરલા પરણી ગયા.સરલા જ્યારે જાદવજીના રૂમ પર આવી ત્યારે જીવલાની ઓળખાણ આપતા જાદવજીએ કહ્યું

‘આ મારો જુનો મિત્ર છે જીવણ અમે બંને રોજ સાથે જ જમીએ છીએ…’

‘તો હવે ત્રણેય સાથે બેસી જમીશું..’કહી સરલા હસી

સરલા સાથ લગ્ન થયાના બીજા જ વરસે પ્રાણલાલ રિટાયર થયા અને તેમની ભલામણથી પ્રાણલાલની ખુરશી જાદવજીને મળી ગઇ.તેણે બીજા મહીનાથી સરલાને નોકરી મુંકાવી દીધી પણ સરલાએ ઘેર બેઠા ટ્યુશન ચાલુ કર્યા.ટેલિફોન ઓપરેટરની મગજ મારી કરતા આમાં એને સારા એવા પૈસા મળતા હતા.બંને ખુબ ખુશ હતા અને તેમાં એક ખુશીનો ઉમેરો થયો સરલાના ખોળે દીકરો આવ્યો નામ પાળ્યું નવિન.બાળકના આગમન પછી શેરની દલાલીમાં જાદવજીને સારા પૈસા મળવા લાગ્યા.

એક દિવસ સરલાએ જાદવજીને કહ્યું ‘કપરા કાળમાં જીવણભાઇએ તમને આશરો આપ્યો.આ જીવણભાઇ કેટલા દિવસ પારકી નોકરી કરશે…?’

‘તું કહેવા શું માગે છે….ફોડ પાડ,,’ જાદવજીએ સરલાને કહ્યું

‘મારા ટ્યુશનના પૈસામાંથી હું ૧૦% અલગ રાખુ છું તેમાંથી આપણે જીવણભાઇને ચ્હાની લારી કરી આપિયે તો…?’

‘વિચાર ખોટો નથી….’

ચ્હાની લારી તૈયાર થઇ ગઇ તેના બીજા દિવસે સરલાએ બપોરે જમતા જીવલાને કહ્યું

‘જીવણભાઇ હવે તમારે નોકરી નથી કરવાની…..’

‘ભાભી નોકરી નહીં કરૂં તો….’શું કહેવું તેની અવઢવમાં જીવલો અટવાઇ ગયો

‘હમણાં તો તું પ્રેમથી જમી લે પછી વાત કરીએ…’જાદવજીએ કહ્યું

જમી લીધા પછી ચાલીના ખુણે તાલપત્રીથી ઢાંકી રાખેલ લારી બતાવી જાદવજીએ કહ્યું

‘હવે તારી મરજી પડે ત્યાં ઊભી રાખી આના પર ચ્હા બનાવીને વ્હેંચજે…નોકરીમાંથી છુટ્ટી..’કહી જાદવજી હસ્યો તો ગળે ડૂમા ભરાયલા જીવલાએ જાદવજીને બાથ ભીડી રડી પડ્યો

‘જાધુ તેં મારા પર મોટો ઉપકાર કર્યો છે….’

‘હવે ઉપકાર બુપકારની વાત રહેવાદે હું જ્યારે મુંબઇ આવ્યો અને તેં માથું રાખવા જગા આપી હતી ત્યારે મેં તો નથી કહ્યું જીવલા તેં મારા પર ઉપકાર કર્યો છે…ચાલ ખોલીમાં જઇ આરામ કર અને બપોરે સૌથી પહેલા અમને ચ્હા બનાવી પિવડાવજે….’કહી જાદવજીએ જીવલાની પીઠમાં ધબ્બો માર્યો

જીવલો સવારે ખાંડ વગરની ચ્હા બનાવી રાખતો અને જેમને જોઇએ તેવી એલચી વાળી,મસાલા વાળી,સુગર ફ્રી ગોળી વાળી ચ્હા બનાવીને ગ્રાહક સાચવતો અને લારી ચાલી પડી.ગામડામાં રહેતી મા ને મુંબઇ બોલાવી લીધી.બે પાંદડે થયેલા જીવલાને જાદવજી અને સરલાએ પ્રેમથી પરણાવ્યો.

-૦-

બેનાને મેલેરિયા લાગુ પડયો અને જીવલેણ સાબિત થયો.રતન અવાર નવાર નિશાશો નાખી પિતાંબરને કહેતી ‘આ તે કેવા નશીબ એક સાધુઓ સાથે ગયો અને બીજો કોણ જાણે ક્યાં ભાટકતો હશે એક દીકરી જેવી વહુવારૂં હતી એ પણ મેલેરિયામાં ગઇ…હે રામ..’

બીનાના અવસાન પછી બીજાજ વરસે પિતાંબરની બંને આંખે મોતિયો આવ્યો.ડોકટરે ઓપરેશન કરાવી લેવાની સલાહ આપી પણ ૪૦૦૦૦ રૂપિયા કાઢવા ક્યાંથી..? આવક બંધ થઇ જતા દામાની કચકચ વધી ગઇ ‘આ ભઠ્ઠીના તાપ સહી બે પૈસા માંડ મળે છે તેમાંથી છાસ રોટલો માંડ નીકળે છે તો ઓપરેશનના પૈસા ક્યાંથી કાઢવા….’ અને એક દિવસ એ પિતાંબર અને રતનને રાજકોટના અનાથાશ્રમમાં મુકી આવ્યો.      એક દિવસ રસ્તામાં જાદવજીને તેની પાડોશમાં રહેતો જુનો મિત્ર વસંત મળી ગયો.બંને હોટલમાં બેસી ચ્હા પીતા વાતે વળગ્યા ત્યારે જાદવજીને ઘરના બધા સમાચાર મળ્યા.

જાદવજી બીજાજ દિવસે રાજકોટ ગયો અને અનાથાશ્રમ શોધી પિતાંબર અને રતનને મુંબઇ લઇ આવ્યો.એક આઇ સર્જનની સલાહ લઇને પિતાંબરની આંખોનું ઓપરેશન થયું.અઠવાડિયા પછી કેક કાપીને

પિતાંબરને નવિને બટકો ખવડાવી એક કાર્ડ નવિને પિતાંબરને આપ્યું ત્યારે સરલા અને જાદવજીએ કહ્યું

‘હેપ્પી ફાધર્સ-ડે બાપુજી’(સંપૂર્ણ)

૨૭-૦૫-૨૦૧૬

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to હેપ્પી ફાધર્સ-ડે-પ્રભુલાલ ટાટારીઆ ” ધુફારી”

 1. Harilal Patel કહે છે:

  Jadavaji forgetting parents for so long in spite mother had given him money to eat. He knew his friend Jivan was sending money regularly to his mother, this story has a big flop. It is not suitable for Father’s day.

  Like

 2. dhufari કહે છે:

  ભાઇશ્રી હિરાલાલ
  ભુલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર,જાદવજીને પૈસા એની ભાભી બેનાએ આપેલ મા રતને નહી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.