સ્નેહ-સંબંધ-નિરંજન મહેતા

 ‘દીદી, મને અહીથી લઇ જા. તારા વગર ગમતું નથી,’ આ શબ્દો ફોનમાં સાંભળી અંજની સોફા પર ફસડાઈ ગઈ. ફોન તેના નાના ભાઈ ગૌતમનો હતો જેને તે બે દિવસ પહેલા એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હતી કારણ વર્ષોથી જેને પોતે વહાલથી સાચવ્યો હતો તે ૭૭ વર્ષના નાના ભાઈની સંભાળ લેવી હવે ૮૦ વર્ષે શક્ય ન હતું. કુટુંબના અન્ય કોઈનો સાથ ન હતો એટલે કચવાતે મને તેણે આ પગલું ભર્યું હતું.

‘ભઈલા, થોડા દિવસ થોભી જા. હું અન્ય વ્યવસ્થા કરીને તને પાછો લઇ આવીશ. થોડા દિવસ તકલીફ તારી આ બહેનને ખાતર ભોગવી લે.’ મન મનાવવા જવાબ તો આપ્યો પણ તે જાણતી હતી કે હવે તેના ભાઈને પાછો લાવી સાથે રાખવું શક્ય નથી.

‘દીદી, તું ખરેખર એમ કરશે કે મને પટાવવા આમ કહે છે?’

આ સવાલનો અંજની શું જવાબ આપે?

‘દીદી, હું સમજી ગયો. પણ તારી યાદ બહુ આવે છે. તે જે વહાલથી તારા હાથે ખવડાવ્યું છે તેમ અહિ કોઈ નથી કરતુ. તારું બનાવેલું ખાઈ ખાઈને મોટો થયો છું એટલે અહીનું ખાવાનું ગળે નથી ઉતરતું. તું કાઈક કર અને મને લઇ જા.’

જવાબ આપ્યા વગર અંજનીએ ફોન કાપી નાખ્યો.

પણ તેથી તેની મૂંઝવણ ઓર વધી. એક બાજુ સાથ વગર ગૌતમને સચવાય નહી અને આટલા વર્ષો જેને પોતાની સાથે રાખ્યો હતો, સાજે-માંદે તેની ચાકરી કરી હતી અને બને તેટલી તેની ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરી હતી તેને આમ નિ:સહાય કરવા બદલ તેનું અંતર ડંખતું હતું. પોતાની આ લાચારી ન કહેવાય અને ન સહેવાય બની ગઈ હતી.

તે રાતે તેને ઊંઘ ક્યાંથી આવે? તેના અંતરમાં એક ઘમાસાણ ચાલી રહ્યું હતું.. ભાઈલાની મુશ્કેલીનો શું અને કેમ નિવેડો લાવવો તેના વિચારોમાં તે ખોવાઈ ગઈ. એકબાજુ પોતાની નિ:સહાયતાથી તે મજબૂર હતી તો બીજી બાજુ સ્નેહ-સંબંધ તેને કોઈક પગલા લેવા દબાણ કરતુ હતું.

એક બાજુ લાગણીઓ તેને ગૌતમને પાછો લાવવા તરફ ધકેલતી હતી તો અંતર કહેતું હતું કે ઉતાવળ ન કર. પરિસ્થિતિનો વિચાર કર. વાસ્તવિકતાનો વિચાર કર નહી તો પન્નાલાલ પટેલની વાર્તા ‘લોહીની સગાઈ’માં માની જે હાલત થઇ હતી તેવી તારી થઇ જશે.

આ બધી કશ્મકશમાં છેવટે લાગણીઓનો વાસ્તવિકતા ઉપર વિજય થયો. પોતાના એક મિત્રની સહાયતા લઇ ગૌતમને પાછો લાવવાનો નિર્ણય કર્યો. તેની દેખરેખ રાખવા તે કોઈક પૂરૂષ નર્સની સગવડ કરશે અને ત્યાં સુધી ગૌતમને પોતે બને તેટલું સાચવી લેશે.

આ નિર્ણયે હવે તેના મનમાં શાંતિ થઇ અને મિત્રને સાથે આવવા ફોન કરવાનો વિચાર કરતી હતી ત્યાં ફોનની રીંગ વાગી. જોયું તો વૃદ્ધાશ્રમનો નંબર. ગૌતમનો જ ફોન છે અને તેને હું આવું છું કહીશ એટલે તે કેટલો ખુશ થશે એમ વિચારતા તેને ફોન ઉચક્યો. સામે છેડેથી ગૌતમને બદલે કોઈ અજાણ્યો અવાજ સંભળાયો.

‘હું સંજીવની વૃદ્ધાશ્રમમાંથી બોલું છું. તમારા ભાઈ ગૌતમનું કાલે રાતે હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. આપ જલદી આવી તેને લઇ જવાની સગવડ કરો.’

અંજનીએ પોક મૂકતા કહ્યું, ‘ભાઈલા, હું તને લેવા આવી રહી હતી પણ તું એક દિવસ પણ રાહ ન જોઈ શક્યો?’

 

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

2 Responses to સ્નેહ-સંબંધ-નિરંજન મહેતા

  1. Minor correction.
    Lohini Sagaai is by Ishwar Petalikar, not PannalalPatel.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s