મધર્સ ડે ( ૨૦૧૬)-પ્રવીણા કડકિઆ

મધર્સ ડે ( ૨૦૧૬)

 

my mother

 

 

 

 

 

માતૃદેવો ભવઃ શ્બ્દમાંથી નિતરતી પાવનતા હૈયાના ખૂણાને હચમચાવી જાય  છે ! મા કહેતાં
સમગ્ર અસ્તિત્વમાં ચેતનાનો સંચાર થાય છે. એ આજે હયાત નથી તેનો વસવસો સદા રહેવાનો !
અંગ્રેજીમાં “મધર્સ ડે”ની ઉજવણી કરીએ તે આપણા માતૃદેવો ભવઃની તોલે  કદાપી ન આવે ! જોકે
સરખામણી કરવાનો ઈરાદો પણ નથી. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો તફાવત ઉડીને આંખે વળગે
તેવો છે. પશ્ચિમની નકલ કરીને પૂર્વ પોતાની રવાલ ભરી ચાલ ને બદલે ખોડંગાતો ચાલે છે.

ખેર, આ દિવસે માતાની મહાનતા યા જરૂરિયાતનો દંભ જરૂર આચરાય છે. સત્ય કોઈ પણ કાળે
ઝાંખપ અનુભવતું નથી. તેની આગવી પ્રતિભા કોઈ પુરાવો પણ ચાહતું નથી. હીરાએ કદી પોતાનું
મૂલ્ય આંક્યું છે ? માતા ગૌરવશાળી છે અને રહેશે તેમાં બે મત નથી. જે વ્યક્તિ માતાને માન, સન્માન
આપવામાં પાછી પાની કરે છે તે અંતરથી અજાણ નથી. ‘મા, છે તો હું છું’! એ સનાતન સત્ય છે.
માના ત્યાગની, ભોગની અને સહનશીલતાની વાતો કરી સમય વેડફવો નથી. દરેક પોતાના બાળકો
માટે શું કરે છે એ જગજાહેર છે. માત્ર એનું પુનારાવર્તન થઈ રહ્યું છે !

મારા પતિની ની પ્યારી ‘બા’ અને મારી વહાલી ‘મમ્મી” આજના દિવસે તમને બન્નેને
શત શત પ્રણામ. તમે બન્ને એ કરેલા ઉપકારનું ઋણ ચુકવવાની મારામાં તાકાત નથી.
તમાર પ્રત્યે અંતરનો પ્રેમ દર્શાવી આજના દિવસે તમને ચરણ સ્પર્શ. આ જગે જન્મ ધ્ર્યો
ત્યારથી તમારી પ્રેમણિ વર્ષામં ભિંજાઈ હતી. ‘બા’ તમારો પ્રેમ નિતરતિ સહવાસ માત્ર સાત
વર્ષ માણ્યો હતો. તેમાં ભિંજાઈ જીવન અવિનાશ સાથે વિતાવ્યું હતું. મમ્મી તને તો પ્યાર
આપ્યો અને પામી હું ધન્ય થઈ હતી. તું પ્રવિણા બોલેને દોડતી આવતી. સહુથી વધુ તો તે
યાદ આવે ,જ્યારે તું દરરોજ બપોર મંદિરે દર્શન કરવા અને શાકભાજી લેવા બહાર જાય.
તારી ચાવી, ચશ્મા, હાથ રૂમાલ, નવી બંગડીઓ, પૈસાનું પાકિટ અને શાકની થેલી બધું
તૈયાર કરતી.

એ જનની પછી પોતાની હોય , અન્યની કે પ્રાણથી પ્યારા પતિની. ગુરૂત્વાકર્ષણના નિયમની  જેમ એની
આણ બધે એક સરખી વર્તે છે. તેમાં શંકાને સ્થાન નથી ! મધર્સ ડેના દિવસે તમે માને લક્ષ્મીથી વધાવો
યા પ્યારથી એ ઘણું મહત્વનું ગણાય. બંધ આંખ કરીએ ને માની છબી નજર સમક્ષ તરી આવે !

મમ્મી જીવનની સંધ્યાએ તારી સાથે સુંદર સમય ગાળ્યો હતો. દિલમાં વસવસો નહી પણ
આનંદ છે. અમેરિકા હોવા છતાં પણ તને મળવા દોડી આવતી. યાદ છે આપણે ગોકુળ
અને નાથ્દ્વારા ગયા હતાં. ધક્કામુક્કીમાં દર્શન કરતાં અને શ્રીનાથજીની ઝાંખી કરી મન
પુલકિત કરતાં. હવે એ બધું ક્યાં !!આજે એ મીઠી યાદો જીવનને મહેકાવે છે.
મા, તું વંદનિય છે. તારી અમી ભરેલી આંખોનું અમી હમેશા દિલને પીવાની તમન્ન છે. તું જ્યાં પણ હોય
ત્યાં સુખમાં બિરાજે એવી આરઝુ. તારા સંસ્કાર, તારી પ્રેમ ભરેલી વાતો અને તારી આપેલી શિખ આજે
જીવન જીવવા માટે ખૂબ સહાય કરે છે. મા એક ખાનગી વાત આજે જગજાહેર કરતાં આનંદ અનુભવું છું.
” હું તને પ્રેમ કરતી હતી. પ્રેમ કરું છું. જીવનની અંતિમ ક્ષણો સુધી કરતી રહીશ” !

 

Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.