મધર્સ ડે-નિરંજન મહેતા.

mothers-day-quotes-06 

વહાલી મમ્મી,

આજે ૮મી મે, મધર્સ ડે. જગત આખું આજે પોતાની માને યાદ કરી આ દિવસ ખાસ ઉજવે. પણ શા માટે મા માટે ખાસ દિવસ? મારા હિસાબે તો બધાએ ૩૬૫ દિવસ મધર્સ ડે ઉજવવો જોઈએ જેની પાસે તારા જેવી સુશીલ અને વ્યહવારુ મા હોય. ભલે દુનિયાભરના લોકો વર્ષમાં એક જ દિવસ મધર્સ ડે તરીકે ઉજવે પણ હું તો રોજ જ તને યાદ કરીને મધર્સ ડે ઉજવ્યાનો આનંદ લઉં છું.

મને બરાબર યાદ છે કે મારા બાળપણમાં મેં મારા પિતાને ગુમાવ્યા હતા અને તે મને અંને સંજયભાઈને કેવી તકલીફોનો સામનો કરીને સ્વમાનભેર અમારો ઉછેર કર્યો હતો. અમે યોગ્ય શિક્ષણ મેળવીએ એમાં તે ક્યાય કચાશ નહોતી રાખી. આજે અમે બન્ને જે સ્થિતિમાં ઉભા છીએ તે તારી આ ચીવટ અને મહેનતનું પરિણામ છે તેમાં બે મત નથી.

આજે તારા આપેલા સંસ્કારોને કારણે સંજયભાઈ અને હું સુખી તો છીએ જ પણ તારો આ સંસ્કારનો વારસો અમારા સંતાનોને આપતા અમે બન્ને ગર્વ અનુભવીએ છીએ.

લગ્નબાદ શરૂઆતમાં મને નાની મોટી મૂંઝવણ થતી ત્યારે તું નજીક હતી એટલે તારી પાસે દોડી આવતી અને તું શાંતિથી મને સાંભળી યોગ્ય શીખ આપી કહેતી કે સાસરામાં નાની નાની બાબતો માટે આમ દોડી ન અવાય. એ તો અંદર અંદર જ સમજી વિચારીને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. વળી આ બાબત જો જીવનસાથીને લગતી હોય તો થોડીક બાંધછોડ પણ કરતા રહેવું જોઈએ અને જરૂર પડે તો નમતું પણ જોખવું જેથી સંસારરથ ખાબડબડ રસ્તે પણ ચાલતો રહે.

શરૂઆતમાં મને આ સાંભળી ખોટું લાગતું કે મારી મા હવે મારી નથી રહી છતાં મન મનાવતી. પણ હવે સમય જતાં મને તારી આ શીખની યોગ્ય કિંમત સમજાઈ ગઈ છે અને તેનો યોગ્ય અમલ પણ કરૂં છું.

ગીરાભાભી સાથે હું તો નિયમિત ફોન ઉપર વાત કરૂં જ છુ તેની તને ખબર છે. જે રીતે તે તારા વખાણ કરે છે તેથી મારી છાતી ગજગજ ફૂલી જાય છે. અરે, એ તો તને સાસુ નહી પણ મા જ ગણે છે. એટલે જ મને તારા જેવી મા મળ્યાનો ગર્વ છે. ભાભી તો એમની માને પણ કોઈકવાર કહે છે કે તું તેમની સાસુ નહી પણ મા જ છે કારણ તું તેમને દીકરીની માફક રાખે છે. આનાથી વધુ શું જોઈએ? બોલ, આમ હોય તો તારી દીકરી હોવાનું અભિમાન કરૂં તેમાં કાઈ ખોટું છે?

વધુ રૂબરૂમાં.

તારી સંજના

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s