બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની છે

 

મિત્રો  બેઠકનો આ મહિનાનો વિષય છે: અછાંદસ તમારે ડાયાસ્પોરા અનુભૂતિ પર અછાંદસ કવિતા લખવાની છે.

આ સાથે ખાસ જાણવાનું કે”બેઠક”ના સર્જકોનો યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે માટે હવે આપણા બે એરિયાના સાક્ષર બાબુભાઈ સુધાર  પણ “બેઠક”ની પાઠશાળામાં સર્જકોને માર્ગદર્શન આપશે જેમનું આપણે સ્વાગત કરીએ છીએ અને રૂબરૂ આવતી બેઠકમાં મળી શકશો  આ સાથે એમની વાત મુકું છું જે આપને વ્યવસ્થિત અછાંદસ કવિતા લખવા વિષે માટે સુંદર માર્ગદર્શિકા બનાવી છે જે આપને યોગ્ય રીતે લખવામાં મદદ કરશે

દાવડા સાહેબે બેઠકની પાઠશાળા માં જે વિચારો સરળ ભાષામાં રજુ કર્યા હતા તે અહી રજુ કરું છું  જે આપ સૌને સમજવામાં સરળ પડશે

સાહિત્ય ના બે વિભાગ ગદ્ય અને પદ્ય. ગદ્યના કેટલાક વિભાગ નિબંધ, વાર્તા, નવલકથાવગેરે. પદ્યના કેટલાક વિભાગ કવિતા, ગીત, ગઝલ, ભજન વગેરે. કવિતામાં છંદમાં અને છંદવગર એમ બે વિભાગ છે. અગાઉ છંદ વગરની કવિતાને ગદ્યપદ્ય અથવા અપદ્યગદ્યકહેવાતી. હવે એને અછાંદસ કે અછંદાસ કહેવાય છે.

છંદવાળી કવિતામાં એક લય હોય છે, અને આવી કવિતાઓ સહેલાઈથી યાદ રહે છે. આપણા મોટાભાગના છંદ સંસ્કૃતમાંથી લીધેલા છે. થોડાક છંદો આપણા મોટા ગજાના કવિઓએરચેલા છે. હવે આપણે છંદવાળી રચનાઓના એક બે નમૂના જોઈએ.

કવિતા માટે એક વિષય હોવો જોઈએ.

વિષય વિચારકેન્દ્રી,

કલ્પનાકેન્દ્રી કે સ્વાનુભવ કેન્દ્રી હોઈ શકે.

ત્યારબાદ એ વિષયને છંદના બંધારણમાં રહીને કહેવો જોઈયે. દા. ત. ભૂખથીટળવળતા હજારો લોકો પણ છે અને મોંઘીડાટ થાળી જમનારા લોકો પણ છે. આ વાત કહેવામાટે મેં શીખરીણી છંદ પસંદ કર્યો, અને આ પંક્તિઓ લખી.

લગાગા ગાગાગા લલલ લલગા ગાલ લલગા

(કુલ ૧૭ અક્ષર) યતિ છ અને અગિયાર અક્ષર પછી.

(અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા)

 

હવે જુઓ મારી કવિતા

અરે ખાવા આપો, અમ ઉદર ખાડા બહુ પડ્યા,

હજારો ભુખ્યાના શ્રવણ પડિયા શબ્દ કર્ણ, ત્યાં

તિજોરીના  નાણા  ખડ ખડ  કરીને  હસી પડ્યા,

અને એ હાસ્યો સૌ ધનિક ઉદરે પ્રતિધ્વનિત થ્યા,

પુકારે  તૃપ્તિના,  મમ  ઉદર  વિષે  પ્રશ્ન ઉઠતો,

હજારોની  થાળી  એક   ઉદરમાં  શું  શમી  ગઈ?

 

(સાહિત્યના મુખ્ત્વે બે પ્રકાર છે. એક ગદ્ય અને બીજું પદ્ય.અપદ્ય ગદ્ય એ એ વચગાળાનો પ્રકારછે.પણ એને પદ્યમાં ગણી શકાય.

જે કવિતા આવા છંદોમાં લખાઈ નથી, એ અછાંદસ કવિતા કહેવાય.

એ લખાણ ગદ્યમાં કે પદ્યમાં બેસતું નથી,

છતાં લોકોને ગમે છે, એટલે એને કવિતાના એક પ્રકાર રૂપે સ્વીકૃતિઆપવામાં આવી છે.

આ પ્રકાર છેલ્લા ૫૦ વર્ષથી અસ્તિત્વમાં છે.

૧૯૫૬ માં ઉમાશંકર જોશીએ આનો પ્રયોગ કરીએને સાહિત્ય જગતમાં માન્યતા અપાવી.

એ પહેલાં નાન્હાનાલાલે દીર્ધકાવ્ય નામ આપીઆવો જ પ્રકાર શરૂ કરેલો.

છંદની પડોજણમાંથી મુકત થવાની ઝંખનાને પરિણામે આ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો.

એક વ્યક્તિ પાસે વિચાર છે, એ એને કાવ્ય સ્વરૂપે કહેવા માગે છે, પણ છંદ નથી ફાવતા,

એમનામાટેનું આ વાહન છે.

હવે આપણે એક ઉદાહરણ જોઈએ. મારી આ ટુંકી કવિતા

હું ડોટ કોમ

તું ડોટ કોમ

બધા ડોટ કોમ

ડોટ કોમ નથી તો હું હું નથી, તું તું નથી,

યાહુંમાં નથી ને ગુગલમાં પણ નથી,

જે ગુગલમાં નથી તે આ જગતમાં નથી

ક્રીશ્ના ડોટ કોમ લખો તો સ્વયં પ્રભુ પધારે,

છે કોઈ શક્તિ ડોટ કોમથી વધારે?

જન્મીને ના કોઈ કુંડળી બનાવો,

તરત નામ રાખીને ડોટ કોમ કરાવો.

ડાયાસ્પોરાઃ

વર્ષોસુધી વતનમાં રહ્યા બાદ, સંજોગ જ્યારે પરદેશ લઈ જાય, અને ત્યાં લાંબો સમય રહેવાનું થાય, ત્યારે માણસ ઉપર વતનની સંસ્કૃતિની સાથે સાથે એ જે દેશમાં રહેતો હોય ત્યાંની સંસ્કૃતિનો રંગ ચડવા લાગે છે. એની વાણી, વર્તન ઉપરાંત એના સાહિત્ય સર્જનમાં પણ આ અસર દેખાવા લાગે છે.

આ વાત સમજવા રેખાબહેન સિંધલે એક સરસ દાખલો આપ્યો છે. જ્યારે સાસરે ગયેલી સ્ત્રી જેમ પિયરની પ્રીતને ભૂલ્યા વગર પતિના ઘરને સ્વગૃહ કરવા મથે છે અને એમાં પોતાનું અસ્તિત્વ ઓગાળીને કેટલાંક નવા મૂલ્યો અને કેટલાક જૂના મૂલ્યોનો સમન્વય સાધી બંને ઘરની આબરૂ વધારે છે, એટલું જ નહિં, બે કુટુંબો વચ્ચે સેતુ બનીને એક જુદીજ પરંપરા સર્જવા સમર્થ બને છે, એજ રીતે અન્ય દેશમાં વસવાટ કરતો માણસ બે દેશની અલગ સંસ્કૃતિના સુભગ સમન્વયથી આત્મવિકાસ સાધે છે, જેથી નવી સંસ્કૃતિનો જન્મ અને વિકાસ થાય છે, અને વૈશ્વીકરણના આજના યુગમાં માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં એક નવી દૃષ્ટિ દ્વારા સામાજીક એકતા સાધે છે.

બસ ડાયસ્પોરામાં પણ લગભગ આવું જ છે.

please see this file

Bethak free verse poems

 

મિત્રો  “અછાંદસ” અહી વાંચવા મળશે

http://pannanaik.com/

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની છે

 1. divyataa કહે છે:

  Hi VijayBhai

  Here is my Entry , hope it’s fits a requirement. Please let me know .

  Thanks

  હું નદી
  સાગર તરફ વહેતી રહું ,
  થઇ સમર્પિત એમાં એક દિન,
  અસ્તિત્વ મારું ખોવાશે !
  મીઠું જળ મારું ખારું થશે ,
  મારી દોડ લહેર થઇ બદલાશે .
  એ અંત છે ?
  હું ક્યાં કઈ જાણું છું ?
  તોય દોડું! ગીતો ગાતી , ધસમસતી,
  અવિરત, અથાગ, કલબલતી !
  વાત નથી આ એ સંગમ તણી
  છે આ વાત મારા સ્તવનની !
  હું, હું છું.
  એ કિનારાઓના ઘસારામાં!
  ધરાના કુણા હ્યદયમાં હું,
  પર્વતના ઢોળાવમાં વહેતી ધારામાં છું હું
  અરે ! મને રસ્તે મળતા દરેક કંકરમાં હું !
  હું છું ; હું છું એ ઝરણામાં
  વાદળની એ ઝરમરમાં
  મારામાં ઉછરતા જીવોમાં છું હું !
  જીવું છું મન ભરી સઘળું ,
  મારા અસ્તિવની ક્ષણેક્ષણ
  વહુ છું અનંત હું એ અંત તરફ
  મહાસાગરની સમાધિ તરફ!
  હું, હું છું. એ સમાધિ પહેલા
  હું ,હું છું . એ લીનતાની અવધી પહેલા;
  હું, હું છું. હા હું છું !

  Divya Soni
  “િદવ્યતા”

  >

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.