માઇક્રોફીક્ષન ૮૧ ભવોભવ રોહિત કાપડીઆ

ભવોભવ

——————-

રાત્રે પ્રણયની મીઠી ગોષ્ઠી કરતાં અલ્પાએ આપેલાં એક જવાબથી અશેષ નારાજ થઈ ગયો. વાતચીત આગળ લંબાવવાને બદલે એ પડખું ફરીને સૂઈ ગયો. સવારે ઉઠ્યા પછી પણ તેની નારાજગી દૂર થઈ ન હતી. અલ્પા તો રોજની જેમ નિત્યક્રમથી પરવારીને અને પોતાની આગલા દિવસની રોજનિશી લખીને મંદિરે ગઈ હતી. તેનાં પાછાં ફરવાને હજુ અર્ધો કલાકની વાર હતી. અલ્પાની અંગત રોજનિશી વાંચવી એ સિદ્ધાંતિક રીતે ખોટું છે , એ વાતની અશેષને ખબર હતી. છતાં યે ગઈકાલનાં બનાવ અંગે અલ્પાએ શું લખ્યું છે તે જાણવાની ઇચ્છાથી એણે રોજનિશી વાંચવાનું ચાલુ કર્યું.

થોડીક સામાન્ય વાતો પછી એણે લખ્યું હતું , મારાં વહાલો અશેષ મને કહી રહ્યો હતો ‘અલ્પુ, હું તારાથી બહુ જ ખુશ છું. આપણે સાત ભવ સાથે રહીશું ને ?’મેં સહજતાથી કહ્યું “નાં, સાત ભવ નહીં …….” ને આટલું જ સાંભળતાં એ રીસાઈને સૂઈ ગયો. ખેર ! હું તો કહી રહી હતી સાત ભવ નહીં સત્તર ભવ આપણે સાથે રહીશું. જો કે મને તો એમાં પણ એમનો પ્યાર જ દેખાય છે. હવે તો થાય છે કે જે મારાં દૂર થવાનાં ખ્યાલથી આટલા નારાજ થઈ ગયાં તેનો સાથ હું ભવોભવ નહીં છોડું. વાંચતા જ અશેષની આંખ આંસુથી છલકાઈ ગઈ. બહાર રેડિયો પરથી એક મધુર ગીત હવામાં ગુંજી રહ્યું હતું –

હમ તુમ યુગ યુંગ સે યે ગીત મિલનકે ગાતે રહે હેં , ગાતે રહેંગે —————

રોહિત કાપડિયા

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.