માઈક્રોફિક્શન વાર્તા-(77)-પછાત-મધુરિકા શાહ

 

માનવ સેવા એજ સાચી સેવા  અને એજ પ્રભુ ની સેવા એવું માનતા  પતિ પત્ની પ્રિયા  અને આનંદે પોતાનું જીવન આદિવાસી  લોકોને સમર્પણ કર્યું ,એટલું જ નહિ પોતાના સંતાનો કે પરિવાર વિસ્તારવાનો વિચાર પણ ન કર્યો,લગ્ન સાત ફેરામાં સાત વચન હતા કે આદિવાસી લોકોને  સાક્ષર કરશું ,તીબીબી સહાય કરશું ,એમનો ઉત્કર્ષ કરશું ,સ્ત્રી વિકાસ કરશું ,બાળ સૌરક્ષ્ણ કરશું ,સ્વચ્છતા લાવશું અને એક બીજાના પુરક બની વિશ્વ જ કુટુંબ એવી ભાવના રાખશું અને માટે જ એમને પોતાના બાળકો ન્હોતા.આનંદે પોતે નાનકડી હોસ્પિટલ પણ બનાવી હતી ,જ્યાં દર્દી અને પ્રસ્તુતા સ્ત્રી આવતા  બન્ને સાથે મળી સ્ત્રી શિક્ષણ સાથે તબીબી સારવાર આપતા એમનું સ્વપન હતું કે આ વિસ્તારના આદિવાસી સ્ત્રી-પુરુષોની એવી પેઢી તૈયાર કરવી કે જે પોતાના જાતભાઇઓને પણ ભણાવી શકે અને અજવાળાના માર્ગે આગળ જવાની પ્રેરણા આપી શકે.

પ્રિયા આજે આદિવાસી સ્ત્રીને ભણાવવા જવાની હતી  આનંદ પણ સાથે ગયો ,વ્યવસાયે ડૉ હતો માટે ત્યાં જઈ  લોકોને સ્વાસ્થય વિષે સજાગ કરતો ,હોસ્પીટલમાં અચાનક એક સ્ત્રી આવી પ્રસ્તુતિની વેદના સાથે અને પ્રસ્તુતિ થઇ, બાળકી જન્મી પરંતુ માં ન બચી. આ નવજાત બાળકને એક પછાત આદિવાસી સ્ત્રીએ પોતાના બાળક સાથે બીજી છાતીએ સ્તનપાન કરવાતા જોઈ પ્રિયાનું માતૃત્વ જાગી ઉઠ્યું, આનંદે બાળકી પ્રિયાના ખોળામાં મુકી.

અને આજે વીસ વર્ષ પછી પ્રિયાને પછાત આદિવાસી બાળકીએ એક સંપૂર્ણ સ્ત્રી – માં બનાવી.

 

This entry was posted in microfriction. Bookmark the permalink.

1 Responses to માઈક્રોફિક્શન વાર્તા-(77)-પછાત-મધુરિકા શાહ

  1. dhufari કહે છે:

    મધુરિકા બહેન
    આપની વાર્તા હ્રદય શ્પર્શી છે પણ આપ જેવા સાક્ષર આવી ભુલ કરે..? વાર્તાના અંતમાં લખેલ “માં” એમ હિન્દીમાં લખાય ગુજરાતીમાં નહી ગુજરાતીમાં માતા માટે “મા” લખાય “માં” શબ્દનો અર્થ ગુજરાતીમાં “અંદર” થાય
    આભાર

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.