માઇક્રોફ્રીક્સ્ન વાર્તા(72) ચમત્કાર પદમા –કાન

 

હલો ભામિની, જાત્રા કરીને આવી ગયા?કેવું રહ્યું?

હા માસી સાથે એક એવી ઘટના બની જે તમે સાંભળીને માની નહિ શકો આશ્ચર્ય સાથે આનંદ જરૂર થશે.મારી સાથે મારો ભત્રીજો નીખીલ,તેની પત્ની આરતી ને તેનો ચાર વર્ષનો બાબો.તમારા જમાઈ બીપીન હતા ત્યારે અમે દર વર્ષે બાવલા દર્શન કરવા જતા હતા. બાવલાથી દર્શન કરી પાછા ફરતા વચ્ચે  ખેડ બ્રહ્મા  માતાજી નું મંદિર આવે છે ગાડી ઊભી રાખી મંદિરમાં જઈ દર્શન કર્યા.થાળીમાં પ્રસાદ થોડો હોવાથી પાંચ જ દાણા સાકરીયાના લીધા.ત્યાંથી પાણી ભર્યું તો મનમાં થયું કે આપણે બહારથી પાણી ભર્યું હોત તો પૈસા લાગ્યા હોત તો એમ સમજીને દસની નોટ આપી તેણે પાંચ પાછા આપ્યા.

પ્રસાદ લઇ  અમે બહાર આવ્યાં પણ આ શું?અમે આવ્યા ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા બધા માણસો હતા ને બહાર આવ્યા તો આખા કમ્પાઉન્ડમાં ના કોઈ ગાડી કે નાના કોઈ માણસ! ગાડીમાં બેઠા ત્યાં તો એક માગવા વાળી બાઈ હાથ લંબાવીને દરવાજા પાસે ઊભી હતી.ગોરું બદન, સફેદ વસ્ત્રો,ચહેરા પર ઉંમર દેખાતી,છતા આ ઉંમરમાં આટલા વ્યવસ્થિત સજેલા!

આદિત્ય માટે નાના બિસ્કીટના પેકેટ હતા તેમાંથી એક પેકેટ સાથે એક સકારિયાનો દાણો આપ્યો.મારા હાથમાં પાંચનીનોટ હતી તે પણ આપી દીધી.દરવાજો ખોલીને બિસ્કીટ લેવા જતા જ બધાનું  ધ્યાન ગયું હતું આટલા જાજરમાન! પાછા ફરીને જોયું તો?કોઈ ના મળે.ત્યારે અમને બધાને જ એમ થયું કે ખરેખર!શું માતાજી દર્શન આપી ગયા!

પદમા –કાન

*********************************************************************

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to માઇક્રોફ્રીક્સ્ન વાર્તા(72) ચમત્કાર પદમા –કાન

  1. dhufari કહે છે:

    પદ્મા બેન
    ઘણી વખત આવું બનતું હોય છે ત્યારે લોકો માને છે કે ઇશ્વરી શક્તિ જગતમાં જરૂર છે જે યોગ્ય સમયે પ્રગટ થતી હોય છે
    આભાર

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s