માઈક્રોફિક્શન(65) વાર્તામોગરાના ફૂલ! ચીમન પટેલ ‘ચમન’

ગ્રોસરીની લાઈનમાં હું હતો. ચેક-આઉટ કરતા ભારતીય બેનપર નજર પડી અને નામ પણ વાંચી લીધું!

મારો વારો આવતાં, મેં પૂછ્યું; ‘શ્વેતાજી, ભારતમાં તમે કયાંના?’

‘આણંદની છું! અને તમે?

“હું અમદાવાદનો છું.”

‘મેં તમને અહીં કદી જોયા નથી!’

‘તમારું અવલોકન સારું છે! ગ્રોસરી લઈ આવવાનું કામ હવે મારા માથે છે!’

‘કેમ? તમારા વાઈફ બિમાર છે કે શું?

‘એ હતી, હવે નથી!’

‘હું સમજી નહીં?’

‘કેન્સરની બીમારીમાં એ ગુજરી ગઈ!

‘આઈ એમ સો સોરી!’

‘થેક્યું!’.

મારી પાછળ લાઈનમાં કોઈ જ નો’તું એ જોઈ મેં

શ્વેતાને પૂછ્યું; ‘તમારા કુટુંબ વિશે જાણી શકું?’

શ્વેતા બોલી; “મારા હસબન્ડ પણ હવે નથી!

એ હાર્ટ એટેક્માં પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા!’

‘આઈ એમ સો સોરી!’ કહી હું કહેવા જતો’તો; ‘વી આર ઈન ધ સેઈમ બોટ!’ ત્યાં, કોઈ એની ગ્રોસરી બેલ્ટપર મૂકી રહ્યું હતું એ જોઈ, વાત બદલી મેં કહ્યું; ‘ચાલો, આવતા અઠવાડિયે પાછા મળીશું.’

‘ઓકે!’ સ્માઈલ આપી શ્વેતા બોલી.

અઠવાડીયા પછી, યાર્ડમાંના તાજા ખીલેલાં મોગરાના ફૂલોપર નજર પડતાં, વીણી લઈ એક ઝીપર બેંગમાં શ્વેતા માટે લઈ લીધા!

શ્વેતાના કાઉન્ટર પાસે જઈ, ફૂલોની બેગ બતાવી મેં કહ્યું; ‘ ખાસ યાદ કરી, તમારા માટે લાવ્યો છું!’

ચાલુ કામે એણે બેગ લઈ લીધી ને એક બાજુ મૂકીને બોલી; “ખૂબ ખૂબ આભાર ભાઈ! આ ફૂલ હું મારા ઠાકોરજી આગળ મૂકીશ!”

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

One Response to માઈક્રોફિક્શન(65) વાર્તામોગરાના ફૂલ! ચીમન પટેલ ‘ચમન’

  1. Vinod R. Patel કહે છે:

    વાર્તા નાયકના મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ ! ખૂબી વાર્તાના અંતમાં છે.
    જીવનમાં આવું જ બનતું હોય છે. ધારીએ કૈંક અને બને છે કૈંક.
    સરસ મનોભાવ વ્યક્ત કરતી ચીમનભાઈની સુંદર માઈક્રોફિક્શન વાર્તા . ખુબ ગમી. .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.