માઈકોફ્રીક્શન વાર્તા – (42)- મર્યાદા-નિરંજન મહેતા

 

પેઢી દર પેઢીથી મળેલા સંસ્કારોના બંધનમાં રમણભાઈ પણ જકડાયેલા હતા. તેમની માને જુના રીવાજો મુજબ વડીલોની હાજરીમાં ઘૂમટો કાઢવો ફરજીયાત હતું. આ બધું તેમના માતા-પિતા હયાત હતા ત્યાં સુધી. તેમના ગયા પછી તો માએ થોડોક બળવો કરી ઘૂમટો તાણવાનું બંધ કર્યું હતું જે રમણભાઈએ સમય પારખી માન્યું રાખ્યું હતું પણ માથે તો ઓઢવું પડતું હતું. પણ તેમના મનમાં આ બરોબર બેસી ગયું હતું એટલે જ્યારે પુત્રના લગ્ન થયા ત્યારે નવી વહુને તેની સાસુ મારફત યોગ્ય વસ્ત્રો, માથે ઓઢવું, વાતચીત, લાજશરમ અને મર્યાદાની શીખો અપાવી દીધી હતી. ચાલુ ફેશન જેવા કપડાની એકદમ બંધી.

નવી વહુ અલકાએ સમજદારી દાખવી આ બધું અપનાવ્યું.

હનીમૂન પરથી પાછા ફર્યાને બે દિવસ થયા હશે અને રમણભાઇની બૂમ સંભળાઈ. શું થયું તે જોવા અજય અને અલકા રૂમમાંથી બહાર દોડી આવ્યા. જોયું તો રમણભાઈ તેમના હનીમૂનના ફોટાનું આલ્બમ જોતાં હતા. આલ્બમ તેમની પાસે ક્યાંથી? એવો વિચાર આવ્યો એટલે બોલાઈ ગયું, ‘શું થયું બાપુજી?’

‘કોઈ લાજશરમ છે કે નહી?’

‘કેમ આમ બોલો છો?’

‘આ ફોટા જોયા? ઘરની મર્યાદાનો પણ ખયાલ ન રહ્યો?’

‘મર્યાદા?’

‘વહુ ઉઘાડે માથે, ફેશનેબલ વસ્ત્રો પહેરી તારી સાથે ફોટા પડાવે. વળી તમે એકબીજાના ખભા પર હાથ રાખીને બેઠા છો. આ બધું શું છે?

‘બાપુજી, હનીમૂન પર તો બધા આમ જ કરતાં હોય છે. બહારગામમાં કોણ ઓળખે છે? પછી મર્યાદાનો સવાલ ક્યાંથી આવે?’

‘ભલે અજાણ્યા ગામમાં મર્યાદાનો સવાલ ન આવે પણ ઘરમાં? જ્યારે હું આ ફોટા જોઈશ ત્યાર પછી સસરાની મર્યાદા ક્યાંથી જળવાશે?’

નિરંજન  મેહતા

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.