માઈકોફ્રીક્શન વાર્તા – (36)જ્યાં ચાહ ત્યાં રાહ- દિપલ પટેલ –

 

dipal patelમિત્રો “બેઠક”ની નવી યુવાન સર્જક દિપલ પટેલ નું સ્વાગત છે.
આપણી બેઠકમાં સૌ પ્રથમવાર આવી લખી રહી  છે.
હવે તેમના લખાણ ને વધાવવાની જવાબદારી આપણા સૌની છે.
વાત છે ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ ની, એ સમય હતો જયારે સમગ્ર ભારત દેશમાં એક જ વ્યક્તિની ચર્ચા થતી હતી ‘અન્ના હઝારે’- એક એવા વ્યક્તિ જેમને જન લોકપાલ બીલની માંગણી કરી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું પ્રત્યેક નાગરિકને દેખાડ્યું. એ સમયે મેં પણ એમનાથી ખુબ જ પ્રેરિત થઈ ઢગલાબંધ રેલીનું આયોજન કરી એમને સમર્થન આપવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. એ સમય દરમિયાન મારા શહેર નડિયાદના અમુક વ્યક્તિઓ અનશન(ઉપવાસ) પર બેસેલા. એક સાંજે ત્યાં જવાનું થયું, ત્યાં એક બહેનની બાજુમાં જઈને બેઠી.
૩૨-૩૫ વર્ષની એમની ઉંમર હશે, સુંદર ચોખ્ખો ચીકનનો સફેદ ડ્રેસ પહેરેલો, હાથમાં બંગડી,ઘડિયાળ, સુંદર સોનેરી રંગની નેલપોલીશ, સરસ વાળ ઓળેલા. એકદમ વ્યવસ્થિત બહેન હતા. મે એમનું નામ પૂછ્યું. નામ હતું સુધા પટેલ. મે સહજ ભાવે જ પૂછ્યું કે તમે શું કરો છો ક્યાં રહો છો? એમનો જવાબ હતો ” મારું નામ ગુગલ પર લખજે – સુધા પટેલ, ચાંગા ગામ , તને બધી માહિતી મળી જશે!” ૨ મિનીટ માટે તો લાગ્યું કે બહેન મજાક જ કરતા હશે અને હું એમને ખાસ ઓળખતી ન હતી એટલે હું ચુપ રહ્યી અને ઘરે આવી ગઈ. આવીને મે પહેલું કામ ગુગલ કરવાનું કર્યું.
તેઓ એકદમ સાચ્ચા હતા! એમના વિષે વાંચીને હું અચંબિત થઇ ગઈ.
એમનો જન્મ ચાંગા ગમે થયો. અંગ્રેજીમાં એમ.એ કરીને માત્ર ૨૧ વર્ષની ઉંમરે તેઓ ચાંગા ગામના સરપંચ બન્યા હતા અને ૫ વર્ષ સુધી કામ કરેલું અને ગામનો મહત્તમ વિકાસ એ દરમિયાન જ થયો .એમનાથી ૩ ગણી ઉંમર ધરાવતા પુરુષો સાથે કામ કર્યું ત્યારબાદ હરિદ્વાર જઈને યોગગુરુ રામદેવબાબા સાથે યોગશિક્ષણ લઈને નડિયાદ શહેર માં પહેલ વહેલું પતંજલિ ચિકિત્સાલય એમને શરુ કર્યું. કેટલીય સંસ્થાઓમાં ઢગલાબંધ સેવાઓ આપે છે. લેટેસ્ટ ફોન અને લેપટોપ વાપરે છે. તેમને અમરિકન સરકારે “10 outstanding person of the world” નો એવોર્ડ પણ એનાયત કરેલો છે. તમને થશે તો આમાં શું થયું? આમાં કઈ નવાઈ જેવું ના લાગ્યું?
ધ પોઈન્ટ ઇસ: તેઓ જન્મથી જ અંધ છે !
દિપલ પટેલ
Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

One Response to માઈકોફ્રીક્શન વાર્તા – (36)જ્યાં ચાહ ત્યાં રાહ- દિપલ પટેલ –

  1. Niranjan Mehta કહે છે:

    જીવનની અનેક પહેલુંનું આ પણ એક અંગ છે. તે બહાર લાવવા દિપલબેનનો આભાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.