માઈકોફ્રીક્શન વાર્તા – (35)મારો કચરો-દર્શના નાડકર્ણી

 

સાચી બનેલ ઘટના વર્ણવું છું.  થોડા વર્ષ પહેલા મારી દીકરી સાથે હું ભારત ગયેલ અને ગુજરાતના એક શહેર ના રેલ્વે સ્ટેશન ઉપર અમે ટ્રેન ની રાહ જોતા ઉભેલા.  આજુ બાજુનો કચરો જોઇને અહી ઉછરેલ મારી દીકરી ને ખુબ ગુસ્સો આવતો  હતો અને મેં સમજાવવાની કોશિશ કરી કે અહી એવુજ હોય અને અહી આવીએ ત્યારે કચરા સામે જોવાનું નહિ.  તેવામાં બે રેલ્વે કર્મચારી બહેનો આવ્યા.  તેમણે રેલ્વે ના જેકેટ પહેરેલ અને તેમના હાથમાં ઝાડું હતું અને બંને બહેનો પ્લેટફોર્મ સાફ કરવા લાગ્યા.  મેં મારી દીકરીને કહ્યું જો બધું સાફ થઇ જાય છે, જરા શાંતિ રાખવી જોઈએ.  ત્યાં તો અમે જોયું કે બે બહેનો કચરો વાળીને ઉપડવાની બદલે, ટ્રેન ના પાટા ઉપર ફેક્તી હતી.  એટલામાં એક ટ્રેન આવી.  ટ્રેનમાં બેઠેલ લોકો હાથમાં હોય તે કપ, કાગળ્યા વગેરે પ્લેટફોર્મ ઉપર ફેંકવા લાગ્યા અને બહેનો તેજ કચરો ટ્રેન નીચે વાળીને સરકાવવા લાગ્યા.


મારી દીકરી ની નારાજી ખુબ વધી ગઈ.  મારા હાથમાં એક કાગળની ચબરખી હતી.  મેં તેને સ્ટેશન ઉપર ફેંકતા કહ્યું “જેવો દેશ એવો વેશ અને જ્યાં જઈએ ત્યાં તેને અનુરૂપ વર્તન અપનાવીને જ રહેવાય”.  એવો ઉપદેશ આપતા મેં કાગળ ની ચબરખી ત્યાં જ સ્ટેશન ઉપર ફેંકી દીધી.  મારી દીકરી તુરંત તે કાગળ નો ટુકડો ઉપાડીને મારા હાથમાં પરત કરતા બોલી “મમ્મી તે ખોટી વાત કહી છે.  અને આ કચરો તારો છે તેને લઈને કચરાની પેટીમાં નાખ.  બીજાના કચરાનું તું કઈ ન કરી શકે તો પણ તારો કચરો તો કચરાપેટી માં નાખીજ શકે છે ને?  નાના મોઢેથી મળેલ મોટું જ્ઞાન હું હમેશા યાદ રાખવાની કોશિશ કરું છું.  જયારે ભારત માં પ્રવાસ કરતા હોઈએ ત્યારે મારા મમ્મી, માસી વગેરે જે સાથે હોય તે બધાનો કચરો ભેગો કરી ને પેટી માં નાખું છું.  આપણે માત્ર આપણા જ કચરા ઉપર ધ્યાન રાખવાનું હોય છે પછી તે કાગળનો ટુકડો હોય કે મનનો કચરો હોય, તેનો યોગ્ય રીતે નિકાલ કરીએ અને બધા તેમ વિચારે અને પોતાના કચરા ઉપર નજર રાખે તો?

જાપાન માં મુસાફરી કરતા, (નારા પાસે) એકદમ સાફ એવા નાના શહેર માં મેં જોયું કે ત્યાં કચરાપેટી ભાગ્યેજ હતી.  મેં ત્યાં રહેતી એક સહેલી ને પૂછ્યું કે અહી ક્યાંય કચરાપેટી જોવા નથી મળતી તો કચરો ક્યાં લોકો નાખે છે? તેણે કહ્યું કે કચરાપેટી ને સાફ રાખવી, થોડોજ કચરો હોય અને તેના નિકાલ માટે મોટી પ્લાસ્ટિક ની બેગ કચરામાં જાય, વળી તેમાં ક્રાંતિકારી લોકો બોમ્બ નાખી શકે. એ બધું વિચારીને, જાહેર જગ્યાઓમાં તે શહેર ની સરકારે કચરાપેટી ઓછી કરી નાખી છે અને બધા પોતાનો કચરો પોતાની સાથે જ લઇ જાય તેવો રીવાજ થઇ ગયો છે.

મેં કહ્યું “સમજી ગયી, મારે તો મારાજ કચરાનો યોગ્ય નિકાલ કરવાનો છે”.

 

દર્શના નાડકર્ણી

https://darshanavnadkarni.wordpress.com/

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.