માઈક્રોફિક્શન વાર્તા (33)ભૂખાળવો-નિરંજન મહેતા

થોડા દિવસથી નીતિનની વર્તણુકથી ઓફિસના મહિલા સ્ટાફમાં નારાજગી હતી કારણ એ તો તે અપરિણિત અને તેની ચકળવકળ ફરતી આંખો. જો કે એક રીતે તેઓ પોતાની નારાજગી દર્શાવી નહોતા શકતા કારણ ન તો તેણે કોઈ મહિલા સાથે છેડછાડ કરી હતી કે ન તો અભદ્ર વાતો કરી હતી. અરે, બને ત્યાં સુધી તે કામકાજ વગર વાત પણ કરવાનું ટાળતો. તો પણ તેઓ અંદર અંદર તેને ‘સાલ્લો ભૂખાળવો’ નામે ઓળખતા.

તેના અચાનક રાજીનામાથી સ્ટાફમાં ચણભણ થઇ કે શું બન્યું હશે? કોઈએ તેની ફરિયાદ કરી હશે કે તેણે કોઈની છેડતી કરી હશે અને હવે પસ્તાવો થતા આમ કર્યું હશે? જે હોય તે પણ તેના જવાથી મહિલા સ્ટાફને નિરાંત થઈ કે ચાલો ટાઢે પાણીએ ખસ ગઈ. આને લઈને કોઈને ખરું કારણ જાણવાની પણ ઇંતેજારી ન હતી.

પણ રાજશ્રી એક એવી મહિલા હતી જેને કોઈ વાતનું મૂળ ન જાણે તો ચેન ન પડે એટલે તે નીતિનની બાજુમાં બેસતા કાર્તિકની પાસેથી વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો. પણ તમને બધાને તો તે અણગમતો હતો તો શા માટે પૂછો છો કહી પહેલા તો તેણે વાત ટાળી પણ રાજશ્રીએ યેનકેન પ્રકારે વાત કઢાવી. કાર્તિકે જે વાત કરી તે સાંભળી તેને આંચકો લાગ્યો.

‘તમે બધા તેને ગંદા માનસની વ્યક્તિ ગણતા હતા કેમ? તેને તેની જાણ હતી પણ ન તો તેને તે ગલતફહેમી દૂર કરવાની ઈચ્છા હતી, ન સમય. કારણ હતું તેની ડહોળાયેલી માનસિક સ્થિતિ  પોતાને અત્યંત પ્રિય નાનીબેન કે જે હજી યુવાનીમાં પગ માંડતી હતી તેનું અકાળે અવસાન થતા તેને માટે તેણે જે સ્વપ્નો રચ્યા હતા તે નેસ્તનાબૂદ થઇ ગયા. આને કારણે તેને અત્યંત આઘાત લાગ્યો હતો. આ આઘાતમાંથી તે હજી બહાર નહોતો આવ્યો અને તેથી તે તમારા સર્વેમાં પોતાની નાનીબેનને જોવાનો પ્રયત્ન કરતો હતો. પણ તેમ તે પામી ન શક્યો એટલે અંતે પોતાને ગામ પિતાને ખેતીકામમાં મદદરૂપ થવાનો અને કુદરતને ખોળે શાંતિ મેળવવાનો નિર્ણય લીધો.

‘તે ભૂખાળવો જરૂર હતો પણ બેનના પ્યારનો’

નિરંજન મહેતા

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s