કીસ *** માઈક્રો ફિક્શન (૩૨) પ્રવીણા કડકિઆ

અનિતા આજે સરસ તૈયાર થઈને બ્રાઝિલિયન એમ્બ્રોડરિના ક્લાસમાં આવી હતી. જ્યારે જોંઉ ત્યારે
તેની સૂરત રોતી જ હોય. દર વખતે પૂછવું પડે, ‘કેમ આજે આમ’.
તને ખબર તો છે શું કહું’.
હા, પણ એ હવે રોજનું થયું ,તું આંખ આડા કાન કેમ નથી કરતી ?’
કેવી રીતે કરું”?
એક વાત સાંભળ જુવાનિયા નહી બદલાય. તેમને એવું લાગતું પણ નથી કે તેઓની ભૂલ છે’!
તો શું ભૂલ બધી મારી જ છે’.
મેં એવું ક્યાં કહ્યું તને’.
આ તો એકનો એક દીકરો છે. તું નહી માને તેને માની લાગણી ઘણી છે. ‘
તને ખબર છે એની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. ‘
ભગવાને તેને પણ બે દીકરા આપ્યા છે. ‘
આન્યાને ખબર નથી એની કાલ કેવી ઉગશે’?
આજે બન્નેને બહાર જવું છે એટલે હસતી હસતી આવી. મમ્મી બન્નેને જમાડજો અને રાતના લઈ જઈશ’.
મને તો ખૂબ ગમે બાલકો આવે તે.
દીકરાના દીકરા કઈ દાદીને વહાલાં ન હોય?’
બન્નેને રાતના લઈ ગઈ અને પછી બારણું બંધ કરી દીધું.
જ્યારે કામ હોય ત્યારે જ ખોલે. નહી તો અંદરથી લૉક કરી દે. હું બીજા બારણાથી બહાર જાંઉ.
અરે, મારા દીકરાએ તો મને ઈડિયન ચેનલ પણ અપાવી. મેં એને કાંઈ કહ્યું જ નહતું.
સંતોષ માન કે દીકરો તને પ્રેમ કરે છે.
દીકરીને આમાંની કાંઈ ખબર નથી. એ આવે ત્યારે એનું વર્તન બદલાઈ જાય. તેથી દીકરી હવે એવું માને છે કે હું
સાસુપણુ કરું છું.
જો અનિતા , સુખી થવું હોય તો એક વાત માન . જ્યારે સારી રીતે બોલે ત્યારે તું પણ સારીતે બોલ. ને વર્તન અજુગતું
કરે ત્યારે પુસ્તક વાંચવા બેસીજા. માળા ફેરવ કે ગુંથવાનું ચાલુ કર. બાકી રોદણાં રડીશ તો તારી આજે અને આવતીકાલ
બન્ને બગડશે. જો હવે તું કેટલા વર્ષો જીવવાની? શામાટે જીંદગી વેડફે છે. સારું વાંચ. સારા વિચાર કર. તારી બાકીની જીંદગી
શાંતિથી જશે. બાકી તું જાણે ! લાંબુ ભાષણ આપી હું ચૂપ થઈ ગઈ.
ત્યાર પછી વિકએન્ડ હતું એટલે ન અનિતાનો ફોન આવ્યો ન તેના દર્શન થયા.
આજે સવારે ક્લાસમાં જોઈ હું આભી થઈ ગઈ. મારી આંખોનો પ્રશ્ન તે કળી ગઈ.
મને બોલવા ન દીધી,’ ઓ મારી સહેલી, સાંભળ ઘરે જતાં તારી વાતો પર બહુ વિચાર કર્યો. મારી જાતને ઢંઢોળી. અરીસા સામે
ઉભી રહીને સવાલ જવાબ કર્યા. અંતે નક્કી કર્યું,’હું મારી જાતને બદલીશ’. બ્યુટી પાર્લરમાં જઈ ફેશ્યલ અને હેર ડાઈ કરાવ્યા.
જૉબ પર પહેરતી હતી તે કપડાં પાછા પહેરવાના શરૂ કર્યા. એનો આ પ્રતાપ છે.
અરે રાતના અનિકેત સ્વપનામાં આવીને ‘આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ કહી કિસ કરી ગયો’!

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s