માઇક્રોફિક્શન વાર્તા(27)માનવતા-કલ્પનારઘુ-

 

 

આ શું? મયંક હોસ્પીટલના એક ખાટલામાં અચેતન અવસ્થામાં પડયો હતો. તેને ભાન આવ્યુ અને જતું રહ્યું. તેનું અચેતન મન જાગૃત બન્યું. તેને સમજાતુ નહતુ, આજુબાજુ શું થઇ રહ્યું છે? તેને સ્ટ્રેચરમાં લઇ જતાં હતાં. તેનો સીલ્કનો કૂર્તો લોહીથી ખરડાયેલો હતો. ચારેબાજુ કોલાહલ, રડારોળ અને દોડાદોડી! તેની એક આંખનો ડોળો … પછીનુ તેને કંઇજ યાદ ન હતુ.

અને … તેની આંખ ખુલી. બીજી આંખ પર પાટો હતો. હવે તેને બધુંજ યાદ આવતુ ગયુ. થાક અને કળતર આખા શરીરમાં વરતાતી. બંધ આંખે ઘટેલી ઘટનાને એક સમગ્ર ફિલ્મની જેમ તે જોઇ રહ્યો. મયંક એક મશહૂર ગાયક હતો. પ્લેનમાં તે સંગીતના ગ્રુપ સાથે મુંબઇથી યુએસ પ્રોગ્રામ માટે જઇ રહ્યો હતો. દુબઇ છોડયું અને આતંકવાદીઓએ પ્લેનને હાઇજેક કર્યુ. અનેક પ્રકારની માનસીક યાતના … અંતે પ્લેનનો ઇમરજન્સી દરવાજો ખોલવામાં આવ્યો. પેસેન્જરોમાં જીવ બચાવવા નાસમભાગ … આતંકવાદીઓનો આંધળો ગોળીબાર. તે જાન બચાવી ભાગી છૂટયો પણ ગોળીનો શિકાર બની તેની આંખ … નફરત થઇ આ મુસ્લિમ આતંકવાદીઓ માટે … અને આંખ ખોલી મયંકે …

બાજુના ખાટલામાં એક ઘાયલ મુસ્લિમ યુવક સૂતો છે. એક ઔરત નમાઝ પઢે છે. આંખ ખોલીને મને કહે છે, ‘બેટા, મૈને તેરે લીયે બંદગી કી હૈ, ખુદા તુઝ પર રહેમ કરેગા. મેરા બેટા ભી ઘાયલ હુઆ હૈ.’ પછી તેની જુવાન દિકરી પાસે મારા માટે શાક-રોટી અને નવા કપડાં મંગાવ્યા.

મને વિચારતો કરી મૂકયો આ મુસ્લિમ મહિલાની માનવતાએ … મારે માનવુજ પડયું જ્યાં માનવતા છે ત્યાં આતંકવાદનુ નામોનિશાન નથી. પછી તે હિન્દુ હોય કે મુસલમાન!

સત્ય ઘટના પર આધારિત

કલ્પના બેન રઘુ શાહ

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to માઇક્રોફિક્શન વાર્તા(27)માનવતા-કલ્પનારઘુ-

  1. Charusheela કહે છે:

    Babu Saras like so much

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.