માઇક્રોફ્રિકશન વાર્તા- (૩૧)” આઇ લવ યુ નિરજા એન્ડ વિલ લવ યુ ટીલ માય લાસ્ટ બ્રીધ’- રાજુલ કૌશિક

‘આઇ લવ યુ નિરજા એન્ડ વિલ લવ યુ ટીલ માય લાસ્ટ બ્રીધ’ એક લાંબા અરસા બાદ ફેસબુક ફ્રેન્ડ નૈમેષે નિરજાને મેસેન્જરમાં પોતાના દિલની વાત કહી દીધી.

છેલ્લા કેટલાક સમયથી મિચ્યુઅલ ફ્રેન્ડ લિસ્ટમાંથી નૈમેષને નિરજા ગમી ગઈ હતી. હાય, હેલ્લોથી થયેલી શરૂઆત આગળ જતા લંબાણપૂર્વકની વાતો સુધી પહોંચી હતી. ધીમે ધીમે બંને એક બીજા સાથે મન ખોલીને વાત કરતાં થયા હતા.

નિરજા વડોદરાની અને નૈમેષ અમદાવાદનો એટલે હજુ સુધી પરસ્પર ફેસબુક પર વાતો સિવાય મળવાનું થયું નહોતું પણ નૈમેષ નિરજાની કવિતાઓનો દિવાનો હતો. નિરજા કોઇ જાની-માની હસ્તિ નહોતી પરંતુ ફેસબુક પર અવાર-નવાર એની કવિતાઓ અપ લોડ કરતી રહેતી હતી. ધીમેધીમે આ કવિતાઓ થોડી અંગત બનતી ગઈ અને વધુ અંગત બનતા ફેસબુકના બદલે નૈમેષના મેસેન્જર પર મુકાતી ગઈ.

ફેસબુક પરથી આગળ વધીને બંને પર્સનલ ફોનમાં વૉટ્સએપ ચેટ કરતાં થયા. નૈમેષનો આગ્રહ હતો કે તારો રોજનો એક ફોટો તો મને જોઇએ જ . નિરજા જુદા જુદા એંગલથી એના ફોટા લઇને નૈમેષને મોકલતી રહેતી.

અંતે નૈમેષની ધીરજ ખુટવા માંડી. “ આમ ક્યાં સુધી ફોન પર જ ચીટ-ચેટ કરતાં રહીશું? ગેટ રેડી બેબી આઇ એમ કમિંગ ટુ સી યુ સુન.”“નૈમેષ , આપણે મળીએ તે પહેલા મારે તારી સાથે કેટલીક વાત કરવી છે જે સાચે જ અત્યંત મહત્વની છે.”

“નિરજા, આપણે મળીએ જ છીએ, બસ ત્યારે તારે જે વાત કરવી હોય તે કરજે બસ હવે નો મૉર ઓન ફોન…ફેસબુક પર બહુ મળ્યા હવે ફેસ ટુ ફેસ….આજે સાંજે પાંચ વાગે હું સીધો તને કીર્તિ મંદિર મળીશ.”

“ નૈમેષ પ્લીઝ, હું તને જે કહેવા માંગુ છું તે સાંભળ્યા પછી તારે મને મળવું છે કે નહીં તે નક્કી કરીએ….”નિરજા બોલતી રહી અને નૈમેષે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. નૈમેષને હવે નિરજાને મળ્યા વગર ચેન નહોતું પડવાનું.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના દોઢ-બે કલાક પણ નૈમેષને બે સદી જેટલા લાંબા લાગતા હતા. સરસ મઝાના રેડ રોઝનો મઘમઘતો બુકે લઈને નૈમેષ સુપર સ્પીડે જઈ રહ્યો હતો. કારની ગતિ કરતાં ય એના મનની ગતિ વધુ હતી. નિરજા કરતાં એને વહેલા પહોંચી જવું હતું. કીર્તિ મંદિરના પ્રાંગણ પાસે જઈને એણે કાર એવી રીતે પાર્ક કરી કે એ નિરજાને આવતી જુવે પણ નિરજા એને ના જોઇ શકે.

પાંચ, દસ, પંદર મિનિટ…ઘડીયાળનો કાંટો આગળ સરકતો હતો અને દૂરથી એક રીક્ષા આવતી જોઇ નૈમેષના હ્રદયના ધબકારા વધુ તેજ બનતા ચાલ્યા. નિરજા ઉતરે એવો જ રેડ રોઝનો બુકે એની સામે ધરવા એ ઉત્તેજીત હતો. એના પ્રેમનો આજે એકરાર રૂબરૂ જો કરવાનો હતો.રીક્ષા ઉભી રહી નિરજા હળવેથી ઉતરી, પૈસા ચુકવીને એની કાંખ ઘોડીના સહારે આગળ વધી……..

પળવારમાં નૈમેષે કાર રિવર્સ કરીને અમદાવાદના રસ્તે મારી મુકી.

નૈમેષના ફેસબુક પર કે પર્સનલ ફોનમાં હવે ક્યાંય નિરજાનું નામ કે નંબર દેખાતા નથી.

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.