માઈકોફ્રીક્શન વાર્તા(૨૬)અંતિમ વચન-પ્રજ્ઞા દાદભાવાળા

 જય  આજે ખુબ ખુશ હતો કાકા એ સમાચાર આપ્યા પપ્પા આવે છે બધું બરાબર છે.ચિંતા ન કરતો પણ લેવા એરપોર્ટ પર સમયસર પોહચી જજે, તારી મમ્મીને આપેલું અંતિમ વચન પાળવા જ આવે છે, માટે એનું મન ન દુભાય તેનું ધ્યાન રાખજે,પપ્પા આખરે મારે ઘરે આવવા તૈયાર થયા. મમ્મીની ઈચ્છા પૌત્રનું  મોઠું જોઈ પેંડા વહેચવાની હતી,પણ કોણ જાણે કેમ મમ્મી અહી આવે એ પહેલા જ રજા લઇ લીધી ,સંજોગો પણ એવા થયા કે  જય અંતિમ સંસ્કારમાં મોડો પડ્યો, પપ્પા એટલે વધુ નારાજ હતા.

જય જલ્દી કામ પતાવી સમય કરતા જલ્દી જ એરપોર્ટ પોહચી ગયો,હા પાર્કિંગના ડોલર ભરવા પડશે પણ વાંધો નહિ. હેતલ સાથે વાત કરતા બોલ્યો, આજે પપ્પા ઘર જોશે ઓફીસ જોશે પછી ગુસ્સો ઉતરી જવાનો ,રોજ મને  જોરથી ઉઠાડતા અને કહેતા નવ વાગ્યા સુધી પડ્યા રહો છો.. શું ઉકાળવાના જિંદગીમાં? અને ત્યાં જોરથી જાહેરાત થઇ પ્લેન નંબર 232 લેન્ડ થઇ ગયું છે,..હા કાકા એ વિલચેર લખાવી છે માટે કદાચ છેલ્લે આવશે ત્યાં તો કોઈ આવી ને જાહેરાત કરી… જય પટેલ ,મિસ્ટર બાબુભાઈ પટેલ ના કોઈ સગા છે ?મેં કહ્યું હા ,આપ જરા અંદર આવશો ?

મેં પપ્પાને કહ્યું હતું કે કોઈ એવી ચીજ ન લાવતા કે કસ્ટમમાં રોકે …હલ્લો હેતલ પપ્પા આવી ગયા છે પણ કસ્ટમે રોક્યા  લાગે છે, તું આરતીની તૈયારી કરી  સુખડી તૈયાર રાખજે બસ આવ્યો જ સમજ.

પણ કોણ જાણે કેમ શું થયું?…કાકા એ કહ્યું પપ્પાને અમે ઘરેથી ધબકતા લઈને ગયા હતા….અને હું પપ્પાનો ફક્ત દેહ સામાનની સાથે સફેદ કપડામાં વીટાળી ને લાવ્યો.

અને…

હેતલના હાથમાંથી આરતીની થાળી પડી ગઈ.

This entry was posted in microfriction. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s